આર્યરિધ્ધી - ૭

મિત્રો આ વાર્તા તમને કેવી લાગે છે તેનો પ્રતિભાવ જરૂર થી આપશો.
રિધ્ધી તેના રૂમ માં આવી તેના બે કલાક પછી તેની બેસ્ટ ફ્રેન્ડ ક્રિસ્ટલ જે તેની પાર્ટનર હતી તેનો ફોન આવ્યો. ક્રિસ્ટલ રિધ્ધી ને જમવા માટે બોલાવી રહી હતી. પણ રિધ્ધી એ જમવા ની ના પાડી દીધી અને ફોન કટ કરી દીધો.

ક્રિસ્ટલે ફરી થી બે વખત રિધ્ધી ને ફોન કર્યો પણ તેણે ફોન રિસીવ કર્યો નહીં એટલે ક્રિસ્ટલ ને રિધ્ધી નું આ પ્રકાર નું વર્તન અજીબ લાગ્યું. કારણ કે રિધ્ધી આ પહેલાં ક્યારેય આવું નહોતું કર્યું.

રિધ્ધી ના બીજા સ્ટુડન્ટ પાર્ટનરો જમવા માટે રિધ્ધી ની રાહ જોઈ રહી હતા પણ પંદર મિનિટ સુધી રિધ્ધી આવી નહીં. અત્યાર સુધી ક્રિસ્ટલે બધા ને રોકી રાખ્યા હતા પણ કોઈ રાહ જોવા માટે તૈયાર ન હતું. એટલે ક્રિસ્ટલે બધા ને જમી લેવા માટે કહ્યું.

પણ ક્રિસ્ટલ પોતે જમી નહીં તેણે વેઈટર ને થોડી વાર  પછી પોતાનું અને રિધ્ધી નું જમવાનું રિધ્ધી ના રૂમ લઈ જવા માટે કહ્યું. ક્રિસ્ટલે રિધ્ધી ના રૂમ નો દરવાજો નોક કર્યો એટલે થોડી વાર પછી રિધ્ધી એ દરવાજો ખોલ્યો.

એટલે ક્રિસ્ટલ રિધ્ધી ના રૂમ માં ગઈ પછી રિધ્ધી રૂમ નો દરવાજો બંધ કરીને ક્રિસ્ટલ પાસે આવી ને બેસી ગઈ એટલે તરત ક્રિસ્ટલે રિધ્ધી ને પૂછ્યું કે શું થયું છે ? 

રિધ્ધી અત્યારે ખૂબ જ ઉદાસ લાગી રહી હતી અને તેનો ચહેરો નિસ્તેજ લાગતો હતો. ક્રિસ્ટલે રિધ્ધી પહેલાં ક્યારેય આવી હાલત માં જોઈ ન હતી એટલે તેને લાગ્યું રિધ્ધી જલ્દી જવાબ નહીં આપે. 

ક્રિસ્ટલે રિધ્ધી ને ફરીથી પૂછ્યું ત્યારે રિધ્ધી એ તેને જણાવ્યું કે તે આર્યવર્ધન ને જોઇને કંઇક ફિલ થાય છે.  રિધ્ધી ની વાત સાંભળી ને ક્રિસ્ટલે તેના ચહેરો જોઈ ને કહી દીધું કે રિધ્ધી તું આર્યવર્ધન ને પ્રેમ કરવા લાગી છે. જો તું તેની સાથે રહેવા માંગતી હોય તો અત્યારે જ એની પાસે જા.

રિધ્ધી એ ક્રિસ્ટલ ની વાત સાંભળ્યા પછી કહ્યું કે પ્રોગ્રામ માં આવેલી બધી છોકરીઓ માં થી અડધા કરતાં પણ વધારે છોકરીઓ એ આર્યવર્ધન ને પ્રપોઝ કર્યું. તેમાંથી અમુક તો મારા કરતાં પણ વધારે સારી દેખાતી હતી પણ કોઈને પણ આર્યવર્ધને હા પાડી નહીં તો મને એ શા માટે હા પાડશે ?

ક્રિસ્ટલે રિધ્ધી ની વાત પુરી થયા પછી જ રિધ્ધી ને સવાલ પૂછ્યો કે આર્યવર્ધને કોઈ છોકરી ગમતી ન હતી તો તેણે તને શા માટે જાતે ડાન્સ માટે પૂછયું અને તારી સાથે ડાન્સ કર્યો અને એટલું જ નહીં એ તને એની પોતાની કાર માં લિફ્ટ આપી અને અહીં હોટેલ પર મૂકી ગયો.

ક્રિસ્ટલ ની વાત સાંભળીને રિધ્ધી વિચારવા લાગી કે કદાચ આર્યવર્ધન પણ તેની તરફ આકર્ષાયો હશે. પણ ત્યાં જ ક્રિસ્ટલે તેને બોલાવી ને વિચારો માં થી બહાર લાવી અને તેને જમવા માટે કહ્યું અને એમ પણ કહ્યું જમી લીધા પછી આર્યવર્ધન માટે વિચાર કરીશું.

                   *******************
બીજી બાજુ રિધ્ધી ના કાકા નિમેશભાઈ એ આગળ કહેવા નું શરૂ કર્યું કે એક વખત વિપુલ અને મૈત્રી ટેરેરિસ્ટ ગેંગના મેમ્બર બની ને એક આતંકવાદી સંગઠન ના લીડર મળ્યા. વિપુલ અને મૈત્રી નું મિશન તે આતંકવાદી સંગઠન ના લીડર ને મારવા નું હતું પણ મિશન પૂરું થાય તે પહેલાં બંને પકડાઈ ગયા.

તે બંને ને બે દિવસ સુધી સખત રીતે ટોર્ચર કરવા માં આવ્યા. તો પણ તેમણે પોતાની સાચી ઓળખ જણાવી નહીં એટલે મૈત્રી અને વિપુલ ને એકબીજા સામે ઊભા રાખવા માં આવ્યા અને બંને ને જાણ ને જાન થી મારી નાખવાની ધમકી આપી એટલે મૈત્રી ડરી ગઈ.

મૈત્રી એ આતંકવાદી ઓ ને માહિતી આપવા ની તૈયારી દર્શાવી પણ તેણે શરત મૂકી કે આતંકવાદી ઓ વિપુલ ને છોડી દે ત્યારે વિપુલે મૈત્રી ને આમ કરવા ની ના પાડી ત્યારે મૈત્રી એ ઈશારા માં કહ્યું આપણા બાળકો માટે બે માંથી કોઇ એકે જીવવું પડશે.

પણ ત્યારે જ વર્ધમાન આઇબી ના કમાન્ડો ની ટિમ સાથે ત્યાં પહોંચી ગયો અને બે કલાક સુધી ચાલેલી ગોલોબારી માં મોટા ભાગના આતંકીઓ માર્યા ગયા અને એ સગઠન ના લીડર અને તેના બે સાથીદારો ને જીવતા પકડી લેવા માં આવ્યા.

પકડાયેલા આંતકવાદી ઓને CBI ના હવાલે કરી દેવામાં આવ્યા. અને વિપુલ અને મૈત્રી ત્યાં થી સીધા હોસ્પિટલ માં લઇ જવા માં  આવ્યા. આતંકવાદી ઓ એ બંને ને ટોર્ચર કર્યા ત્યારે તેમના શરીર પર ઘણી જગ્યાએ ઘાવ આપ્યા હતા.

વિપુલ અને મૈત્રી ની સારવાર કરનાર ડોક્ટરો તેમના ઘાવ જોઇને આશ્ચર્ય પામ્યા કે શરીર આટલા બધા ઘાવ હોવા છતાં બંને સ્વસ્થ હતા. વિપુલ અને મૈત્રી ની સારવાર ત્રણ કલાક સુધી ચાલી ત્યાર બાદ તેમને બે કલાક સુધી icu માં રાખવા માં આવ્યા. પછી બંને ને બે બેડ વાળા રૂમ માં શિફ્ટ કરવા માં આવ્યા.

વિપુલ અને મૈત્રી ને જે પણ જગ્યાએ ઘાવ થયાં હતાં ત્યાં દરેક જગ્યાએ ડ્રેસિંગ કરી ને પાટા બાંધવામાં આવ્યા હતા. હોસ્પિટલ માં મૈત્રી અને વિપુલ એક અઠવાડિયા સુધી રહ્યા તે દરમિયાન વર્ધમાન અને આર્યા તેમની સાથે આખો સમય રહ્યા.

જયારે તેમને હોસ્પિટલ માં થી ડિસ્ચાર્જ થયા બાદ આઇબી ના હેડક્વાર્ટર માં હાજર થયા  ત્યારે મૈત્રી એ આઇબી ના જોઈન ડિરેક્ટર ને જણાવ્યું તે હવે આર્યા સાથે આ જોબ થી રિઝાઇન કરી રહી છે.

પણ આર્યા કે મૈત્રી ને ખબર ન હતી કે તેમને ખતરા માં નાખનાર તેમનો બેસ્ટ ફ્રેન્ડ અને તેમનો ભાઈ હતો.

વધુ જાણો આગળ ના ભાગ માં....

***

Rate & Review

Verified icon
Verified icon

Saryu 4 weeks ago

Verified icon

Dipti Desai 1 month ago

Verified icon

Vaishu Patel 2 months ago

Verified icon

Daksha 3 months ago