આર્યરિધ્ધી - ૫

મિત્રો આ ભાગ આટલો મોડો લાવવા માટે હું આપની માફી ચાહું છું અને પ્રયત્ન કરીશ કે આગળ ના ભાગ ઝડપથી લખાય.
રિધ્ધી નું પ્રેઝન્ટેશન પૂર્ણ થયા પછી છેલ્લા વારો MIT યુનિવર્સિટી નો હતો.MIT યુનિવર્સિટી નો ગ્રુપ લીડર આર્યવર્ધન હતો.

તેણે પ્રેઝન્ટેશન ની શરૂઆત જ "માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ " ના શબ્દો થી કરી એટલે આખો કોન્ફરન્સ હોલ તાળી ઓ ના ગળગળાટ થી ગુંજી ઉઠ્યો.

આર્યવર્ધન નું પ્રેઝન્ટેશન અને તેની ભાષણ હોલ માં હાજર દરેક વ્યક્તિ ઓ ધ્યાન કેન્દ્રિત કરી ને સાંભળી રહ્ય હતા. IIM-A ના ચેરમેન અને ડીન પણ આર્યવર્ધન ની વાત કરવાની છટા થી ખૂબ જ પ્રભાવિત થયા.

રિધ્ધી પણ આર્યવર્ધન ને બસ જોઈ રહી હતી.આર્યવર્ધન ના અવાજ રિધ્ધી ને એક પ્રકાર જાદુ લાગતું હતું.રિધ્ધી એ આર્યવર્ધન ને નીચે થી ઉપર સુધી નીરખી ને જોયો.

આર્યવર્ધન કોન્ફરન્સ માં વાઇટ શર્ટ અને ડાર્ક બ્લુ રંગ નું પેન્ટ પહેર્યું હતું અને તેના પર પહેરેલો લાઈટનીગ બ્લુ રંગ નું બ્લેઝર તેને વધારે આકર્ષક બનાવી રહ્યું હતું અને આ બધું ઓછું હોય તો આર્યવર્ધન એટલો હેન્ડસમ લાગતો હતો કે કોઈ પણ છોકરી તેની સાથે ફ્રેન્ડશીપ કરવા માટે તત્પર રહેતી.

આર્યવર્ધન નું પ્રેઝન્ટેશન પૂર્ણ થયા પછી IIM-A ના ચેરમેન અને ડીન વારાફરતી બધા વિદ્યાર્થી ઓ નો આ પ્રોગ્રામ માં આવવા બદલ આભાર માન્યો અને બધા વિદ્યાર્થી ઓ ને ઉજ્વળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી અને ત્યાર બાદ કોન્ફરન્સ ને પૂર્ણ જાહેર કરવા માં આવી.

કોન્ફરન્સ પુરી થયા બાદ કેમ્પસ માં જ એક નાની પાર્ટી નું આયોજન કરવા માં આવ્યું હતું. આ પાર્ટી માં બધી જ કોલેજ ના વિદ્યાર્થી ઓ સામેલ થયા હતા.

રિધ્ધી પણ આ પાર્ટી માં તેના મિત્રો સાથે આવી હતી પણ તે એક તરફ બેસી ને તેના મિત્રો અને બીજી કોલેજ ના  વિદ્યાર્થી ઓ કપલ ડાન્સ કરતાં હતા તેમને જોઈ રહી હતી.રિધ્ધી ના ગ્રુપ માં જે ચાર બોયઝ હતા તેમાં થી બે મિત્રો એ રિધ્ધી ને પોતાની સાથે ડાન્સ કરવા માટે પૂછ્યું પણ રિધ્ધી એ તેના બંને મિત્રો ને પ્રેમ થી ડાન્સ કરવા ની ના પાડી દીધી.

રિધ્ધી જે ટેબલ પર બેઠેલી હતી તેની સામે ના ટેબલ પર આર્યવર્ધન બેઠો હતો. રિધ્ધી જેમ જ આર્યવર્ધન ને ઘણી બધી છોકરી ઓએ પોતાની સાથે ડાન્સ કરવા માટે કહ્યું પણ આર્યવર્ધન બધી છોકરી ઓ ને ના પાડતો રહ્યો.

આર્યવર્ધન ઘણી વાર થી રિધ્ધી ને જોઈ રહ્યો હતો.રિધ્ધી કોઈ ની સાથે પણ ડાન્સ કરવા માટે જતી ન હતી તેથી આર્યવર્ધન ને તેનું કારણ જાણવાં ની ઈચ્છા થઈ. એટલે આર્યવર્ધન તેના ટેબલ પર થી ઉભો થઇ રિધ્ધી ના ટેબલ પાસે આવ્યો.

રિધ્ધી આજે થોડી ઉદાસ હતી પણ તેને પોતાની આ ઉદાસી નું કારણ શું છે તેની ખબર પડતી ન હતી.આજે અત્યાર ની પાર્ટી માં પણ તેને રસ ન હતો ત્યારે જ આર્યવર્ધન બોલ્યો કે શું રિધ્ધી તેની સાથે એકવાર કપલ ડાન્સ કરશે ?

રિધ્ધી થોડી શૉક થઈ ગઈ કારણ કે જ્યારે આર્યવર્ધન ને છોકરીઓ સાથે ડાન્સ કરવા માટે પૂછતી હતી અને આર્યવર્ધન તેમને ના પાડતો હતો ત્યારે રિધ્ધી આર્યવર્ધન ને જોઈ રહી હતી.

જે છોકરા પાછળ આટલી બધી છોકરીઓ પાગલ હોય અને તે છોકરો સામે થી ડાન્સ માટે પૂછે તો અલગ જ વાત હોય એમ વિચારી ને રિધ્ધી ડાન્સ માટે હા પાડી અને ટેબલ પર થી ઉભી થઈ ગઈ.

રિધ્ધી એ તેનો હાથ આર્યવર્ધન ના હાથ માં આપ્યો અને ડાન્સ શરૂ કર્યો ત્યાં બેકગ્રાઉન્ડ માં ડાન્સિંગ જોડી નું થીમ સોન્ગ વાગવા લાગ્યું . આર્યવર્ધન અને રિધ્ધી ગીત ના શબ્દો પ્રમાણે ડાન્સ કરવા લાગ્યા.

બે - ત્રણ ગીત પછી બીજા ડાન્સ કરી રહેલા લોકો નું ધ્યાન આર્યવર્ધન અને રિધ્ધી ની જોડી પર ગયું એટલે તે લોકો પોતે ડાન્સ કરવા નું બંધ કરી આર્યવર્ધન અને રિધ્ધી ની જોડી ને જોવા લાગ્યા.

વીસ મિનિટ વીત્યા પછી જ્યારે આર્યવર્ધન અને રિધ્ધી એકબીજા થી અલગ થયા ત્યારે આસપાસ ઉભા રહેલા લોકો એ તેમને  તાળીઓ પાડી ને તેમના ડાન્સ વખાણ કર્યા.

બધા તેમને મેઇડ ફોર ઇચઅધર કહેવા લાગ્યા પણ બીજું કોઈ વધારે કઈ કહે તે પહેલાં રિધ્ધી અને આર્યવર્ધન પાર્ટી માં થી બહાર નીકળી ગયા. પાર્ટી પૂરી થવાની હજી વાર હતી પણ રિધ્ધી ને પાછું હોટલ પર જવું હતું.

પણ મોડી રાત થઈ ગઈ હોવાથી કોઈ ટેક્સી મળવાની શક્યતા ન હતી એટલે રિધ્ધી એક બાજુ એ ચુપચાપ બેસી રહી હતી. આર્યવર્ધન હોટેલ માં થી કેમ્પસ પર તેના મિત્ર ની કાર લઇ ને આવ્યો હતો.

તે પણ હોટેલ માં જઈ રહ્યો હતો ત્યારે તેની નજર રિધ્ધી પર પડી  એટલે તેણે રિધ્ધી ને જોર થી બૂમ પાડી ને બોલાવી અને તેની કાર માં લિફ્ટ ઓફર કરી તેથી રિધ્ધી વધારે વિચાર્યા વગર આર્યવર્ધન ની કાર માં બેસી ગઈ.

રિધ્ધી અને આર્યવર્ધન જયારે એકબીજા સાથે ડાન્સ કરી રહ્યા હતા ત્યારે રિધ્ધી ને આર્યવર્ધન તરફ ખેંચાણ અનુભવી રહી હતી અને અત્યારે તેના હૃદય માં એક અલગ પ્રકારની લાગણી જન્મી હતી.

આ શેની લાગણી હતી તે રિધ્ધી ને સમજાતું નહોતું. આમ તે વિચારતી હતી ત્યાં સુધી માં તેઓ રિધ્ધી ની હોટેલ પર પહોંચી ગયા.રિધ્ધી આર્યવર્ધન ની કાર માં થી બહાર નીકળી એટલે આર્યવર્ધને રિધ્ધી ને Good Night કહ્યું.

ત્યારે રિધ્ધી એ આર્યવર્ધન Gud Night કહ્યું અને તેના રૂમ માં જતી રહી. બીજા બાજુ આર્યવર્ધને પણ આ જ હોટેલ માં રોકાણ કર્યું હતું એટલે તે પણ કાર ને પાર્કિંગ માં મૂકી ને તેના રૂમ માં ગયો.

રિધ્ધી તેના રૂમ માં પહોંચી તેની થોડી વાર પછી તેના ભાઈ પાર્થ નો ફોન આવ્યો. પાર્થે રિધ્ધી તેની તબિયત વિશે અને બીજી થોડી વાતો કરી ને રિધ્ધી ને છોકરા ઓ થી દુર રહેવા માટે જણાવ્યું એટલે રિધ્ધી એ તેનું કારણ પૂછ્યું પણ પાર્થે કારણ કહ્યું  નહિ તેના કાકા આ વાત કહી છે.

એટલે રિધ્ધી એ બીજું કંઈ વિચાર્યા વગર સુઈ ગઈ ત્યારે બીજી બાજુ આર્યવર્ધન પણ ખુરશી માં બેસી ને તેણે રિધ્ધી સાથે કરેલા ડાન્સ ના દ્રશ્યો યાદ કરવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે તેણે અત્યાર સુધી ઘણી છોકરી ઓ જોઈ હતી પણ રિધ્ધી તે બધા કરતાં અલગ હતી.

પણ ત્યાં જ તેને યાદ આવ્યું પોતે આ શું કરી રહ્યો છે તેની સગાઈ થઈ ગઈ છે અને આ બધું યોગ્ય નથી. હવે આર્યવર્ધન બીજું કંઈ વિચાર્યા વગર સૂઈ ગયો.

પણ બંને માં થી કોઈ ને ખ્યાલ ન હતો હવે શું થવાનું છે.રિધ્ધી નો જીવ જોખમમાં કેમ હતો ? આર્યવર્ધન ની ફિયાન્સે કોણ હતી ? 
જાણો આગળ ના ભાગમાં..

મિત્રો આર્યરિધ્ધિ નો આ ભાગ આપને કેવો લાગ્યો તે ચોક્કસ જણાવજો.આ વાર્તા અંગે ના આપના પ્રતિભાવ મારા Whatsapp નંબર 8238868544 પર જણાવી શકો છો 

***

Rate & Review

Nipa Upadhyaya 2 days ago

Kinjal Barfiwala 4 weeks ago

patel suhani 2 months ago

Dhvani Patel 2 months ago

Vidhi ND. 2 months ago