Mrugjal - 3 books and stories free download online pdf in Gujarati

મૃગજળ - 3

મૃગજળ

ભાગ - ૩

આગળના ભાગ મા તમે વાંચ્યું કે કિન્નરી નિખિલ તરફ આકર્ષવા લાગે છે, માટે તેં તેજસ ને ફોન નિખિલ ની નાં વિશે માહિતી મેળવતી રહે છે, નિખિલ શું કરે છે ? નિખિલ કેમ છે ? એને શું શું ગમે છે ? એને શું નથી ગમતું ? વગેરે વગેરે તેજસ પાસેથી માહિતી મેળવે છે, હવે આગળ...

***

બીજા દિવસે

આખો દિવસ મે મારા mathematics - ૩ ની તૈયારી કરી..

તેં દિવસ રાત્રે

મે જમ્યા બાદ તેજસને ફોન કર્યો.

કેમ છે ? જમ્યો કે નહીં ?" મે પૂછ્યું.

હમણાં જ જમીને ઊભો થયો ને તારો ફોન આવ્યો," તેજસે જવાબ આપ્યો.

કેવું રહ્યું આજનું પેપર ? મે પૂછ્યું.

સારું તો ગયું છે પછી કોલેજ વાળાની ઈચ્છા," તેજસે જવાબ આપ્યો.

તારા ખાસ વ્યક્તિનો ફોન આવ્યો હતો મારા પર તારા વિશે પુછતી હતી અને કહેતી હતી કે એ બીમાર છે એનું માથું સખત દુઃખે છે એમ કહેતી હતી, મને તો લાગે છે એ તારા વિશે વધારે વિચારવા લાગી છે. “તેજસે કહ્યું.

અરે એવું કઈ નથી, કોમ્પુટર પર આખો દિવસ કામ કરે તો માથું દુઃખે એ તો સ્વાભાવિક છે, એને કહેજે કે દવા લઇ લે નહીં તો કહેશે કે કેટલો મતલબી છે ખબર પણ નથી પૂછતો." મે કહ્યું.

ભાઈ એનો ફોન waiting મા આવે છે," તેજસે કહ્યું.

ઓકે તો તું એનાં જોડે વાત કરી લે પછી મને ફોન કરજે," મે કહ્યું.

ઠીક છે. એમ કહીને તેજસે ફોન મુકી દીધો.

તેજસ અને કિન્નરી વચ્ચે ની વાતચીત

હા બોલો દીદી કઈ કામ હતુ ? તેજસે અજાણ્યા બનતા પૂછ્યું.

કઈ વાત થઈ એમનાં (નિખિલ) જોડે ?" કિન્નરીએ પૂછ્યું.

હા વાત થઈ એનાં જોડે મારી, એને તને દવા લેવા કીધું છે, નિખિલે કીધું છે એમ કહેજે એને એમ કહેવા કીધું છે એને," તેજસે કહ્યું.

હમણાં રાત ના સમયે હું ક્યાં દવા લેવા જઈશ, ઘરમાં પણ કોઈ એવી દવા નથી પડી. અગર કાલે પણ આવી તબિયત રેહશે તો ચોક્કસ કાલે દવા લઇ લઈ, એમ કહી દે જે એમને ."એને કહ્યું.

હા ઠીક છે કહી દઈશ એને, તારા ફોન waiting મા આવતો હતો એટલે વધારે વાત નાં થઈ એનાં જોડે. એનાં જોડે વાત કરી લઉં, બાય,tc કાલે વાત કરીશું." તેજસે કહ્યું.

ઓકે, bye, tc.. કાલે વાત કરીએ. એને કહ્યું.

આવું ઘણાં દિવસો સુધી ચાલ્યું, તેજસ અમારી લાગણીઓના આદાન પ્રદાન નો સ્રોત બની ગયો હતો. એને પણ નોઁહતિ ખબર કે એનો કરેલો એક મજાક અમને બન્ને ને કયાં રસ્તા પર લઇ જવાનો હતો.

થોડા દિવસ બાદ

અંકલેશ્વર થિ મારા મોટા પપ્પા નો કોલ મારા પર અને એમને કહ્યું કે મારા ઘરે એટલે કે અંકલેશ્વર આવીને તારા Bio data આપી જા, કારણ કે મારી ડિગ્રી હજી ક્લીયર નહોતી અને વહેલી ટકે જોબ પર લાગવું હતું. હું ને તેજસે રવિવારે અંકલેશ્વર જવાનો પ્રોગ્રામ બનાવ્યો. તેજસે કિન્નરીને અગાઉથી જ કહી દીધું હતું કે અમે આવવાનાં હતાં. એને કહેવાનું કારણ એ હતું કે મારા મોટા પપ્પા એનાં સગા ફૂવાજી થતાં હતાં તો મારુ પ્લાનિંગ એક ટ્રિપ પર બે કામ કરવાનું હતું.

રવિવાર - અંકલેશ્વર

મે, તેજસ અને પીન્કેશ મારો પિતરાઈ ભાઈ અંકલેશ્વર જવા નીકળ્યા. પીન્કેશને કપડાંની ખરીદી કરવાની હતી એટલે એ પણ અમારી સાથે આવ્યો.

અંકલેશ્વર જઇને મે મોટા પપ્પા ને કોલ કર્યો તો એમને કહ્યું કે તારા ભાઈની આજે સિવિલ સર્વિસ ની પરીક્ષા છે તૌ હુ એનાં જોડે બહાર આવ્યો છું તું ઘરે પહોંચી જા મોતી મમ્મી ઘરે જ છે. જો મને મોડું થાઈ તો bio data મોટી મમ્મી ને આપી દેજે.મે સારું કહી ફોન મુકી દીધો.

મે કોઈ દિવસ મોટા પપ્પા નાં ઘરે ગયો નહોતો એટલે ઘરે જવું કઈ રીતે એ મુંઝવણ હતી તેજસે જોયું નહોતું. એટલામાં મારા મન મા લાઈટ થઈ. મે તેજસને કહ્યું આપણે તારી ફોઈ નાં ઘરે પહેલા જઇએ તો ત્યાં થિ કોઈ આપણને ત્યાં મુકી જશે અથવા તો ચોક્કસ સરનામું બતાવી આપશે. તેજસે હામી ભરી એટલે અમે તેજસની ફોઈ નાં ઘરે જવા રવાના થયાં.

તેજસની ફોઈનાં ઘરે અંકલેશ્વર

ઘરે પોહચીને અમને તેજસનાં ફોઈ મળ્યા અમે એમને જય શ્રી કૃષ્ણ કર્યા, કિન્નરી મોતી બહેન તૃપ્તિએ અમને શરબત આપ્યું, એ પીધા બાદ થોડી કુટુંબીજનો નાં હાલ ચાલ પૂછ્યા કિન્નરી એમની બાજું માં જ બેસીને મને એક નજરે મને જોઇ રહી હતી. ત્યારબાદ કિન્નરી અને એની બહેન તૃપ્તિ ક્યાંક ચાલ્યા ગયા. આમતેમ ની વાતો કર્યા બાદ એમને મને અંકલેશ્વર આવવા નું કારણ પૂછ્યું એમને મે હકીકત જણાવી કે મોટા પપ્પા એ બોલાવ્યો છે પણ મે એમનું ઘર નથી જોયું, થોડા પહેલા કીધું હોત તો મારી છોકરીઓ ત્યાં જ ગઇ છે એમને કહ્યું, કઈ વાંધો નહીં એક છોકરાં ને મોકલું છું એ તમને ત્યાં પહોંચાડી આપશે. ત્યારબાદ અમે ત્યાંથી વિદાય લીધી અને અમે ત્રણેય મોટા પપ્પા નાં ત્યાં પહોંચ્યા.

મોટા પપ્પા નાં ઘરે - અંકલેશ્વર

અમે ત્યાં જઇને જોયું તો કિન્નરી અને એની મોતી બહેને બન્ને ત્યાં જ હતાં. ત્યાં જતા જ મોતી મમ્મીએ મને ઓળખી લીધો ને કહ્યું " આ હસુ નો છોકરો છે ને ? એની મા જેવો જ છે પાતળો પાતળો" એમ કહીને હસવા લાગ્યાં.

પછી મે અમને bio data ની કોપી આપી અને એ કોપી ને મોટા પપ્પા ને આપવા કહ્યું. તૃપ્તિએ અમને બધાને ઠંડું પીણું પીવળાવ્યુ. એટલાં મા કિન્નરી મારી બાજુમાં બેઠેલાં તેજસ પાસે આવીને બેસી ગઈ. એટલામાં તેજસ બોલ્યો. “મારી જીતેલી સરત નાં 500 રૂપિયા ક્યારે આપીશ બોલ ?"

"શરત તો હું જીતી છું, એટલે પૈસા તો તારે મને આપવાના હોઇ," કિન્નરીએ તેજસને કહ્યું.

એ બન્ને શરત કોણ જીત્યું એ બાબત મને લઇને ઝઘડવા લાગ્યાં. મે તેજસને ઈશારો કરીને પૂછ્યું કે કઈ શરત તો એને કહ્યું પછી કહું તને.

એમની લડાઈ રોકવા મે કહ્યું "તેજસ તારી શરત નાં પૈસા હું આપી દઈશ બસ," મે કિન્નરી તરફ જોતાં કહ્યું

કિન્નરી તેજસ જોડે વાતો કરવાની આડ મા મારા તરફ એકી તસે જોયા કરતી હતી , મને પહેલી વાર આમ કોઈ છોકરી જોઇ રહી હતી એટલે મને પણ થોડો શરમ નો અનુભવ થતો હતો. એ હંમેશા હસ્તી જ રહેતી હતી હું બસ એની હસીને જ જોયા કર્યો આજુ બાજુ શું ચાલી રહ્યું છે એનું મને કઈ ભાન નોઁહતૂ.

થોડી વાર બાદ કિન્નૂ અને એની બહેન એનાં ઘરે જઈ રહ્યાં હતાં. કિન્નૂએ જતા જતા પૂછ્યું," તમે લોકો રોકાવાના છો ?".

"નાં, અમે ઘરે જતા રહેવાના છે. “મે કહ્યું.

મારા ના કહેતાં ની સાથે એનો ચહેરો ફિક્કો પડી ગયો, એની હસી ન જાને ક્યાં ગાયબ થઈ ગઇ હતી.

થોડી વાર બાદ અમે પણ નીકળી ગયાં. પીન્કેશ નાં કપડાંની ખરીદી કર્યા બાદ અમે પણ ઘરે જવા રવાના થઈ ગયાં.

"અમે તો ક્યારના પહોંચી ગયાં અને આમ ધીમું ધીમું કેમ બોલો છો જમ્યા નથી કે શું આજે ?" મે હસતાં હસતાં પૂછ્યું.

"જમી જ છું ને બહુ જ ," કિન્નૂએ જવાબ આપ્યો.

"તમે રાત કેમ નાં રોકાયા ? ફૂવાને નહીં તો મારા ઘરે રોકાઈ જવું જોઈએ ને,' કિન્નૂએ કહ્યું.

" તમારા ઘરે થોડું રહેવાય મારા થી તેજસ થિ રહેવાય મારાથી નાં રહેવાય, એમ પણ રહેવાનું કોઈ કારણ પણ હોવું જોઈયે ને," મે ટૉન્ટ મારતાં કહ્યું.

"એ પણ સાચી વાત તમારી," એને ધીમા અવાજે કહ્યું.

કિન્નરી ધીમે ધીમે બોલી રહી હતી એટલે મે ફોન તેજસને આપી દીધો અને ઈશારો કર્યો કે તું વાત કર.

"અરે ફોન એને મને આપી દીધો છે," તેજસ બોલ્યો.

" એમને કહે જે નાં વાત કરવી હોય તો નાં કહે I am something વાળું attitude નાં બતાવે ,ઓકે," કિન્નૂએ કહ્યું.

"હા કહીશ એને," તેજસ બોલ્યો.

"સમય મળે તો ફરી આવજે," કિન્નૂએ કહ્યું.

"હા ચોક્કસ," એમ કહીને તેજસે ફોન મુકી દીધો.

ત્યારબાદ એની I'm something વાળી વાત પર અમે ઘણું હસ્યાં.

શું કિન્નરી અને નિખિલ એકબીજાને પસંદ કરવા લાગ્યાં છે કે પછી ખાલી આકર્ષણ છે, શું એમની સ્ટોરી લવ સ્ટોરી માં પરીવર્તિત થશે કે પછી આગળ જતા કઈ નવું જ બનશે, માટે એ જાણવા માટે વાંચતા રહો "મૃગજળ".

હા અને તમારો અભિપ્રાય અને ટિપ્પણી આપવાનું ચુકતા નહીં. જે લોકો મને મારી સ્ટોરી સંબંધિત ટિપ્પણી આપે છે અને મને અભીપ્રેરિત કરે છે એમનો હું દિલ થિ આભાર માનું છું. આભાર

કોન્ટેક્ટ :-

FB - Nikhil Chauhan

WhatsApp - 9624050361

Instagram - Mr. Writer