mrugjal - 4 books and stories free download online pdf in Gujarati

મૃગજળ ભાગ - ૪

મૃગજળ

ભાગ - ૪

તમે આગળના ભાગમાં જોયું કે એક આકસ્મિક રીતે તેજસ નાં માધ્યમ દ્વારા નિખિલ ને કિન્નરી એકબીજાના સંપર્ક મા આવે છે, નિખિલ ને એવું લાગવા લાગે છે કે કિન્નરીને એનાં મા ધીમે ધીમે રસ વધી રહ્યો છે હવે આગળ...

હવે રોજનો એ નિત્યક્રમ બની ગયો હતો, કિન્નરી રોજ તેજસને ફોન કરી મારા વિશે પુછતી તેજસ એને મારા વિશે બધું કહી દેતો નાનાં માં નાની વાત પણ.

તેજસ પાસે મે કિન્નરીનો નંબર માંગ્યો પણ એને મેસેજ ને ફોન કરવાની મને હિમ્મત નાં થઈ. પછી થોડા દિવસ માટે બધું બંધ થઈ ગયું નાં તેજસ પર કિન્નરી નો ફોન આવતો નાં તેજસ એને ફોન કરતો.


દિવાળી નાં દિવસે રાત્રે


રાત્રે મને એકદમ કિન્નરીની યાદ આવી ગઇ તો મે એનાં નંબર પાર એક મેસેજ છોડી દીધો..
Happy Diwali.... N
હેપી દિવાળી લખી મે છેલ્લે N લખી મેસેજ છોડી દીધો જે થિ કિન્નરી સમજી સકે કે એ મેસેજ મારો છે.
પણ એ મેસેજ નો મારા પર કઈ જવાબ નાં આવ્યો.


નવા વર્ષ નાં દિવસે


બીજા દિવસે એટલે કે નૂતન વર્ષ નાં દિવસે હું મમ્મી પપ્પા જોડે ગામડે જાવા નીકળ્યો , મારૂં ગામ એટલે કે રાણીપૂરા. નાંદોદ (રાજપીપળા) તાલુકા પાસે આવેલુ એક નાનકડું આદિવાસી ગામ.
મારે તો ગામડે જવાની કોઈ ઇચ્છા ન હતી પણ મારા પિતરાઈ ભાઈ ઍટલે કે રાહુલભાઈ નો ફોન આવયો હતો મારા પર કે કેટલા સમય થી આપણે મળ્યા નથી તો તહેવાર પણ છે ભેગા થઈએ એટ્લે મે જવાનું નક્કી કર્યું અને તેજસને પણ ફોન કરી કહી દીધું કે હું એવું છું.

નર્મદા જીલ્લા ને ગુજરાત નું સ્વર્ગ માનવામાં આવે છે કારણ કે ત્યાં ફરવા લાયક અને જોવા લાયક ઘણુ બધું છે, આખો દિવસ અમે બહાર ફર્યા, ફોટોગ્રાફી કરી પછી અમે અમે ઘરે એટલે કે રાણીપૂરા આવ્યાં. મે રાહુલભાઈ ને મારી અને કિન્નરી વચ્ચે ની બધી વાત કહી દીધી , એમને પણ મને ગ્રીન સિગ્નલ આપ્યું.

રાહુલભાઈ જોડે હું તમને માહિતગાર કરાવું છું. રાહુલભાઈ મોટી ફોઈ નાં નાના દિકરા એમનાં થિ મોટા એક બહેન અને ભાઈ પણ છે. રાહુલભાઈએ એમ.એસ. યુનિવર્સીટી માંથી બી.કોમ. કર્યુ હતું, ત્યારબાદ એમને વિદ્યાનગર માં એમ.એસ.ડબ્લ્યુ. અભ્યાસ કરી રહ્યાં હતાં.

હવે હું મારી વાર્તા પર આવુ છું. મે તેજસનાં નંબર પર થી કિન્નરીને ફોન કર્યો પણ એને ઉપાડ્યો નહીં એટલે મે બીજી વાર ફોન નાં લગાવ્યો.
થોડીવાર બાદ કિન્નરીએ મારા નંબર પર સીધો જ ફોન કર્યો અને શબ્દો નો વરસાદ ચાલુ થયો.
"તમે મને કાલે મેસેજ કરેલો ને ? મને ખબર હતી કે એ તમારો જ નંબર છે, અને હેપી ન્યૂ યર. (એક જ શ્વાસે ઈ બધું બોલી ગયી).
"હેપી ન્યૂ યર ". મે કહ્યું.
"તમને કઈ રીતે ખબર પડી કે એ મારો નંબર છે ?" મે પુછ્યું.
"તમે અંકલેશ્વર આવ્યાં હતાં ને તમારા મોટા પાપા ત્યાં તમારા જોબ નાં કામ માટે તો મે ત્યાં તમારા biodata જોયા હતાં તેમાં તમારો કોન્ટેક્ટ નંબર હતો જે મે યાદ કરી લીધો હતો, અને અધૂરામા તમે મેસેજ મા અંત માં N લખ્યું હતુ એટલે હું સમજી ગઈ કે આ તમારો જ નંબર છે, એટલી તો અકલ છે મારામાં." કિન્નરીએ કહ્યું.
"ઓહ એવું, મને તો ખબર જ ન હતી કિ તમારા મા આટલી બધી અકલ છે." મે હસતા હસતા કહ્યું.
"હવે મારી ખેંચો નાં તમે, હું તમારા મોટા પપ્પા ને ત્યાં આવી છું બધાને જય શ્રી કૃષ્ણ કરવાં તો હમણાં વધારે વાત નહીં થાય હું થોડી વાર બાદ તમને ફોન કરીશ અને હા તેજસને નાં કહેતાં કે મે તમને ડાયરેક્ટ ફોન કાર્યો હતો.ઓક.."એને કહ્યું.
"ઓકે , તમને જ્યારે સમય મળે ત્યારે ફોન કરજો,"એમ કહી મે ફોન મૂકી દીધો.
રાહુલભાઈ અને તેજસ અમારી વાતો કાન દઇ વાત સાંભળી રહ્યાં હતાં મારા ફોન મૂકતાં ની સાથે મને સલાહ આપવા લાગ્યા કે આમ વાત કરવી જોયે તેમ વાત કરવી જોયે તને તો વાત કરતા જ નથી આવડતું, આમ તેમ બધી જાટ જાટ ની સલાહો આપવા લાગ્યાં.
"તમને બન્ને ને તો ખબર છે કે મને છોકરીઓ જોડે વાત કરતા ફાટે છે મારી,"મે આંખ મારતા કહ્યું.
અમે ત્રણેવ જોર જોર થિ હસવા લાગ્યાં, પણ સાચે જ શું સમય હતી આજે પણ એ દિવસો યાદ કરતા ચેહરા પર હસી આવી જાય છે.

તેં દિવસે રાત્રે જમ્યા પછી

જમ્યા બાદ મે તેજસ નાં ફોન પર થિ કિન્નરીને ટેક્સ્ટ મેસેજ કર્યો પણ એનો જવાબ નાં આવ્યો.
થોડીવાર બાદ એનો મેસેજ આવ્યો.
"મારો ભાઈ હતો મારા જોડે ઍટલે મે જવાબ નાં અપ્યો તમારા મેસેજ નો."

"ઓકે, એમ પણ મારી કેર કોણ કરે છે,"મે મેસેજ કર્યો.
" અરે કરે છે ને એક વ્યક્તિ તમને શું ખબર ," એનો મેસેજ આવ્યો.
આમ મેસેજ મા ને મેસેજ મા અમે ઘણી બધી વાતો કરી. અમારાં બન્ને વિશે ની માહીતી અમે એકબીજાએ મેળવી લીધી.ત્યારબાદ વિચાર વિચાર મા આખી રાત કઈ રીતે નીકળી ગઇ ખબર જ નાં પડી.

બીજા દિવસે બપોરે

કિન્નરીને મે ઘણાં બધાં મેસેજ કર્યા પણ એનો કોઈ જવાબ નાં આવ્યો. ઘણીવાર સુધી રાહ જોયા બાદ પણ એનો મેસેજ નાં આવતાં મને ઘૂસ્સો આવ્યો એટલે મે એને મેસેજ કર્યો.
"અબ તેરે બિન જી લેગે હમ"...
અમારાં છોકરાઓ ની આજ ખામી હોય છે, સમજ્યા વિચાર્યા વિના છોકરીને દિલ આપી બેસે છે અને જો એ એકાદ વાર વાત નાં કરે તો બેવફા નાં રાગદા ગાવા લાગે છે, મે પણ તેં દિવસે એવું જ કર્યું.
બીજો મેસેજ તો એનાં કરતાં પણ ભારે હતો.
"અબ નાં બૂલાયેગે તુમકો, સામને દેખકર અનસુનાં કરડેગે તુમકો."

થોડીવાર બાદ કિન્નરીનો ફોન આવ્યો પણ મે ફોન તેજસને આપી દીધો.


"હેલો,". તેજસ બોલ્યો.
"ફોન તારા ભાઈને આપ,". એને તેજસને કહ્યું.
" એ તારા થિ રિસાઈ ગયો છે, એટલે એ તારા જોડે વાત કરવાની ના પાડે છે,". તેજાસે કહ્યું.
"એમને કહે કે આવાં ભારે ભારે મેસેજ નાં કરે ઓકે, લડવું હોય તો ફેસ તુ ફેસ આવી ને લડી લેય,"એને હસતાં હસતાં કહ્યું.
"ઑક, કહી દઈશ એને,"તેજસે કહ્યું.

મે તેજસ નાં બાજુમાં જ બેઠો હતો , તેજસે મને કહ્યું કે કિન્નૂ તારા જોડે વાત કરવા માંગે છે.

"મારે નથી કરવી વાત એનાં જોડે,"મે જોર થિ બોલ્યો કે જેથી કિન્નૂ ને પણ સંભળાય..

"સાંભળ્યું ? એ તારા જોડે વાત કરવા નથી માંગતી," તેજસે કહ્યું.

"ઠીક છે એમને વાત નથી કરવી તો, પણ હું એમનાં મેસેજ ની રાહ જોઇશ," એમ કહી કિન્નૂ એ ફોન મુકી દીધો.


થોડી વાર પછી કિન્નરી નો મેસેજ આવયો.

"સોરી યાર, માફ કરી દો. સોરી કીધું ને તૌ હવે તૌ મારા જોડે વાત કરો, જો તમે મારા જોડે વાત નહીં કરો તો આજે હું જમ્યા વગર સૂઈ જઈશ,"

મે મારો ગુસ્સો શાંત કરી એનાં મેસેજ નો જવાબ અપ્યો, ત્યારબાદ મોડી રાત સુધી કિન્નૂ જોડે વાતો કારી. ખબર નહીં મને શું થઈ ગયું હતું હું એનાં પર ગમે એટલો ગુસ્સે હોવ તો પણ હું એનાં એક સોરી થી પીગળી જતો આવુ ઘણી વાર થતું.

(વધું આવતાં અંકે)

શું કિન્નરી અને નિખિલ ની લવ સ્ટોરી આગળ વધશે કે પછી એમા સ્ટોરી મા કોઈ અડચણ કે વિલન ઉત્પન્ન થશે, એ જાણવા માટે વાંચતા રહો "મૃગજળ".

તમારા અભિપ્રાય મને મારા ઇમેઇલ કે whatsaap પર પણ મોકલી શકો છો.

Whatsaap - 9624050361

Email - chauhannikhil58@gmail.com

Instagram - Mr. Writer