Mrugjal - 11 books and stories free download online pdf in Gujarati

મૃગજળ. - ભાગ - ૧૧


બ્લોક

કિન્નરી ના સ્વાર્થી સ્વભાવ ને કારણે અને સરખી રીતે વાત ન કરવાના કારણે મે એને વોટ્સઅપ માં બ્લોક કરી દીધી. પણ એની સાથે વાત કર્યા વગર ચાલતું ન હોવાથી મે એને ફરી અનબ્લોક કરી દીધી.

હું કિન્નરી ને ઘણા મેસેજ કરતો પણ સામે થી મને તિરસ્કાર સિવાય બીજું કંઈ મળતું નહિ.

હું મારા પ્રેમ ના થતાં આવા અપમાન ને ખુશી ખુશી સહી લેતો હતો બસ એજ આશાએ કે આગળ જતા બધી સમસ્યા નું સમાધાન થઈ જશે અને એજ કામનાની પૂર્તિ માટે હું રોજ ભગવાન ને પ્રાર્થના કરતો.

હાઈક

કિન્નરી એ મને કહ્યું કે હું વધારે હોવ તો ઘરવાળા એટલે કે મારો ભાઈ પૂછે છે કે શા માટે તું આટલી બધી ઓનલાઇન રહે છે. માટે તમે એવું કરો કે હાઈક એપ્લિકેશન ડાઉનલોડ કરી લો તો આપણે એના ઉપર જ વાત કરીશું જેથી કોઈને ખબર નહિ પડે અને આપની ચેટ પણ કોઈ જોશે નહિ.

મેં પ્રત્યુત્તર માં કહ્યું કે એમ પણ આપણે ઘણી ઓછી વાત કરીએ છીએ તો પછી અલગ અલગ જગ્યાએ વાત કરવાની શું જરૂર છે આપણા માટે વોટ્સઅપ જ બરાબર છે અને આપણે એના પર જ વાત કરીશું. અને કોઈ પૂછે તો કહું દેવાનું કે મારું ડિઝાઈનિંગ નું મહત અંસે ઓનલાઇન જ હોય છે માટે ઓનલાઈન તો બતાવવાનું જ ને.

તો પણ કિન્નરી એ જીદ કરતાં મે પણ હાઈક ડાઉનલોડ કરી લીધું એને પછી એના ઉપર જ વાત થતી. પણ હાઈક માં પણ મને મારા મેસેજો નો જવાબ ના મળતાં મે હાઈક પણ ડિલીટ કરી દીધું.

કિન્નરી ના અમુક અભિગમો ઉપર મને ઘણી વાર મને સવાલો ઊભા થતા પણ મે એ બધું ગંભીરતાથી નહોતો લઈ રહ્યો કારણ કે મને પૂર્ણ વિશ્વાસ હતો કે કિન્નરી જે કઈ પણ કરી રહી હશે એ સારું જ હશે.

કુટુંબ માં જાણ થવી

ઘણા મહિના થઈ ચૂક્યા હતા હું ગામડે ગયો ન હતો માટે મે મારા ગામ રાણીપરા જવાનું વિચાર્યું અને હું બીજા દિવસે રાણીપરા પહોંચી ગયો.

ગામ પહોંચ્યા બાદ મને ખબર પડી કે ફોઈ અને એમની બે દીકરીઓ કોઈ પ્રસંગ માં હાજરી આપવા વડોદરા ગયા છે અને ઘરે માત્ર તેજસ અને એની બહેન દીપિકા જ હતી. દીપિકા ના થોડા સમયમાં જ લગ્ન થવાના હતા અને એના લગ્નની તૈયારી પણ ચાલી રહી હતી.

રાત્રી એ જમ્યાં બાદ મે દીપિકા ને કહ્યું.

" મારે તને એક વાત કહેવી છે," મે કહ્યું.

" બોલને શું કહેવું છે તારે ," દીપુ એ કહ્યું.

જ્યારે અમે બન્ને નાના હતા ત્યારે અમે સાથે સ્કુલ જતાં હતાં. દાદા એમને બન્ને ને સાઈકલ પર બેસાડી ગામના બસ સ્ટોપ સુધી મુકવા આવતા હતા. જે અમારા ઘર થી આશરે બે કિલોમીટર દૂર હતું. મારું ઘર ગામનાં છેવાડે હતું મારા ઘર થી ખેતરો ની શરૂઆત થતી હતી. નાનપણ થી જ મારું અને દીપુ નું બોન્ડિંગ સારું હતું માટે મે બધી વાત દીપિકા ને જણાવવાનું વિચાર્યુ.

" હું અને કિન્નરી ઘણા સમય થી સાથે છીએ આશરે બે - અઢી વર્ષ થઈ ચૂક્યા હશે," મે દીપુ ને કહ્યું.

" મારા મન માં પહેલેથી જ ડગમગો હતો કે તેજસ ઉપર કિન્નરી ના એટલાં બધા ફોન કેમ આવે છે અને તેજસ ને વારંવાર અંકલેશ્વર કેમ બોલાવે છે. મારા મન માં જે જે સવાલો ઉદભવ્યા હતાં એના જવાબો મને આજે મળી ગયા," દીપુએ કહ્યું.

" હા તું જે વિચારે છે એમ જ છે," મે કહ્યું.

" જો નિખિલ હું તને પહેલાં જ કહી દઉં છું કે એ તારા કામની નથી. સાચું કહું તો તું એનાથી દૂર જ રહે તો સારું. મારી તો એ ફોઈ ની છોકરી થાય તો પણ હું તને કહું છું કે એ તારા લાયક નથી, પણ પછી તું જાણે," દિપુએ કહ્યું.

" હમણાં જ મમ્મી જોડે ફોન પર વાત થાય હતી એ લોકો વડોદરા દાદા ને ત્યાં રોકાયા છે ફોઈ અને કિન્નરી પણ ત્યાં રોકાયા છે," દીપૂએ કહ્યું.

મે તરત જ ફોઈના ફોન પર ફોન કર્યો. ફોન ફોઈની નાની છોકરી જિજ્ઞાસા એ ઉપાડ્યો.

" હેલો, નિખિલ બોલું છું," મે ઉતાવળ માં કહ્યું.

" હા બોલ, રાણીપરા આવી ગયો," જીજ્ઞાશા એ પૂછ્યું.

" હું તો બપોર ની આવ્યો છું. શું કરો છો તમે લોકો ? જમી લીધું ?" મેં પૂછ્યું.

" હા જમી લીધું, અમે અહીંયા લક્ષ્મણ દાદા ને ત્યાં રોકાયા છે અને કાલે સવારે ઘરે આવીશું," જીજ્ઞાશા એ કહ્યું.

" ત્યાં કિન્નરી પણ આવી છે ?" મે પૂછ્યું.

" હા કેમ ?" જીજ્ઞાશા એ પૂછ્યું.

" મારે કામ છે, તું એને ફોન આપને," મે કહ્યું.

" પણ તારે શું કામ પડ્યું એનું ?" જીજ્ઞાશા એ કહ્યું.

" અરે કામ છે, તું ફોન આપને એને હું બધું પછી સમજાવીશ તને," મેં કહ્યું.

" ઠીક છે ફોન ચાલુ રાખ હું એને ફોન આપુ છું," જીજ્ઞાશા એ કહ્યું.

" લે તારો ફોન છે " જીજ્ઞાશા નો અવાજ મને ફોન માં સભળાયો એ કોઈને કહી રહી હતી.

" કોણ છે ?" મને કિન્નરી નો અવાજ સંભળાયો એ જીજ્ઞાશા ને કહી રહી હતી.

" તું વાત તો કર ," જીજ્ઞાશા એ કિન્નરી ને કહ્યું.
" હેલો ," કિન્નરી એ અચકાતા કહ્યું.
" નિખિલ બોલું છું," મેં કહ્યું.
" તમને કઈ ભાન બાન પડે છે કે નહિ, બધાને ખબર પડે તો હું શું જવાબ આપીશ. દીદી હમણાં મને પૂછશે તો હું શું કહીશ," કિન્નરી એ કહ્યું.
" જે છે આપણાં વચ્ચે તે કહી દેવાનું," મે કહ્યું.
" પણ આપણાં વચ્ચે કઈ છે જ નહિ તો હું શું કહેવાની ," કિન્નરી એ કહ્યું.
" ઠીક છે, તો કોઈ પૂછે તો કહી દેવાનું કે નિખિલ મને હેરાન કરે છે બસ પછી હું બધું માથે લઈ લઈશ," મે કહ્યું.
" જોવ બધા મને જ જોઈ છે કઈ વધારે થશે તો મને પ્રોબ્લેમ થશે માટે હું ફોન મૂકું છું," એમ કહી કિન્નરી એ ફોન મૂકી દીધો.

મે ફરી બીજી વાર ફોન કરવાની કોશિશ કરી નહિ અને કિન્નરી માં એવા વર્તાવે મને વિચારવા મજબૂર કર્યો.

બીજા દિવસે ફોઈ અને બહેનો ઘરે આવતા મને રાત વાળી બાબત ને લઈ સવાલો પૂછવામાં આવ્યા અને મે તમામ હકીકત બધાને જણાવી દીધી. બધા તરફ થી મને પ્રતિભાવ નકારાત્મક મળ્યાં.

કોઈપણ અમારા સબંધ ને આગળ વધવા દેવા રાજી ન હતા. બધા ચાહતા હતા કે હું કિન્નરી થી દુર રહું. મારી માટે હવે આ લડાઇ કપરી બની રહી હતી. એકતરફ કિન્નરી નો બદલાયેલો સ્વભાવ અને એક તરફ મારા વિરુદ્ધ મારી ફેમિલી.

આત્મકથા

મારી અને કિન્નરી વચ્ચે હવે વાતચીત ઓછી થતી જઈ રહી હતી. જ્યારે પણ અમારી વાતચીત થતી ત્યારે કિન્નરી મને ઈગનોર જ કરતી હતી. તો પણ હું ઝેર ના ઘૂંટડા ને હસતો હસતો પીતો જતો હતો કારણ કે મને વિશ્વાસ હતો જે આગળ જતા મને સુખ નો સૂરજ જરૂર જોવા મળશે.

મને પહેલેથી લખવાની ઘણો શોખ હતો પણ પોતાના હુનર ને મે છૂપાવી રાખ્યો હતો. મને એક વિચાર આવ્યો કે હું મારી પ્રેમ કહાની પર એક બુક લખું જે થી તમામ શ્રણો મને યાદ રહે માટે આગળ જે પણ બન્યું હતું અને આગળ જે પણ બની રહ્યું હતું એ બધું હું ડાયરી માં ઉતરતો જતો હતો અને વાર્તા ની શીર્ષક મે અંત ના આધારે રાખવાનું વિચાર્યું.