Chalne... Chalne books and stories free download online pdf in Gujarati

ચાલને... - ચાલને... (મારી લાગણીશીલ કવિતા)



ચાલને...

અટલજી આપણાં સૌના પ્યારા. એમની એક રચનાથી હું શરૂઆત કરીશ કે જેમાં તેમણે આખા દેશ ને સાથે ચાલવાનું આહવાન આપ્યું. 

हास्य-रूदन में, तूफानों में,
अगर असंख्यक बलिदानों में,
उद्यानों में, वीरानों में,
अपमानों में, सम्मानों में,
उन्नत मस्तक, उभरा सीना,
पीड़ाओं में पलना होगा।
कदम मिलाकर चलना होगा।


          કેવું કેહવાય નહીં? આજે આપણી પાસે અઢળક સગવડો છે, ગાડી, ટ્રેઈન, સ્પીડ ઈન્ટરનેટ, ફાસ્ટ મોબાઇલ અને સુપર કોમ્પુટર સાથે ઘણુંબધું. પણ, શું આજે આપણે ખરેખર ઝડપી થાઈ ગયા છીએ?  હાસ્તો! કેટલી ઝડપી પ્રગતિ કરીએ છીએ, નહીં? પણ, મારો એક બીજો પ્રશ્ન છે. શુ આપણે ખરેખર જીવનની પ્રગતિ તરફ છીએ કે ફક્ત ભૌતિક પ્રગતિ તરફ? વિચારવું પડશે આપણે. આપણે ભૌતિક પ્રગતિમાં આગળ છીએ પણ શું ભીતરના સંબંધો વધારવામાં આગળ છીએ કે? ઉપર અટલજી આપણાં દેશને કદમ થી કદમ મિલાવીને ચાલવાની પ્રેરણા આપી, પણ ખરેખર આપને ચાલીએ છીએ કે? કઈંક થાય કે આપને સંબંધો માં ગાંઠો વાળીને, દીવાલ ઉભિ કરી દઈએ  છીએ, હે ને! સાથે ચાલવાનું તો દુર, આપણે જોવાનું પણ છોડી દઈએ છીએ. ચાલને.. વિચારીએ ક્યાં રહી ગયા ? ચાલને ફરી ભેગા થઈએ, નહીં કે! કોઈ મૂંઝવણ રાહી ગયી હિય તો એને સમજીને કાઢવાનો પ્રયત્ન કરીએ! ફરી એક પ્રેરણાદાયિ વિચાર સફૂર્યો, જ્યારે તમે કોઈ પણ મૂંઝવણમાં ફસાઓ, સફળતા નિષ્ફળતા વચ્ચે, આશા -નિરાશા વચ્ચે ત્યારે આ જરૂર વાંચજો.. અટલજી સરસ લખી ગયા.

आओ फिर से दिया जलाएँ
भरी दुपहरी में अंधियारा
सूरज परछाई से हारा
अंतरतम का नेह निचोड़ें –
बुझी हुई बाती सुलगाएँ।

आओ फिर से दिया जलाएँ।


તોરણ જે ઉતારો છો, એ લીલું તો નથીને ?
સંકેલો છો જે સ્વપ્ન,એ ભીનું તો નથીને ?

          આ કવિતા પાછળ એક વાત છે. મારી સાથે એક પ્રસંગ બન્યો. 9 એપ્રિલ 2016 શનિવાર, એક વાર મારી એક મિત્ર સાથે હળવેકથી ઝઘડી પડ્યો. મારો એટલો જ વાંક કે થોડી ભાષા સજ્જતા ખોટી વાપરી. એમા એને માઠું લાગ્યું હશે ને બોલવાનું બંધ કરી દીધું. હું પણ થોડોક સ્તબ્ધ થાઈ ગયો કે આમ એટલું મોટુ તો શુ થાઈ ગયુ મારાથી કે કોઈ કાયમ બોલવાનું બંધ કરે?  પણ હા એક વાત સમઝ પડી કે ભષાસજજતા મિત્રતા માં ભંગાણ પાડી શકે છે.

           આ ઘટના પછી મને "ચાલને..."કવિતા લખવાની  શરૂઆત કરી અને તેમાં પણ મારી ધર્મ બહેન નિકિતા પટેલ એ મને આ ભાવનાઓ વ્યકત કરવામાં મદદ કરી. અને મને ફરી મારા ગમતા સ્ટેજ પાર મુકી દીધો.

એકાંત ને ઓગળી ને વ્યસ્ત રહુ છું, માણસ છુ મુંઝાવ છું તોય મસ્ત રહું છું.

            મેં એક વર્ષ મારો પોતાનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કાર્યો અને થોડીક સમઝણ કેળવી. હું એ સમઝણ કેળવી શક્યો કે શું કોઈની થોડા સમય પૂરતી ખરાબ વર્તણુક ને કારણે તેની સાથે કાયમ બોલતી બંધ કરવી આવશ્યક છે કે? બીજી વાત, શુ કોઈ મારી સાથે બોલવાનું બંધ કરે તો મારે પણ તેની નાદે લાગી તેવું જ વર્તન બીજા સાથે પણ કરવું જોઈએ કે? હું નથી માનતો કે કોઈ મારી માટે બદલાય તૌ મારે મારો સ્વભાવ અને વર્તન બદલવું જોઈએ, મૈત્રી નો સંબંધ ફક્ત બારણાં બંધ કરી શકે તુટી નાં શકે. 

મારા એક મિત્ર એ મને ખૂબ સાચી શીખ આપતાં કહ્યું, 
"હુ જે કાંઈ બોલુ તેની માટે હુ જવાબદાર છુ...
પણ તમે જે સમજો છો તેની માટે નહિ...!"

હા, મારે મારામાંથી ખોટી ભાષાસજ્જતા વાપર્યા નો ગુણ કાઢવો જ જોઈએ. ખોટી અને અયોગ્ય વસ્તુ કે બાબત બંધ થવી જોઈએ, નહીં જે મૈત્રી નાં બારણાં. હું આ કવિતા દ્વારા એવા બારણાં સદાય ઉઘડા રાખવા પ્રયત્ન કરીશ, રાખીશ જ. કોઇએ લાગણીઓ વિશે ખૂબ સરસ લખ્યું છે;

 
==========================================
તૂટેલા સંબંધોને એવા સૂકા ફૂલની જેમ રાખો કે તેના ઉપર જ્યારે પણ સ્મરણોનું પાણી છાંટીએ ત્યારે તે મહેકી ઊઠે….
==========================================

તો ચાલોને, બારણાં બંધ હોય તૌ ફરી ખોલીએ !...થંભી ગયેલી રમત ફરી શરૂ કરીએ!...રોક લાગેલા એ પગના ડગલા વધારીએ!...બંધ થયેલી ચર્ચાઓ ને વાતો નાં વગડાથી ફરી શરૂ કરીએ!...બંધ મોઢા ને હાસ્યથી ઉઘાડી દઈએ!...થોડું રડી પણ લઇએ!...ચુપ બેઠેલી આપણી મૃતપાય દુનિયા ને ફરીથી જીવંત કરીએ!...


ચાલને...


ચાલને આજે ફરી ઝગડો કરીએ,
એ ચુપ થયેલા સંબંધોને બોલતા કરીએ. 

ચાલ આજે ફરી એક રમત રમી લઈએ, 
એ થંભી ગયેલા એ હિંચકાઓને ફરીથી ઝુલતા કરીએ;

ચાલને આજે ફરી કોરા ડગલે ચાલતાં જઈએ, 
આ ખાલી પડેલી મનની ગલીઓ ડગલે ભરી દઈએ;

ચાલને આજે ફરી વાતોનાં વગડા કરીએ, 
એ ચુપચાપ સુતેલા ઘરનાં ઓટલાઓને ફરીથી ઘોંઘાટ થી જાગતા કરીએ. 

ચાલને આજે ફરી ખડખડાટ હસી લઈએ, 
આ જકડાઈ ગયેલા અંતરના સ્નાયુઓને ફરીથી હલતા કરીએ. 

ચલને એકબીજાના ખભે થોડુ રડીએ,
આ કોરી આંખોના વ્હાલંસોયા સાગરની ભરતી લાવીએ;

ચાલને આજે ફરી દુનિયાને જીવંત કરીએ,
આ મૃત બેઠેલા આપણાં કલાકારને જગાડી દોડતો કરીએ.

- ઋત્વિક વાડકર સાથે નિકિતા પટેલ

Last Shot :-

ઉપર નું લખતા-લખતા મને આ પંક્તિઓ યાદ આવી ગઇ;

==========================================
કશું તૂટવાના સમાચાર આંસુ, અમારા જીવનનું છે અખબાર આંસુ.
પ્રસંગો બધાં હોય છે સાવ હલકા, છતાં નીકળે છે વજનદાર આંસુ.
=========================================

==========================================
 રીસાવાનાં કારણ કદાચ અનેકો મળી જાશે તને,
પણ,
ચિંતા ના કરીશ, મારી મનાવવાની મૌસમ બારેમાસ રેહશે..
=========================================

RJ Devki એ આ કવિતા એક વાર કહી હતી.. લખનાર પણ અદભુત છે.

ચાલ મળીને એક ધગધગતું તાપણું સળગાવીએ

ઠરી ગયેલા શબ્દો માં કુણી લાગણીઓ ભડકાવીએ

તું અહમ રૂપી લાકડા સળગાવ 
હું વહેમ રૂપી ફૂંક ને બાળું

ઉષ્મા ભર્યા વાતાવરણ માં જાત ને શેકીયે
કંકાસ ના કવચ કુંડળ કાઢીને ફેકીયે

આકાશે ઉઠતી ધુમાડા ની સેર માં જુદાઈ ને વળાવીએ
મિલન નાં મીઠા તણખાઓ ને ગળે લગાડીએ

ચાલ બધું ભૂલી ને એક તાપણું સળગાવીએ

થર થર ધ્રુજતી આ ઠંડી માં અનોખો તેહવાર મનાવીએ!!

कदम मिलाकर चलना होगा |

बाधाएं आती हैं आएं

घिरें प्रलय की घोर घटाएं,

पावों के नीचे अंगारे,

सिर पर बरसें यदि ज्वालाएं,

निज हाथों में हंसते-हंसते,

आग लगाकर जलना होगा।

कदम मिलाकर चलना होगा।

हास्य-रूदन में, तूफानों में,

अगर असंख्यक बलिदानों में,

उद्यानों में, वीरानों में,

अपमानों में, सम्मानों में,

उन्नत मस्तक, उभरा सीना,

पीड़ाओं में पलना होगा।

कदम मिलाकर चलना होगा।


उजियारे में, अंधकार में,

कल कहार में, बीच धार में,

घोर घृणा में, पूत प्यार में,

क्षणिक जीत में, दीर्घ हार में,

जीवन के शत-शत आकर्षक,

अरमानों को ढलना होगा।

कदम मिलाकर चलना होगा।


सम्मुख फैला अगर ध्येय पथ,

प्रगति चिरंतन कैसा इति अब,

सुस्मित हर्षित कैसा श्रम श्लथ,

असफल, सफल समान मनोरथ,

सब कुछ देकर कुछ न मांगते,

पावस बनकर ढलना होगा।

कदम मिलाकर चलना होगा।


कुछ कांटों से सज्जित जीवन,

प्रखर प्यार से वंचित यौवन,

नीरवता से मुखरित मधुबन,

परहित अर्पित अपना तन-मन,

जीवन को शत-शत आहुति में,

जलना होगा, गलना होगा।

क़दम मिलाकर चलना होगा।

अटल बिहारी वाजपेयी

आओ फिर से दिया जलाएँ


आओ फिर से दिया जलाएँ
भरी दुपहरी में अंधियारा
सूरज परछाई से हारा
अंतरतम का नेह निचोड़ें –
बुझी हुई बाती सुलगाएँ।

आओ फिर से दिया जलाएँ।

हम पड़ाव को समझे मंज़िल

लक्ष्य हुआ आंखों से ओझल
वतर्मान के मोहजाल में –
आने वाला कल न भुलाएँ।

आओ फिर से दिया जलाएँ।

आहुति बाकी यज्ञ अधूरा
अपनों के विघ्नों ने घेरा
अंतिम जय का वज़्र बनाने –
नव दधीचि हड्डियां गलाएँ।

आओ फिर से दिया जलाएँ।

∼ अटल बिहारी वाजपेयी


આ કવિતા કેવી લાગી એ ચોક્કસ કહેશો.

ધન્યવાદ...
Share

NEW REALESED