Kedi No. 420 - 16 books and stories free download online pdf in Gujarati

કેદી નં ૪૨૦ - 16

આગળ આપણે જોયું કે માલતી કેટલાય દિવસો થી કમલેશની હત્યાનું ષડયંત્ર કરી રહી હતી પરંતુ એને તક મળતી નહોતી આખરે એને એ તક મળે છે. એ કમલેશ ના જાદુ ના શો દરમિયાન પટારા ની ચાવી બદલી દે છે જેના લીધે કમલેશનું પેટીમાં ઓક્સિજન ના અભાવે મ્રૃત્યુ થાય છે અને એ ઘટના અકસ્માત માં લેખાય છે. અશોક માલતીને રાત્રે મળવા આવે છે બંન્ને છટકી ને ભાગી જવાનું વિચારતા હોય છે અને પછી અશોક જતો રહે છે.

થોડા દિવસો બાદ અચાનક એક રાતે મારા ઘર માં આગ લાગી. અને એ ભયાનક આગમાં બધું જ બળી ગયુ. . ઘરમાંથી એક સ્ત્રી ની બળી ગયેલી લાશ મળે છે એ જોઇને બધા એમ જ સમજે છે કે માલતી ઘરમાં લાગેલી આગમાં બળીને મરી ગઇ. માલતીનું મ્રૃત્યુ થયું મારા મ્રૃત્યુ ની આડમાં હું અને અશોક બંન્ને મુંબઇ તરફ નાસી ગયા. અને પછી જન્મ થયો એક અદ્ભુત ચમત્કારી સ્ત્રી નો.

ચાર મહિના પછી મુંબઈના વાલકેશ્વર મહાદેવ ના મંદિરમાં સવાર ના પહોર માં જ્યારે મંદિરમાં ભક્તો મહાદેવ ના દર્શન કરવા લાઇનમાં ઊભા હતા અને પોતાનો દર્શન નો વારો આવવાની રાહ જોતા હતા ત્યારે ક્યાંથી એક સાપ નીકળ્યો અને એક વ્યક્તિને દંશ દઇ દીધો. લોકો હતપ્રભ બની ગયા. હજુ તો લોકો કંઇ કરે એ પહેલા જ એ માણસે દમ તોડી દીધો. ટોળામાં થી એક માણસ આવ્યો જે ડોક્ટર હતો એણે એના હાથ ની નાડી અને ધબકારા તપાસીને એને મરેલો જાહેર કર્યો. બધા એની બાજુમાં રડતી એની પત્ની ને આશ્વાસન આપવા લાગ્યા. એવામાં જ ક્યાંક થી એક સ્ત્રી આવી જે સફેદ વસ્ત્ર માં સજ્જ ગળામાં શિવજીની માળા ,કપાળ પર ચંદન નું તિલક અને હાથમાં ત્રિશુળ. મોઢા પર એક અનોખુ તેજ છવાયેલુ. એને જોઇને લોકો એ એને જાતે માર્ગ કરી આપ્યો. એ આવી અને પેલા માણસનો હાથ પકડીને એની નાડી તપાસી. એ પછી એણે હાથ હવામા ઉપર કર્યો મનમાં કંઇક મંત્ર બોલતા જ એના હાથમાં ભભુત આવે છે. એ ભભુત ને પેલા મ્ર્રૃત્યુ પામેલા વ્યક્તિના માથા પર લગાવે છે અને ફરીથી મનમાં કંઇક ગણગણે છે. બધા જ એકશ્વાસે તાકી રહ્યાં હતા. ત્યાં જ બધાના આશ્ચર્ય વચ્ચે મરેલા માણસમાં જીવ આવ્યો હોય એમાં થોડી હલચલ શરુ થાય છે. થોડી વારમાં તો એણે આંખો ખોલી અને પછી ઉભો થઈ ગયો. એની પત્ની પેલી ચમત્કારી સ્ત્રી ના પગે પડી ગઇ અને બોલી,”મા આજે તમે મારા સુહાગ ની રક્ષા કરી છે. હું શું કરું તમારા માટે?તમારા પગ ધોઇને પાણી પીઉં કે તમારી આરતી ઉતારું? આજે મંદિરમાં બેઠેલા ભગવાન સાક્ષાત તમારું રુપ લઇને આવ્યા છે. તમે ના હોત તો મારું શું થાત?”

“ઉઠો પુત્રી !મે કંઇ જ નથી કર્યું. એમ બોલીને એ ચમત્કારી સ્ત્રી એ એને ઉભી કરી અને બોલી ,”હું તો નિમિત્ત માત્ર હતી. તારા પતિનું આયુષ્ય લાંબુ હતુ એટલે જ હું એને જીવિત કરી શકી. આમેય ઘણા વર્ષ હિમાલય પરની તપસ્યા બાદ જે પણ શક્તિઓ પ્રાપ્ત થઈ છે તે બીજાને મદદરૂપ ના થાય તો મારી તપસ્યા એળે જાય. ઇશ્વર એમ જ ઇચ્છે છે કે મારી એ શક્તિઓ થી સમાજ ના લોકો ના દુખ દુર કરુ. મારી સાધના નો સમય થઈ ગયો છે. કદાચ મહાદેવ મને કંઇક કહેવા માગે છે. મારે જેમ બને એમ જલ્દીથી જવું પડશે. ”એટલું બોલતા તો એ સ્ત્રી બધાની વચ્ચે થી માર્ગ કરીને નીકળી ગઇ. બધાએ એને પોતાનો પરિચય આપવા કહ્યું પણ એ સ્ત્રી એક પણ શબ્દ બોલ્યા વગર ત્યાંથી જવા લાગી. મંદિરની બધી ભીડ પણ એમની પાછળ જવા લાગી ત્યાં એક અવાજ આવ્યો,”કોઇ એક પણ વ્યક્તિ જો એમની પાછળ ગઇ તો મા ક્રોધે ભરાઇને અદ્રશ્ય થઈ જશે બધાએજ પાછળફરીને જોયું તોશ્વેત વસ્ત્ર માં સજ્જ કપાળે. ત્રિપુંડ અને માથા પર ચોટલી એવો વિચિત્ર વેશભૂષા વાળો વ્યક્તિબોલી રહ્યો હતોલોકો પેલી સ્ત્રી ને ભુલીને એને સાંભળવા લાગ્યા ,”હુંએમનોખાસ શિષ્ય અખિલેશ્વર. તમારે એમનો જે પણ પરિચય જોતો હશે એ હું આપીશ. પણ આજ નહિ કાલે શિવરાત્રિ ના શુભદિને ઉષા કાળે તમે બધા અહિંથી પંદરેક કિમિ દુર શિવજીના મંદિરની પાછળ આવજો. ત્યાં માએ નાની ઝુંપડી માં નિવાસ કર્યો છે. અને હા મા નો સંપર્ક તમે મારા થકીકરશો તો ઘણું સારું રહેશે કેમ કે નહિ તો મા ક્રોધિત થઇ જશે. હવે તમે બધા મંદિરમાં મહાદેવ ના દર્શન કરી શકો છો. ”એમ બોલીને જતો રહ્યો એટલે બધા મંદિર માં દર્શન કરવા લોકો પાછા લાઇન માં લાગી ગયા. પણ દર્શન કરવાની એમની ઉત્સુકતા હવે પહેલા જેવી નહોતી રહી. કેમ કે દર્શન કરવા ની ભાવનાનું સ્થાન હવે પેલી સ્ત્રી ને જાણવાની જિજ્ઞાસા એ લઇ લીધું હતું. બધાના મુખે માત્ર એ સ્ત્રી ની જ ચર્ચા હતી. પણ ત્યારે એ ચર્ચા માંથી એ અદ્ભુત સ્ત્રી નું નામ ગાયબ હતુ. અને જેમ કે તમે બંન્ને એ વિચારી લીધું હશે કે એ નામ કયું હતું. એ નામ હતું મ્રૃણાલમા. ”

તમને એમ તો હશે જ કે એ દિવસે શું સાચે જ મે પેલા મ્રૃત્યુ પામેલા વ્યક્તિને સજીવન કર્યો હતો?તો સાચો જવાબ છે ના. કેમ કે એ દિવસે જે કંઇ પણ થયું એ માત્ર નાટક હતું. એ સર્પદંશ થી મ્રૃત્યુ પામનાર વ્યક્તિ,એની પત્ની અને ડોક્ટર સુદ્ધાં કે જેને પેલા માણસ ને મરેલો જાહેર કર્યો એ બધા જ અમારા નાટક નો એક હિસ્સો હતા. એ સાપ પણ ઝેર કાઢી લેવાયેલો સાપ હતો કે જેના દંશથી એક ઉંદર ય ના મરત. અને આવા તો અમે મુંબઈની અલગ અલગ જગ્યાઓએ જઇને કેટલાય નાટક કર્યા. હા પણ દર વખતે અમારા બે સિવાય ના બધાજ પાત્રો બદલાઇ જતા જેથી કરીને કોઈ ને શંકા ના જાય. અને એ નાટક ના દરેક પાત્ર ને અખિલેશ્વર ઉર્ફ અશોકે ક્યાં ગાયબ કરી દીધા મનેય નથી ખબર. અને આ રીતે મ્રૃણાલ મા ની ઓળખ લોકો માં ધીરે ધીરે ઉભી થવા લાગી. લોકો અમારી પાસે આવતા ગયા અને અમને પ્રસિદ્ધિ મળતી ગઈ.

આવા નાટકો સિવાય પણ અમે મહેનત તો કરી જ હતી. લોકો ની વચ્ચે ચમત્કારો ઉભા કરવા કંઈ ખાવા ના ખેલ થોડી છે. સ્હેજ પણ ભુલ થાય તો પકડાઇ જવાની દહેશત તો રહેતી જ. જેમ કે એક ચમત્કાર તમને કહું હુંક્યારેક ચાલતી તો મારા પગની પાની માંથી કુમકુમ નું ઝરવું. એક પ્રસિદ્ધ ચમત્કાર. અને એ કરવું કંઇ મોટી વાત તો નહોતી. હું મારા પગમાં પાતળી એવી ચામડી પહેરતી જેની અંદરના ભાગમાં કુમકુમ હોતુ. મારા વસ્ત્ર એ સમયે લાંબા પગ ઢંકાય એવા પહેરું એટલે કોઇ કંઇ જોઇ ના શકે. ઉભા થતી વખતેચાલાકીથી એમાં કોઇ ધારદાર વસ્તુ થી ચીરો કે કાણુ પાડી દઉં એટલે પછી લોકો ની નજર માં એ ચમત્કાર બને. અમુક ચમત્કાર વિજ્ઞાન ની મદદથી પણ કરેલા અને અમુક માં હાથચાલાકી જો કે અમારા સદનસીબે અમારા મુલાકાતી ઓમાં મોટાભાગે અમારા આંધળા ભક્તો જ હોતા. બુદ્ધિશાળી વ્યક્તિ હોય એ અમારા ભક્તો ની ધાક થી જ દુર રહેતાએટલે અમે બચી જતા. એકવાર અંધશ્રદ્ધા નિર્મુલન વાળા પણ આવ્યા હતા. પણ એ લોકો કંઈ કરી શકે એ પહેલા એમને એમનો ભાગ મળી ગયો એટલે એ લોકો ય હાથ જોડીને જતા રહ્યાં. એટલે અમને કોઇ તકલીફ ના પડી. . આ બધા જ ચમત્કારોમાં જો કમલેશ ની શીખવેલી વિદ્યા ના હોત તો કંઇ જ ના થઇ શકત.

“ પણ જયારે તમારા ભક્તો માનતા બાધા લઇને અને અપેક્ષાઓ સાથે મળતા બધા ની એ અપેક્ષાઓને તમે કેવીરીતે સંતોષતા?. જ્યારે તમારી પાસે આવીને એમની ઇચ્છા ઓ પુરી થતી હશે ત્યારે જ તો એમની તમારા પ્રત્યે ની શ્રદ્ધા વધી હશે ને એમનેમ તો લોકો તમારી પાસે ના જ આવે. શું તમે તમારા ભક્તો ની ઇચ્છા ઓ પુરી કરી શકતા હતા?”મારી મમ્મી ની જ વાત કરું તો લગ્ન ના પાંચ વર્ષ સુધી એને કોઈ સંતાન નહોતું થયુ તમારી પાસે આવ્યા પછી મારો જન્મ થયો એ શું સંજોગ હતો કે તમે કોઇ ચમત્કાર કર્યો હતો?

“આ પ્રશ્ન તું કરે છે જેને પહેલીજ મુલાકાતમાં મારા પર બીજા ની જેમ વિશ્વાસ કરવા ને બદલે મને તમાચો મારી દીધો હતો. એમાં એવું છે કે એ કોઇ ચમત્કાર નહોતો. કોઈ પણ વ્યક્તિ ની ઇચ્છા ખુબ પ્રબળ હોય અને પોતાની ઇચ્છા પુર્તિ માટે એ જેના પર પણ વિશ્વાસ કરતો હોય જો એ વિશ્વાસ દ્રઢ હોય તો એ જે પણ ઇચ્છે એ મળે જ છે. તારી માતા જ્યારે મને મળી ત્યારે મારા પર એણે પુર્ણ રુપે વિશ્વાસ બેસી ગયો હશે. એટલે જ એણે જે જોઇતું હતું એ એને મળ્યુ. એમાં મારો કોઇ જ હાથ નથી. જો કોઇના કારણે એ બન્યુ હોય તો એ માત્ર વિશ્વાસ ના લીધે. જો તમને એ વિશ્વાસ હોય કે તમે જે ઇચ્છશો એ મળશે જ તો એ મળવાની શક્યતા ઘણી વધી જાય છે. ”

થોડું રોકાઇને મ્રૃણાલમાએ કહ્યું,” વિશ્વાસ પોતે એક પ્રબળ હથિયાર છે. તમે જે પણ બાબત પર વિશ્વાસ રાખશો એ બાબત અચુક સાચી પડશે. પછી ભલે ને એ સારી હોય કે ખરાબ. એ જ વાત અંધશ્રદ્ધાઓ પર પણ લાગુ પડે છે. એટલે જ અંધશ્રદ્ધાળુ લોકો એમ માનતા હોય છે કે એમની માન્યતાઓ સાચી છે પણ એ અર્ધસત્ય છે. એ માન્યતાઓ માત્ર એમની બાબત માં જ સાચી હોય છે બીજા ની બાબત માં નહિ. ”

“ એટલે કે માનતા બાધા કે વ્રતો એમની ઉપર રહેલી શ્રદ્ધા ના લીધે જ પુરી થાય છે. જો કોઇ લેશ માત્ર શંકા સાથે માનતા માનશે તો એ પુરી નહિ થાય એમ તમે કહેવા માગો છો. પણ આવુ તમે કયા આધાર પર કહી શકો ?”કલ્પનાએ પુછ્યું.

“કોઇપ્રમાણિત થિયરી તો નથી. પણ જ્યારે હું ગર્ભવતી હતી એ સમયે મારી મા એ મને રામાયણ સંભળાવી હતી. એમાં એક પ્રસંગ રામસેતુ વખત નો છે કે જ્યારે પ્રભુ શ્રીરામે પોતા ના નામ લખેલા પત્થર ને સમુદ્ર માં તરતા જોયા ત્યારે એમને વિચાર આવ્યો કે શું મારા નામ માં સાચે જ એટલી શક્તિ છે કે મારા નામે પત્થર તરે. એમણે જાતે એક પત્થર પર રામ લખ્યું અને પાણીમાં મુક્યો. પરંતુ એ તો પાણીમાં ડુબી ગયો એ જોઇને એમણે થોડી લજ્જા અનુભવી ત્યારે હનુમાનજીએ જોયું એટલે શ્રીરામે એ જ પ્રશ્ન એમને કર્યો ત્યારે હનુમાનજી એ સરસ જવાબ આપ્યો કે,”તમારા નામે પત્થર તરી જાય એ વાત સાચી પણ આ પત્થર ને તમે જાતે તમારા હાથે છોડી દીધો છે તો કેમ કરીને તરી શકે. જેને તમે છોડો એને કોણ ડુબતુ બચાવી શકે. પણ મને આ પ્રસંગમાં એક જુદી જ વાત સમજ માં આવી હતી કે ખુદ પ્રભુ પણ જો મનમાં અવિશ્વાસ રાખીને કોઇ કામ કરે તો એ ના ફળે. . એટલે આ તો હું કહું છું બાકી આમાં સાબિતી તો શી હોય?હા બીજી ય એક વાત છે જેના પરથી મને એવું લાગે છે કે હું સાચી છું?

“કઇ વાત?”

“જ્યારે મે મારા પુત્ર ને ખોઇ દીધો હતો ત્યારથી હંમેશા મને મનમાં વિશ્વાસ હતો કે મને મારો પુત્ર એકદિવસ મળશે અને મને એ મળ્યો એ પછી પણ કે જ્યારે એ બાબતે ના મે કોઇ બાધા ,માનતા રાખી કે કોઇ દિવસ ઇશ્વર ને એ બાબતે પ્રાર્થના સુદ્ધાં પણ કરી તો ય માત્ર મારી પ્રબળ ઇચ્છા અને એક વિશ્વાસે મને મારો પુત્ર મળ્યો. અને એટલે જ હું આ વાત કહી શકુ છું જે મારા પોતાના અનુભવ પર થી શીખી છુ. ”

“તમને તમારો પુત્ર પાછો મળ્યો? કેવી રીતે?”

“આજે હું જેલમાં ગુનેગાર છું એના લીધે જ તો. અને એ આખી અલગ જ વાત છે. આ બધું જ શરુ થયુ અખિલેશ્વર કે જે અશોક હતો એની એક નાનકડી ભુલ અને અતિવિશ્વાસ ને લીધે. ”