Kayo Love - 44 books and stories free download online pdf in Gujarati

કયો લવ ભાગ : ૪૪

કયો લવ ?

ભાગ (૪૪ )

પ્રસ્તાવના

“કયો લવ ?” સંપૂર્ણપણે એક કાલ્પનિક પ્રેમકહાણી છે. વાર્તામાં આવતા નામ, ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે.

“કયો લવ ?” ની મુખ્યપાત્ર પ્રિયાની જિંદગીમાં કયો વળાંક આવશે ? ફેંસલો, કોને ક્યાં સુધી લઈ જશે ?

જાણવા માટે વાંચતા રહો “ કયો લવ ?” ભાગ: ૪૪

ભાગ (૪૪ )

“ ખોલને દરવાજો...પ્રિયા પ્લીઝ...પ્રિયા ફોર ગોડ સેક...દરવાજો ખોલ...” સોની દરવાજા પર બંને હાથે પછાડા કરતી આંસુ સારતી, કરગરતી, મોટા અવાજમાં તાણમાં કહેવાં લાગી.

પ્રિયાએ પોતાને બેડરૂમમાં પૂરી દીધી હતી. તે કોઈની સાથે પણ વાતો કરવા માગતી ન હતી.

રાતના સમયે, બધી જ લાઈટ્સ ઓફ કરી અંધકારમય બેડરૂમનાં એક ખૂણે પોતાનું માથું ટેકીને લાંબા છુટ્ટા વાળો લઈ, બંને હાથે માથું દબાવતી પ્રિયા ટગરટગર એક પણ પલકારા માર્યા વગર અંધારામાં પણ સીલીંગ પર લટકેલું કાચના ઝુંમરમાં જાણે સર્વસ્વ ભાન ભૂલીને એવાં ગાઢ વિચારોમાં ધકેલાઈ ગઈ હતી કે આંખમાંથી આંસુની અવિરતપણે ધારા ક્યાં વહીને, એના જ કપડાને ભીંજવીને સુકવી પણ નાંખતા, એનો ક્રમ અશ્રુનાં ટપ ટપ કરતા ટપકા જ જાણતા.

પ્રિયાને, ગાંડાની જેમ ચાહનારો એ વ્યક્તિના શબ્દો, કાનમાં જાણે કોઈ તીષ્ણ વસ્તુનાં ઘાથી થતાં દર્દોની જેમ ભોંકાતા હતાં....“કયો લવ ? અરે કયો લવ...વવવવવવ...”

“ આઈ એમ પ્રેગનન્ટ, કેમ નથી સમજતો તું........પ્રિયા કરગરતી હતી. ”

(ભાગ: ૪૩ માં આપણે વાચ્યું કે રુદ્ર અને પ્રિયાને નજદીકી વધતી જતી હતી. આજીનો જન્મદિવસમાં આદિત્ય પર સામેલ થવા માટે આવી પહોંચ્યો હતો........ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી છે, એના માટે ભાગ:૧ થી ભાગ: ૪૩ જરૂર વાંચજો.....)

હવે આગળ...........

રુદ્ર પ્રિયાની નજદીક ખસ્યો. એણે પ્રિયાનો ચહેરો પોતાની તરફ કર્યો. બંને હાથોમાં એનો ચહેરો લીધો.

“પ્રિયા..” રુદ્ર ધીમેથી બોલ્યો. અને પ્રિયાની આંખોમાં આંખ નાંખી.

“હું તને ચાહું છું. દિલથી દિમાગથી. બસ તું...તું જ મને બધે દેખાય છે યાર. નથી રહેવાતું તારા વગર. શું કરું...!!” રુદ્રથી રહેવાયું નહીં એ બોલી જ પડયો.

પ્રિયા રુદ્રની આંખોને જોતી રહી. ચૂપચાપ.

પ્રિયા માટે આ શબ્દો નવા ન હતાં. રુદ્ર એણે કેટલી વાર આવું કહ્યું હતું. પ્રિયા માટે ત્યારે પણ જવાબ ન હતો. અને આજે પણ એ એવું જ મૌન સેવ્યું હતું.

“પ્રિયા, તું ચૂપ કેમ રહે છે. તારો જવાબ મને આપી દો ને.” રુદ્ર બેબાકળો થતાં કહેવાં લાગ્યો.

એવામાં જ રાતનાં વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યો. ઠંડી હવાના સાથે વૃક્ષો પણ ડગમગવા લાગ્યાં. જંગલ જેવી સૂમસામ જગ્યા, એમાં પણ અંધારી રાત્રે કંઈક ડરામણો ભીતરથી અવાજ આવવા લાગ્યો. સાથે જ વાદળોનો ગડગડાટ અને વીજળી પણ ત્રાટકવા લાગી.

“વાવાઝોડું તો નથી આવવાનું ને..!! અને આ અજીબ અવાજ ક્યાંથી આવે છે?” પ્રિયાએ ચારેતરફ નજર કરીને પૂછ્યું.

“પ્રિયા એ બધું થવા દે. આજે આંદી આવ, તૂફાન આવ. કે જંગલી દીપડો આવ. જે થવાનું હોય તે થવા દે. પણ હું આજે મારો જવાબ મેળવીને જ જંપીશ.” રૂદ્રે કંઈક અકળામણ સાથે કહ્યું.

“ઓહ્હ એટલે એ પ્રાણીઓનો અવાજ છે.” પ્રિયાએ કહ્યું પણ રૂદ્રે જવાબ ન આપ્યો.

એવામાં જ આછા વરસાદની શુરૂઆત થવા લાગી. ધીમે ધીમે વર્ષાની બુંદો ટપકતી હતી અને બંધ થતી હતી. તે સાથે જ માટીમાં ભીનાશ વર્તાઈ અને એક આહલાદક સુંગંધ હવા સાથે ભળીને ફેલાવા લાગી. પ્રિયા તે સાથે જ ઊઠી અને બધી જ શોલ એક પછી એક ઊંચકી લીધી. “ ઓય રુદ્ર પહેલા આ શોલ રૂમ પર મુકીને આવીએ..!! વાઉ..ઊ મને લાગે છે સારો એવો વરસાદ પડવાનો છે.!!”

“એટલે તું ભીંજાવા માગે છે આટલા ઠંડભર્યા વાતાવરણમાં એ પણ રાત્રે..” રૂદ્રે પૂછ્યું.

“હા.” એટલું કહી પ્રિયાએ બધી શોલને પોતાના ડાબા હાથ પર નાંખી દીધી અને જમણે હાથે પોતાની સાડી થોડી ઉંચી કરીને એ થોડી ભાગતી જવા લાગી.

“પ્રિયા..” રુદ્ર એના પાછળ જોરના પગલા માંડતો ભાગ્યો.

રૂમ પર આવી રૂદ્રે લોક ખોલ્યું. અને પ્રિયાએ બધી જ શોલ એક ટેબલ મૂકી અને દરવાજાને વાસીને તે ઓટલા પર આવી આકાશ તરફ મીંટ માંડી.

વરસાદ હજુ પણ એવો જ ધીમો આવી રહ્યો હતો. “મને ભીંજાઉં છે.” પ્રિયા નાના બાળકની જેમ બોલી.

“તો શું કરું વરસાદને ફોન કરીને પૂછી લઉં કે ક્યારે ધસમસતો વરસવાનો છે.” આકાશભણી જોતી પ્રિયાને રુદ્ર કહ્યું.

“રુદ્ર..” પ્રિયાએ આકાશમાંથી નજર હટાવીને રુદ્ર તરફ સ્થિર કરતાં કહ્યું.

“રુદ્ર સિવાય તું બીજું આગળ બોલ.” એટલું કહી રુદ્ર પ્રિયાની નજદીક ગયો.

“રુદ્ર તું નજદીક નહીં આવ. મને તારા ઈરાદા કંઈક ઠીક નથી લાગતાં.” પ્રિયા બે ડગ પાછળ માંડતા કહ્યું.

“પ્રિયા મને કોઈ વ્યસનની આદત તો નથી જ. પણ હું એટલું કહી શકું કે મારો ઈરાદો સાચ્ચે જ હમણાં ઠીક નથી. મને તારો નશો ચડ્યો છે. બેહદ બુરી રીતે..” રુદ્ર કાતિલ આંખોથી પ્રિયા તરફ પગલા ભરતો કહી રહ્યો હતો.

પ્રિયા રુદ્રની આંખોમાં સ્પષ્ટ જોઈ શકતી હતી કે રુદ્ર અત્યારે શું ચાહે છે. તેમ જ એ પોતાના દિલની વાત પણ જાણતી હતી કે પોતે પણ રુદ્ર તરફ ખેંચાણ અનુભવી રહી હતી.

તે ઓટલો વટાવીને નીચે આવી. હરણીની જેમ સાડીને થોડી ઉચે પકડી ભાગતી જ્યાં પહેલા બેસ્યા હતા ત્યાં આવી પહોંચી. એના પાછળ રુદ્ર પણ ભાગ્યો. રૂદ્રે પ્રિયાના સાડીનો ઉડતો છેડો પકડી પાડ્યો .

“રુદ્ર છોડ...” પ્રિયા ભાગતી અટકી અને પોતાનો સાડીનો છેડો સરકી ના જાય એ ઈરાદાથી એણે ખભા પર હાથ રાખ્યો અને રુદ્ર તરફ ડોક ફેરવી.

“હું એ બધું જ છોડીશ ફક્ત મારો જવાબ આપ...” રુદ્ર હજુ પણ એવો જ પાલવ પકડીને ઊભો હતો.

“શું જવાબ ..??” પ્રિયાએ પૂછ્યું.

“એજ કે તું પણ મને ચાહે છે. બસ ફક્ત આ જ શબ્દો તારા મોઢેથી એક જ વાર સાંભળવા માગુ છું.” રુદ્ર પાલવને ધીમે ધીમે પોતાના એક હાથમા બાંધતા નજદીક આવ્યો. બંને જણા ઘણા નજદીક થઈ ગયા. તે સાથે જ રૂદ્રે પ્રિયાની કમર ફરતે એક હાથ નાંખીને એણે હજુ નજદીક કરી. તે સાથે જ પ્રિયાએ એક હાથ રુદ્રની છાતી પર રાખી દીધો. “તારો લવ પાગલ છે.” પ્રિયાએ કહ્યું.

“કયો લવ ?” રુદ્ર એટલું કહી હસ્યો.

“તારો ઇશ્ક પાગલ છે. તું પાગલ છે. તારો લવ, તારો પ્રેમ બધું જ પાગલ છે.” એટલું કહી પ્રિયાએ રુદ્રના છાતી પર જોરનો ધક્કો મારી તેણે અળગો કર્યો. પરંતુ રૂદ્રે ફરી ઝડપથી પ્રિયાનો હાથ પકડી લીધો.

“કયો લવ પાગલ નથી બનતો પ્રિયા?? કયો ઇશ્ક પાગલ નથી બનતો પ્રિયા? મારા જેવા આશિક તો તારા જેવા લવમાં પાગલ બનતા હોય છે પણ તમારી જેવી છોકરીઓને એની કદર જ નથી.” રુદ્ર ઈમોશનલી પટાવવા માટેના પાસા નાંખ્યા.

“ઓહ્હ અચ્છા.” પ્રિયાએ કહ્યું. એવામાં જ વરસાદે જોર પકડ્યું. પ્રિયાનો ઉત્સાહ વધી ગયો. તેણે રૂદ્રનો હાથ છોડાવ્યો તે સાથે જ ભાગતા તે હજુ આગળ જવા લાગી.

“પ્રિયા, આ અંધારામાં ક્યાં જાય છે યાર ?? તું આ સ્થળથી પરિચિત નથી. પ્રિયા પ્લીઝ યાર આગળ નહીં જાઓ..” રુદ્ર પ્રિયાના પાછળ જતા કહેતો રહ્યો.

ભારે વરસાદના કારણે બંને ભીંજાઈને લથપથ થઈ ગયા હતાં. રૂદ્રે ફોર્મલ ડ્રેસ પહેર્યો હતો, જેમાં ગ્રે કલરનો શર્ટ અને બ્લેક કલરનું પેન્ટ પહેર્યું હતું. એણે શર્ટની બાયને વાળી દીધી હતી. તે પણ ઓછો ન હતો. તેનો સીનો, બાજુઓ, ચહેરો એટ્રેક્ટ કરતો હતો. જયારે પ્રિયાએ સફેદ રંગની કોટન સાડી પહેરી હતી. જેમાં ગોલ્ડન રંગની જરીવાળી જાડા બોર્ડરની સાડી સાથે થ્રી ફોર્થ બાયનું બ્લાઉઝ પહેર્યું હતું. પ્રિયાના તનબદન સાથે કોટન સાડી ચપોચપ બેસી ગઈ હતી. અંધારામાં આછા ઉજાસમા પણ તેનું શરીર મદમસ્ત કરી નાંખે એટલું રૂપાળું અને હોટ દેખાઈ રહ્યું હતું.

“રુદ્ર, યાર મજા આવે છે. પછી ક્યારે આવો મોકો મળવાનો છે. પછી તો સ્ટડી જ સ્ટડી છે...” પ્રિયા વરસાદની એક એક બુંદને માણતા કહી રહી હતી.

“એ બધું બરાબર છે. પણ માંદી પડી ગઈ તો.. ચાલ હવે જઈએ યાર.” રુદ્ર પ્રિયાનો હાથ ખેંચતા કહ્યું.

“ના મારે નથી આવવું. તારે જવું હોય તો જા..” પ્રિયા નાના બાળકની જેમ જીદ કરતાં કહ્યું.

“અરે પ્રિયા શું જીદ છે યાર આ..!! અહિયાં જંગલી પ્રાણીઓ પણ કોઈક વાર આવી ચઢે છે. પ્લીઝ ચાલો હવે..” રૂદ્રે એણે લઈ જતાં કહ્યું. તે સાથે જ પ્રિયાએ છણકાથી રૂદ્રનો હાથ છોડ્યો. “શું છે આ..એટલે તને મારું માનવું નથી.” રૂદ્રે કહ્યું.

“હા નથી માનવું.” પ્રિયાએ ફરી જીદ્દી બનતા કહ્યું.

એટલું સાંભળતા જ રૂદ્રે પ્રિયાને બંને હાથેથી ઊંચકી લીધી. અને ધીમે રહીને ચાલવા લાગ્યો. “ઓહ માય ગોડ !! રુદ્ર શું કરો છો.” એટલું બોલતાની સાથે પ્રિયા રુદ્રના ગળે બંને હાથેથી વળગી ગઈ.

“ડોન્ટ વરી. હું તને નીચે પાડી નહીં દઉં.” રૂદ્રે ચાલતાં ચાલતાં જ કહ્યું.

“ઘણું દૂર છે. કેટલું ઊંચકશો મને..?” પ્રિયાએ પૂછ્યું.

“એ તમે મારા પર છોડી દો. એટલી એનર્જી તો છે મારામાં કે તને ઊંચકીને કમરા સુધી આરામથી પહોંચાડી શકું.” એટલું કહી રુદ્ર અટક્યો અને પૂછ્યું , “ એટલે તને આ બધું ગમે છે એમ ને..??

પ્રિયાએ શરમાતા ફક્ત “હમ્મ” કહ્યું.

પલળેલા બંને હતાં પરંતુ બંનેના શરીરની ઉષ્મા તેઓને અજીબ પ્રકારનો ગરમાહટ ઉત્પન્ન કરીને તંગ કરતો હતો.

“પ્રિયા તું સેક્સી છે યાર.” રુદ્ર બોલી ઉઠ્યો.

“પલળેલા હોય તો સેક્સી લાગવાનાં જ. તમે પણ...” પ્રિયાએ સામે જવાબ આપ્યો. અને એવામાં જ બંને કમરા સુધી પહોંચી ગયા. રૂદ્રે પ્રિયાને ધીમે રહીને નીચે ઉતારી.

“પ્રિયા તું પહેલા જલ્દીથી ફ્રેશ થઈ જા. ઠંડી લાગી જશે.” રુદ્ર કમરાની અંદર પ્રવેશતાં જ કહેવાં લાગ્યો.

પ્રિયાએ ‘હા’ માં ડોકું ધુણાવ્યું અને તે બાથરૂમની અંદર ગઈ. રુદ્ર કમરાની બહાર ઓટલા પર જવા માટે બહાર આવતો જ હતો અને તે જ સમયે લાઈટ જતી રહી. પ્રિયા અંદરથી જ ચિલ્લાવા લાગી, “રુદ્ર શું કામ મસ્તી કરો છો મને ડરાવવા માટે. પાવર ઓન ઓફ નહીં કરો યાર..”

રૂદ્રે બહાર પણ એમતેમ નજર કરી. અંધારું હતું. રૂદ્રે વિચાર કર્યો કે પાવર બધે જગ્યેનો ગયો હશે. એટલે એણે દરવાજો અંદરથી બંધ કરી દીધો. મોબાઈલથી ટોર્ચ ઓન કરી અને બાથરૂમ તરફના દરવાજે ઊભા રહી કહેવાં લાગ્યો, “ પ્રિયા આપણે ગામડામાં આવ્યાં છે.અહિયાં અવારનવાર પાવર આવ જા થાય. ગભરા નહીં તું આરામથી ફ્રેશ થા.” રુદ્રનું સાંભળ્યું ન સાંભળ્યું એટલામાં તો પ્રિયા બાથરૂમમાંથી બહાર આવી. જેવી ગઈ હતી એવી પાછી ફરી. અને રુદ્ર સાથે ભટકાઈ ગઈ.

“ઓય શું કરે છે યાર. આ લે મોબાઈલ અને ફ્રેશ થઈને આવ.” પ્રિયાના હાથમાં રૂદ્રે મોબાઈલ પકડાવતા કહ્યું. તે જ સમયે અચાનક એમના મકાનના છત પર જોરથી કોઈએ હુમલો કર્યો હોય તેવો ભયાનક અવાજ આવ્યો. અને તે સાથે જ પ્રિયા જોરથી ચિલ્લાવી અને રુદ્રને વળગી રહી. તે જ સમયે રૂદ્રનો મોબાઈલ હાથમાંથી ક્યાય જોરથી ઉછળીને પડયો. એના પાછળનો કવર અલગ થતાં બેટરી પણ અલગ થઈને પડી ગઈ. અને મોબાઈલ બંધ થયો.

રુદ્રને પણ સમજતા વાર લાગી હતી કે તે ભયાનક અવાજ નજદીક જ વાદળ ફાટયાનો હતો. કમરામાં અંધારું થઈ ગયું અને બહારથી મુશળધાર વરસાદ વરસવાનો જોર જોરથી અવાજ કાને આવવા લાગ્યો. “પ્રિયા એક મિનટ, મોબાઈલ શોધવા દે મને. તારો મોબાઈલ ક્યાં છે?” રુદ્ર પ્રિયાને અળગી કરતાં કહેવાં લાગ્યો.

“ના, તારે મને છોડીને જવાનું જ નથી.” એ એવી જ પાછી વધુ ટાઈટથી વળગી રહી.

રુદ્ર થોડા સમય માટે એમ ને એમ પ્રિયા સાથે અંધારામાં વળગી રહ્યો. ક્યાય લગી બંને એક શબ્દ પણ બોલ્યા નહીં.

“પ્રિયા પ્લીઝ આપણાને દુરી રાખવી જોઈએ. તું શું ચાહે હું બધી હદ વટાવી દઉં. પ્લીઝ મને છોડી દે.” રૂદ્રે પ્રિયાથી અળગો થવા માટે કોશિશ તો કરી પરંતુ પ્રિયા એટલી જ જોરથી પકડી રાખતી.

“ એક બાજુ કહો છો કે હું તને પામીને જ રહીશ. અને હમણાં કહો છો કે હદ પાર થઈ જશે ..!!” આંખ મીંચીને જ પ્રિયા રુદ્રને વળગીને કહી રહી હતી.

“ઓહ્હ પ્રિયા તું ગેરસમજ કરી રહી છે. મારો મતલબ એ હતો જ નહીં. મારા લવને સેક્સ સુધીનું એન્ડ નહીં સમજ..!!” રુદ્ર એવી રીતે જ પ્રિયાને વળગીને કહી રહ્યો હતો.

“પ્રેમીઓના પ્રેમનું અંતિમ એટલે સેકસ.” પ્રિયાએ કહ્યું.

“નહીં. હું એવો લવ નથી કરતો. સાચા પ્રેમીઓનો લવ તો અનંત છે. લવ માટેની બધાની વ્યાખ્યા અલગ અલગ છે.” રુદ્ર વાત પતાવી અને ધીરેથી પ્રિયાથી અળગો થયો. અને એ નીચે ફરસ પર અંધારામાં જ આમ તેમ ફાફા મારીને મોબાઈલ થતાં બેટરી ગોતી કાઢી વ્યવસ્થિત ગોઠવી સ્વીચ ઓન કરીને ફરી ટોર્ચ ઓન કરી. એણે આખા બેડરૂમમાં ટોર્ચના પ્રકાશથી મીણબત્તી ગોતવાનું સ્ટાર્ટ કર્યું.

“મળી ગઈ મીણબત્તી.” રૂદ્રે કહ્યું અને એણે સળગાવી. કમરામાં આછા પીળા રંગનો પ્રકાશ ફેલાઈ ગયો.

“પ્રિયા હું ફ્રેશ થઈને આવું છું. મોબાઈલની ટોર્ચ અને મીણબત્તીનો પ્રકાશ તારા માટે કાફી છે.” રુદ્ર પોતાના બેગમાંથી કપડા કાઢતાં કહી રહ્યો હતો. તે સાથે જ અચાનક ઉડતી નજર એણે દીવાલ પાસે ઊભેલી પ્રિયા પર નાંખી. એણે ફરી ધ્યાનથી જોયું. તે બેહદ હોટ લાગી રહી હતી. પરંતુ ઠંડીના મારે એ ધ્રૂજી રહી હતી. રુદ્રને ગુસ્સો આવ્યો, “ઓય્ય વધારે નાટક નહીં કર. શેનો ડર છે તને. કપડા ચેન્જ કરો પહેલા બાથરૂમમાં જઈને...તું કેટલી ધ્રુજે છે...” રુદ્રનું હજુ બોલેલું પૂરું પણ થયું ના હતું ત્યાં જ પ્રિયાએ પણ કહી સંભળાવ્યું, “ રુદ્ર !! હું તારી વાઈફ નથી. મારા પર વધારે હક જતાવો નહીં.”

તે સાથે જ રુદ્ર પ્રિયાની નજદીક ગયો. એણે પ્રિયાની આજુબાજુ બંને દીવાલ પર હાથ ટેકવ્યા. તે સાથે જ પ્રિયા દિવાલને અટકી ગઈ. રુદ્ર પ્રિયાની ઝીણી કાતિલ આંખોમાં આંખ મેળવતા કહ્યું, “ પતિ પત્નીના સંબંધ કેવા હોય છે. તને ખબર છે?” એટલું કહેતાની સાથે જ રૂદ્રે ઝડપથી પ્રિયાના કપાળે, ગાલ પર, હોઠ પર ગરદન પર હાથ પર નીચે સરકતો પેટ પર, નાભી પર કિસ કરતો ગયો. રૂદ્રે પહેલી વાર પ્રિયાની મુલાયમ ત્વચાને એ પણ આવી રીતે ટચ કરીને માણી રહ્યો હતો. સામેથી પ્રિયાએ પણ એના શરીરને ચૂમવા માટે આવાહન આપી દીધું હોય તેમ આનંદમાં આવી ફક્ત ‘ઓહ્હ રુદ્ર નહીં’ ‘ઓહ્હ પ્લીઝ’ ‘ઓહ્હ માય ગોડ..ઉહ્હ..અહહ..’ જેવા શબ્દો કાઢી રુદ્રના દિલો દિમાગને તેજ કરી રહી હતી.

(ક્રમશ:..)