પૃથ્વી: એક અધૂરી પ્રેમ કથા ભાગ-2


અદિતી ભાગતી ભાગતી જતી હતી ,અચાનક એ કોઈક ની સાથે ટકરાઈ ગઈ .એને એ વ્યક્તિ ની સામે જોયું તો એની આંખો ખુલ્લી રહી ગઈ. એ વ્યક્તિ બીજું કોઈ નઈ પણ અનુરાગ હતો. અનુરાગે અદિતિ ને પૂછ્યું શું થયું આવી રીતે કેમ ભાગે છે ? પણ અદિતિ કઈ પણ બોલી નહી અને કીધું "કોઈ જંગલી જાનવર હતું એને જોઈ ને ઘભરાઈ ગઈ અને ભાગવા લાગી અને તું ભટકાયો . અને તું અહીં શું કરે છે ?"અનુરાગે કહ્યું બસ તને શોધવા જ આવ્યો હતો .અને બન્ને વાતો કરતા કરતા કોલેજ તરફ જવા લાગ્યા .જતા જતા અદિતિ એ ફરી જંગલ તરફ જોયું અને ચાલવા માંડી .બીજા દિવસ સવારે કોલેજ ચાલુ થઇ બધા કલાસ ની બહાર લૉબી માં મસ્તી કરતા હતા ત્યાં એક વ્યક્તિ ત્યાં થી સીડીઓ ચડી ને ઉપર આવવા લાગ્યો ચારે બાજુ વિદ્યાર્થીઓ નો કોલાહલ થઇ ગયો. અદિતિ ની નઝર તેના પર પડી .

એક ઊંચી કદ કાઠી નો વ્યક્તિ ,લાંબા કાળા વાળ તેના ખભા સુધી પથરાયેલા હતા ,કાળા રંગ ના શર્ટ અને બ્લુ પેન્ટ ઉપર હાલ્ફ જેકેટ ,સંગેમરમર ના ચોસલા જેવી છાતી ,સરોવર જેટલી ઊંડી અને અમાસ ની રાત જેટલી કાળી તેની આંખો , હિમાલય માં પડતા બરફ જેટલો સફેદ વર્ણ .જંગલ માં ચાલતા સિંહ જેવી તેની ચાલ મદમસ્ત ગજરાજ જેવો એનો અંદાજ .કોલેજ ની મોટાભાગની છોકરીઓ તેના રૂપ પાર મોહાઇ ગઈ .બધી છોકરીઓ ને કંઈક અલગ જ આકર્ષણ હતું એના પ્રત્યે .અદિતિ ની આંખો એના સામે થી નજર જ ના હટાવી શકી થોડી વાર માં એ વ્યક્તિ એની નજર થી દૂર થઇ ગયો ત્યારે અદિતિ નું ધ્યાન ભંગ થયું .વિદ્યા બોલી "કોલેજ માં કોઈ નવો નમૂનો આવ્યો લાગે છે." અદિતિ એ કીધું કે "નમૂનો તો નથી લાગતો યાર ,કોઈ મોટો વ્યક્તિ લાગે છે " .વિદ્યા એ કીધું કે તને બવ ખબર છે .રાધિકા બોલી કદાચ કોઈ પ્રોફેસર પણ હોઈ શકે .બધા હસવા લાગ્યા અને ક્લાસ મા બેસી ગયા . ક્લાસ ચાલુ થયો થોડી વાર માં પેલો વ્યક્તિ ક્લાસ બહાર આવી ને ઉભો રહી ગયો અને કહ્યું "મેં આઈ કમ ઈન સર ".પહાડો માં પડતા પડઘા જેવો તેનો પહાડી અવાજ સાંભળી આખો ક્લાસ તેની તરફ જોઈ રહ્યો અદિતિ ની નઝર ફરી થી એના પર ચોંટી .પ્રોફેસરે લાલ ઘુમ આંખ થી એના તરફ જોયું અને તાડુક્યા "આ કોઈ સમય છે ક્લાસ માં આવવાનો ઇડિયટ ,ગેટ આઉટ " એને આંખો કાઢીને સામે જોયું અને થૅન્ક યુ કહી ને અંદર આવી ગયો. સર ને ખુબ ગુસ્સો આવ્યો પણ એની આંખ અને કદ જોઈ ને એ કઈ બોલ્યા નઈ .આખો ક્લાસ એનો એટ્ટીટ્યૂડ અને ડેરિંગ જોઈને અચરજ પામ્યા .પ્રોફેસરે ફરી થી ભણાવાનું શરુ કર્યું .એમ કરતા ક્લાસ પૂરો થયો .પણ બધાને એક જ ઉત્સુકતા હતી કે આ વ્યક્તિ કોણ છે .પણ કોઈના માં એ પૂછવાની હિમ્મત નહોતી .થોડી હિમ્મત કરી રાધિકા એ એને પૂછ્યું "હાય....ન્યૂ એડમિશન ?" એને માથું હા માં હલાવ્યું .રાધિકા ફરી પૂછ્યું "ઓહ ગુડ ....હું રાધિકા ....એન્ડ તું. ......????" પેલો પાછળ ફર્યો અને એક નજર અદિતિ તરફ નાખી અને ત્યાંથી ઉભો થઇ ને જતો રહ્યો .બધા તેનો એટ્ટીટ્યૂડ જોઈ ડઘાઈ ગયા .અને રાધીકા પાસે જઈને હસવા લાગ્યા કહ્યું "લે બવ શોખ હતો ને જાણવાનો ?" .અદિતિ પોતાના જ વિચારો માં હતી. 

કોઈ બોલ્યું નઈ પણ બધા ને જાણવાની ઉત્સુકતા હતી એના વિશે એ કોણ છે ક્યાંથી આવ્યો છે એનું નામ શું છે ?.એવામાં જૅરી ભાગતો ભાગતો આવ્યો .એ કોલેજ નો ખબરી એટલે એની પાસે બધી માહિતી હતી .બધા પુછવા લાગ્યા બોલ ને જૅરી શું માહિતી લાવ્યો .જૅરી બોલ્યો "વેઇટ ......વેઇટ ...હું કહું છું. ........એ આપણા નજરગઢ ના જુના રહેવાસી છે ગણા વર્ષ પેહલા એમના દાદા પરદાદા અહીં રેહતા હતા પણ બિઝનેસ માં લોસ જવાથી નજરગઢ છોડી ને વિદેશ જતા રહ્યા હતા થોડાક દિવસ પેહલા જ પાછા આવ્યા છે અને ખુબ જ અમિર છે .અને જે છોકરો આપણા કોલેજ માં આવ્યો છે એ ........"જૅરી ચૂપ થઇ ગયો .વિદ્યા તાડુકી "કેતો હોય તો કે નઈ તો રેવા દે ".જૅરી બોલ્યો "ઓકે એનું નામ છે વીરસિંઘ રાઠોર નો એક માત્ર પુત્ર પૃથ્વીસિંઘ રાઠોર ...............".એટલું બોલતા જ અદિતિ ની આંખો ખુલ્લી જ રહી ગઈ .

પૃથ્વી જે નામ એને જંગલ માં સંભળાયું હતું શું એ આજ પૃથ્વી છે ?કે ફક્ત એક સંયોગ છે .અદિતિ મન માં વિચારવું લાગી કે હું શું લેવા એટલો બધો રસ લવ એના માં કોઈ પણ હોય શું ફરક પડે.એમ વિચારી કોલેજ માં થી નીકળી ગઈ .

અદિતિ ઈચ્છા ના હોવા છતાં પૃથ્વી ના વિષય માં જ વિચારી રહી હતી ,એટલે એને ઊંઘ આવતી ન હતી એટલે એ એના રૂમ ની બારી પાસે ગઈ ,બારી ની બહાર એને જંગલ તરફ નજર દોડાવી તો ખૂણા પાસે કોઈક વ્યક્તિ ઉભો હતો જે અદિતિ ની બારી તરફ એક નજરે જોઈ રહ્યો હતો ,અદિતિ એ ધ્યાન થી જોયું તો ખબર પડી કે એ વ્યક્તિ બીજું કોઈ નઈ પણ પૃથ્વી જ હતો.અદિતિ થોડી ડઘાઈ ગઈ .એ ફટાફટ ભાગી નીચે અને જ્યાં એ ઉભો હતો ત્યાં પહોંચી ગઈ પણ ત્યાં કોઈ ઉભું નહતું ,અદિતિ એ ચારેય બાજુ જોયું પણ દૂર દૂર સુધી કોઈ દેખાતું નહતું ,અદિતિ વિચારવા લાગી હજુ બારી પાસે થી ઉતરે મને બે મિનિટ પણ નથી થઇ તો એટલી વાર માં પૃથ્વી ક્યાં ગાયબ થઇ ગયો ,અદિતિ એ જગ્યા પર ઉભા રહી જોયું તો એના રૂમ ની બારીઓ સ્પષ્ટ દેખાતી હતી,એ થોડી વિચાર માં પડી.એણે પાછળ વળી ને જોયું તો અંધારું ઘનઘોર જંગલ ,એને વિચાર્યું કે પૃથ્વી ભૂલ થી જંગલ માં તો નહિ જતો રહ્યો હોય ,એક તો વિદેશ થી આવ્યો છે અને જંગલ વિષે કઈ જાણતો પણ નઈ હોય ,આ જંગલ તો ખુબ ખતરનાક છે જો વધારે અંદર જતો રહ્યો તો ખોવાઈ જશે , એમ વિચારી અદિતિ એ જંગલ માં પ્રવેશ કર્યો .એ પૃથ્વી ને શોધતી શોધતી જંગલ માં ખુબ અંદર સુધી આવી ગઈ .

 

જંગલ માં અંદર સુધી પ્રવેશ કર્યા પછી એને થોડું ભાન થયું કે જંગલ તો એના માટે પણ અજાણ છે ,એને વિચાર્યું કે એક અજાણ છોકરા માટે હું શું લેવા આટલી મેહનત કરું મને શું ફર્ક પડશે એને કઈ થાય તો ઉપર થી એના કારણે એ આ જંગલ માં ફસાઈ ગઈ .એ થોડી ઘભરાવા લાગી એ રસ્તો શોધવાનો પ્રયત્ન કરતી હતી એવામાં જાત જાત ના પશુઓના અવાજ આવવા લાગ્યા ,એ વધારે ડરી ગઈ .અચાનક એના પાછળ થી કોઈ પવન ની ઝડપે પસાર થઇ ગયું એણે તરત પાછળ જોયું પણ કોઈ હતું નહિ ,અદિતિ બીક ના મારે રોવા લાગી .એક વિચિત્ર પડછાયો અદિતિ તરફ વધી રહ્યો હતો ,અદિતિ ની નજર એના પર પડી એનો શ્વાસ જાણે રોકાઈ ગયો એને ધીમે થી બુમ નાખી "ક્ક્કક્ક્ક ..........કોકોકોક. .....કોણ ....કોણ.....છે ..?? ......કોણ છે ત્યાં ......." સામેથી જવાબ આવ્યો "અહીં શું કરે છે ?? તારે આ જંગલ માં પ્રવેશવાનો કોઈ અધિકાર નથી .જા અહીં થી..ફરી ને પાછી ના આવતી નહિ તો મૃત્યુ ને ભેટીશ .."અત્યંત ભારે અવાજ માં એવો અવાજ સાંભળી અદિતિ ના હોશ ઉડી ગયા .પણ એને થોડી હિમ્મત કરીને કહ્યું "હ્હહહ ......હું .....મારા મિત્ર ને શોધવા આવી છું .....અને રરરરર .....રરસ્તો ...ભૂલી ગઈ છું ...તત્તત ...ત મેં.....કોણ છો ??.એટલું પૂછતાં એ વ્યક્તિ અચાનક જ જાણે અડધી સેકન્ડ માં રોકેટ ની જેમ અદિતિ ની સમક્ષ આવી ગયો અને અદિતિ એનો ચહેરો જોવે એ પેલા એની ફક્ત આંખો દેખાઈ લાલ ઘૂમ કોઈ ભયાનક જાનવર જેવી મોટી અને બિહામણી આંખો, અદિતિ કઈ જોવે એ પેહલા તો અદિતિ ની આંખો બંદ થઇ ગઈ અને તે ગાઢ નિંદ્રા માં જતી રહી અદિતી એ વ્યક્તિ ની હાથો માં પડી .જંગલ માં મંદ મંદ પવન વહેવા લાગ્યો ,એ વ્યક્તિ એ અદિતિ ને હાથો માં ઉઠાવી અને ચાલવા મંડ્યો .જંગલ પોતાના આનંદ વ્યક્ત કરતું હોય એમ લાગતું હતું બધા વૃક્ષો ની ડાળીઓ જોર જોર થી પવન સાથે વહેવા લાગી . 

સવાર પડતા અદિતિ ની આંખ ખુલી તો એ એના પલંગ પર હતી ,એના માટે સૌથી મોટી મુંઝવણ હતી .એ સમજી નહોતી શકતી કે એના સાથે આ શું થઇ રહ્યું છે .એ વિદ્યા ને કહેવા ગઈ પણ પછી રોકાઈ ગઈ એને ખબર પડી કે વિદ્યા એની વાત કોઈ દિવસ નહી માંને .વિદ્યા એની આ બધી હરકતો જોઈ રહી હતી ,એને અદિતિ ને કીધું " ઓયે આ શું નાટક કરે છે ? અને કાલે રાત તું ક્યાં હતી ?".એટલું સાંભળતા અદિતિ ખુશ થઇ ગઈ એને થયું કે હવે વિદ્યા એની બધી વાત સમજી શકશે એને તરત આખી વાત વિદ્યા ને કીધી બધી વાત વિધ્યા ધ્યાન થી સાંભળી રહી હતી.આખી વાત સાંભળ્યા પછી એ હસવા લાગી અને બોલી "મને ખબર જ હતી ....મને ખબર જ હતી કે હું તને પૂછીશ કે તું કાલે રાતે ક્યાં હતી તો તારા આખી રાતના બધા સપના મને કહીશ ,એક નંબર ની ફેંકુ છે તું ...ચલ હવે તારું પત્યું હોય તો તૈયાર થા ..." .એમ કહીને ને જતી રહી .અદિતિ એ નિસાસો નાખ્યો કે એની વાત કોઈ નઈ સમજી શકે .

બધા કોલેજ આવ્યા ,વિદ્યા બધાને અદિતિ ના સપના સંભળાવી ને હસાવતી હતી ,અદિતિ અને વિદ્યા લડતા હતા એવા માં પૃથ્વી કોલેજ માં પ્રવેશ્યો ,કોઈના પણ સામે જોયા વગર સીધો કેન્ટીન માં જતો રહ્યો .એને જોઈને અદિતિ પણ ઉભી થઇ ને એની પાછળ ગઈ ,વિદ્યા અને બધા મિત્રો આ જોઈ રહ્યા હતા કે આ શું થઇ રહ્યું છે .પૃથ્વી કેન્ટીન ની એક ટેબલ પર બેઠો ,અદિતિ પણ એની બાજુ માં આવીને બેઠી .પૃથ્વી એ ગુસ્સાથી અદિતિ સામે જોયું અને બોલ્યો "આ ટેબલ પર હું ઓલ રેડી બેઠો છું ,તને દેખાતું નથી...બીજા ટેબલ પર જા ". અદિતિ નું અપમાન થયું એમાં એને ગુસ્સો આવ્યો એ બોલી " મને તારા ટેબલ પર બેસવાનો કોઈ શોખ નથી ,બસ મારે એજ જાણવું હતું કે કાલે તું મારા રૂરૂમ પાસે ની બારી સામે કેમ ઉભો હતો .?.પૃથ્વી ફરી થી ગુસ્સે થયો " ઓહ હેલ્લો ,કોઈ તારી બારી સામે ઉભું રહેવા માટે નવરું નથી ,પોતાની જાત ને એટલું મહત્વ આપવાની જરૂર નથી .મારી પાસે તો તારી સામે જોવાનો કે વાત કરવાનો પણ ટાઈમ નથી ...એન્ડ પેહલા તો એક વાત કે તું છે કોણ ? ....તું આ કોલેજ માં છે ? ..મેં તો તને કોઈ દિવસ જોઈ નથી ..હું તો એ પણ નથી જાણતો કે તારું નામ શું છે .તારી બધી બેવકૂફ મિત્રો ના કહેવાથી કે કોઈ શરત પુરી કરવા તું અહીં આવી હશે ...પણ સાંભળ તારી આવી કોઈ ચાલાકી મારા આગળ નઈ ચાલે ...સો ગેટ આઉટ ....". અદિતિ ના ગુસ્સા નો પાર ના રહ્યો એ એકદમ ઉભી થઇ ને ખુરશી ને લાત મારી ને જતી રહી .અદિતિ ત્યાથી બબડતી બબડતી કોલેજ ની બહાર જતી રહી ,પૃથ્વી પણ ત્યાં થી ઉભો થઇ ગયો.

અદિતિ રોતી રોતી જંગલ તરફ ભાગી ,એ આગળ જોયા વગર ભાગતી હતી એવાં માં ફરીથી પૃથ્વી સામે આવી ગયો અને તે એને ભટકાઈ ગઈ ,પૃથ્વી એ ફરીથી અદિતિ ને ધમકાવી "તું જોઈ ને નથી ચાલી શકતી ....કે જાણી જોઈને મારી સાથે ભટકાય છે ...અને હવે પાછું રોવાનું ચાલુ કર્યું ,બધી છોકરીઓ ની આ ખાસિયત છે કઈ પણ ભૂલ થાય એટલે રોવા લાગવાનું એટલે ભૂલ તો લોકો ને સામે વાળા ની જ લાગે ". આ સાંભળી અદિતિ બોલી "તારા જેવા છોકરા સાથે તો વાત તો શું તને જોવા પણ નથી માંગતી ,મારા રસ્તા થી હટી જા ..". પૃથ્વી એ એને માર્ગ આપ્યો .એ જંગલ તરફ ભાગવા લાગી,એને જંગલ તરફ જતી જોઈ પૃથ્વીએ એને અટકાવી ." અદિતિ......જંગલ તરફ ના જઈશ ..".આ સાંભળી અદિતિ ઉભી રહી ગઈ .પૃથ્વી ના અવાજ માં એને ઘભરાહટ નો અહેસાસ થયો .એ બોલી " તને તો મારુ નામ પણ ખબર નહતી અને તને શું ફર્ક પડે હું જ્યાં જવ ".પૃથ્વી એ વાત કાપી " મને કોઈ ફર્ક નથી પડતો , અને જંગલ તારું ઘર નથી જે દરેક વખતે તું જંગલ માં ભાગી જાય છે, કોઈક દિવસ પાછી પણ નાઈ આવી શકે ,વારં વાર કોઈ બચાવવા નહિ આવે ......અને આ જંગલ પર તારો કોઈ અધિકાર નથી ."એટલું બોલી પૃથ્વી ત્યાંથી ઝડપ થી જતો રહ્યો.

અદિતિ હવે મન માં વિચારવા લાગી " એને કેમ ની ખબર પડી કે હું વારે વારે જંગલ માં જવ છું..એને મારુ નામ ખબર હતી તો પણ એ મારા થી ખોટું કેમ બોલ્યો...હું જંગલ માં જતી હતી ત્યારે એના અવાજ માં અને ચેહરા પર ડર કેમ હતો. ...અને આ જંગલ પર તારો કોઈ અધિકાર નથી ...આ વાક્ય તો કાલે રાતે મેં જંગલ માં સાંભળ્યું હતું .....આ પૃથ્વી આટલો રહસ્યમયી કેમ છે???

 

આખરે શું છે પૃથ્વી નું રહસ્ય ? અદિતિ નો જંગલ સાથે શું સંબંધ છે ? 

વધુ આવતા ભાગ માં ............................................................................................................................................

 

***

Rate & Review

Harsh Rathod 2 weeks ago

Mira Rajput 4 weeks ago

Bhavesh Sindhav 4 weeks ago

Rajni Dhami 1 month ago

Punam 1 month ago