પૃથ્વી:એક અધૂરી પ્રેમ કથા ભાગ-11

અવિનાશે સૌથી આખરી પ્રાણ હરણ શક્તિ નો ઉપયોગ કરવા માટે હાથ ઉગામ્યો,

ત્યાં પાછળ થી સુસવાટા મારતા વાવજોડા ની જેમ પૃથ્વી એ અવિનાશ ને પકડી ને દૂર ઝાડીયો માં ફેંકી દીધો.

એ તરત સ્વરલેખા પાસે પહોચ્યો , સ્વરેલખા અર્ધ ચેતન અવસ્થા માં પડ્યા હતા. એણે સ્વરલેખા ને ઉઠાવી એક ઝાડ ના ટેકા પર બેસાડયા, એટલામાં વીરસિંગ ત્યાં આવી પહોચ્યા એમને સ્વરલેખા ને સંભાળ્યા.

અવિનાશ પાછો ઊભો થઈ આવ્યો .

અવિનાશ : This is cheating man. સામે થી વાર કર જો મર્દ હોય તો.

પૃથ્વી : તારા જેવા લોકો માટે તારા જેવુ જ થવું પડે છે.

અવિનાશ : I am very glad , કે તું મારા માથી કઈક શીખ્યો.

And મારો target તો તું જ હતો, આતો બહેનાં વચ્ચે આવી ગઈ.don’t you worry. હવે next તું જ છે .

એટલું કહી ને એણે પૃથ્વી પર હુમલો કર્યો. પણ પૃથ્વી ત્યાં થી દૂર જતો રહ્યો.

પૃથ્વી : તને શું લાગે છે? છલ ફક્ત તારા જોડે છે.

અવિનાશ : impressive . ...

અવિનાશ એ સતત મારક શક્તિ નો પ્રહાર ચાલુ કર્યો પણ પૃથ્વી પોતાની અદ્વિતીય ઝડપ થી દરેક પ્રહાર થી બચી ગયો.

અવિનાશ ને ગુસ્સો આવવા લાગ્યો, એણે અલગ અલગ મંત્ર વડે પૃથ્વી ને રોકવા નો પ્રયાસ કર્યો. પણ પૃથ્વી આ વખતે અવિનાશ ના બધા જ પ્રહાર માટે સક્ષમ હતો.

અવિનાશ અને પૃથ્વી એક બીજા સાથે લડવા માં વ્યસ્ત હતા પાછળ થી વીર સિંઘ એ મોકા નો ફાયદો ઉઠાવી અવિનાશ ને જકડી લીધો.

પૃથ્વી તરત નજીક આવી ને અવિનાશ પર જોરદાર પ્રહાર કર્યા. આટલો માર માર્યા બાદ પૃથ્વી એ પોતાના Fangs (રાક્ષી દાંત ) થી અવિનાશ ની ગરદન પર Bite કર્યું અને એના શરીર માં થી લોહી ચૂસવા લાગ્યો.

અવિનાશ હવે અશક્ત થવા લાગ્યો.

એવું જણાતું હતું કે હવે અવિનાશ નું બચવું અશક્ય છે, પણ

અચાનક પાસેની ઝાડી માથી એક ચાંદી થી મઢેલું તીર આવીને પૃથ્વી ના જમણા ખભા માં ઉતરી ગયું.

ચાંદી નો સ્પર્શ થતાં જ પૃથ્વી એ અસહ્ય ચિત્કાર કર્યો અને અવિનાશ ને છોડી ને જમીન પર ઊંધો ઢળી પડ્યો.

વીરસિંઘ આ જોતા જ અવિનાશ ને છોડી ને પૃથ્વી ને બચાવવા તીર ખેંચવા ગયા પણ ચાંદી નો સ્પર્શ સહન ના કરી શક્યા અને હાથ દાજી ગયા. પૃથ્વી પીડા માં તડપી રહ્યો હતો. તીર માં રહેલું ચાંદી એના શરીર માં ઉતરી રહ્યું હતું.

આ તીર જે ઝાડી માંથી નિકળ્યું હતું ,એ માંથી શસ્ત્ર સજ્જિત રઘુવીર નીકળ્યા અને અવિનાશ પાસે પહોચ્યા.અવિનાશ ને ઊભો કર્યો.

અવિનાશ : Right time પર entry કરી છે બાકી.

રઘુવીર હસવા લાગ્યા “ આ ક્ષણ ની તો વર્ષો થી રાહ જોવું છું , મારૂ તીર કેટલાય વર્ષ થી પૃથ્વી ના રક્ત નું તરસ્યું હતું આજે એ પોતાની સંપૂર્ણ તરસ છિપાવશે”.

પૃથ્વી જમીન પર પડ્યો પડ્યો તડપતો હતો, વીરસિંઘ ઊભા થયા અને અવિનાશ અને રઘુવીર પર પ્રહાર કરવા ગયા.

રઘુવીર એ એમની Bag માં થી લાકડા નું ખંજર વીરસિંઘ ના પેટ માં ઉતરી દીધું, ખંજર નો હાથો ચાંદી નો હતો અને વીરસિંઘ ના હાથ પહલે થી જ દાજેલા હતા એટ્લે એ ખંજર કાઢી શકાય એમ નહોતું એટલામાં અવિનાશ એ ફરીથી વીરસિંઘ પર મારક મંત્ર નો પ્રહાર કર્યો, ઘાયલ વીરસિંઘ દૂર ઊછળી ને અર્ધમૃત અવસ્થા માં પડ્યા.

અહી પૃથ્વી , સ્વરલેખા અને વીરસિંઘ ત્રણેય જમીન પર તડપી રહ્યા હતા.

અવિનાશ : આ તો વિચાર્યા કરતાં ઘણું સરળ હતું.

રઘુવીર : સાથે મળીને કામ કર્યું એટ્લે બધા ને હરાવી શકયા , નહીં તો હું કેટલા time થી પૃથ્વી નો પીછો કરું છું.

અવિનાશ: હા એતો છે, ચાલો હવે અધૂરું કામ પૂરું કરો અને આ બધા ને મારી ને ધરતી પર થી ભાર ઓછો કરો , મારે હજુ બીજા ઘણા કામ છે.

રઘુવીર એ ફરીથી એક તીર કાઢ્યું અને પૃથ્વી ના હદય તરફ નિશાન સાધ્યું.

અવિનાશ તીર છૂટવાની રાહ જોતો હતો.

રઘુવીર એ તીર છોડ્યું પણ અવિનાશ ને ખબર જ ના પડી કે તીર છૂટ્યા પછી તીર અને રઘુવીર ક્યાં ગાયબ થઈ ગયા. ખાલી એટલું સમજાયું કઈક પવન ની લહેર આવી.

અવિનાશ એ જોયું કે તીર તો પૃથ્વી ને વાગ્યું નથી તો તીર છૂટી ને ગયું ક્યાં ? અને રઘુવીર તો મારા પાસે ઊભા હતા તો એ ક્યાં ગયા ?

એ ચારેકોર રઘુવીર ને શોધવા લાગ્યો.

અવિનાશ એ જોર થી બૂમ લગાવી “ રઘુવીર....... રઘુવીર ......”

ત્યાં જ રઘુવીર નો દેહ હવા માં ઊછળી ને અવિનાશ ના પગ પાસે આવીને પડ્યો, એમનો આખો દેહ લોહી થી ખરડાયેલો હતો , અવિનાશ આ જોઈ ને ઘભરાઈ ગયો.

અવિનાશ : આ ત્રણેય તો અહી પડ્યા છે તો આ કામ કોનું હોય શકે ?

ત્યાં ફરીથી કોઈક અવિનાશ ની પાસે થી ગુજરી ગયું પણ એની જડપ એટલી હતી કે અવિનાશ ને કઈ સમજ ના પડી.

પણ અવિનાશ ને નજર જયારે પૃથ્વી પર પડી ત્યારે પૃથ્વી ના ખભા પર ઘૂસેલું તીર અને દૂર પડેલા વીરસિંઘ ના પેટ માં ઘૂસેલું ખંજર ગાયબ હતું, અવિનાશ અચરજ માં પડી ગયો કે આ શું થઈ રહ્યું છે ?

અવિનાશે આહવાન મંત્ર નો ઉપયોગ કર્યો આ એક એવો મંત્ર હતો કે ચારેય બાજુ માં થી કોઈ પણ જીવ ને સમક્ષ લાવી મૂકે.

એક અંધારી ઝાડી માં થી એક પડછાયો અવિનાશ તરફ વધી રહ્યો હતો .

અવિનાશ : કોણ છે ? કોણ છે ત્યાં ?

મંદ ચાંદની માં પડછાયો થોડોક સ્પષ્ટ થયો , લાંબા કાળા ખુલ્લા વાળ, કાળા કપડાં, તાજા શિકાર કરીને આવેલા સિંહ ની જેમ મોઢા પર થી ગાળા સુધી લોહી ટપકતું હતું. લાંબા Fangs જે છેક નીચે ના હોઠ થી પણ નીચે હતા. પણ આટલી ભયંકરતા સિવાય અત્યંત સુંદર નીલી આંખો, કમળ ની દાંડી થી પણ કોમલ હાથ અને અપ્સરા ને પણ શરમાવે એવું રૂપ.

આ સ્ત્રી બીજું કોઈ નહીં પણ વિશ્વા હતી.

વિશ્વા : મે તો એવું સંભાળ્યું હતું કે અમારો દુશ્મન ખૂબ જ ખતરનાક છે પણ ... આતો એક સ્ત્રી થી ડરી ગયો.

અવિનાશ : સ્ત્રી ? આટલી સુંદર સ્ત્રી માં આટલી ક્રૂરતા મે કોઈ દિવસ જોઈ નથી. કોણ છે તું ?    

વિશ્વા : તું જાણી ને શું કરીશ ?

અવિનાશ : કઈ નહીં બસ એમ જ General Knowledge

વિશ્વા : તે મારા ભાઈ પર પ્રહાર કરી ને બહુ મોટી ભૂલ કરી છે. આ તારા જીવન ની આખરી ભૂલ છે

અવિનાશ : ભાઈ ? મતલબ તું આ પૃથ્વી ની બહેન છે ?

વિશ્વા : તું જાણતો જ નથી કે હું શું છું ? કેટલાય vampires ભેગા થઈ ને જેને કાબૂ ના કરી શક્યા , એ ખૂંખાર અને આદમખોર વિશ્વા છું હૂ.

અવિનાશ : ઓહ હો હો .... મે સાંભળ્યુ હતું કે 70 વર્ષ પેહલા કોઈ એક vampire આદમખોર થઈ ચૂક્યો છે અને એને એના જ ભાઈ એ જમીન ના પેટાળ માં બંદી બનાવી દીધો હમેશા માટે . પણ મને એ ખબર નહોતી કે એ આદમખોર એક સ્ત્રી છે. અને તને બંદી બનાવવા વાળો પૃથ્વી છે જેને તું આજે બચાવવા આવી છે.

વિશ્વા : એ અમારો પ્રશ્ન છે , એને જે પણ કર્યું એ એની જગ્યાએ સાચો હતો અને મારા માટે મારા ભાઈ થી વધીને કઈ નથી .

અવિનાશ : આંખો મે આંસુ આ ગયે ... હૂહ

Actually મે 70 વર્ષ પેહલા એક આદમખોર નો બહુ પીછો કર્યો હતો પણ સદનસીબે એ મને મળે એ પેહલા અમારા લોકો એ જ મને બંદી બનાવી લીધો.આમ જોઈએ એ તો આપની કહાની same છે, મને પણ અમારા લોકો એ બંદી બનાવ્યો અને તને પણ અને મજા ની વાત એ છે કે આ બંને ઘટના માં મારી બહેન સ્વરલેખા શામેલ હતી, ચલ એને મારી દઈએ, મજા આવશે       

 વિશ્વા :  એની સાથે હું મારી રીતે જોઈ લઇશ તું તારું વિચાર , નસીબ તો તારું સારું હતું કે તું મને પેહલા ના મળ્યો નહીં તો આજે તારા મૃત્યુ ની 70 મી પુણ્યતિથિ પર લોકો તને ફૂલ ચડાવતા હોત.

અવિનાશ : Brilliant....  પહલી વાર કોઈ મારા ટક્કર નું આવ્યું છે

આજે મજા આવશે

વિશ્વા : તારી ઇચ્છા હું પૂરી કરી દવ

વિશ્વા વેગ થી અવિનાશ ને જપટો માર્યો , અવિનાશ નીચે પડી ગયો ,પણ પુનઃ ઊભો થઈ ગયો. અવિનાશે dark magic થી વિશ્વા ને રોકવા નો પ્રયત્ન કર્યો પણ , વિશ્વા અવિનાશ ના અનુમાન કરતાં અત્યંત શક્તિશાળી હતી .

અવિનાશે પોતાની સંપૂર્ણ શક્તિ લગાવી ને વિશ્વા ને બંદી બનાવી અને ચાંદી નું તીર વિશ્વા તરફ ફેંકયું.

વિશ્વા અવિનાશ ના બંધન માં થી મુક્ત થઈ ગઈ અને તીર હાથ માં પકડી ને તોડી નાખ્યું ચાંદી થી એના હાથ દાજયા પણ એ ખૂબ ખૂંખાર હતી .

હવે વિશ્વા ના ગુસ્સા નો પર ના રહ્યો એને અવિનાશ ને ઉઠાવી ને નીચે પટ્કી દીધો અને એના તીક્ષ્ણ fangs ની મદદ થી ગરદન પર એવો જોરદાર પ્રહાર કર્યો કે , અવિનાશ ના ગરદન પર લોહી ના ફુવારા ઊડી ગયા ,વિશ્વા એ એનું રક્તપાન કરીને એની ગરદન મરોડી ને દૂર ફેંકી દીધો.

વિશ્વા નો આખો ચેહરો અવિનાશ રક્ત થી લથપથ હતો.

રઘુવીર થોડાક ભાન માં આવ્યા એ ધીમેક થી ઊભા થઈ ને એમાં Bag માંથી લસણ ના ગંદ વાળો smoke bomb ફેંક્યો જેથી ચારેબાજુ ધુમાડો થઈ ગયો અને વિશ્વા ને દેખાતું બંદ થઈ ગયું , અવસર નો લાભ લઈ રઘુવીર અવિનાશ ને ઉપાડી ને પલાયન કરી ગયા. થોડીક ક્ષણો માં વિશ્વા ને બધુ દેખાવા લાગ્યું , એને ધ્યાન ગયું કે અવિનાશ અને રઘુવીર ગાયબ છે પણ એમનો પીછો કરવા કરતાં એ પૃથ્વી અને બાકીના ને સાચવવા એ તરફ ગઈ. વિશ્વા એ ત્રણેય ને ઘરે પહોચડ્યા .

સ્વરલેખા સ્વસ્થ જણાતા હતા , વીરસિંઘ પણ ખંજર નીકળી ગયા બાદ સ્વસ્થ હતા પણ પૃથ્વી નું તીર નીકળી ગયા બાદ પણ અમુક ચાંદી ના ટુકડા એના શરીર માં હજુ પણ હતા.

એટ્લે એ હોશ માં આવ્યો નહોતો .

વિશ્વા : આ ભાન માં કેમ નથી આવતો ?

સ્વરલેખા: તીર માં જે ચાંદી હતું એના અમુક અંશ હજુ પણ પૃથ્વી ના રકત પરિવહન માં છે , જ્યાં સુધી એ ચાંદી બહાર નહીં આવે ત્યાં સુધી એ ભાન માં નહીં આવે.

અને  જો ........

વિશ્વા : જો  ? ..... જો શું ?

સ્વરલેખા : જો એ ચાંદી પૃથ્વી એના હદય માં પહોચી ગયું તો ....પૃથ્વી સદાય માટે બધા ને છોડી જતો રહેશે.

વિશ્વા : નહીં.......એ શક્ય નથી. તમે કઈક કરો

સ્વરલેખા : આનો મારી પાસે કોઈ ઉપાય નથી બસ થોડીક જ ક્ષણો માં ચાંદી વાહન થતું થતું હદય સુધી પહોચી જશે .

વિશ્વા : કેટલો સમય છે ?

સ્વરલેખા : હવે તો મિનિટ પણ નહીં અમુક જ ક્ષણ બચી છે  

 અમુક અંતિમ ક્ષણો ............

જોડાયેલા રહો.    

***

Rate & Review

Kanzariya Jayesh 4 weeks ago

Menka Patel 1 month ago

Sapna Patel 1 month ago

parash dhulia 2 months ago

Bhavesh Sindhav 2 months ago