પૃથ્વી-એક અધૂરી પ્રેમ કથા ભાગ-7

અદિતિ એના ક્લાસ તરફ આગળ વધી રહી હતી અને અચાનક એનું મોઢું દબાવી ને કોઈક અંદર ખેચી ગયું અને બાજુ વાળા બંધ રૂમ માં લઈ ગયું. અદિતિ ખૂબ જ ડરી ગઈ. અંદર રૂમ માં જતાં જ એ વ્યક્તિ એ અદિતિ ને છોડી દીધી અદિતિ તરત દૂર ખસી ગઈ એને પાછળ વળીને ને જોયું તો એ વ્યક્તિ એ મોઢા પર રૂમાલ ઢાંકેલો હતો. અદિતિ એ ઘભરાતા પૂછ્યું “ક...કોણ છો તમે ?”

એ વ્યક્તિ ભારે અવાજ માં બોલ્યો “હવે તને મારા થી કોઈ નહીં બચાવી શકે. ” .

અદિતિ : પ્લીઝ મને જવા દો મે શું બગાડ્યું છે તમારું ?

એ વ્યકિત : તમે મારી એક ચીજ ચોરી લીધી છે ..એની કિમ્મત તો ચૂકવવી પડશે.

અદિતિ : ચોરી ? અને હું ? તમને કોઈ misunderstanding થઈ છે . મે શું ચોરી કર્યું ?

એ વ્યક્તિ : મારૂ દિલ .

અદિતિ : what ?

એ વ્યક્તિ એ રૂમાલ હટાવ્યો એ બીજું કોઈ નહીં પણ અવિનાશ હતો. એ જોર જોર થી હસવા લાગ્યો .

અદિતિ જોયું કે આ તો અવિનાશ છે એને એનું purse છૂટું ફેક્યું અવિનાશ પર.

અવિનાશ : સોરી યાર .... મજાક કરતો હતો , પણ મને નહોતી ખબર કે તું આટલી બધી ડરપોક છે ?

અદિતિ : તને મજાક લાગે છે ...મારો જીવ અધ્ધર થઈ ગયો હતો. હજુ પણ heartbeat કેટલા ફાસ્ટ છે .

અવિનાશ :જોવા  દે ...કેટલા ફાસ્ટ છે .

અવિનાશ અદિતિ ની નજીક આવ્યો ..પણ અદિતિ દૂર ખસી ગઈ.

અદિતિ : કોઈ જરૂર નથી .................. . એ છોડ મને એ કે તું અહી શું કરે છે ?

અવિનાશ : બસ તને surprise આપવા પહોચી ગયો.

અદિતિ : oh nice.................  પણ હવે સાચું બોલ .

અવિનાશ : એક good news છે.

અદિતિ : શું ?

અવિનાશ : મે તમારી કોલેજ માં જ એડ્મિશન લીધુ છે .

અદિતિ : ઓહ સરસ .... But wait તું તો એમ કહતો હતો કે foreign માં તારું study complete કરીને આવ્યો છે.

અવિનાશ : હા પણ ...... પેહલા તો તું કોઈ ની વાત પૂરી સાંભળતી નથી.મે admission લીધું તો છે પણ as student નહીં as teacher .

અદિતિ : હું કઈ સમજી નહીં.

અવિનાશ :આજ થી હું તમારો music teacher છું .

અદિતિ : oh ....... music ? અને તું ? આવડે છે કે બસ એમ જ .

અવિનાશ : ઓહ હેલ્લો .. મે foreign માં music પર master કર્યું છે .

અદિતિ : ok . but મને એવું હતું કે તારે આવી જોબ ની કોઈ જરૂર નથી...I mean .. તારે પૈસા ની એવી ક્યાં જરૂર છે .You were already belong to wealthy family.

અવિનાશ :oh  no . you mistaken me . હું salary પર job નથી કરતો બસ મને તો સંગીત પર પ્રેમ છે . અને સંગીત શીખવા વાળા પર પણ.

અદિતિ : તમારો પ્રેમ તમારી પાસે રાખો .because I hate music

અવિનાશ : doesn’t matter . તો પણ તારે તો મારા ક્લાસ માં આવવું પડશે.

અદિતિ : એવી જબરદસ્તી ના હોય.

અવિનાશ : અરે યાર એક ક્લાસ માટે તો આવ. Look.....  આખા શહેર માં હું કોઈ ને જાણતો નથી .you are my one and only friend. ખાલી એક વાર આવ બધા સાથે introduction થઈ જાય પછી ના આવતી અને તું એક વાર આવીશ તો મારા .... i mean સંગીત ના પ્રેમ પડી જઈશ .

અદિતિ : ok ok . બહુ મોટી નોટંકી છે તું . ચલ bye ... મારે ક્લાસ છે .

અદિતિ ત્યાં થી નીકળી ગઈ .

અવિનાશ (મનમાં) : આ તો શરૂઆત છે નંદિની .તું મારા થી દૂર રહી જ નહીં શકે . મારો જાદુ જ એવો છે હું કોઈ પણ ને વશ માં કરી શકું છું . see you soon baby .

આ બાજુ પૃથ્વી ક્લાસ માં બેઠો હતો . અને પાછળ બીજી છોકરીઓ વાતો કરતી હતી .

“ hey girls ..તમને ખબર છે આપની કોલેજ માં એક ખૂબ જ handsome music teacher આવ્યા છે. એનું નામ અવિનાશ છે”.

પૃથ્વી એ અવિનાશ નું નામ સાંભળ્યુ અને ઊભો થઈ ગયો .એ બહાર ભાગ્યો અને અદિતિ ને શોધવા લાગ્યો .એને દૂર જોયું તો અદિતિ સામે થી આવતી હતી પણ અવિનાશ એની પાછળ પાછળ આવતો હતો.પૃથ્વી ગુસ્સે ભરાયો એ અદિતિ ની સામે ગયો. અદિતિ એ જોયું કે પૃથ્વી ખૂબ જ જડપ થી એની એની તરફ આવી રહ્યો છે . એ ઊભી રહી ગઈ .પાછળ થી અવિનાશ અદિતિ પાસે પહોચી ગયો.

અવિનાશ : અદિતિ .. હું તને એમ પૂછતો તો કે તને કયું instrument ગમે છે .

અદિતિ કઈ બોલે એ પેહલા પૃથ્વી એ બંને ના વચ્ચે આવીને ઊભો રહી ગયો.   

પૃથ્વી : એને music ગમતું નથી .so please get find another one .

અવિનાશ: oops ... the mystery guy . again ....યાર તમારો પ્રોબ્લેમ શું છે બધે વચ્ચે આવી જાઓ છો

પૃથ્વી : વચ્ચે હું નહીં ...તું આવ્યો છે . તું જે કોઈ પણ છે હું તપાસ કરી જ લઇશ .

અવિનાશ : શેની વાત કરો છો ?મને કઈ સમજાતું નથી .

અદિતિ : બસ હવે બહુ થયું પૃથ્વી ... તને અવિનાશ થી પ્રોબ્લેમ શું છે ? એ આપણાં ટીચર છે આજ થી . so respect him . હું ક્લાસ માં જાવ છું .

અદિતિ નીકળી ગઈ ..હવે અવિનાશ અને પૃથ્વી એકલા ઊભા હતા.  

અવિનાશ : સાંભળ્યુ .... શું કીધું એણે ? respect me . ચલ ખસ મને જવા દે અદિતિ જોડે.

પૃથ્વી એ ફરીથી અવિનાશ ને રોક્યો.

પૃથ્વી : જ્યાં સુધી તું તારી સચ્ચાઈ નહીં  જણાવે હું તને જવા નહીં દવ .તું જાણતો નથી હું કોણ છું .

અવિનાશ :  wait wait ... i am scared of you.

હસવા લાગ્યો.

અવિનાશ : બેટા ....તું નથી જાણતો હું કોણ છું . અને આવી નાની નાની ધમકી તો 1st standard માં ભણતા છોકરા ને પણ નથી આપતો . તું બહુ કાચો છે .જા પાક્કો થા પછી આવજે .

પૃથ્વી : vampire – werewolf વિષે શું જાણે છે તું ?

અવિનાશ : બહુ ખાસ નહીં .બસ એટલું જ કે આ દુનિયા ના સૌથી નબળા ડરપોક અને ભદ્દા જીવ છે .એમને જીવવાનો કોઈ હક નથી એમને તો હથેળી માં મૂકીને મસળી નાખવા જોઈએ . and my friend હવે એ સમય દૂર નથી . because i am back now

પૃથ્વી : લાગે છે તું હજુ ઊંઘ માં છે .

અવિનાશ : ઊંઘાડીશ તો હું ...તમને લોકો ને ....સદાય માટે .. a deep sleep . so my dear little vampire. Stay awake ...

પૃથ્વી : એતો સમય બતાવશે કે કોણ કોના પર ભારે છે .

અવિનાશ : you know ... i love challenge.

એટલું બોલી એને પૃથ્વી નો હાથ પકડ્યો અને કઈક અલગ ભાષા માં મંત્ર બોલ્યો એટલામાં પૃથ્વી ને આંખે અંધારા આવી ગયા અને એ કોઈ અલગ દુનિયા માં જ પહોચી ગયો .

પૃથ્વી એની vampire બન્યા પેહલા ની દુનિયા માં પહોચી ગયો. એમાં એ એક રસ્તા પર ઘોડો લઈને જઇ રહયો હતો . એકદમ જૂના જમાના વાળો પહેરવેશ . એ જંગલ માં થી પસાર થઈ રહ્યો હતો. અને પાછળ થી બીજા ઘોડા પર સવાર એક વ્યક્તિ એ પૃથ્વી ને ધક્કો માર્યો અને એ ઘોડા પર થી નીચે પડી ગયો . બીજો ઘોડો એની પાસે આવીને ઊભો રહી ગયો . એ વ્યક્તિ નીચે ઉતર્યો એની હાથ માં તલવાર હતી એનું મોઢું ઢાંકેલું હતું. એને પૃથ્વી ના ગરદન પર તલવાર મૂકી . પૃથ્વી એ વ્યક્તિના સામે જોયું એને તલવાર સમેત એ વ્યક્તિ ને ખેચી લીધો એ પૃથ્વી ના ઉપર પડ્યો અને તલવાર દૂર પડી ગઈ .

પુરાણી ઇમારત ના કાચા ઘડાયેલા ઈંટો ના ઢગલા ની જેમ બંને એકબીજા પર પડ્યા હતા .  

પૃથ્વી :તમને શું લાગે છે ? કે તમારા પૃથ્વી ને ખબર નહીં પડે . તમે કોણ છો .

પૃથ્વી એ ધીમેક થી કપડું એના મોઢા પર થી હટાવ્યું .. એક સુંદર ચહેરો સામે આવ્યો. એ ચેહરો નંદિની (અદિતિ)  નો હતો.

જૂના પહેરવેશ માં અદિતિ નો ચેહરો સૂર્ય સમાન દેદીપ્યમાન હતો . એના ચહરાની ની મુસ્કાન શીતળ ચંદ્રમા ની ચાંદની સમાન પૃથ્વી ને ઠંડક પહોચડતી હતી .એના ચહરા પર આવેલી એની જુલ્ફો  અમાવસ્યા ની કાળી રાત માં ખરતા તારા ના તેજ પ્રકાશ ના લીસોટા ની જેમ લહેરાઈ રહી હતી.

પૃથ્વી એ પ્રેમ થી એના હાથ વડે નંદિની ના ચહેરા પર થી જુલફો ને હટાવી.

નંદિની : તમને કેમ ખબર પડી કે આ કોઈ સિપાહી નહીં અમે છીએ .

પૃથ્વી મંદ હસ્યો . “તમને ઓળખવા માટે મારે તમારો ચેહરો જોવાની કોઈ જરૂર નથી , તમારી આવ્યા પેહલા તમારા હદય ના ધબકાર મને સંભળાય જાય છે .તમારા શરીર ની આ સુગંધ થી મને ખબર પડી કે તમે મારો પીછો કરી રહ્યા હતા. અને અંતે તમારી આ આંખો જે નજરગઢ ના શિવસાગર સરોવર કરતાં પણ ગહેરી છે ... જે આંખો ના ઇશારા પર પૃથ્વી ના શ્વાસ ટકેલા છે આ આંખો ને હું લાખો ના ટોળાં માં થી પણ શોધી શકું.

પૃથ્વી ધીમે ધીમે અવિનાશ દ્વારા મોકલવામાં આવેલા ભૂતકાળ માથી બહાર આવ્યો . અવિનાશ સામે ઊભો હતો .

અવિનાશ : અત્યાર સુધી જોયેલા vampires માં તો તું સૌથી નબળો નીકળ્યો .

પૃથ્વી : મારી યાદો સાથે છેડછાડ કરવાની તારી હિમ્મત કઈ રીતે થઈ .

અવિનાશ : અત્યારે તો ફક્ત તારી યાદો માં ઘૂસયો છું હવે નંદની ને તારી યાદો માથી છીનવી લઇશ .

પૃથ્વી ના ગુસ્સા નો પર ના રહ્યો .એની આંખો માં પરીવર્તન આવવા લાગ્યું એના આગળ ના બે દાંત જંગલી પશુ ની જેમ બહાર આવ્યા . એ પૂર્ણ vampire ના રૂપ માં આવી ગયો . એને જોર થી અવિનાશ પર પગ થી પ્રહાર કર્યો . અવિનાશ ઉછળીને જંગલ તરફ પડ્યો .પૃથ્વી એની પાછળ વાયુવેગે ભાગ્યો . એણે અવિનાશ ને પુનઃ પકડ્યો અને દૂર જંગલ માં ઢસડી ગયો

દૂર જંગલ માં જઇ ને પટક્યો .

પૃથ્વી : તે મારા અંદર ના જાનવર ને જગાવીને ભૂલ કરી છે .

અવિનાશ જમીન પર પડ્યો હતો તો પણ જોર થી હસવા લાગ્યો .

અવિનાશ : તું જાનવર તો છે જ પણ બેવકૂફ પણ છે .ત્યાં કોલેજ માં હતો એટ્લે સુરક્ષિત હતો . પણ હવે ? તને મારા થી કોણ બચાવશે ?

પૃથ્વી અવિનાશ તરફ તેજી થી ધસ્યો. પણ અવિનાશ પલવાર માં ગાયબ થઈ ગયો . પૃથ્વી એણે ચારેકોર શોધવા લાગ્યો .

પાછળ થી અવાજ આવ્યો “ ઓય જાનવર આ બાજુ છું”

પૃથ્વી એ બાજુ ભાગ્યો પણ અવિનાશ ત્યથી પણ અદ્રશ્ય થઈ ગયો .   

પૃથ્વી બેબાકળો થઈ ને ગુસ્સામાં આમતેમ ભાગવા લાગ્યો અવિનાશ ના જાદુઇ પ્રપંચ માં એ મુંજાઈ ગયો.  જ્યારે એ થાકીને બેસી ગયો .ત્યારે અવિનાશ એ પાછળ થી અચાનક હુમલો કર્યો એણે એક લાકડા મોટો અણીદાર ટુકડો પાછળ થી પૃથ્વી ના પીઠ માં આરપાર ભોકી દીધો .

પૃથ્વીએ જોર બૂમ પડી “ નંદિની ................”

અદિતિ ક્લાસ માં બેઠી હતી આ અવાજ ફક્ત એણે સંભળાયો, એ ઊભી થઈ ગઈ , એ જંગલ તરફ ભાગી .

અવિનાશ : ડરપોક...............  આટલી નાની વાત માં ક્યાં વચ્ચે નંદિની ને બોલાવે છે

પૃથ્વી : કાયર તો તું છે ...પીઠ પાછળ વાર કરે છે ..એટલી જ હિમ્મત હોય તો સામે આવીને કેમ નથી લડતો .

અવિનાશ : actually સામે છાતી એ લડવું... that is not my type.દેખ ભાઈ પ્રેમ અને લડાઈ માં બધુ જ ચાલે અને આપણી situation માં તો મારો નંદિની પ્રત્યે પ્રેમ પણ છે અને તારા સાથે fight પણ . so itsfair enough thecheating. What say ?

અવિનાશ હસવા લાગ્યો . પૃથ્વી જમીન પર તડપતો હતો .

અવિનાશ : દેખ ભાઈ બહુ ટાઇમ થઈ ગયો ... i am getting boar now . મને ખબર છે જ્યાં સુધી તમને હદય માં લાકડું કે ખંજર નહીં ભોકીએ તમે મારશો નહીં . બહુ જિદ્દી છો યાર ...ચલ ને મર ને ફટાફટ મોડુ થાય છે મારે ...આજે મારો પહલો ક્લાસ છે યાર. લાવ તારું કામ હું આસાન કરી દવ.

અવિનાશ એ પૃથ્વી ના પીઠ પર થી લાકડું ખેંચ્યું અને હદય તરફ વાર કરવા ગયો .

એટલામાં પાછળ થી વાવજોડા જેટલી ગતિ થી વીરસિંઘ આવી પહોચ્યા એમને ઝટકા થી અવિનાશ ને પાછળ થી પકડ્યો અને દૂર ફેંકી દીધો .અને પૃથ્વી ને ઊભો કર્યો . પૃથ્વી હજુ ઘાયલ હતો એના ઘા ધીમે ધીમે ભરતા હતા પણ એ સંપૂર્ણ સ્વસ્થ નહોતો . અવિનાશ ફરી થી કપડાં પર ધૂળ ખંખેરતો સામે આવ્યો .

અવિનાશ : તમને લોકો ને ખબર છે કેટલા મોંઘા કપડાં છે ?

ઓહો પૃથ્વી ના daddy આવ્યા છે .... તમારા છોકરા ને સ્કૂલ થી લેવા આવ્યા છો ? જોવો તમારો છોકરો કેટલી મસ્તી કરે છે પણ છેલ્લે તો માર જ ખાય છે .

વીરસિંઘ :  તું ભૂલે છે ....તે પૃથ્વી પર ના સૌથી ખતરનાક જીવો સાથે વેર કર્યું છે .

અવિનાશ : એમ ?

વીરસિંઘ અવિનાશ સામે ધસી ગયા , અવિનાશ એ એના જાદુ ના પ્રપચ ચાલુ કર્યા . અને ગાયબ થઈ ગયો . થોડી થોડી વારે અલગ અલગ જગાએ દેખાવા લાગ્યો . પૃથ્વી એ વીરસિંઘ ને કહ્યું “આ એની માયાજાળ છે એને પકડવાનો એક જ રસ્તો છે”.

પૃથ્વી એ વીરસિંઘ ને ઈશારો કર્યો . વીરસિંઘ સમજી ગયા.

વધુ આગળ ના ભાગે ...........................................................................

જોડાયેલા રહો નવલકથા પૃથ્વી : એક અધૂરી પ્રેમ કથા .      

***

Rate & Review

Kanzariya Jayesh 4 weeks ago

Menka Patel 1 month ago

Mira Rajput 1 month ago

parash dhulia 2 months ago

Harsh Rathod 2 months ago