Premrang - 2 books and stories free download online pdf in Gujarati

પ્રેમરંગ - ૨

મારા પ્રેમરંગ ના પ્રથમ ભાગમાં મારી અને વર્ષા ની પસંદગી એકજ ગ્રુપમાં થઈ ત્યાં સુધી તમે વાંચ્યું...
અમારી પસંદગી એક ગ્રુપમાં થયા બાદ જ્યારે પ્રેક્ટિકલ માટે અમે રસાયણશાસ્ત્ર ની લેબમાં ગયા ત્યારે ત્યાં અમારા સિવાય બીજા 16 સ્ટુડન્ટ હાજર હતા પણ લેબમાં બધુજ બ્લર(ધૂંધળું) દેખાય અને મને એજ ક્લીઅર દેખાય મારી નજર એના સાદગી ભર્યા હુસન થી દૂર થતી જ નહોતી. દિલના તારની વાચા હતી કે...
" તને જોયા પછી પ્રેમ નો એહસાસ થયો નહિતર આજ સુધી માત્ર પ્રેમની વાતોજ સાંભળી હતી"
પ્રેક્ટિકલ પૂરું થયા બાદ દિલથી ઈચ્છા હતી કે એની સાથે વાત કરું પણ સમજાતું નહોતું કે શું વાત કરું હું એ વિચારતો જ રહ્યો અને જેવો એ તરફ નજર નાખી તો તે ત્યાં હતી જ નહીં હું આમથી આમ શોધતો રહ્યો જાણે કોઈ કિમતી વસ્તુ ખોવાઈ હોય એ ત્યાંથી તેના મિત્રો સાથે કોલેજ ની બહાર નીકળી ગઈ હતી. હું મિત્રો સાથે બેસીને કોલેજ નું હોમવર્ક પૂરું કરવામાં લાગી ગયો.
બીજા દિવસે સવારે કોલેજ ની સામે ઝેરોક્ષ ની દુકાને હું ઝેરોક્ષ કઢાવી જ્યારે કોલેજમાં જતો હતો ત્યારે  મેં એને મારી આગળ જ એની ફ્રેન્ડ્સ સાથે જતા જોઈ
હું એની પાછળ પાછળ જ જતો હતો અને અચાનક મારો મિત્ર રવિ પાછળથી આવી ને મારી સાથે ચાલવા લાગ્યો અને કહે કે...
વર્ષાની પાછળ પાછળ એમ... મેં કીધું ના ભાઈ રવિ આતો અમસ્તાજ હું મારી જનરલ નું કામ પતાવી કોલેજ માં જતો હતો અને એ આગળ હતી બાકી એવું કંઈજ નથી. એજ દિવસે જ્યારે અમે લેબમાં પહોંચ્યા ત્યારે એની પાર્ટનર હાજર નહોતી તો એ મારી સામે ની ટીમ માં પ્રેક્ટિકલ માટે આવી ગયેલી એને એટલું નજદિક થી મેં પહેલી વાર જોયેલી મારા હૃદયના ધબકારા વધી ગયેલા.
મેં મનોમન નક્કી કરીજ લીધુ કે આજ તો વાત કરવી જ છે પણ ફરી એક વાર વિચારવા લાગ્યો કે શું વાત કરું.? 
મેં હિમ્મત તો જુટાવી વાત કરવા પણ મેં વાત માં એની પાસેથી માત્ર નેપકીન જ માંગ્યો એને નેપકીન આપ્યો મેં નેપકીન તરત જ પરત કરી ને એનો આભાર માન્યો મેં રવિ ને કહ્યું કે મારે આની ડિટેલ જોઈએ છે કોણ છે ક્યાંથી આવે છે? બીજા દિવસે મને એનું સરનામું મળ્યું કે એનું મૂળ વતન સિદ્ધપુર હતું અને તે અહીં હોસ્ટેલમાં રહેતી હતી.
વાત કરું એટલી હિમ્મત તો નહોતી પણ રોજ નેપકીન જરૂર થી માગી લેતો.
મને તો એની સાથે પ્રેમ થયોજ હતો પણ મારા હાથની હથેળીને એના નેપકીન સાથે પ્રેમ થઈ ગયો.
એક દિવસ હિમ્મત કરી એની ફ્રેન્ડ ને એના વિશે પૂછ્યું તો જાણવા મળ્યું કે એની સગાઈ થઈ ગયેલી છે. આ સાંભળી એમ થયું કે મેં હમણાંજ એક સુંદર ફૂલની ચાહતમાં એક પ્રેમ નો છોડ વાયેલો પણ વર્ષા ન વરસતા એ કરમાઈ ગયો...
હું એને મારું નસીબ સમજીને ભૂલવાનો પ્રયત્ન કરવા લાગ્યો એક તરફી પ્રેમ હતો એને તો ખબર પણ નહોતી કે એનો હજારો દિવાનામાં કોઈ એક દીવાનો એનાજ કલાસ માં એના સપના જોતો હતો. 
આ વાત ને થોડા દિવસો ગયા અને પછી Annual function ની તૈયારીઓ ચાલુ થઈ મેં એમાં પાર્ટીસીપેટ કરેલું જેમાં હું દીકરી વિશે બોલ્યો એ પછી કલાસ માં પહેલા કરતા લોકો વધુ ઓળખતા થયા અને છોકરીઓ સાથે પણ મિત્રતા થઈ એક દિવસ જ્યારે બધા રીસેસ ના સમય માં નાસ્તો કરીને વાતો કરતા હતા ત્યારે એક છોકરીએ મજાક માં મને પૂછ્યું કે છકરીઓની ઈજ્જત કરે છે કે ખાલી નામનુજ મેં કીધું મારી જે સ્પીચ હતી એ મારી જ લખેલી હતી એ મારા જ વિચારો હતા જે તમે સાંભળ્યા મારું વાક્ય પૂરું થતાની સાથે જ રીસેસ નો પણ સમય પૂરો થયો બધા લેબમાં પ્રેક્ટિકલ માટે એ પણ સામે મારા આજ એને નેપકીન મારી પાસે માગ્યું મેં સામું જોયા વગર એને નેપકીન આપ્યું એને આભાર માન્યો અને નેપકીન પાછું આપતા કહ્યું કે સ્પીચ અને વિચારો સારા હતા એને મારું નામ પૂછ્યું મેં કહ્યું નિસર્ગ. 
થોડા દિવસ પછી મારા ભાઈના મેરેજ હતા તો મેં કોલેજ માંથી રજાઓ લીધેલી 3 દિવસ ની રજાઓમાં બીજા  દિવસે રાતે રવિ નો કોલ આવ્યો એને મને કહ્યું કે ઘરની બહાર જા કોલ આવશે મેં કીધું કોનો કોલ આવશે એ કહે વર્ષાનો મને કાઈ બીજું સમજાયું. દસ મિનિટ પછી કોલ આવ્યો અને અવાજ અલગ લાગ્યો મેં પૂછ્યું કોણ સામેથી જવાબ મળ્યો વર્ષા મેં કીધું જે હોય એ સાચું કહો સામેથી ફરીથી જવાબ મળ્યો વર્ષા. મને મનમા થયું કોઈ મજાક કરતું હશે મેં કહ્યું હું કાલે વાત કરીશ આટલું કહી મેં કોલ કટ કરી દીધો.
બઇજા દિવસે ફરી એજ નંબર પરથી કોલ આવ્યો મેં કહ્યું કોણ જવાબ માં થોડી સ્માઈલ મળી અને પછી ચાસણી માં ડૂબેલા મધુર અને મીઠા અવાજ સાથે નામ સંભળાયું વર્ષા થોડી વાર તો મારા હૃદયના ધબકારા વધી ગયેલા મને સમજાયું નઈ કે શું વાત કરું...

ક્રમશ...

મિત્રો આ બધાનો પ્રોબ્લમ છે જ્યાં સુધી વાત ન થાય ત્યાં સુધી વાત કરવી છે અને જ્યારે સામેથી કોઈ વાત કરવા તૈયાર હોય ત્યારે શું વાત કરવી. 
શુ વાત થઈ મારી અને વર્ષાની તે જણાવીશ પ્રેમરંગ-૩ માં... 

ગૌરવ પટેલ
7878759707