Antma books and stories free download online pdf in Gujarati

અંતમા

એક તરફી પ્રેમ ની તાકાત કૈક અલગ જ હોય છે...
આવા ડાયલોગ્સ સાંભળતા ની સાથે જ નસ નસ માં પ્રેમ પ્રસરી જાય છે...
પણ જો,
એક તરફી પ્રેમ વધુ હદ પાર કરી દે તો જિંદગી બરબાદ પણ કરી નાખે છે...
કોલેજ માંં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માં પ્રેમ હાલ
સામાન્ય થઈ ગયો છે પણ ઘણા એવા પ્રેમ છે જેના અંતમાં પરિવાર ને આજીવન ભોગવવું પડે છે...
 પૂજા નામની એ છોકરી કોલેજ માં બી.એ. નો અભ્યાસ કરતી હતી તે દેખાવે ખુબજ સુંદર...
અને સાથે સાથે અભ્યાસમાં પણ એટલીજ આગળ પડતી.
પણ દરેક કોલેજમાં અમુક અસામાજિક તત્વો તો હોય જ છે. પૂજા જ્યાં અભ્યાસ કરતી ત્યાં પણ એક અસામાજિક તત્વોનું ગ્રુપ હતું જે કોલેજમાં આવતી જતી છોકરીઓને હેરાન કરતું.
એમની શિકાયત કરવા વાળું કોઈ હતું નઇ કેમ કે એમના ગ્રુપનો જે લીડર હતો તે યશ તે કોલેજના ટ્રસ્ટી નો છોકરો હતો એટલે તે હમેંશા પોતાની મનમાની ચલાવતો...
યશ એ પૂજા ને ખુબજ પસંદ કરતો એટલે બીજા છોકરાઓ તેને બોલાવાથી થોડા ડરતાં કેમ કે પૂજા સાથે કોઈ વાત કરે તો તે ઝગડો કરતો. એક વાર તો એને એક છોકરાને એટલો માર મારેલો કે તે છોકરાને હાથે ફેક્ચર થયેલું...
પૂજા પણ યશ સાથે વાત કરતી તેના બધા મિત્રો સાથે ફરતા. પૂજા ને પણ એ વાતની ખબર હતી કે યશ મને પસંદ કરે છે.
પૂજા ની મિત્ર મેઘા એ બંને શિયાળાની તાજગી ભરેલી સવારમાં કોલેજના મેદાનમાં ચાલતા હતા ત્યાં, મેદાનની એક બાજુ યશ પોતાના બાઈક પર બેસીને પૂજાને એક ધારી નજરે જોતો રહેતો... 
પૂજા અને મેઘા બંને ચાલતા ચાલતા વાતો કરતા હતા 
જો પેલો યશ તને જોઈ રહ્યો છે મેઘા એ યશ ને ત્રાંસી નજરે જોઈ ને કહ્યું...
પૂજા એ એ વાતને ગંભીરતાથી ના લેતા ભલે જોઈ રહ્યો એમ કહીને વાત ને ટાળી...
મેઘા સમજદાર હતી એટલે એને પૂજા ને સમજાવતા કહ્યું કે તારા મન માં જે હોય એ એને કહી દે નહીતો આગળ જતાં મોટી મુશ્કેલી થશે એટલે તું એને જવાબ આપી દે અને દૂર થઈ જા એનાથી.
કોલેજ ના "અંતમાં" કહીશ હાલ જે ચાલે છે એની મજા લે એને આગળ પાછળ ફેરવવામાં મજા આવે છે પૂૂજા એ મેઘાની વાત નો જવાબ આપતા કહ્યું...
અને તે યશ પાસે જઈને વાતો કરવા લાગ્યા...
પૂજાની એની સાથે વાતો કરવાથી અને એની સાથે ફરવાથી યશ ને લાગતું હતું કે પૂજા એને પ્રેમ કરે છે...
એટલે એને એના પ્રેમ પર એટલો વિશ્વાસ થઈ ગયો અને
એને મનોમન નક્કી કર્યું કે હું પૂજા ને કોલેજ માં બધાની સામે પ્રેમ નો ઇઝહાર કરશે...
અને થોડા જ દિવસો બાદ પૂજા નો જન્મ દિવસ હતો અને એજ તારીખ થી કોલેજ ની છેલ્લા વર્ષની પરીક્ષા શરૂ થવાની હતી એટલે એ દિવસો કોલેજ ના અંતના હતા.
એટલે યશ એ વિચાર્યું કે એ પહેલાં એને મારા દિલ ની વાત કહી દઈશ...
અંતે એ દિવસ આવ્યો અને કોલેજ માં બધા વચ્ચે યશ એ પોતાના દિલની વાત કહી દીધી...
હું અને તને પ્રેમ કરું પૂજા એ હસી ને યશને પ્રશ્ન કર્યો...
કેમ.? આપડે સાથે ફર્યા એક બીજાની દિલની વાતો કરી એ બધી ખોટી હતી?? યશે ચકિત થઈ ને જવાબમાં પ્રશ્ન કરતા કહ્યું...
એ બધી કોલેજની મજા છે મસ્તી છે મેં વાતો કરી અને સાથે ફરી એનો મતલબ થોડો એ થઈ જાય કે હું તને પ્રેમ કરું છું પૂજા એ જવાબ આપતા કહ્યું...
બીજા દિવસે કોઈ બીજું આવીને મને આવું કહેશે તો હું કઈ એને એ હા પાડી દઉં? તારા જેવા તો કેટલાયે આવે હું કાંઈ થોડું બધાને પ્રેમ કરતી ફરું પૂજા એ એના જવાબ માં ઉમેરતા કહ્યું...
આ વાતનું યશ ને ખોટું લાગ્યું કેમ કે કોલેજ સામે એને પૂજા પાસેથી આવો જવાબ મળ્યો...
એના મનમાં બદલાની ભાવના જાગી.
પૂજા ના જન્મ દિવસના દિવસે યશે પૂજાને એના જન્મ દિવસની શુભ કામનાઓ પાઠવી એટલે પૂજાને લાગ્યું કે યશ બધું ભૂલી ગયો છે એજ દિવસે અંતમાં યશે પૂજાને એના જન્મ દિવસની ભેટ આપવા બોલાવી પૂજા કાઈ પણ સમજ્યા વગર યશ પાસે પહોંચી.
શુ ભેટ લાવ્યો છે મારી માટે? પૂજા એ યશને પ્રશ્ન કર્યો...
તારા સુંદર ચહેરા માટે છે યશ એ જવાબ આપતા કહ્યું
તને તારા રૂપ પર અભિમાન છે ઘમંડ છે તો તારા ચહેરા માટે ગંગાજળ(એસિડ) લાવ્યો છું... એની વાત પૂરી કરતાંની સાથે જ એને પૂજાના મોઢા પર એસિડ નાખ્યું. આમ યશ પોતાની પ્રેમ કહાની નો અંત લાવ્યો યશ ને તેને જે કાંઈ પણ કર્યું એ વાતના અફસોસ કરતા એના ચહેરા પર પોતાનો બદલો પૂરો કર્યો એની ખુશી જોવા મળી રહી હતી...
***
મિત્રો, આ આજની વાસ્તવિકતાની કાલ્પનિક કહાની છે
આમા ભૂલ કોની...?

ગૌરવ પટેલ
7878759707