Premrang - 4 books and stories free download online pdf in Gujarati

પ્રેમરંગ - ૪

મિત્રો તમે એ જાણવા ઇચ્છુક હશો જ કે બે વર્ષ પછી મને વર્ષાએ કોલ કર્યો કેમ શુ જાણવા માટે શેના માટે...???
તો,
એજે બે વર્ષ હતા એ બે વર્ષ પહેલા વર્ષાના લગ્ન થઈ ગયા હતા તે બે વર્ષ દરમિયાન મારો એમ.એસ.સી નો અભ્યાસ ચાલુ હતો. તે માં મારી મુલાકાત મૈત્રી સાથે થઈ એનું અને મારું વતન એક જ હતું એને અમદાવાદ થી બી.એસ.સી નો અભ્યાસ પૂર્ણ કરેલો એના પિતા ને બદલી મહેસાણા નજદીક થવાથી તે વતનમાં રહેવા આવી ગયેલા. તે ગામમાં જ રહેતા એક રાહુલ નામના છોકરાના પ્રેમમાં હતી અને હું છોકરીઓ સાથે જલદીથી બોલી શકું નહીં. અને એક બાજુ વર્ષાના વિરહનું દુઃખ હતું તેથી તો કોઈ પણ વાતમાં મન લાગતું નહોતું એક વાર એને કૈક નોટ્સ ની જરૂર હોવાથી મારી પાસે માગેલી તો મેં એને મદદ કરેલી ત્યારથી અમે એક બીજા સાથે વાત કરતા થયા અમારું વતન એકજ હોવાથી અમારે બસ માં અપ ડાઉન સાથે થતું. અમે એક બીજા સાથે વાતો કરતા થયા મને લાગતું હતું કે હું હવે વર્ષાની યાદ માંથી બહાર આવી શકીશ. પણ યાદ આવ્યું કે ના મૈત્રી ની મૈત્રી બીજા કોઈ સાથે છે હું આ ના કરી શકું. અને સાચું કહું તો મને વર્ષાની યાદમાં રહેવું જ ગમતું હતું એટલે મેં એ વિચાર માંડી વાળ્યો અને એની સાથે માત્ર મિત્ર તરીકે રહેવાનું મનોમન નક્કી કરી દીધું.
પણ પ્રકૃતિ છેને એ જો નક્કી કરે ને કે આમ જ થશે તો આપણા હાથમાં કયા કાઈ છેજ...
થોડા દિવસો પછી અમે જ્યારે બસ માં સાથે હતા ત્યારે મેં એની સામે જોયું તો મને લાગ્યું કે એ ઉદાસ છે જાણે કાંઈક મનોમન ગૂંચવાઈ રહી હોય. કોલેજના સ્ટેન્ડ થી કોલેજમાં જવાના રસ્તામાં મેં એને સાથે ચાલતા પૂછ્યું કે કઈ પ્રોબ્લમ છે.? ઉદાસ હોય એવું લાગે છે. તો એને જવાબ આપ્યો ના.. રે ના... અને થોડી સ્માઈલ પણ મને વિશ્વાસ ન આવ્યો કેમ કે એની એ સ્માઇલ એ નહોતી જે એના ખુશ હોવાનું વર્ણન કરતી હતી.
મેં ફરીથી કલાસરૂમમાં પૂછવા જતો જ હતો પણ એના ફ્રેન્ડ્સ સાથે હોવાથી મને એ સમય યોગ્ય ન લાગ્યો.
મેં નક્કી કરી લીધું કે હું જાણીને રહીશ. એ દિવસે સાથે ઘરે જતા હું એનાથી વહેલો બસસ્ટેન્ડ પહોંચી ગયો અને બસમાં એની જગ્યા મારી બાજુની સીટમાં જ રાખી અને એ આવી એટલે એને ત્યાં બેસવાનું કહ્યું તેને ખુશી થી મારી બાજુમાં બેસવાનું પસંદ કર્યું. હું એને પૂછવા જાઉં એ પહેલાં એને મને કીધું કે પ્રોબ્લમ થયો છે. મેં એને કીધું કે જે હોય એ મને જણાવ એને મને અચકાયા વગર બધું જણાવ્યું કે રાહુલ વારે ઘડીએ એને સબંધ બાંધવા મજબુર કરતો હતો પણ મૈત્રી નું માનવું હતું કે લગ્ન પહેલા ક્યારેય નઇ તો એ એના ઘરના ને અપશબ્દો બોલતો અને એને એક વાર તો માર પણ મારેલો અને પછી એને મનાવી લેતો વાત કરવા માટે. મેં કહ્યું વાંધો નઇ ચલો હું એને સંભાળી લઇસ પણ તું તારા મોઢાની સ્માઈલ ઓછી ના કરીશ. એમ કહી મેં એના હાથ પર હાથ મુક્યો. એમ.એસ.સી. ના પ્રથમ ૬ મહિના સાથે અપ ડાઉન કર્યું હોવા છતાં મેં એને પહેલી વાર એના હાથને ટચ કર્યું. (મેં રાહુલ સાથે કોન્ટેકટ વધારી એને મૈત્રી થઈ દૂર કર્યો) કોલેજ નું એક લેકચર બંક કરીને અમે બેઠા હતા. મેં એને મારી અને વર્ષાની બધીજ વાતો કહેલી એને કહ્યું કે કાશ મને પણ કોઈ તારા જેવું મળ્યું હોત. એને મને ટચ કરીને કહ્યું કે હું તને ટચ કરું છું ત્યારે મારી ફીલિંગ્સ કઈક અલગ હોય છે મેં કહ્યું એને પ્રેમ કહેવાય તો એને એજ સમયે એના દિલની વાત કહી દીધી મેં કહ્યું હું કહીશ સમય આવશે એટલે. મેં આ વાત પર ઘણા સમય સુધી વિચાર્યું અને મેં એને કહ્યું કે મૈત્રી હું વર્ષાને પ્રેમ કરું છું અને જ્યા સુધી એ સામેથી મને એમ નહીં કે કે હું તને પ્રેમ નથી કરતી ત્યાં સુધી હું તેની રાહ જોઇશ. મૈત્રી એ મારી આ વાતનો જવાબ આપતા કહ્યું કે મને આજ જવાબની આશા હતી અને સ્માઈલ આપી. મારી અને મૈત્રી ની વધતી જતી મૈત્રીની વાત વર્ષાની ફ્રેન્ડે એને કરેલી એટલે વર્ષાનો કોલ આવેલો મારા પર બે વર્ષ પછી જે તમે ત્રીજા ભાગમાં વાંચ્યું...
એને આગળ મારા સમાચાર પૂછ્યા બાદ કહેલું કે તું ખુશ જ છે મૈત્રી સાથે મારા બધાજ ફોટો અને મારી યાદો તારાથી દૂર કરી દેજે હું નથી ઇચ્છતી કે મારા ફોટો નો ખરાબ ઉપયોગ થાય એને આટલું કહી ફોન કટ કરી નાખ્યો મેં એના બધાજ ફોટો ડિલિટ કરી નાખ્યા પણ ખુશી એ વાતની હતી કે એને ફોન માં હજુ એમ નહોતું કહ્યું કે હું તને પ્રેમ નથી કરતી...