Challan books and stories free download online pdf in Gujarati

મેમો

*મેમો*

       દરેક માણસ ના જીવન માં  જ્યારે કોઈક એવી ક્ષણ આવે  કે જ્યારે કોઈ ઘટના જીવન માં પ્રથમ વખત થતી હોય ત્યારે યાદગાર હોય છે. જેમકે પહેલો પ્રવાસ, પ્રથમ સેલિબ્રેશન, પહેલી વખત પ્રેમ થવો, પ્રથમ મુલાકાત, પ્રથમ વખત લગ્ન થવા, પહેલું બાળક, પહેલુ વાહન, પહેલો મિત્ર, સૌ પ્રથમ મોબાઈલ, પહેલો મોબાઈલ નંબર, પહેલું ફેસબુક આઈડી, પહેલો ફેસબુક ફ્રેન્ડ, ભણતા હોઈએ ત્યારે દરેક ધોરણ નો પહેલો દિવસ, પહેલો પાઠ, પહેલો પ્યાર etc.... 

           એવી  દરેક વસ્તુ ઓ જ્યારે જીવન માં પહેલી વખત બની હોય એ માણસ આખી જિંદગી યાદ રાખતો હોય છે...
 આવી અઢળક પ્રકાર ની મેમરી આપ સૌ મિત્રો પાસે હશે જ. 

         આમ તો મને બાઇક દસમા ધોરણ માં ભણતો ત્યારે બોર્ડ ની પરીક્ષા પુરી થયા પછી વેકેશન માં કેવડિયા કોલોની ગયો ત્યારે મારા કાકા એ શીખવેલી, આમ કેવડિયા સાથે મારે પણ વર્ષો જૂનો નાતો છે 2004 થી બાઇક આવડી તો ગઈ પરંતુ એ બાઇક ચલાવવા માટે નું લાઇસન્સ છેક 2008 માં મળ્યું... એટલે કે આપડે ચાર વર્ષ સુધી તો લાઇસન્સ વગર જ બાઇક હંકારી લેતા.

          મારા જીવન માં સૌ પ્રથમ વખત બાઇક ચલાવવા માટેનું લાઇસન્સ મળ્યું એ પણ એક યાદગાર પ્રસંગ છે.. જ્યારે હું મોડાસા પાઠશાળા માં રહી ને કોલેજ કરતો હતો અને  એ દરમિયાન લુણાવાડા ના આરટીઓ એજન્ટ દ્વારા લાઇસન્સ મેળવવા મેં અરજી કરી હતી ત્યારે મને કાચું લાઇસન્સ મળ્યું જેથી હું શીખેલી બાઇક શીખી શકું..... અને ત્યાં સુધી હું શિખાઉ ડ્રાઇવર કહેવાઉં એની તારીખ પુરી થઈ એટલે હું ટેસ્ટ ડ્રાઇવ આપવા ગયો અને ત્યાં હું પાસ થયો એટલે મને એ એજન્ટે કહ્યું હવે પાકું લાઇસન્સ જોઈતું હોય ત્યારે આ ડોક્યુમેન્ટ લઇ ગોધરા આરટીઓ ઉપડી જજો એટલે લાઇસન્સ સ્માર્ટકાર્ડ નીકળી જશે... હું તારીખ 8/9/2008 ના રોજ લાઇસન્સ માટે કાગળિયા લઈ ને મોડાસા થી ગોધરા આરટીઓ ઓફીસ જવા માટે નીકળ્યો. આ દિવસે લાઇસન્સ માટે પડેલી લાઇન જોઈ ને આધાર કાર્ડ માટે થતી લાઈનો કે નોટબંધી વખતે નોટ બદલાવવા થતી લાઈનો ની યાદ અચૂક આવી જાય છે. સવારે નવ વાગ્યા થી હું લાઇન માં હતો, સાંજે 7 વાગ્યા ત્યારે એવી સિસ્ટમ હતી કે અંગુઠો મુકાય એટલે વિસ વિસ લોકો ના સ્માર્ટકાર્ડ એક સાથે પ્રિન્ટ થઈ નીકળે... સ્માર્ટ કાર્ડ મશીન પણ ટ્વેન્ટી ટ્વેન્ટી રમતું હોય એવું લાગ્યું. આર ટી ઓ કચેરી માં લાઇસન્સ ઇસ્યુ કરનાર કર્મચારી એટલો નિષ્ઠાવાન હતો કે એણે અમને કહ્યું હતું કે લાઇન માં ઉભેલા છેલ્લા વ્યક્તિ નું લાઇસન્સ નીકળે પછી જ હું ઓફીસ બંધ કરીશ એટલે અમે નિશ્ચિન્ત હતા કે આજે અમને લાઇસન્સ મળશે જ. સાથે સાથે લાઇસન્સ મેળવવા માટે નો એક ઉત્સાહ પણ હતો કે હાશ હવે હું લાઇસન્સ વાળો થઈ જઈશ. જેમ પ્રેમી પંખીડા ની સગાઈ થઈ જાય તો એમને પછી સમાજ નો ડર ઓછો લાગે, બસ આમ લાઇસન્સ મળી જાય તો ટ્રાફિક પોલીસ નો ડર બિલકુલ દૂર થાય એવું મારૂ સ્પષ્ટ પણે માનવું હતું. એટલે અઢાર વર્ષ પૂર્ણ થતાં જ મેં લાઇસન્સ માટે પ્રોસેસ કરી દીધો હતો. હવે એ દિવસ ની વાત કરૂ તો રાત્રે બાર વાગ્યા ને દસ મિનિટે મને લાઇસન્સ મળ્યું.


        લાઇસન્સ તો મેળવી લીધું પરંતુ દિવસ દરમિયાન મોડાસા થી લઈને નીકળેલો દોઢસો રૂપિયા એમાંથી સત્તાવીસ રૂપિયા જ વધ્યા હતા અને હવે રાત્રી ના સાડા બાર થયા હતા રીક્ષા કરૂ તો બસ સ્ટેન્ડ તો પોહચુ પરંતુ બસ માં ટિકિટ માટે પૈસા ટૂંકા પડે એટલે ગોધરા આરટીઓ થી મોડી રાત્રે ચાલતો ચાલતો ગોધરા બસ સ્ટેન્ડ આવ્યો અને ગોધરા થી લુણાવાડા ની બસ ની રાહ જોતો. ભગવાન ને પ્રાર્થના કરતો કે પ્રભુ ગુર્જર નગરી બસ ના આવે તો સારૂ કારણ કે લુણાવાડા નું એક્સપ્રેસ ભાડું 27 રૂ અને ગુર્જર નગરી નું 35 રૂ ભાડું થતું ખબર નહીં ગુર્જર નગરી બસ માં લાલ કલર ના મુસાફરો પાસે કેમ આઠ રૂ વધુ લેતા હશે એવો સવાલ વારંવાર મગજ માં થયા કરતો. પરંતુ  આ વધારા ના રૂપિયે આપણોજ  વિકાસ થાય છે એવું માની લેતો.


          
           રાત્રે સવા એક વાગે ધરમપુર થી લુણાવાડા જતી બસ ગોધરા આવી પોહચી પરંતુ બસ ગુર્જર નગરી જ હતી, આખા દિવસ નો થાક, ભૂખ ને  કારણે બસ જવા દેવી પોસાય એમ નૉહતું, મારી પાસે ટિકિટ ના પુરા પૈસા નોહતા પરંતુ  ડ્રાઇવર અને કંડકટર ચા પાણી કરવા ગયા ત્યાં હું બસ માં છેલ્લી સીટ પર જઇ ને સુઈ ગયો. સુરત થી આવતા મોટાભાગ ના મુસાફરો ઊંઘતા જ હતા અને મેં પણ સુવા નો ડોળ કર્યો વિચાર્યું હતુકે કંડકટર ને પરિસ્થિતિ સમજાવી કહું કે મારી પાસે પૂરતા પૈસા નથી પરંતુ ટિકિટ આપી દો , પણ કોલેજ શરૂ હતી અગિયાર માં ધોરણ થી જ એસટી સાથે પુરાનો નાતો થઈ ગયો હતો એટલે  મોટાભાગ ના કંડકટર ના સ્વભાવ જોયા હતા, કોઈ ને એક રૂ લેવાનો નીકળે તો કહે ચાર પાછા આપો પાંચ ની નોટ આપુ...
એ સમય પ્રમાણે કંડકટર મારી પાસે થી આઠ રૂ ઓછા લે એ હું માની શકતો નૉહતો એટલે એવી હિંમત ન કરતા ખુદાબક્ષ મુસાફર બનવાનું પસંદ કર્યું, અને વિચાર્યું કે રાત્રે 2 વાગે ક્યાં ચેકીંગ વાળા નવરા હશે તે આવશે! અને થયું પણ એમજ કે વગર ટિકિટ હું લુણાવાડા બસસ્ટેશને ઉતરવા માં સફળ રહ્યો.




          ભૂખ કકડી ને લાગેલી સવારે નાસ્તો કર્યો તો એજ અને હવે હું લુણાવાડા હતો અને મારી પાસે સત્તાવીસ રૂ પૂરા હતા એટલે રાત્રે બે કે અઢી થયા હશે અને મેં એસ ટી ફ્રૂટ શોપ જે ખુલ્લી હતી ત્યાંથી દસ ના કેળા અને દસ નું એક સફરજન લઈ ખાધું, અને મારા ફોઈ જે એમના દીકરા ને સાયન્સ કરાવવા માટે લુણાવાડા આવી ને રહેતા હતા એમને ત્યાં ગયો અને સુઈ ગયો. સવારે જાગ્યો ફોઈ ને બધી વાત કરી અને ફોઈ પાસે  થી પચાસ રૂ લીધા અને હું બીજા દિવસે લાઇસન્સ લઈ ને મોડાસા પોહચી ગયો. હવે મારી પાસે Mcwg અને lmv લાઇસન્સ હતું જેની મેં ટ્રુ કોપી પણ કરાવી લીધી, હવે હું લાઇસન્સ સાથે રાખી ને જ બાઇક હંકારતો ફોરવિલ તો આપણા નસીબ માં જોવા માટેજ હતી.



               મિત્રો જ્યારે અઢાર વર્ષ પુરા થાય અને વાહન ચલાવતા જ હોઈએ ત્યારે સજાગ રહી ને આપણે લાઇસન્સ મેળવી જ લેવું જોઈએ, અઢાર વર્ષ થતા જ જે થનગનાટ છોકરી કે છોકરો શોધવા માટે થાય છે તે લાઇસન્સ માટે પણ હોવો જોઈએ....
       
         ઘણીબધી જગ્યા એ લાઇસન્સ ન હોવા છતાં પણ પોલીસ વાળા સામે દમ મારતા યુવાઓ પણ મેં જોયા છે....


           જીવન માં  જ્યારે ફરી એક વખત આ બાબતે જ એક ઘટના બની કે મારૂ પાકીટ હાલોલ સ્વામિનારાયણ મંદિરે ખોવાઈ ગયું ત્યારે મેં સૌપ્રથમ વખત મેળવેલું મારુ લાઇસન્સ સૌપ્રથમ વખત 2011 માં ગુમાવી દીધું... ફરી એજન્ટ ને મળ્યો સોગંદનામું કરાવ્યું અને બીજી વખત પેહલીજ વાર લાઇસન્સ પોસ્ટ થી મારા ઘરે આવ્યું આ વખતે સ્માર્ટકાર્ડ પર ગાંધીજી ની એન્ટ્રી થઈ ચૂકી હતી.

જ્યારે પણ વાહન ચલાવું લાઇસન્સ જોડેજ રાખું, ટ્રાફિક ના નિયમો નું ચુસ્તપણે પાલન કરૂ, વાહન ની ગતિ લિમિટ માંજ રાખું, છતાં પણ ક્યારેક ક્યારેક ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ થાય પણ ખરી, હમણાં જ વર્ષ પહેલાં સુરત અઠવાલાઇન્સ પર ટ્રાફિક પોલીસે ઉદ્ધત વર્તન કર્યું તો ના છૂટકે ફેસબુક પર સુરત સીટી પોલીસ ના પેજ પર પોસ્ટ મૂકી હતી લાઇસન્સ હોય પરંતુ હેલ્મેટ, હેડલાઈટ પર પીળો પટ્ટો, નંબરપ્લેટપર લખાણ, એચએસઆરપી નંબર પ્લેટ આ બધા પરિબળો પણ ભાગ ભજવતા હોય છે,  2013 માં મને સરકારી  નોકરી મળી  અને 2015 માં મારા પપ્પા એ મારૂ ફોરવિલ ફેરવવા નું સ્વપ્ન પૂર્ણ કર્યું.


             ફોરવીલ પણ ટ્રાફિક ના નિયમો નું પાલન કરી ને ફેરવવાની, સીટ બેલ્ટ, પીયૂશી, આરશીબુક, જોડેજ રાખું.


ડિજિટલ ગુજરાત અને ડિજિટલ ઇન્ડિયા ના પારદર્શક વહીવટ માં આજે મારા જીવન માં પ્રથમ વખત એવું બન્યું કે અમદાવાદ ટ્રાફિક પોલીસ ના સીસીટીવી કેમેરા એ મને સિગ્નલ તોડતા જડપી લીધો અને સ્પીડ પોસ્ટ કરી મારા ગામના સરનામે 100 રૂ નો મેમો મોકલ્યો, છેલ્લા બે મહિનાથી તબીબી કારણોસર વારંવાર અમદાવાદ જવાનું થતું અને ઘણી વખત એવું બને લાલ સિગ્નલ જોઈ ગાડી ઉભી રાખું પરંતુ પાછળ વાળા ને પ્લેન ચુકી જવાતું હોય એમ વારંવાર હોર્ન મારે... રસ્તો ખાલી હોય એટલે લોકો સિગ્નલ ને અવગણે આ ટેકનોલોજી ના ફાસ્ટ યુગ માં રહેતા ફાસ્ટ લોકો ને સિગ્નલ પૂરતો સમય બગાડવો પણ પોસાતો નથી...

             ટ્રાફિક પોલીસ ની કામગીરી દરેક જગ્યા એ નાગરિકો જાણે જ છે ત્યાં પ્રકાશ પાડવો નથી... પરંતુ ડિજિટલ પ્રક્રિયા માં જે મેમો મળ્યો એમા પાછળ મેમો માટે કઈ પૂછવું હોય તો નંબર આપેલો છે, પરંતુ નંબર ની મજબૂરી હશે કે બિચારો લાગતો જ નથી.......
                પરંતુ નફ્ફટ થઈ ઘરે પચીસ પચીસ મેમાં આવ્યા છતાં પણ મેમો ના ભરતા હોય એવા માણસ બન્યા વગર મેં પ્રામાણિક પણે સ્ટેટ બેન્ક ના કાર્ડ થી ટ્રાફિક પોલીસ ની વેબસાઈટ પર મેમાં નું ડિજિટલ પેમેન્ટ કરી દીધું.....



           ઉપર જણાવ્યું એ મુજબ દરેક પહેલી ઘટના યાદગાર બની જતી હોય છે એમ આ મારા જીવન નો પહેલો મેમો આવ્યો..... અને એ પણ સીસીટીવી ફૂટેજ સાથે, અમદાવાદ ની સડકો પર મારી ગાડી કેવી લાગતી હતી એ દ્રશ્ય જોવા મળ્યું, ગાડી માં પાછળ ડેસ્ક પર મુકેલી ઢીંગલી પણ જોવા મળી, અમદાવાદ ટ્રાફિક પોલીસ નો હૃદયપૂર્વક આભાર......જીવન માં પહેલી ફોરવિલ.. ગાડી મેં ખરીદી 13 તારીખે અને જીવન નો પ્રથમ મેમો પણ 13 તારીખે મળ્યો........
(મારા અનુભવો)

મિત્રો ટ્રાફિક ના નિયમો નું ચુસ્તપણે પાલન કરો, સિગ્નલ ના તોડશો, લાઇસન્સ આરશી બુક, પીયૂશી , ઇન્સ્યોરન્સ જોડે રાખો, ડિજિટલ ઇન્ડિયા ની ડીજીલોકર એપ વાપરો...... ટ્રાફિક નિયમન માં મદદરૂપ બની વિકાસ ને એક નવી ઊંચાઈ એ લઈ જઈએ.....
 


મેહુલ જોષી..... (પ્રા શિક્ષક)
લીલીયા અમરેલી ગુજરાત
વતન..... બોરવાઈ , મહીસાગર