Lakki Paththar - 2 books and stories free download online pdf in Gujarati

લક્કી પથ્થર - ભાગ 2

      મિત્રો આપણે પહેલા ભાગમાં જોયેલું કે  વિનયને ચિઠ્ઠી અને નકશો મળે છે અને પછી તે ચિઠ્ઠી અને નકશો ગજવામાં નાખીને આગળ ચાલે છે....
          ચાલો હવે આગળ જોઈએ કે શું થાય છે વિનય સાથે...
            
           વિનય છેવટે લક્કી પથ્થર પાસે પહોંચી જાય છે અને જેવો આ પથ્થર વિનય હાથમાં પકડે છે કે તરત જ એક આકાશવાણી થાય છે કે,"આ પથ્થરથી જો તારું ભલું થાય તો આ પથ્થરથી બીજાનું ભલું કરજે હવે તારી જીંદગી લક્કી થઈ જશે જા!! મજા કર વિનય"
        વિનય અચાનક આંખના એક પલકારામાં નદી કિનારાના રોડ પર પાછો આવી જાય છે.અને લક્કી પથ્થર નો ઉપયોગ કરવાનું વિચારે છે અને વિજય અને અજયે જ્યાં તેને હોકિ મારેલી ત્યાં પગમાં તે પથ્થર ને ઘસે છે અને તરત જ તેનો દુખાવો ગાયબ થઈ જાય છે.વિનય ને હવે આત્મવિશ્વાસ આવી જાય છે કે હવે મારી જીંદગી સુધરી જશે.હવે સવાર પડે છે અને વિનય જાય છે પોતાની સ્કુલે! દરરોજ ની જેમ અજય અને વિજય આવીને વિનય નું સ્કુલ બેગ છીનવા જાય છે પણ હવે તો વિનય પાસે લક્કી પથ્થર હતો અને હવે વિનય પથ્થર ને મુઠ્ઠી માં પકડે છે અને તેના શરીર માં એક ધ્રુજારી આવે છે અને તરત જ તે વિજય અને અજય ને ધક્કો મારી દે છે અને તરત જ કલાસ માં બેસી જાય છે અને વિનયનો એકાએક આ વ્યવહાર જોઈને અજય અને વિજય દંગ જ રહી જાય છે.ગણિત નો લેક્ચર લેવા ભરત સર આવે છે સર પાયથાગોરસ નો પ્રમેય બધા વિધાર્થીઓને પૂછે છે પણ કોઈને પણ આવડતું નથી આવા અઘરા સમયમાં વિનયને કલાસ માં લોકો સામે પોતાનો રોફ જમાવવો હોય છે એટલે તે સાહસ કરીને પથ્થર ને હાથ માં પકડે છે અને પછી ઘસે છે એટલે તેના શરીર માં ધ્રુજારી આવે છે ને વિનય તરત જ આંગળી ઊંચી કરે છે અને ભરત સર તેને પ્રમેય માટે બોલાવે છે અને વિનય આખો પ્રમેય 2 મિનિટ માં લખી નાખે છે અને વિનય નો આ અનોખો વ્યવહાર જોઈને તો સાહેબ પણ દંગ રહી જાય છે!
            હવે વિનય એકદમ ખુશ રહેવા લાગે છે અને આ લક્કી પથ્થર થી તેની જીંદગી એકદમ લક્કી બની જાય છે થોડાક મહિના પછી વિનયની બોર્ડ ની પરીક્ષા હોય છે અને આ પરીક્ષા માં પણ તે સારા માર્કે પાસ થાય છે અને જોતજોતામાં વિનય 25 વર્ષ નો થઈ જાય છે અને એક નકામા વિનયથી કામદાર અને નામદાર અને પૈસાદાર વિનય બની જાય છે માત્ર 25 વર્ષ ની ઉંમરે તે અક્ષય પારેખના બિઝનેસ ને ઓવરટેક કરી લે છે અને અક્ષય પારેખ તેની છોકરી નિધિ જે પહેલેથી વિનયની બહેનપણી હતી તેની સાથે લગ્ન કરાવી દે છે 26 વર્ષે વિનય ને ત્યાં 1 છોકરો પણ થઈ જાય છે અને તે એસઆરામ ની જીંદગી જીવવા લાગે છે.વિનયને તો લોકો સ્પીચ આપવા માટે બોલાવવા લાગે છે ને જ્યારે વિનયને કોઈ પૂછે કે તમારી આટલી મોટી સફળતાનું કારણ શું છે ત્યારે વિનય ખાલી પથ્થર હાથ માં પકડીને હસવા લાગે છે અને કાંઈ પણ બોલતો નથી પણ તેનું આ મૌન ઘણું બધું કહી જતું હોય તેવું લાગે છે.
             સમય વીતતો જાય છે અને એક વાર રાતે 2 વાગ્યે વિજય અને અજય વિનય પાસે મદદ માટે આવે છે અને કહે છે કે,"વિનય અમારે તારી મદદ જોઈએ છે અમારી પાસે બધું છે પણ સાલું કંઈક ખૂટતું હોય એવું લાગે છે અમારી મદદ કર વિનય" 
           વિનયને દયા આવી જાય છે અને વિજય અને અજય ને પેલો લક્કી પથ્થર આપી દે છે અને કહે છે કે જો આ પથ્થર તારું ભલું કરે તો આ પથ્થર બીજા જરૂરિયાત વાળા વ્યક્તિને આપજે પણ પથ્થર સહી સલામત રાખજે. થોડાક મહિનાઓમાં જ વિજય અને અજય પણ ખુશી થી જીવવા લાગે છે અને એ પથ્થર તે તેના કોઈ બીજા મિત્રને આપી દે છે એ પથ્થર થી તે મિત્ર નું પણ ભલું થઈ જાય છે.
           હવે એ પથ્થર વિજય અને અજય પાછો વિનય ને આપવા જાય છે પણ પથ્થર ની સાઈઝ પહેલા કરતા નાની થઈ ગયેલી હોય છે એટલે વિનય ચિંતા માં મુકાઈ જાય છે.અને પછી વિચારવા લાગે છે કે,"સાલો આ પથ્થર મારી પાસે નહિ રહે તો હું લકી નહિ રહું" અને હકીકત માં થોડાક જ વર્ષો માં એ પથ્થર ઘસાઈ ઘસાઈ ને પૂરો થઈ જાય છે.
         હવે વિનય એકદમ દુઃખી દુઃખી રહેવા લાગે છે અને પોતાના બિઝનેસ માં પણ સરખું ધ્યાન ના આપી શકવાના કારણે તેના કંપની ના શેર નીચે પડી જાય છે તેનો આલીશાન મહેલ,ગાડીઓ બધું વહેંચાઈ જાય છે અને નિધિ પણ તેના પપ્પા ના ઘરે તેના છોકરાને લઈને પાછી જતી રહે છે....
  【બીજો ભાગ પૂર્ણ】
                             -જય ધારૈયા


                   મિત્રો ત્રીજો ભાગ જલ્દી જ લાવીશ અને ત્યાં સુધી માતૃભારતીમાં મારી સાથે જોડાયેલા રહેજો કારણ કે હવે જે વિનય સાથે થશે એ જોઈને તમે એકદમ ચોંકી જશો.અને હા દોસ્તો તમારો કોઈ પણ સવાલ અથવા તો અભિપ્રાય હોય તો તમે મને આ Whstapp નંબર ઉપર પૂછી શકો છો:
918320860826