Chanda - 1 books and stories free download online pdf in Gujarati

ચંદા (ભાગ-૧)

ચંદા (ભાગ-૧)

કોલેજના નિજી જીવનમાં પ્રામાણિકતા પામેલા સુધીરનું નામ યુવક યુવતીઓમાં જાણીતું હતું પોતાના કામથી કામ,તેનો સ્વભાવ હતો,ઘણા યુવકો તેની નજીક સબંધ વધારવાનો પ્રયત્ન કરતા પણ સુધીર તેમાં કોઈ રસ લેતો નહિ એક્વખત એક પિકનિકનું કોલેજ તરફથી આયોજન થયું ઘણા તેમાં જોડાયા.પીકનીક કોઈ પહાડી વિસ્તારમાં નક્કી થઇ હતી,ચંબલની ખીણ ત્યાંથી ખુબ નજીક હતી,ઘણા વખત પહેલા આ વિસ્તારમાં યોજેલી પીકનીક ખુબ સફળ થતા ફરીથી યોજવામાં આવી હતી,પહાડી પ્રદેશ હોવાથી પચીસેક જેટલા યુવક યુવતીઓ જોડાયા હતા.

પિકનિક પોઇન્ટ ઉપર પહોંચ્યા પછી સમજદાર યુવક યુવતીઓ જુદાજુદા ગ્રુપમાં પહાડના ચઢાણની મઝા લેવા નીકળી પડ્યા વિસ્તારમાં કોઈ ઝોખમ હતું નહિ વેરાન વસ્તીમાં ક્યારેક જંગલી પ્રાણીઓ નજરે પડતા,સુરજ ડૂબે તે પહેલા કેમ્પમાં પાછા આવી જવાની શરત હતી,સુધીર પણ ઈચ્છા ન હતી છતાં કેટલાક મિત્રોના આગ્રહે એક ગ્રુપમાં જોડાઇ ગયો,બે ત્રણ કલાકના સમય પછી તેનું ગ્રુપ કોઈ ભૂલથી તેનાથી છૂટું પડી ગયું પછી તેઓ ભેગા ન થઇ શકયા,એકલો સુધીર ગભરાઈ ગયો અજાણ્યા રસ્તે તે એવો ખોવાઈ ગયો કે કેમ્પ થી વિરુદ્ધ ઘભરાટમાં ને ઘભરાટમાં ખુબ દૂર થઇ ગયો,બૂમો પાડી પણ કોઈ જવાબ ન મળ્યો તે પોતે બરાબર હતો પણ તેને તેના ગ્રુપની ચિંતા થઇ થોડા સમય પછી તે ઝાડી બહાર એક રોડ ઉપર આવી ગયો,રોડ જોયો એટલે તેને હવે કોઈ મદદની આશા જન્મી તેના ખભે એક બગલ થેલો હતો જેમાં તેની થોડીક જરૂરી વસ્તુઓ હતી,તે જ્યાં ઉભો હતો ત્યાંથી રસ્તો બંને બાજુ નીચેની બાજુ જતો હતો ,તેને લાગ્યું કે તે જમણી બાજુથી આવ્યો હતો એટલે તેણે જમણી બાજુ જવાનું નક્કી કર્યું એટલે સુરજ ડુબતાં પહેલા કેમ્પ શોધી શકે ,તે ચાલવા મંડ્યો. નિર્જન રસ્તા ઉપર કેટલાક પક્ષીઓની ચહેક સિવાય બીજા કોઈ અવાજ નહોતા એકાદ કલાક ચાલ્યા છતાં કોઈ વસ્તી નજરે ન પડી,રસ્તો હતો એટલે તેને આશા હતી કોઈક તો મળશે ,થોડુંક ચાલ્યા પછી એક નમેલી ધર્મશાળા ના નિશાનવાળી સાઈન દેખાઈ તે ગુંચવાયો ,શું કરવું ,કેમકે નિશાન જે રસ્તો બતાવતું હતું તે પાછો ઝાડીમાં લઇ જતો હતો. હજુ સમય હતો એટલે તેણે હિમ્મત કરી, તે રસ્તા ઉપર ચાલવા મંડ્યો થોડા સમય પછી તે એક નાના ઓપનિંગમાં બે ચાર રૂમોવાળી ધર્મશાળામાં આવી ગયો જૂનું મકાન હતું, તેને કેમ્પ તો ન મળ્યો પણ વેરાનીમાં રોકાવા સહારાની આશા જન્મી હવે તે થોડો શાંત થયો,પણ વેરાન રસ્તા ઉપર ધર્મશાળા!, કૈક અજુગતું હતું પણ તેને માટે તો સહારો હતો એટલે ભગવાનનો પાડ માની તેણે બારણાની સાંકળ ખખડાવી,

થોડીવાર થઇ પણ કોઈ ન આવ્યું ,તેણે ફરીથી સાંકળ ખખડાવતા પહેલા બીજા રૂમો તરફ જોઈ લીધું તે કઈ ખોટી જગ્યાએ તો ખખડાવતો નથી ને!,પણ પહેલો રૂમ હતો ઓફિસની કોઈ સાઈન ન હતી,એટલે તેણે બીજી વખત સાકળ ખખડાવી,હજુ તો પ્રકાશ હતો,તેને થયું કોઈ આવતું કેમ નથી, બારણું અંદરથી બંધ હતું એટલે જરૂર કોઈ અંદર હતું ,આ વિચારે તેણે ફરીથી બીજા રૂમો તરફ જોયું બધા ઉપર તાળા મારેલા હતા,એનો અર્થ કોઈ મુસાફર અહીં નહોતા,જો રૂમ ન ખુલે તો શું સમજવું ! બાજુ ઉપર બારી પડતી હતી પણ તેમાંથી અંદર ઝાંખવાનું તેને યોગ્ય ન લાગ્યું,થોડીવાર રાહ જોવામાં તેની ભલાઈ સમજી

હવે તેની આશાઓ ફરીથી ચિંતામાં બદલાતી તેના ચહેરા ઉપર સાફ દેખાવા લાગી,તે હોશિયાર હતો પણ પોતાની જાતને ખુબ કમનસીબ સમજતો હતો,દુનિયાની ખોટી વસ્તુઓ બધી જ તેના ઉપર હુમલો કરતી હતી એવું તેણે અનુભવ્યું હતું,તેને કોઈના ઉપર ભરોષો નહોતો,ગમે તે વ્યક્તિ તેની સામે જુએ તો સાચો હતો છતાં કોઈની સામે જોઈ નહોતો શકતો,એટલે સામેવાળાઓ તેને સહેલાઈથી પજવી લેતા,તે ખસી જતો,આવું તો કોલેજમાં ઘણી વખત બન્યું હતું,એટલે તે એકલો રહેવા ટેવાઈ ગયો હતો,એક વખત એક પ્રોફેસરને દયા આવતા તેણે તેને ખાનગીમાં બોલાવી પોઝિટિવ બનવા તેમજ હિંમતથી સામનો કરવા સલાહ આપી હતી, પણ ગમે તેમ તે અત્યાર સુધી તો એવું મનોબળ કેળવી નહોતો શક્યો,બસ, સહન કરી લેતો,ઘણા તેની સાથે સારો સબંધ બાંધવા તૈયાર હતા,પણ તેને કોઈમાં ભરોષો નહોતો.કુટુંબમાં ફક્ત તેની માં હતી જેની ઉમર પણ સાઈઠ ઉપર થઇ ગઈ હતી,તેની સુધીરને કોઈ સારો સાથ મળે ને તે લગ્ન કરી લે તેવી પ્રબળ

ઈચ્છા હતી જેથી પોતે શાંતિના શ્વાસ લઇ શકે,હજુ ઉમર થવા છતાં તે ફેક્ટરીમાં કામ કરતી હતી,આંખોમાં કાળા કુંડાળા તેની ચિતાઓની પ્રતીતિ કરતા હતા,સુધીરને પણ તેની ચિંતા હતી,તેને તેણે વારંવાર ચિંતા ન કરવા સમજાવી હતી,પણ માનું દિલ દીકરાનું શુભ સિવાય શું જોઈ શકે! ભગવાન પર તેને પૂરો ભરોષો હતો ,સુધીર તેની ભાવનાની કદર કરતો પણ તેને કોઈ ભરોષો નહોતો,આજે આટલી મુસીબતમાં પણ તે તેના નસીબને કોષતો હતો.અને મન તો મન છે,મગજના રસ્તાઓ ઉપર ભૂલી બિખરી યાદો જોજનો દૂર પડી હોય પણ તેને ફરતા વાર ન લાગે,તેમ સુધીર ની સ્થિતિ નાજુક હતી,તે રાહ જોઈ રહ્યો હતો કોઈ બારણું ખોલે.

અને તેની ઈંતેજારીનો અંત આવ્યો બારણું ખુલી ગયું સામે એક નવયૌવના ઉભી હતી,અંદર ફાનસનો પ્રકાશ હતો,એક ટેબલ પર કેટલાક કાગળ અને ડાયરી જેવું પડ્યું હતું,કદાચ ધર્મશાળા અંગેના લખાણ માટે હોય શકે,

"હલો હું ચંદા."અને ચંદાને જોઈ સુધીર માં કોઈ જાતની શક્તિ ઉભી થઇ નિસાસામાં ડૂબેલું તેનું મન એકદમ પ્રફુલ્લિત થઇ ગયું, તેણે જોયું સંધ્યા દેવીના આગમનથી આકાશમાં પણ ખુશીના રંગો ભરાઈ ગયા હતા, ખબર નહિ પણ એક ખુશીનું સ્મિત તેના ચહેરા ઉપર મલકાઈ ગયું.

"હલો, રૂમ જોઈએ છે?" ચંદા એક સુંદર નવયૌવના હતી,તેના નામ પ્રમાણે તેનો વાન હતો. સુધીર એટલો ખુશ હતો તો સામે ચંદા મોટેથી બોલી,તેને કહેવાનું મન થયું હું બહેરો નથી,એકદમ કડક છોકરી દેખાઈ તેની આંખોમાં કોઈ ખુશી નહિ બસ,કામથી કામનો પ્રશ્ન હતો,તે એકલી દેખાતી હતી પણ જાણે છોકરી હોવા છતાં તેને કોઈ ડર દેખાતો નહોતો,કદાચ ધંધાએ અને વેરાનીએ તેને એવી બનાવી દીધી હોય, આગંતુક સાથે કોઈ એવી રીતે વાત કરે.પણ સુધીરને કામથી કામ તેણે ચહેરા ઉપર એકદમ ઉપસી આવેલી ખુશીનો કંટ્રોલ કર્યો અને કહ્યું,

"હા, ચંદા"અને ચંદા ટેબલ પાસે પડેલી ખુરશી પર બેઠી અને સુધીરને સામે બેસવા ઈશારો કર્યો

"૫૦ રૂપિયા એક રાતના ને રોકડા."સુધીરે ખિસ્સામાંથી પૈસા કાઢ્યા ૧૦૦ રૂપિયા જ હતા, તેમાંથી તેણે પચાસ આપી દીધા.સામેના એક બોર્ડ ઉપર ત્રણ ચાર ખીટી ઉપરની ચાવીઓમાંથી એક ચાવી લઇ ઉભી થઇ અને સાથે સુધીર પણ ઉભો થયો ચંદાએ બાજુનો રૂમ ખોલી આપ્યો,અને બોલી

"બેડ અને પાણીની વ્યવસ્થા છે, ખાવાપીવાનો ખર્ચો જુદો થશે."

"સારું, ચંદા "અને ચંદા પાછી તેના રૂમમાં ગઈ સુધીર રૂમ ખુલ્લો રાખી બેડ ઉપર બેઠો,બહાર અંધારું ડોકિયાં કરતુ હતું હવામાં ઠંડાશ હતી અને મંદ મંદ પવન સુધીરનો થાક ઉતારી રહ્યો હતો,પહાડી ઉપર ચારેબાજુ સખ્તાઈ હતી,સહારો તો મળ્યો , આખી ધર્મશાળામાં એક માણસ હતું અને તે પણ છોકરી અને બોલે છે તો એવું કે કોઈ માહિતી પુછવી હોય તો સીધો જવાબ મળશે કે કેમ તે એક સવાલ હતો.તેને કેમ્પ વિષે પૂછવાની ઈચ્છા થઇ પણ ચંદાનું બારણું તો બંધ થઇ ગયું.તેને લાગ્યું કે આખા દિવસનો થાક તેને મિનિટમાં ઊંઘાડી દેશે એટલે માટીના ઘડામાંથી લોટામાં પાણી લઇ મોઢા પર છાંટ્યું અને લાંબા સમયની તૃષા શાંત કરવા આખો લોટો પાણી પી ગયો.જો કે રૂમમાં બધું જૂની પ્રથા પ્રમાણે હતું પણ બધું ચોખ્ખું હતું પાણી પણ તેને મીઠું લાગ્યું.કદાચ ચંદાને હિસાબે બધું ચોખ્ખું હશે,ચંદા તરફથી એટલું બધું બહુમાન ન મળ્યું પણ તે તેનું અપમાન પણ નહોતી કરતી,થોડી ગંભીર છે પણ કદાચ અહીંનું વાતાવરણ તેને માટે જવાબદાર હશે ગમે તેમ પણ તેને સહારો મળ્યો તેનાથી તે ખુશ હતો.

હવે ખાવાપીવાનું જુદું એટલે ભૂખ તો લાગી હતી પણ પચાસ રૂપિયા જ હતા કાલે રહેવું પડ્યું તો કઈ ચંદા મફતમાં નથી રહેવા દેવાની,મજબુરીનો માર્યો ફરી સુધીર ચિંતામાં પડી ગયો અને તેણે બેડમાં પડતું મૂક્યું.પણ પાછું યાદ આવ્યું તેણે ઉભા થઇ બારણું બંધ કર્યું.અને તેની આંખો ઘેરાવા મંડી ,તે ઓસીકા પર માથું મૂકી સુઈ ગયો,થોડીવારમાં તો નસકોરા બોલવા મંડ્યા.પણ ફરી પાછી બારણા ઉપર સાંકળ ખખડી ઝબકીને જાગ્યો,તેણે બારણું ખોલ્યું.અને ચંદા સામે ચા લઈને ઉભી હતી હવે શું કરવું,તેને ખર્ચો નહોતો કરવો પણ ચા તૈયાર હતી કેમનો અનાદર કરવો.તેને કઈ સમજ ન પડી,પણ પૂતળાની માફક તે ઉભો રહ્યો , ચંદાએ ચા ટેબલ પર મૂકી ને બોલી,

ક્રમશ: ભાગ ૨ માં.