Dholi Ankh in Gujarati Fiction Stories by Ashoksinh Tank books and stories PDF | ધોળી આંખ

Featured Books
Categories
Share

ધોળી આંખ

         તેં દીવસે વરસાદી વાતાવરણ હતુ. અમે બાળકોને દરિયા કિનારે પીકનીકમા લઇ ગયા હતાં.બાળકો દરિયામાં આવતાં મોજામાં રમવામાં મશગુલ હતાં.શિક્ષકો તેનાં પર ધ્યાન રાખી રહ્યાં હતાં ને બાળકો ને આગળ જતા અટકાવતા હતાં. બીચ પર દૂર જયાં માણસોની ઓછી અવર-જવર હતી,ત્યાં બે ઘરડા દાદા દરિયા સામે જોઇ ને ગુમસુમ બેઠા હતાં.મને તેનામાં રસ પડ્યો.હુ  ટહેલ તો- ટહેલતો તેં બાજુ ગયો. ગામડા નાં માણસોની ઓળખાણ કરવાની જૂની રીત મુજબ મે કહ્યુ,"રામ.. રામ.. દાદા." તેમણે પણ રામ..રામ..કર્યા.તેમણે મને પુછ્યું, " ક્યાં રે'વૂ જુવાન?" મે તેમને મારી ઓળખાણ આપી.તેં કહેવા લાગ્યા," ઠીક ત્યારે છોકરાઓ ને ફરવા લાવ્યા છો એમ ને?" "હારું..હારું...બચારા છોકરા પણ દરિયો જોવે ને!!".              તેં બન્ને દાદા દરિયા કાંઠે જ બાજુમાં આવેલ ગામનાં જ હતાં.એક દાદા વધારે  ઉમર વાળા હતાં. તેનાં કપડાં સફેદ  પણ મેલા હતાં.અસ્ત- વ્યસ્ત  મૂૂૂછ ને  થોડા દિવસની વધી ગયેલી  સફેદ  દાઢી દરિયાઇ તેજ હવામાં ફરફરતી હતી.માથે મેેેલુ ફાળિયું  બાંધેલું હતું. તેણે પહેરેલ કેેડીયાની કસ પણ  બાંધેલિ ન હતી.તેંની  સાથે   બેેઠેલા બીજા  દાદાએ થોડા ઉજળા કપડા પહેર્યા હતાંં.            વાત- વાતમા મને જાણવા  મળ્યું કે બન્ને  મિત્રો  છે   અને  કાકા-બાપાનાં ભાઇ પણ છે.પેેેલા મેલા કપડા વાળા દાદાની  આંખો મોતિયા ને લીધે ધોળી થઈ ગઇ હતી.તેં વારેે-વારે  દરીયામા  દૂર સુધી   નજર માંડ્યા કરતા. હુ તેમની સાથે વાતે વળગ્યો. તેં બન્ને અહી રોજ બેસવા આવે છે તેં વાત મે જાણી.ગામને પાદર દરિયો હોય તેને દરિયાનું આવુ ઘેલું નાં હોય એટલી  તો મને ખબર હતી.
     મે દાદાને પુછ્યું ," તમે રોજ   અહી બેસવા આવો?" દાદાએ કહ્યુ," છેલ્લાં ત્રીસ વર્ષથી એકેય દી એવો  નહીં હોય કે હું  અહિ નાં  આવ્યો હોવ." એમ  કહી તેંણે ધોળી થઈ ગયેલ  આંખ  દરિયા તરફ માંડી.  તેમની  ધોળી આંખોમાં મને ઉદાસી દેખાતી  હતી. હજી   તેં  દરીયા તરફ જોઇ રહ્યાં હતાં. અહિ રોજ   આવાનુંં   મેે  કારણ પુછ્યું. પહેલા તો તેંણે કહ્યુ, "આયા  ઠીક  લાગે   છે."  મેે આત્મીયતા કેળવીને વાતો...વાતો...માં ફરી  પુછ્યું," દાદા આટલાં  વર્ષોથી તમે રોજ આવો?! કંઇક  તો હશે જ !!? કહો.."

               દાદા ધોળી નજરે દરિયા તરફ જોઇ રહ્યાં.પછી મારી સામે જોઇ રહ્યાં.દાદાની ધોળી આંખો ચમકવા લાગી.જાણે તેમાં ભૂતકાળનો સળવળાટ થતો હોય તેવું લાગ્યું. દાદાએ નિ:સાસો નાખ્યો અને બોલ્યાં, " મારો દિકરો જુવાન થયો એટલે તેણે મને કહ્યુ, ' હવે તમારે દરિયો   ખેડવાનો  નથી, હું જુવાન થઈ ગયો છું, હવેથી હુ દરિયો ખેડીશ ' અમે રહ્યાં સાગર  ખેડુ અમારે ઘરે બેહિ રેવુઃ ન પાલવે.મે એને છૂટ આપી.એનાં તો લોહીમાં જ આ હુનર હતો.ઘણી વાર મારી હારે આવતો હતો.એટલે બધુ આવડતું તો હતુ જ.નાવડીને પવન સંગાથ કેમ હંકારાય,કેમ ઝાળ ફેંકાય,કેમ માછલી પકડાય એ બધાય મા તો ઈ હુશિયાર જ હતો.એ રોજ વેલી સવારમાં નાવડી લઇ ને ઉપડે દરિયામાં ને સાંજે સૂરજ  ઢળ્યે આવે પાછો.દાદાએ આથમતા સુર્ય તરફ જોયું ને કહ્યુ.  અતારના ટાણે લગભગ આવી જાય. મારે આખો દી' તો કાઈ કામ નાં હોય.એટલે ઈ થાક્યો પાક્યો આવે ત્યારે હુ અહિ સામે આવું, નાવડી લંગરાવું,માછલી ઉપડાવું ને બેય બાપ દિકરો આખા દી' ની વાતો કરતા ઘરે જાવી. 

એવાં જ એક દી' એ વેલી સવારે ગયો. ઈ વાતને આજ ત્રીસ વરહ થય ગ્યાં, હજી સુંધી આવ્યો જ નથી!!!.                                                     

          દાદાની ધોળી આંખો દરિયા તરફ મંડાઈ રહીં.દરિયામાં એક મોટું મોજું આવ્યુ.કાંઠે સફેદ ફીણ-ફીણ થઈ ગયા.પવનની એક આંટી આવી.ફીણ ઊડી દાદાની કોરી ધોળી આંખમાં પડ્યા.દાદાની ધોળી આંખ ભીની થઈ ગઇ. 

અશોકસિઁહ  ટાંક...
 (લખ્યા તારીખ: ૩/૯/૨૦૧૬)