ઉત્સાહ ટકાવી રાખો

જીવનમાં ઘણા પ્રસંગો એવા આવે છે જ્યારે માણસ દુઃખી અને હતાશ થઈ જોય છે. કોઇ સ્વજનનું  અવસાન થાય, છોકરા-છોકરીઓ પરીક્ષામાં નિષ્ફળ જોય ત્યારે કે ધંધામાં નુકસાન થાય, દેવું થઈ જોય ત્યારે લગભગ માણસ આવી નિરાશાજનક સ્થિતિ આવી પડે છે. આવા કપરા સંજોગોમાંથી નીકળવા માટે હકારાત્મક વિચારસરણી અને ઉત્સાહ જ સૌથી મોટી દવા તરીકે કામ કરે છે.

માણસ ગમે તેટલો હોંશિયાર, બુદ્ધિશાળી અને જ્ઞાની હોય પરંતુ એના કાર્યમાં ઉત્સાહ ન હોય, જોશ ન હોય તો એને ધારી સફળતા મળતી નથી. કોઇ મહાપુરૂષે યોગ્ય જ કહ્યું છે કે

“જે માણસ પોતાના કામમાં ઉત્સાહનો અનુભવ નથી કરતો, જીવનમાં એ કશાંય મહત્વનાં કાર્યો નથી કરી શકતો.”

ઉત્સાહ એ કોઇ બજોરમાં મળતી વસ્તું નથી. એ તો માણસની અંદર જ છે. આ એક માનસિક સ્થિતિ છે જે લગભગ હકારાત્મક વિચારસરણી અને ઉમંગ તથા જોશના મિશ્રણથી બનેલી છે.

ઉત્સાહિત બનવા માટે તમારે પૈસા ખર્ચવાની જરૂર નથી. તમારી વિચારસરણી બદલો, હકારાત્મક બનો, નિરાશા છોડો, પોતાની જોતને સ્ફૂર્તિમય અનુભવો પછી જુઓ. જે ઉત્સાહ તમારા મનમાં-હૃદયમાં જન્મે છે એ તમારા કાર્યને કેટલો સરળ અને સફળ બનાવે છે !

સફળ જીવનનું રહસ્ય છે ઉત્સાહ. આ જ ઉત્સાહ તમને દરેક મુસીબત અને અડચણ સામે લડવાનું બળ પૂરૂં પાડે છે અને તમને જીતાડે છે. તમારી દરેક ક્ષણને મહામૂલી બનાવે છે. ઉત્સાહ છે તો સફળતા છે. કારણ કે ઉત્સાહ વિના કોઇ પણ મહાન કાર્ય કરી શકાતું નથી કે કોઇ મહાન બાબતમાં સફળતા મેળવી શકાતી નથી.

અમે કોલેજમાં ભણતા હતા ત્યારે વોલીબોલની ટીમમાં અમારા એક મિત્ર ખૂબ સારો ખેલાડી હોવા છતાં લેવામાં આવ્યો ન હતો. કોચે એને એટલા માટે કાઢી મૂક્યો હતો કે એનામાં રમત માટેના બધા ગુણો, સ્કીલ કે ક્ષમતા હતા પરંતુ એક વસ્તુ ન હતી, ઉત્સાહ. જ્યારે એને ટીમમાંથી કાઢી મૂકવામાં આવ્યો ત્યારે સ્વભાવિક રીતે જ ખૂબ નિરાશ થઈ ગયો; પરંતુ સદ્‌ભાગ્યે એના પિતાના મિત્ર એક સાયકિયાટ્રિસ્ટ હતા. એમણે જ્યારે આ વાત જોણી ત્યારે એમણે ઉત્સાહપૂર્વક રમવાનું જણાવ્યું. અમારા એ મિત્રે ત્યારબાદ એવા ઉત્સાહથી રમવાનું શરૂ કર્યું કે એ કોલેજની ટીમમાં તો પાછો આવ્યો જ પરંતુ ઇન્ટર કોલેજ ટુર્નામેન્ટ જીતાડવામાં સૌથી મહત્વની ભૂમિકા અદા કરી. જે નાલેશીપૂર્વક એને ટીમમાંથી કાઢવામાં આવ્યો હતો એનાથી વધારે આનંદથી એના કોચ અને મિત્રોએ એને પુષ્પોથી વધાવ્યો. આ મિત્ર જેવા દુનિયામાં ઘણા ઉદાહરણો છે. વિશ્વના ઘણા બધા ખેલાડીઓ પ્રારંભમાં એટલા સફળ ન હોતા પરંતુ  કોચની કે કોઇની પણ સારી સલાહ માની ઉત્સાહપૂર્વક રમીને સફળ થયાના ઘણા ઉદાહરણો છે. બેટ્‌સમેન શિખર ધવન કે જેના નામે પ્રથમ ટેસ્ટમાં સૌથી ઝડપી ભારતીય સદીનો વિક્રમ છે, એ એક વખતે એટલો નિરાશ થઈ ગયો હતો કે ક્રિકેટ છોડી દેવાનું વિચારતો હતો. યુવરાજસિંહે પણ એક તબક્કે ક્રિકેટ છોડી દેવાનું વિચાર્યું હતું. રવિન્દ્ર જોડેજોએ તો બોલિંગ જ છોડી દેવાની હઠ પકડી લીધી હતી પરંતુ કોચની પ્રેરણા અને  પોતાના ઉત્સાહના જોરે આજે તે એક સફળ ઓલરાઉન્ડર બની શક્યો.તમને લાગશે કે આ તો યુવાનો છે એટલે ઉત્સાહના જોરે ટકી ગયા. કારણ કે યુવાનીનું સૌથી અગત્યનું પાસું છે ઉત્સાહ. માણસ એને ટકાવી રાખે તો શરીરથી ભલે વૃદ્ધ થાય પરંતુ મનથી તો એ યુવાન જ રહે છે. જે માણસને સફળતા મેળવવી હોય એણે ઉત્સાહ ટકાવી રાખવો જોઈએ. અને આપણે જોઈએ છીએ કે ઘણા ક્ષેત્રોમાં આધેડ વયના કે વૃદ્ધો પણ પોતપોતાની રીતે સફળ થતા હોય છે. એનું કારણ છે એમનો ઉત્સાહ. ઘણા બધા ડાકટરો, એન્જીનીયરો, વકીલો કે લેખકો, કલાકારો વૃદ્ધાવસ્થામાં પણ એટલા જ સક્રીય જોવા મળે છે જેટલા કે યુવાનો. એમાં મૂળ મુદ્દો એમના ઉત્સાહનો જ હોય છે. ઘણા બધા રાજકારણીઓને તમે જોશો કે વૃદ્ધાવસ્થામાં પણ ખૂબ સક્રીય હોય છે. એની પાછળ એમનો ઉત્સાહ, એમનો લક્ષ્ય, તમન્ના કહો કે ઘેલછા એ પણ કારણભૂત હોય છે.

વિશ્વમાં સૌથી મોટો ખજોનો ધન-દોલત કે હીરા-ઝવેરાતનો નહીં પરંતુ ઉત્સાહનો હોય છે. કેમ કે ઉત્સાહ હોય તો ધન-દોલત, હીરા-ઝવેરાત તો ખરીદી શકાય છે પરંતુ હીરા-ઝવેરાત કે ધન-દોલતથી શક્તિ  અને પ્રભાવ ખરીદી શકાતા નથી. આ જ ઉત્સાહ જીવનમાં ઘણા બધા ચમત્કાર સર્જી શકે છે.

તમે વિશ્વને ઉત્સાહ આપો અને તમારા વિરોધીઓને તમારા ગોઠણીએ પડેલા જોશો. ઉત્સાહ જેવી ચેપી કોઇ વસ્તુ નથી. ઉત્સાહ વિના જીવી શકાતુ નથી.” -બુલ્વર

ઉત્સાહ થાક ઉપરનો વિજય છે. હેરી ટ્રુમેને કહ્યું હતું કે મેં ઘણા મહાન સ્ત્રી-પુરૂષોની જીવનકથાઓનો અભ્યાસ કર્યો અને જોયું કે સફળતા મેળવનાર અને ટોચ ઉપર પહોંચનાર સ્ત્રી-પુરૂષોએ પોતાના કાર્યોને શક્તિ , ઉત્સાહ અને સખત પરિશ્રમ દ્વારા પૂરા કર્યા હતા. વાત સાચી છે કારણ કે ઉત્સાહ જ માણસની સફળતા કે નિષ્ફળતાની ભેદરેખા તૈયાર કરે છે. ઉત્સાહ ન હોય તો ગમે તેટલું પરિશ્રમ પણ વ્યર્થ છે. બેદિલીથી, નિરાશાથી કરેલા કાર્યનું મૂલ્ય કેટલું ? એનો અર્થ શું ? ઉત્સાહ તો એવો પ્રેરણા સ્ત્રોત છે કે જે માણસને પોતાના લક્ષ્યપ્રાપ્તિ માટે કાર્યાન્વિત  રાખે છે. ઉત્સાહ હોય તો કાંઇ પણ પ્રાપ્ત કરી શકાય છે. જેણે ઉત્સાહ ગુમાવી દીધો એણે બધું જ ગુમાવી દીધું. એ માણસ નાદાર થઇ ગયો. આનાથી વધુ નાદાર માણસ કોણ હોઇ શકે કે જેની પાસે બધું જ હોય પરંતુ ઉત્સાહ ન હોય? માણસ બધું જ ગુમાવી દે પરંતુ ઉત્સાહનો ખજોનો મનમાં ધરબાયેલો હશે તો સર્વસ્વ ગુમાવેલું ફરીથી પાછુ મેળવી શકશે.

એટલે ભલે તમે બધું જ ગુમાવી દો પરંતુ જીવનમાં ઉત્સાહને ટકાવી રાખજો, એ તમને ટકાવી રાખશે.

(સફળતાના સોપાન માં હવે પછી વાંચશો “ હિમ્મતે મર્દાં તો મદદે ખુદા ”)

***

Rate & Review

NAVROZ 1 month ago

Riti 2 months ago

Rakesh Thakkar 2 months ago

Haresh Devani 3 months ago

Varsha Patel 4 months ago