HIMMAT E MARDAA TO MADAD E KHUDA books and stories free download online pdf in Gujarati

હિમ્મતે મર્દાં તો મદદે ખુદા

આપણું જીવન વિચિત્ર સંજોગો અને પરિસ્થિતિઓનું સંયોજન છે. આરામથી, સરળતાથી કોઈ મુશ્કેલી કે મુસીબત વિના જીવન સુખથી પસાર થઈ રહ્યું હોય એવામાં અચાનક જ સંજોગો અને પરિસ્થિતિઓ બદલાઈ જોય, ધંધામાં નુકસાન થઈ જોય, ઘરમાં કોઈ એક્સીડન્ટ થઈ જોય, કે કોઈ સ્વજન મૃત્યુ પામે, કે કુટુંબના મોભી સમાન અને એકમાત્ર કમાનાર પિતાનું અવસાન થઈ જોય ત્યારે સમય, સંજોગોની સાથે આપણું જીવન પણ બદલાઈ જોય છે. આવી સ્થિતિમાં કાં તો માણસ હિમ્મત હારી હથિયાર હેઠા મૂકી દે છે કાં તો બમણા જોરથી સમય સંજોગો સામે લડવા માટે ઊભો થઈ જોય છે. હથિયાર હેઠા મૂકી દેનારા કંઈ બધાં જ નબળા માણસો નથી હોતા. જે લોકો ધીરજ અને હિમ્મત ટકાવી રાખી સમય સંજોગો સામે ટકરાતા રહે છે, એમની જીવન નૌકા પાછી શાંત સમંદર કિનારે લાંગરે છે.

”જો તમે સંપત્તિ ગુમાવી તો કશું જ નથી ગુમાવ્યું, પ્રતિષ્ઠા ગુમાવી તો એનાથી થોડુંક વધારે ગુમાવ્યું, પરંતુ જો તમે હિમ્મત જ હારી ગયા, તો જોણી લો કે તમે બધું જ ગુમાવી દીધું. “-જર્મન કવિ ગટે

તમારૂં સર્વસ્વ લૂંટાઈ જોય તો એનો અફસોસ ના કરતા, પણ તમારી હિમ્મતને સાચવી રાખજો, ગુમાવેલું પાછું મેળવવા માટે એની બહુ જરૂર પડવાની. કોઈકે હિમ્મતની સરસ વ્યાખ્યા કરી છે –

હિમ્મત એટલે ભયનો અભાવ નહિં પરંતુ ભય ઉપરનો વિજય.

અને ભય ઉપર વિજય મેળવવો એટલો આસાન નથી. એના માટે મનને ઘણું કઠણ કરવું પડે છે. ઘણું સંયમ રાખવું પડે છે. એના માટે તમારી જોતમાં તમને શ્રદ્ધા હોવી જઈએ, ઇશ્વરમાં શ્રદ્ધા હોવી જોઈએ. ભય ઉપર વિજય મેળવવા તમારા હેતુ અને લક્ષ્યને સતત દૃષ્ટિ સમક્ષ રાખવું જોઈએ અને એ મુજબ જ કાર્યો કરવા જોઈએ, તમારા મગજને હકારાત્મક અને રચનાત્મક વિચારોથી ભરી દેવું પડે તો જ તમારામાં હિમ્મત પેદા થશે. અને હિમ્મત પેદા થશે તો ભય પણ આપો આપ નાશ પામશે. ભય ભગાડવાનો બીજો ઉપાય આ છે કે જે વસ્તુનો તમને ભય લાગે છે સતત એ જ કાર્ય કરતા રહો.

અમેરિકાના પ્રસિદ્ધ પ્રમુખ અબ્રાહમ લિંકન ૫૪ વર્ષ સુધી સતત સંઘર્ષ કરતા રહ્યા અને હિંમત ટકાવી રાખી એટલે પ્રમુખ બની શક્યા. ઇસ્લામનું પહેલું યુદ્ધ બદરનું યુદ્ધ ગણાય છે જેમાં પગમ્બર હઝરત મુહમ્મદ સ.અ.વ. સાથે માત્ર ૩૧૩ સાથીદારો હતા, ગણ્યા-ગાંઠ્યા ઘોડા હતા, ગણ્યા-ગાંઠ્યા ઊંટ, તલવારો અને ભાલા હતા. કેટલાકના પગમાં તો ચપ્પલ કે જૂતા પણ ન હતા અને આ ૩૧૩ની સામે મક્કાના કુરૈશીઓ પાસે ૧ હજોરથી વધારેનું લશ્કર હતું જેમની પાસે ઘોડા, ઢાળ, તલવારો અને ભાલા હતા. એમ છતાંય જ્યારે યુદ્ધ લડાયું તો મુસ્લિમોનો વિજય થયો.

વિજય સૈનિકોની સંખ્યાના આધારે નહિં પરંતુ એમની હિમ્મત અને બહાદુરીના જોરે જીતાય છે.

એવી જ રીતે યુરોપના સ્પેન ઉપર હુમલો કરવા ગયેલા તારિક બિન ઝિયાદે (જેમના નામ ઉપરથી જબલ અલ તારિક (તારિક પર્વત) નામ પડ્યું અને અપભ્રંશ થઈ ‘જિબ્રાલ્ટર’ થયું) જે નૌકાઓમાં પોતે દરિયાકાંઠે પહોંચ્યા હતા એ નૌકાઓ બાળી નાખવાનો હુક્મ આપ્યો. સાથીદારોએ પૂછ્યું કે આપણે પાછા કેવી રીતે જઈશું? ત્યારે સેનાપતિ તારિક બિન ઝિયાદે જે જવાબ આપ્યો એ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલ કવોટ બની ગયો છે. તારિકે જવાબ આપ્યો હતો કે આપણે નૌકાઓ એટલા માટે બાળી નાખી કે પાછા જવાનો કોઈ વિચાર જ ના કરે. આપણે માત્ર આગળ જ વધવાનું છે - પાછા વળવાનું નથી. અહીં લડવાનું છે અને અહીં જ જીતવાનું છે. અને જો હારી પણ જઈશું તો મરવાનું પણ અહીં જ છે. એમાં કોઈ શંકા ન હોઈ શકે કે આવા બહાદુર સૈનિકોએ ઉન્દલૂસ (સ્પેન)ને જીતી લીધું. સ્પેનમાં મુસ્લિમોએ લગભગ ૮૦૦ વર્ષ સુધી શાસન કર્યું.

સ્વેટ માર્ડને સરસ વાત લખી હતી કે

“કોઈ પણ ચીજને વળગી રહો અને તેને પરિપૂર્ણ કરો. તમે જે જગા ઉપર છો, તેને માટે તમે સર્જાયેલા છો, એમ માનો અને તમારી સઘળી શક્તિ નો ઉપયોગ કરો. જોગૃત થાઓ, તમારામાં ચૈતન્ય, તમારામાં વિધુતશક્તિ આણો, કામ ઉપર ચઢી જોઓ. એક જ વાર એક ચીજને પરિપૂર્ણતાએ આણતાં શીખો અને તમે જરૂર બહાદુર માણસ બનશો. તમને તમારી જોત માટે સારા વિચાર આવશે. બીજોઓ તમારા માટે સારા વિચાર આણશે. જગત તેના ખરા અંતઃકરણથી સખ્ત અને દૃઢ સંકલ્પથી કામ કરવાને વખાણે છે.”

ખરી વાત છે. હિમ્મત, ધીરજ, લગન, દૃઢ સંકલ્પ શક્તિ અને જે કાર્ય હાથમાં લીધું એને પૂરૂં કરવું, આ બધા જ ગુણો માણસને અન્ય યુવાનોથી, વિજેતાઓને અધૂરામાંથી છોડીને ભાગી જનારાઓથી તથા સફળ માણસોને નિષ્ફળ માણસોથી અલગ પાડે છે.

બોર્ડર ઉપર છમકલાં થતાં રહે છે. સૈનિકો દુશ્મનો સામે લડે છે. ક્યાંથી કેટલી ગોળીઓ આવશે અને કઇ ગોળી એમને વીંધી નાખશે એની પરવા કર્યા વિના સૈનિકો લડતાં રહે છે. સૈનિકો બોર્ડર ઉપર લડતા રહે છે અને સામાન્ય માણસો સમાજમાં રહીને. માણસો સતત સમય અને સંજોગો સામે લડતા રહે છે. ક્યારેક બાજી આ તરફ તો ક્યારેક બાજી પેલી તરફ. જે લોકો મક્કમતાથી સંઘર્ષ કરતા રહે છે, હિમ્મતથી સમય અને સંજોગો સામે લડતા રહે છે તેઓ વિજેતા બને છે - સમય અને સંજોગો એમને પરાસ્ત કરી શકતા નથી. આવા જ લોકો અજેય અને સફળ બને છે.

એમ પણ જીવન કઈ ફૂલોની પથારી નથી, એ તો કંટકોનો માર્ગ છે. જેમ ઈનામ મોટું તેમ એને પ્રાપ્ત કરવા માટેની કસોટીઓ પણ સખત હોવાની. મુશ્કેલીઓ લડાયક લોકો સામે ગોઠણે પડી જોય છે, પરંતુ આ વાત બહુ ઓછા લોકો જોણે છે. જીવનના માર્ગમાં નાની નાની મુશ્કેલીઓ આવે એટલે હિમ્મત હારી જનારા લોકોએ જોણવું જોઈએ કે આત્મ વિશ્વાસ, ધીરજ, અને હિમ્મતથી જ સંકટો દૂર થાય છે. હેરિયટ બીચર સ્ટોનું આ આ વાક્ય હંમેશાં યાદ રાખવા જેવું છે. ‘

જ્યારે તમે કાંઈ સંકડામણમાં આવી જોઓ અને દરેક બાબત તમારી વિરુદ્ધ જતી હોય અને છેવટે તમને એમ જણાતું હોય કે હવે તો એક મિનિટ પણ ટકી શકાશે નહીં, ત્યારે પણ તમે હાથમાં લીધેલી બાબત કદી છોડશો નહિ. હિમ્મતથી કામ લેશો તો દશાનું ચક્ર ફરી જશે.’’

ખરી હિમ્મત તો એ છે કે માણસ સંકટના સમયે પણ પોતાની માનવતા અને નૈતિકતાને જોળવી રાખે.

અને છેલ્લે ગેઈલ બ્રૂક બર્કેટની આ પંક્તિઓમાંથી પ્રેરણા મેળવીએ.

I do not ask to walk smooth paths nor bear an easy load.

I pray for strength and fortitude to climb the rock - strewn road.

Give me such courage I can scale the hardest peaks alone,

And transform every stumbling block, Into a stepping - stone.

આનો ભાવાર્થ એવો છે કે હું સરળ પંથ કે ઓછો બોજો નથી માગતો. હું શક્તિ અને કૃતજ્ઞતા ઇચ્છું છું જેથી ખડકાળ રસ્તાઓ ઉપર પણ ચાલી શકું. હું એવી હિમ્મત રાખવા માંગુ છું જેથી સૌથી ટોચના શિખરે પણ એકલો પહોંચી શકું અને મારા માર્ગમાં આવનારા દરેક મુશ્કેલીના પથ્થરને સફળતાનું પગથિયું બનાવી શકું.

(સફળતાના સોપાનમાં હવે પછી વાંચશો “ આપણી નિર્બળતામાંથી શક્તિ જન્મે છે “)