Hill station in Gujarati Novel Episodes by Nikunj kukadiya samarpan books and stories PDF | હિલ સ્ટેશન

હિલ સ્ટેશન

Dedicate

હું એ બધા વ્યક્તિ નો દિલ થી આભાર પ્રગટ કરું છું કે જેમણે મને આ નોવેલ લખવા માટે પ્રેરિત કર્યો. તેમજ બધા જ મારા મિત્રો નો ખૂબ ખૂબ આભાર કે તમે આ નોવેલ નો એક ભાગ બન્યા. આ નોવેલ મારા મિત્રો અને માતા પિતા ને સમર્પિત...

હિલ સ્ટેશન

“જીવ­­ન માં કંઈક જાણવું કે શીખવું હોય તો "દોસ્તો" વગર કાઈ પણ શકય નથી”, તો કઈક એવા જ દોસ્તો મને સ્કૂલ ના સમય માં મળ્યા હતા. અમારા ગ્રુપ માં કૃણાલ ,ઋત્વિક(ઋતુ),આદિ (આદિત્ય) અને હું એટલે કે સાગર એમ અમારું 4 વ્યક્તિ નું ગ્રુપ હતું.

અમેં ધો. 12 ની પરીક્ષા આપી હતી. અમારે વેકેશન ચાલતું હતું. અને વેકેશન હોય એટલે મારે સવારે 9 વાગ્યે જાગવાની ટેવ પડી ગઈ હતી. પછી ફ્રેશ થાવ ત્યાં સુધી માં 10.30 જેટલો સમય થઈ જતો. પછી મોબાઈલ લઈને બેસું એટલે 12 કેમ વાગી જતા એ જ ખબર ન રહેતી. મોબાઈલ માં બધા ની સ્ટોરી અને પોસ્ટ જોઈને. મેં રોજ ની જેમ કૃણાલ ને કૉલ કર્યો. અને પૂછ્યું કે “ભાઈ ક્યાં છો??”

“ઘરે જ છું,ભાઈ” કૃણાલે કહ્યું.

“હા તો ઘરે જ રહેજે, હું આવું છું તારા ઘરે.” મેં કહ્યું.

પાંચ જ મિનિટ માં હું કૃણાલ ના ઘરે પહોંચ્યો અને ત્યાં પહોંચી ને હું કૃણાલની રૂમ માં ગયો અને ત્યાં ક્યાંક બહાર જવાની વાત કરતા જ હતા એવામાં ઋતુ નો કોલ આવ્યો.

“ક્યાં છો?” ઋતુ એ પુછ્યું.

“કૃણાલ ના ઘરે બેઠો છું, કંઈ કામ છે?”મેં કહ્યું.

“ના કંઈ કામ તો નથી, પણ ઘરે કંટાળો આવે છે યાર”ઋતુ એ કહ્યું.

“હા તો તું અહીંયા આવી જા. અમે અહીંયા બેઠા જ છીએ.” મેં કહ્યું.

“ના, યાર ત્યાં નથી આવવું. ક્યાંક બહાર જવું છે” ઋતુ એ કહ્યું.

“હા, તો એક કામ કર. તું આદિ ને લઈને એ.બી.સી. સર્કલ પાસે આવ, હું કૃણાલ ને લઇ ને ત્યાં પહોચ્યો.” મેં કહ્યું

“હા આદિ મારી સાથે જ છે, અને અમે પણ નીકળીએ જ છીએ” ઋતુ એ કહ્યું.

પછી અમે ત્યાં રોજ ની જેમ જ બાઇક પર બેસતા અને વાતો કરતા. અમે બધા શાંતિ થી વાતો કરતા હતા, પણ ઋતુ એક જગ્યાએ શાંતિથી ક્યારેય બેસી ન શકે. એ કૂતરાને જુએ એટલે કોણ જાણે એને શુ થઈ જાય તેનું ભાન ના રહે. કૂતરા ની પાછળ દોડે અને તેને હેરાન કરે. પછી થાકી જાય એટલે મને કહે કે સાગરિયા, ભાઈ પાણી તો લઈ આવ પેલા દુકાને થી અને હું ક્યારેય કોઈ વસ્તુની ના ન કહી શકું. હું પાણી લેવા ગયો અને તેને આપ્યું પછી એને પાણી પીધું. અને અમે પાછા વાતો એ ચડી ગયા. અને વાતો વાતો માં 7 કેમ વાગી ગયા એ ખબર જ ના રહી. પછી અમે બધા ઘરે જવા નીકળ્યા. અને ઘરે જઈ ને ફ્રેશ થઈ ને હું જમવા બેઠો. હું જામી ને ઊભો થયો.એવા માં 9 વાગી ગયા, અને મારે દોઢિયા ક્લાસીસ જવાનો સમય થઈ ગયો હતો. પછી હું દોઢિયા ક્લાસ ગયો. ત્યાંથી રોજ 12 વાગ્યે ઘરે આવતો હતો. આ રોજ ની મારી દિનચર્યા બની ગઈ હતી.

ધીમે ધીમે વેકેશન ના દિવસો પસાર થવા લાગ્યા. અને અમારા બોર્ડની પરીક્ષા નું પરિણામ આવવામાં માત્ર 2 જ દિવસ બાકી હતા. ત્યારે મેં મારા ઇન્સ્ટાગ્રામ માં સ્ટોરી મૂકી કે “two day left for 12th examination result” ત્યારે એક છોકરી નો રીપ્લાય આવ્યો કે “હા, યાર મને બહુ જ ટેંશન થઇ રહ્યું છે” હું એમને જાણતો ન હતો એટલે મે કહ્યું.

“sorry મેં તમને ઓળખ્યા નથી,તમે કોણ”.

“આપણે એક જ સ્કૂલ માં હતા.” પેલી છોકરી એ કહ્યું.

હું તે છોકરીને ઓળખતો ન હતો પણ તેની પ્રોફાઇલ માં સંધ્યા પટેલ નામ હતું. મે આ નામ પહલી વાર વાચ્યું હતું.મન માં તો બહુ જ સવાલો થતા હતા કે કોણ હશે આ?? પછી થોડો વિચાર કર્યા પછી મે પૂછ્યું.

“તમે મને ક્યારેય જોયેલો છે?” મે સંધ્યા ને આશ્ચર્ય સાથે પૂછ્યું.

“હા, તે આપણી શાળા ની વિદાય માં ‘ભય મુક્ત જીવન’ વિશે સ્પીચ આપી હતી ત્યારે.” સંધ્યા એ કહ્યું.

“હા, પણ મેં ક્યારેય તને સ્કૂલ માં જોઈ જ નથી.” મેં કહ્યું.

“એ હું કલાસ ની બહાર નીકળતી ન હોવાથી તે નઈ જોઈ હોય મને.” સંધ્યા એ હસી ને કહ્યું.

“Oky, સારું” મેં કહ્યું”.

“યાર મને આ બોર્ડ વાળા પર બહું જ ગુસ્સો આવે છે” સંધ્યા એ કહ્યું.

“કેમ શુ થયું?” મેં આશ્ચર્ય થઈ પૂછ્યું.

“આ લોકો ને મારા બર્થડે ના દિવસે જ રીઝલ્ટ રાખવાનું મન થયું હતું?”સંધ્યા એ ગુસ્સા થી કહ્યું.

“ઓહો 2 દિવસ પછી તારો બર્થડે છે?” મેં પૂછ્યું.

“હા, યાર મને તો બહુ જ ટેન્શન થાય છે.”સંધ્યા એ કહ્યું.

“અરે યાર, એમા ટેન્શન લેવાનું ન હોય, એ તો આપણે જેવું લખ્યું છે એવા માર્કસ આવશે.” મેં તેને હિંમત આપતા કહ્યું.

“તો પણ યાર માર્ક્સ સારા નહી આવે તો?”સંધ્યા એ ગભરાહટ પૂછયું.

“માર્ક્સ સારા નહી આવે તો શું આપણી લાઈફ પુરી નથી જવાની? અને જો ફેલ થશું તો પરીક્ષા માં ફેલ થશું લાઈફ માં નહી એટલે તું ટેન્શન ન લેતી. ભગવાન બધા નું સારું જ ઈચ્છે છે.”મેં સંધ્યાને કહ્યું.

“તને તો જરા પણ ટેન્શન નથી લાગતું રિઝલ્ટ નું....”સંધ્યા એ કહ્યું.

“નહી, જે થવાનુ છે એ જ થશે પછી શુ માટે ખોટી મગજ ને તકલીફ આપવી.”મેં કહ્યું.

“Oky તો હું પણ હવે ટેંશન નહીં લઉં, થેન્ક યું સાગર તે મને હિમ્મત આપી એટલે.” સંધ્યા એ કહ્યું.

“મોસ્ટ વેલકમ, એન્ડ સોરી મારે કામ છે એટલે પછી વાત કરું” મેં કહ્યું

“Oky by”સંધ્યા એ કહ્યું

બીજા દિવસે સવારે જ્યારે હું ફ્રેશ થઈને મોબાઈલ લઇને બેઠો ત્યારે જોયું તો ઇન્સ્ટાગ્રામ માં સંધ્યા નો મેસેજ આવેલો હતો. મેં મેસેજ ખોલ્યો તો તેમાં 'good morning' લખ્યું હતું.

પછી મેં પણ તેને રીપ્લાય આપતા કહ્યું “good morning”.

ત્યાર બાદ હું બધા ની પોસ્ટ અને સ્ટોરી જોતો હતો ત્યાં ફરી સંધ્યાનો મેસેજ આવ્યો.

“Hii” સંધ્યા એ કહ્યું.

“Hii બોલો” મેં કહ્યું.

“શુ કરે છો” સંધ્યા એ કહ્યું.

“બસ ફ્રેશ થઈને મોબાઈલ લઈને બેઠો, અને તું શું કરે છે??” મેં કહ્યું.

“બસ કામ કરતી હતી અને અત્યારે ફ્રી થઈને મોબાઈલ લઈને બેઠી” સંધ્યા એ કહ્યું.

“Oky good” મેં કહ્યું.

અને પછી તરત જ ઋતુ નો કોલ આવ્યો અનેતેણે મને તેના ઘરે આવવાનું કહ્યું. એટલે હું મારી બાઇક લઈને તેના ઘરે પહોંચ્યો તો કૃણાલ અને આદિ બંને ત્યાં હતા. એટલે મેં ત્યાં જઈને કહ્યું કે

” શું વાત છે આખા ગામની છેલ્લે આવવાવાળા આજ સૌથી પહેલા પહોચી ગયા છે.”

“હા હો, આજ અમે વેલા પહોંચી ગયા” એમ કૃણાલ અને આદિ બંને બોલ્યા.

પછી અમે ત્યાં ઋતુના ઘરે ટીવીમાં મુવી જોવા બેસી ગયા એટલે ખબર જ ના રહી કે કેમ 2 કલાક નીકળી ગયા. પછી ઋતુના મમ્મી એ ઇડદા બનાવ્યા હતા.અમે લોકો એ ખાધા અને આદિયા એ ઋતુના મમ્મીના વખાણ કરવાના ચાલુ કરી દીધા કે, “આન્ટી બહુ જ મસ્ત ઇડદા બનાવ્યા છે”. અને આદિ એટલું બોલ્યો ત્યાં આન્ટી હજુ વધારે લઇને આવ્યા ને કહ્યું કે” આટલા ઇડદા ખાઈને જ ઉભું થવાનું છે. ત્યાં સુધીમાં કોઈ પણ ઉભું થયું તો આવી બનશે"પછી ઇડદા ખાઈને ત્યાં જ બેઠા હતા અને વાતો કરતા હતા એટલા માં ઋતુ બોલ્યો કે “કાલે રિઝલ્ટ છે આપણુ તમને યાદ તો છે ને??” ત્યાં આદિ બોલ્યો કે “તું તો કાપલા લઈને જતોને પરીક્ષા આપવા તો તારે શેનું ટેંશન છે?”

ત્યાં એની વાત અટકાવતા કૃણાલ બોલ્યો કે ગમે એમ હોય ભાઈ પણ રીઝલ્ટ નું ટેંશન તો છે જ થોડું.

એટલે મેં કહ્યું કે,“ટેંશન શું લેવાનું જેવું લખ્યું છે એવા જ માર્ક્સ આવશે એટલે ખોટું મગજને ટેંશન ન આપો અને જલસા કરો” હું આવું બોલી તો ગયો હતો પણ થોડું ટેંશન તો મને પણ હતું પરંતુ હું હંમેશા મન મજબૂત કરીને રાખતો અને ક્યારેક કોઈ વાત નું ટેંશન હોય તો પણ હું હંમેશા હસીને એની સામે લડવાનો જ પ્રયત્ન કરતો જ હોઉં.

પછી અમે લોકો ત્યાંથી છુટા પડ્યા. અને બધા પોતપોતાના ઘરે ગયા. રાત્રે હું દોઢિયા કલાસે થી રોજ કરતા વહેલા ઘરે આવી ગયો હતો અને હું મોબાઈલ માં ઇન્સ્ટાગ્રામ ખોલીને બેઠો હતો એવામાં મને સંધ્યાના જન્મદિવસ વાળી વાત યાદ આવી એટલે મેં તરત જ એને મેસેજ કરીને બર્થડે ની શુભકામનાઓ આપી એટલે સંધ્યા ઓનલાઈન જ હતી એટલે તેણે તરત જ રીપ્લાય આપતા કહ્યું કે “thank you so much sagar.”

પછી હું થાકી ગયો હતો એટલે મેં કઈ બીજી વાત ન કરી અને તરત જ સુઈ ગયો...

બીજા દિવસે સવારે 4 વગયા નો જાગી ને હું રીઝલ્ટ ક્યારે વેબસાઈટ પર મુકાય એની રાહ જોતો હતો.પણ કોણ જાણે કેમ કરતા મારી આંખ લાગી ગઈ ને હું ફરી સુઈ ગયો. અને સીધો 8 વાગ્યે જાગ્યો. એટલે મેં તરત જ મારા મોબાઈલ માં જોયું તો મારા બધા મિત્રો ના થઈને 20 misscalls હતા. મને ખબર પડી જ ગઈ હતી કે, રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. અને આ લોકો મને મારુ રિઝલ્ટ પૂછવા માટે call કરતા હશે. માટે મેં કોઈને પણ call back ના કર્યાને ફટાફટ બોર્ડની વેબસાઈટ પર જઇને મારો સીટ નંબર નાખ્યા અને મેં મારું રિસઝલ્ટ જોયું તો તેમાં 70 % એ જોઈને હું ખૂબ જ ખુશ થઈ ગયો હતો. કારણ કે હું economics ના પેપર માં ખૂબ જ બીમાર પડ્યો હતો એટલે મને પાસ થવાની ઉમ્મીદ જ ન હતી, અને આ 70 % જોઈને ખૂબ જ આનંદિત થઈ ગયો હતો. પછી મેં જેટલા મિત્રો એ call કર્યા હતા એમને call કરીને એમના માર્ક્સ પૂછ્યા અને મારા માર્ક્સ એમને જણાવ્યા. ત્યાર બાદ મેં સંધ્યાને માર્ક્સ પૂછવા માટે મેસેજ કર્યો.

“Hi oy” મેં કહ્યું.

“Hi bolne” સંધ્યા નો રીપ્લાય આવ્યો.

“Paas k fail ??” મેં પૂછ્યું.

“pass પણ 72% જ આવ્યા” સંધ્યા એ કહ્યું.

“ઓહોહો ,મારા કરતાં વધારે ! Congratulations” મેં કહ્યું.

“તારે કેટલા છે??”સંધ્યા એ કહ્યું.

“70 ” મેં કહ્યું.

“ઓહો તો તો સરખાજ જ કહેવાય, કંઈ વધારે ન કહેવાય” સંધ્યા એ મજાક કરતા કહ્યું.

“હા પણ મારા કરતાં 2 ℅ તો વધારે છે એટલે વધારે જ કહેવાય.” મેં કહ્યું.

“હા ok તું કહે તેમ બસ” સંધ્યા એ કહ્યું.

“હમ્મ” મેં કહ્યું.

થોડી વાર પછી સંધ્યાનો ફરી મેસેજ આવ્યો

“Oyy” એમ લખ્યું હતું અને એક screen short હતો.

મેં એ screen shot જોયો તો એમાં કૃણાલ નો નંબર હતો. અને તેણે મારો contect number સંધ્યાને મોકલ્યો હતો. એટલે મને થયું કે કૃણાલ સંધ્યાને ક્યારથી ઓળખતો હશે? અને તેની પાસે સંધ્યાનો નંબર ક્યાંથી આવ્યો હશે? અને મારો નંબર તેણે સંધ્યાને કેમ મોકલ્યો હશે?હું આવું વિચારતો હતો.

“સોરી, કૃણાલ એ ભૂલ માં મને તારો નંબર મોકલી દીધો હતો અને મેં ભૂલ માં સેવ પણ કરી લીધો”સંધ્યા એ હસી ને કહ્યું.

“ના, એમાં sry નો હોય.” મેં કહ્યું.

પછી મેં તરત જ કૃણાલ ને call કર્યો. અને પૂછ્યું કે, “તું સંધ્યા પટેલને ઓળખે છે?”

“હા, ઓળખું જ ને બેન છે.” કૃણાલ કહ્યું.

“પણ તું કઈ રીતે એને ઓળખતો થયો?” મેં પૂછ્યું.

“તે આપણી સાથે જ school માં ભણતી હતી. એટલે” કૃણાલ એ કહ્યું.

“પણ તે એને મારો નંબર કેમ મોકલ્યો??” મેં પૂછ્યું.

“Sry ભાઈ પણ મારો મોબાઈલ ખરાબ થઈ ગયો છે. એટલે તારો નંબર બધાને મોકલાય ગયો છે.” કૃણાલ એ કહ્યું.

પછી મેં પાછો સંધ્યા ને મેસેજ કર્યો ને કહ્યું કે “sry કૃણાલ નો મોબાઈલ ખરાબ થઈ ગયો છે એટલે મારો નંબર તને મોકલી દીધો હતો”

“કઈ નહી, મેં તો પણ save કરી લીધો છે.”સંધ્યા એ કહ્યું.

“Ok સારું તો રહેવા દે બીજું શું, કઈ નહી ચાલ by ” મેં કહ્યું.

“લે ક્યાં જવું છે?” સંધ્યા એ પૂછ્યું.

“જવું ક્યાંય નથી પણ મારે થોડું કામ છે.” મેં કહ્યું.

“Ok saru by” સંધ્યા એ કહ્યું.

continue......

હિલ સ્ટેશન નો પહલો ભાગ વાંચવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.જો તમને આ નોવેલ ગમી હોય તો review આપવા વિનંતી.