Hill station - 4 in Gujarati Fiction Stories by Nikunj kukadiya samarpan books and stories PDF | હિલ સ્ટેશન - 4

હિલ સ્ટેશન - 4

બધું પહેલા જેવું નોર્મલ થઈ ગયું હતું. અમે પાછા આખો દિવસ વાત કરવા લાગ્યા હતા અને ગ્રુપમાં પણ ખૂબ વાતો કરતા. પણ અચાનક સંધ્યાની મોટી દીદીની ફ્રેન્ડના મામા અને સંધ્યાના પપ્પાના ફ્રેડ એટલે રજનીભાઈ.

રજનીભાઈ એમતો એની દીદીની ફ્રેન્ડના મામા હતા. પણ સંધ્યાની દીદી એને ભાઈ કહેતી. પણ સંધ્યાને રજની બિલકુલ પણ ગમતો ન હતો. રજનીની વાત સંધ્યા એ મને એકવાર કરી હતી કે, પપ્પા ને બગાડવામાં મૅઈન હાથ રજનીનો જ છે. હું એને બોલાવતી પણ નથી. આવું સંધ્યા એ કીધા પછી મને એમ થયું કે એક વાર માણસને મોકો તો આપવો જોઈએ કે સારા હોવાનું સાબિત કરે, એટલે મેં સંધ્યાને કહ્યું કે, તું એકવાર વાત તો કરી જો એમની સાથે શાયદ એમનામાં સુધારો આવી ગયો હોય તો?

મારી વાતને માન આપતા સંધ્યાએ રજનીને બ્લોકમાંથી કાઢ્યો એટલે તરત જ બીજા દિવસે રજનીએ સંધ્યાની બધી detail કાઢવાનું શરૂ કર્યું. એને એ ખબર પડી ગઈ હતી કે એ મારી સાથે આખો દિવસ વાત કરે છે. અને આ વાત એને સંધ્યાના પપ્પાના કાન ભરતા કરી કે તારી દીકરી એક ખરાબ છોકરાના contactમાં છે. હવે આવી વાત કોઈપણ દીકરીના બાપને મળે એટલે કોઈપણ બાપનો મગજ હલી જ જાય. પણ સંધ્યાના પપ્પા એ રજનીને કહ્યું કે તું જ સમજાવી લે સંધ્યાને કે કોના Contactમાં રહેવાય અને કોના Contactમાં ન રહેવાય.

"એટલે એક દિવસ રજનીએ સંધ્યાને મૅસેજ કર્યો અને કહ્યું કે આ સાગર પટેલ કોણ છે?

મારો ફ્રેન્ડ છે કેમ?" સંધ્યાએ પૂછ્યું.

"અરે એ સારો છોકરો નથી.એના રિપોર્ટ બહુ ખરાબ છે." રજનીએ કહ્યું.

"કેમ ખરાબ એટલે?" સંધ્યાએ પૂછ્યું.

"ના અત્યારે નહીં પછી કહીશ." રજનીએ કહ્યું.

"બોલો...kyo mane badhuj" સંધ્યાએ કહ્યું.

રજનીએ કહ્યું કે,

"Tene maro aj marat ek var pan te sudhri gayo.

Te ulata kam kare che ne lafara kare che.

Te jaya rahe teni bajuma shree pan che taya j bese badha j mara group na che ne teni same te jove pan nay.

Tare perfect detail joti hoy to call par tane sambhlavish jene teni jode problem thayo hato teni jode ne teni sis na report pan kharab che."


સ્વાભાવિક છે કે કોઇપણ છોકરીને કોઈપણ છોકરાના આવા રિપોર્ટ મળે એટલે એ છોકરી સામેવાળા છોકરા પર ક્યારેય વિશ્વાસ ન કરે. પણ મેં પેહલા કીધું એમ સંધ્યા થોડીક અલગ નીકળી અને એને મને બ્લોક કરવા કે મારો નંબર delete કરતા પહેલા મને વાત કરી કે સાગર તારે મારી પહેલા કોઈ છોકરી સાથે સંબંધ હતો?

એટલે ઘડીક તો મને થયું કે સંધ્યા મજાક કરે છે. એટલે મેં કહ્યું કે હા બહુ બધી છોકરી હતી બોલને તારે શુ કામ છે એ બધીનું?

એટલે સંધ્યાએ કહ્યું કે, મજાક ન કર ચોખ્ખું કે મારી પહેલા કોઈ છોકરી હતી?

"ના તારી પહેલા તો કોઈ પણ ન હતી, પણ તું આજ અચાનક આવો સવાલ કેમ કરે છે?" મેં પૂછ્યું.

"સાચું કહે છો ને?" સંધ્યાએ પૂછ્યું.

"હા અલી તું કહે એના કસમ ખાવ પણ આજ કેમ આવું પૂછે છે?" મેં પૂછ્યું.

"મેં તને કહ્યું હતું યાદ છે? મારી દીદીના friendના પેલા મામાનું?" સંધ્યાએ કહ્યું.

"હા મેં તને એની સાથે વાત કરવાનું કીધું હતું એ જ ને?" મેં કહ્યું.

"હા એ જ" સંધ્યાએ કહ્યું.

"હા તો શું થયું છે?" મેં પૂછ્યું.

એમણે મને તારા રિપોર્ટ આપ્યા અને આવું કહ્યું કે,

(ઉપર મુજબ એ બંને ની મારા વિશેની વાત નો screenshot મોકલ્યો)

આ screenshot વાંચ્યા પછી મને એમ થયું કે ખોટા માણસને મોકો આપવાનું કહી દીધું મેં સંધ્યાને.પછી તો મને ઘણો અફસોસ થયો પણ શું કામનો?

પછી હું સાચો છું અને મેં કોઈ પણ જાતના લફરાં નથી કર્યા. એ સાબિત કરવા માટે મેં સંધ્યાને કહ્યું કે, મારે તારા રજની મામાને મળવું છે. અને એમને કેજે કે મારા આવા રિપોર્ટ આપ્યા છે તો એની સાબિતી પણ સાથે લેતા આવે.

અને મારી વાત મુજબ સંધ્યાએ એમની સાથે વાત કરી તો એમને એમ કહ્યું કે હા,હા, અમારે પણ મળવું જ છે એને.

મને એમના આવા રીપ્લાય પરથી કઈ સમજાયું ન હતું. પણ હું સાચો હતો એટલે મેં સંધ્યા ને કહ્યું કે એમની સાથે એકવાર વાત તો કરવી જ છે. એટલે સંધ્યાએ એમને વાત કરીને અમારુ મળવાનું ગોઠવ્યું પણ સંધ્યાને રજની પર ભરોસો ન હતો, સંધ્યાને એમ હતું કે આ લોકો કંઈક મારા-મારી ન કરે. એટલે સંધ્યાએ એમ કહ્યું કે, "જ્યાં મળવું હોય ત્યાં પણ હું સાથે આવીશ મળવા."

મને કોઈ પ્રોબ્લેમ ન હતો એટલે મેં કહ્યું કે મને કંઈ પ્રોબ્લેમ નથી તારા પેલા મામાને પુછી જો. એટલે એણે મામા સાથે વાત કરીને મને મળવા બોલાવ્યો.

અને મેં મારા દોસ્ત ઋતુને વાત કરી કે સંધ્યાના મામાને મળવા જાવ છું. તો ઋતુએ કીધું કે એકલા નથી જવું તારે, હું સાથે આવું છું બેસ પાછળ અને લાવ મને બાઇક ચલાવવા દે. એમ બોલીને ઋતુએ બાઇક લઈ લીધી અને અમે બંને એમની પાસે ગયા.

ત્યાં ગયા તો સંધ્યા એકલી હતી. અને અમે તેની પાસે જઈને ઉભા રહ્યા. અને મેં કહ્યું કે ક્યાં છે તારા મામા?

"હમણાં આવે છે થોડી વાર રાહ જો." સંધ્યાએ કહ્યું.

અમે થોડી વાર વાત કરી અને પછી કંઈક 5-7 મિનિટ પછી એના રજની મામા આવ્યા. મેં એમની આંખ સામે જોયું તો લાલચોળ આંખ હતી, પછી એમણે હાથ આગળ કર્યો અને હાથ મિલાવ્યો. ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે આ હાથ પકડીને ઉભા કરવા વાળો નથી હાથ પકડીને ધકો મારે એવો માણસ છે.

પછી એ બોલ્યા કે, હું રજની.

મેં કહ્યું કે, હું સાગર.

એમના મોંમાંથી સિગારેટનો ધુમાડો ગંધાતો હતો અને એમની આંખ જોતા જ એવું લાગતું હતું કે આ માણસ દારૂ પણ પીતો હશે.

પછી એણે વાત કરી કે, શું કરે છો?, સાથે જ ભણો છો એમને?

એમના બધા સવાલના જવાબ આપ્યા મેં અને છેલ્લે એને એમ કહ્યું કે, સંધ્યાના પપ્પાએ એમની બેય દીકરીની જવાબદારી મને આપી છે. એમની બેય દીકરીનું ધ્યાન મારે રાખવાનું છે. એટલે ધ્યાન રાખજે સંધ્યાને કઈ ન થવું જોઈએ. તમે રાખો મને કંઈ વાંધો નથી. પણ થોડા માપમાં રહેજો નહીંતર મજા નહીં આવે.

એમની આવી વાત પરથી મને સમજાતું નો'તું કે આ સમજાવે છે કે ધમકાવે છે?

ખેર છોડો; મેં પછી સંધ્યાને પણ કંઈ ન કહ્યું. અને પછી એના મામાએ એમ કીધું કે રાખો મને કોઈ તકલીફ નથી. એટલે હું તો બહુ ખુશ થઈ ગયો કે જાણે મને સંધ્યાની બધી જ જવાબદારી સોંપી દેવામાં આવી.

અને હું ઘરે આવતો રહ્યો પછી. એના એજ મામા જે મને ખરાબ કહેતા હતા; જે મને લફરાં કરવાવાળો કહેતા હતા; માર ખાવાનો હતો એમ કહેતા હતા, એ જ મામા સંધ્યાને એમ કહે છે કે સારો છોકરો પસંદ કર્યો છે.

સંધ્યાએ મને એમ કહ્યું કે, "મામાએ આવું કહ્યું કે સાગર સારો છોકરો છે."

એટલે મેં સંધ્યા ને પૂછ્યું કે, "કેમ થયું સવારમાં જેને ગાળો દેતા હતા એ જ માણસ સાંજ પડતા સારો થઈ ગયો?,સવાર માં લફરાં કરતો હતો એ સાંજ પડતા સારો દેખાવા માંડ્યો?"

સંધ્યા પાસે મારા કોઈ સવાલનો જવાબ ન હતો એટલે એ કઈ ન બોલી અને કહ્યું કે, "છોડને યાર, તું સાચો હતો એ તો મને ખબર પડી ગઈને બસ એટલું."

"હા તો પછી એમ જ હોય ને." મેં કહ્યું.

એના મામાને મળ્યો ત્યારે એ મામાએ મારો contact number લઈ લીધો હતો. અને કહ્યું હતું કે, કઈ પણ જરૂર પડે તો મને call કરી દે જે.

ત્યારે મેં હા માં હા કરતા વાત ધ્યાનમાં લીધી ન હતી.

પછી બધું જ સરખું થઈ ગયું. અમે અમારા ભણવામાં ધ્યાન આપતા હતા. અને સાથે સાથે પોતાની વાતો પણ એકબીજાને share કરતા હતા.

પણ કહેવાય છે ને કે “જે વર્ષે ખેડૂત બહુ જ ખુશ થતો હોય એ જ વર્ષે પાક નિષ્ફળ જાય”

બસ મારી સાથે પણ કંઈક એવું જ થયું હતું.

એક દિવસ અચાનક રજનીનો call આવ્યો અને કહ્યું કે, "બસ બહુ થયું બંધ કરો બધા નાટક અને સંધ્યા સાથે તારે જે હોય એ બધું પૂરું કર."

હું કઈ સમજ્યો નહીં અને મેં કહ્યું કે, "થયું છે શું? તમે કેમ આવું બોલો છો? સંધ્યાએ કઈ કર્યું?"

મારા બધા જ સવાલનો એક જ જવાબ હતો કે તું એની સાથે વાત કરવાનું બંધ કર અને પૂરું કરી દે જે સંધ્યા સાથે જે હોય એ. નહીંતર હવે જોયા જેવી થશે.

આટલું બોલીને call કટ કરી નાખ્યો. એની એ જ સેકેન્ડે મેં સંધ્યાને કોલ કર્યો અને પૂછ્યું કે શું થયું છે? તું કઈ બોલી ગઈ તારા મામાને? મારાથી કઈ કે'વાય ગયું તને?

આટલા બધા સવાલ સામે સંધ્યાના મનમાં પણ ઉદભવતા હતા, કારણ સંધ્યાને પણ કંઈ જ વાતની ખબર ન હતી. સંધ્યા એ મને કહ્યું કે, "ના મેં કોઈને કઈ જ કીધું નથી પણ તું કેમ આટલા સવાલ આમ અચાનક કરે છે?"

મેં ત્યારે જણાવ્યું કે તારા પેલા મામાનો કોલ આવ્યો હતો, અને એમ કહ્યું કે, "જે હોય એ બધું પૂરું કરી દો નહીંતર હવે સારા વાટ નથી."

હજુ હું સંધ્યા સાથે વાત કરતો હતો એટલી વારમાં તો રજનીનો ફરીથી કોલ આવ્યો અને મને કહ્યું કે, "તું છે ક્યાં ? હું અને સંધ્યાના પપ્પા તને મળવા આવીએ છીએ.આજ તો બધું પતાવીને જ રહેવાનું છે. અને જો તું મળવા ન આવ્યો તો અમને તારું ઘર ગોતવામાં વાર નહીં લાગે."

હવે મારો કોઈ જાતનો વાંક ન હતો, અને મેં કંઈ ગુનો નહોતો કર્યો, એટલે હું રજની અને સંધ્યાના પપ્પાને મળવા માટે ગયો.

મને ઘણા બધા મુવીના સીન યાદ આવવા લાગ્યા હતા. જેમ મુવીમાં હિરોઈનના પપ્પા ગુંડા સાથે હીરો ને મારવા જાય એમ જ સંધ્યાના પપ્પા આવ્યા તો? પણ હું મન મજબૂત કરીને એકલો જ ગયો.

થોડી વાર પછી રજની અને સંધ્યા ના પપ્પા બંને એક જ બાઇકમાં આવ્યા. મેં ત્યારે સંધ્યાના પપ્પાને પહેલી વાર રૂબરૂ જોયા. અને ત્યા જ રજની આવીને મને ગાળો દેવા મંડ્યો. પણ મને કંઈ જ વાતની ખબર ન હતી કે શું થયું છે અને કઈ વાતનો આને આટલો ગુસ્સો છે એ જાણવા મેં પૂછ્યું કે, "શું થયું છે એ તો કહો?"

તો સંધ્યાના પપ્પાએ મને પહેલા શાંતિથી કીધું કે,"અત્યારથી આ બધુ સારું નથી. તમે ભણવામાં ધ્યાન આપો." અને પછી ધીમે ધીમે એમને શબ્દોમાં વજન ભરાતો ગયો અને આવી ગયા ગાળો ઉપર. એના પપ્પાનો મને એક શબ્દ હજુ યાદ છે કે,"તમારી ઓકાત શું છે કે તમે અત્યાર દિ ના આવા ધંધા ચાલુ કયાઁ છે? હજી તો ઉગીને ઉભા નથી થયા અને love વાળીના થઈ ગયા છો. છાના માના ભણવામાં ધ્યાન આપો." બસ આટલા શબ્દો જ શાંતિથી કીધા હતા બાકીની આગળની વાણી હું આપને જણાવી શકું એવી નથી.

પણ હા તમે એટલું તો સમજી જ ગયા હશો કે આગળ કેવી વાણીનો ઉપયોગ થયો હશે.

એ દિવસે સંધ્યાના પપ્પાએ ત્યાં ઉભા ઉભા જ મને સંધ્યાને block કરવાનું કીધું. અને મેં એમની સામે જ સંધ્યાને block કરી.

[Continue......

Part-5 coming soon]

Rate & Review

written dairies

written dairies 3 years ago

Pari

Pari 3 years ago

Dost Tuj Mari Jindgi
Dhruv Vaholiya

Dhruv Vaholiya 3 years ago

Great

Rozy

Rozy 3 years ago

😍

Share