24th June.....? books and stories free download online pdf in Gujarati

24th June.....?

હૃદયને આજે ઉતાવળ હતી અને જ્યારે તમને ઉતાવળ હોય ત્યારે ખાસ તમને મોડું થાય.

હૃદય પોતાની આદત મુજબ નવ માળ ઉતરીને પોતાના બાઇક પાસે પહોંચ્યો ત્યારે એને ખબર પડી કે રોજ પોતાની આદત મુજબ રૂમાલ, ચાવી, હેલ્મેટ, ચશ્મા આ બધું લેનાર આજે બાઈકની ચાવી ભૂલી ગયો છે. ઉતાવળ હતી ને મોડું થઈ રહ્યુ હતુ. એને ઉતાવળ એટલે હતી કારણ કે આજે હ્ર્દયને ભાવના મળવાની હતી.

બે વર્ષના લાંબા ગાળા પછી આજે એમની પંચેન્દ્રિયમાંથી એક ઈન્દ્રિય એટલે કે સ્પર્શેન્દ્રિય સંતોષાવાની હતી. બંન્ને જ્યારથી એકબીજાને ઓળખતા થયાં ત્યારથી વોટ્સએપ અને ફેસબુક ઉપર વિડીયો કોલ અને ચેટથી બન્ને ઘણી વાતો કરતાં. સારું છે કે વોટ્સએપ અને ફેસબુકે હજી એવી કોઈ એપ્લિકેશન નથી બનાવી કે જેમાં વ્યક્તિનો સ્પર્શ પણ અનુભવી શકાય. નહિ તો આજે એમને એકબીજાને મળવાની ઉતાવળ-ઉત્કંઠા-ઈંતજારી ને મજા ન હોત. આજે હૃદય અને ભાવના બે વર્ષના લાંબા ગાળા પછી મળવાના હતા.

બાઇક ને કિક વાગી એની સાથે જ મગજમાં પણ યાદોને કિક વાગી. ફેસબુકની મહેરબાનીથી કૉલેજનાં મિત્રોને શોધવાના અભિયાનમાં ભાવના અને હ્દય ની મુલાકાત થઈ હતી.
અચાનક એક દીવસ એક સુંદર છોકરીએ ફેસબૂક મેસેંજર પર મેસેજ મુક્યો. Hi આમતો હ્ર્દય કોઈ પણ અજાણ્યા મેસેજનો જવાબ આપતો નહીં. એ Hi ભાવના એ મોકલ્યું હતુ. 2 દીવસ જવાબ ના આવતાં ભાવના એ જુના મિત્રો જય, હિમાંશુ, સુચીત્રા, પાયલ, જતીનનો રેફરન્સ આપ્યો . જુના મિત્રોનાં નામ જોઇ હ્દયે જવાબ આપ્યો અને પછી એ Hi-Hellow થી શરુ થયેલી ટેક્સ્ટ વાતો ધીરે ધીરે વોઇસ કોલ અને વિડીયો કોલમાં ફેરવાઈ અને રૂટીન બની ગઇ અને આજે એ બે વર્ષનાં સંબંધો- હૂંફ, વાતોને, સ્પર્શની અનુભૂતિ થવાની હતી. એટલે જ હ્દયને આજે ઉતાવળ હતી. બાઇકનું સ્પીડોમીટર અને યાદોનું સ્પીડોમીટર તેજ ગતિએ ફરતું હતુ. યાદોએ એને ફરી ઘમરોળ્યો. હ્રદયે એકવાર ફોટો જોઇ કહ્યુ હતું, તુ બ્લેક ટી શર્ટ અને બ્લ્યુ ડેનિમ જેકેટ માં બહું સુંદર લાગે છે તો આજે ભાવના શું પહેરીને આવશે?
હું અને તુ મળીશું ત્યારે હું ડાન્સ કરીશ. તુ ઈમેજીન કર કે હુ તને ડાન્સ કરતાં કરતાં મળું તો કેવું લાગે અને એ ખડખડાટ હસી પડી હતી.ભાવના ખૂબ સારી ડાન્સર છે.
શું એ ડાન્સ કરતી કરતી આવશે? એણે આપેલા પ્રોમિસ મુજબ.
એણે કહ્યું હતું એ ગાય પણ છે. તો એ આજે શું ગાશે?
અચાનક ટ્રાફિક સિગ્નલે એની યાદોને બ્રેક મારી. જ્યારે તમને ઉતાવળ હોય ત્યારે જ તમને કોઈ ને કોઈ કારણે મોડું થાય. ઉતાવળમાં ને ઉતાવળમાં હ્ર્દયથી ટ્રાફિક સિગ્નલ તૂટ્યું અને પોલીસવાલાનું નસીબ ખુલ્યું. પોલીસવાળાને પટાવતા એ ઉતાવળ 200 રૂપિયામાં પડી.

નક્કી કરેલા સમય અને સ્થળે એ 10 મિનિટ લેટ પહોંચ્યોં. એની બાજુમાંથી 108 સાયરન વગાડતી પસાર થઈ ને એનાં દિલમાં સાયરન વાગી. હ્ર્દયનું હ્રદય જોરથી ધડકતું હતુ. એને મોડું થયુ હતું.

એણે જોયું તો ભાવના બ્લ્યુ ડેનિમ જેકેટ અને બ્લેક ટી શર્ટમાં નદીને જોતી એની રાહ જોતી ઊભી હતી. જેવો એણે પગ ઉપાડ્યો કે હ્ર્દય બોલી ઉઠ્યો ડાન્સ નાં કરતી અને એ ખડખડાટ હસી પડી. હ્ર્દયને ભાવના મળીને લાગણીઓ વહેવા લાગી. સ્પર્શ શબ્દો વગર હ્દય સુધી ભાવના પહોંચાડી દેતો હોય છે.

બન્ને એકમેક્નો હાથ પકડી નદીના પ્રવાહને જોઇ રહ્યાં અને વાતોમાં વર્ષો વહી રહ્યાં. યાદો-મુલાકાતોને જૂની વાતોની એક પછી એક પરતો ખુલતી ગઇ.

બંન્ને એ એકબીજાનાં લાઈફ પાર્ટનર વિશે વાત કરી. હ્રદયે ભાવનાના પતિ અને કૉલેજમાં ભણતા દિકરા વિશે અને ભાવનાએ હ્ર્દયની પત્ની અને સ્કૂલે જતી દિકરી વિશે.

હાં બન્ને પરણેલા હતાં પણ એકબીજા સાથે નહીં અલગ અલગ પાત્રો સાથે.

બંન્ને ત્યાંથી હોટલ પર ગયાં અને આટલાં વર્ષોની સંઘરી રાખેલી બધી ઇચ્છાઓને પાંખો ફૂટી. ઇચ્છાઓ મહેચ્છાઓ અને વાસનાઓ રાત ની જેમ વહી ગઇ.

નાઈટ શિફ્ટમાં કામ કરી જોબ પરથી ઘરે જઇ આખા ઘર માટે ચા નાસ્તો તૈયાર કરતી ભાવના માટે , સવારે જ્યારે ભાવના ઉઠી ત્યારે હ્દયે ગ્રીન ટી અને નાસ્તો તૈયાર રાખ્યો હતો.

ચા નાસ્તો પત્યો ત્યાંજ ડોરબેલ વાગી અને આવેલા માણસને હ્રદયે પુછ્યું આવી ગયુ? માણસે હકારમા ડોકું ધુણાવ્યું. સારું આવીએ હ્રદયે કહ્યું અને એ ભાવનાને આંખો બંધ કરી બહાર લઇ ગયો. ભાવનાને આંખો બંધ રાખવા કહી એણે ભાવનાને ઉંચકીને બેસાડી,ને આંખો ખોલવા કહયું ભાવનાએ આંખો ખોલીને સરપ્રાઈઝ સાથે કહ્યું તને યાદ હતું, મે તને કહ્યુ હતુ કે આપણે કૉલેજમા N.S.S કેમ્પમાં ચરાડા ગયા ત્યારે ટ્રેક્ટરમાં બેઠી હતી ખબર નહીં ફરી ક્યારે બેસીશ? બન્ને ટ્રેક્ટરમા બેસી ફર્યાં, ને ઉતર્યા ત્યાંરે બન્ને ઉદાસ થઈ ગયા કારણકે બન્નેનો પોતપોતાના જીવનમાં પાછા જવાનો સમય થઈ ગયો હતો.

હ્રદયે કહ્યું તું અહી જ રોકાઈ જાને આપણે સાથે રહીએ. ભાવનાએ કહ્યું એક મ્યાનમાં બે તલવાર રાખવા જીગર જોઈએ.
હ્રદયનો બીજો અર્થ જીગર થાય છે, હ્રદયે કહ્યું ,હું મારી પત્ની અને દીકરીને ખૂબ ચાહું છું અને તને પણ. એ મારી જીવનસાથી છે ને જવાબદારી પણ.
ભાવનાએ કહ્યું મારા પતિ મને ખૂબ ચાહે છે. હું પણ મારા પતિને છોડી શકું એમ નથી.

બંન્ને ની આંખોમાં પ્રેમ હતો ને લાચારી પણ.

બંન્ને પોત પોતાના પાર્ટનરને વફાદાર રહી બધી જ જવાબદારી નિભાવતા નિભાવતા ફરજો અદા કરતાં કરતાં દર વર્ષે આજ તારીખે આજ દિવસે એકબીજાને મળી હ્ર્દયની ભાવનાઓને લાગણીઓનો સ્પર્શ આપવાનું વચન આપી છુટા પડ્યા.

ભાવનાએ U.S.A ની ફ્લાઇટ પકડી અને હ્રદયે ઘરની વાટ.

હા ભાવના U.S.A રહેતી હતી.T. Y પછી ઍરેંજ મેરેજ કરીને U.S.A ગઇ હતી.એનો હસબન્ડ એક બિઝનેસ મીટ માટે બેંગ્લોર રવાના થયો અને એ રજાઓ પુરી થતાં U.S.A પાછી જતી હતી.

હસબન્ડ સાથે India આવી ત્યારે એણે હ્રદયને છેલ્લાં દિવસે મળવાનું પ્રોમિસ આપ્યું હતુ જે એણે આજે પાળ્યું.

હ્ર્દય ઘરનાં પાર્કિંગમા પહોંચ્યો ને એના મોબાઇલમા ભાવના માટે અસાઈન કરેલી રિંગ વાગી. એને યાદ આવ્યું કે એણે ભાવનાને કહેલું કે પ્લેન ટેક ઓફ કરે તે પહેલાં કોલ કરજે એણે ફોન ઉપાડ્યો તો સામેથી કોઈએ કહ્યુ ભાઈ ગઈકાલથી તમને ટ્રાય કરીએ છીએ તમારો ફોન આઉટ ઓફ રિચ હતો. આ બેનના મોબાઇલમાં એક માત્ર તમારો જ નઁબર હતો એમનો ગઇકાલે 10 વાગે રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક પાસે ઍકસીડેંટ થયો હતો અને એ મૃત્યુ પામ્યા છે.

હ્ર્દયને યાદ આવ્યુ કે ગઈકાલથી એને ના કોઈ કોલ આવ્યો હતો ના કોઈ વોટ્સ અપ.ભાવના એ એને કહ્યુ હતું આપણે બન્ને મોબાઇલ સ્વીચ ઓફ કરી દઈએ જેથી કોઈ આપણને disturb ના કરે.
હ્ર્દયને એ પણ યાદ આવ્યુ કે એ જ્યારે પહોંચ્યો ત્યારે જ 108 સાયરન વગાડતી પસાર થઈ હતી. તો કાલે એની સાથે કોણ હતું? ભાવના કે ભાવનાની આત્મા.?

આજે આ વાતને 4 વર્ષ થયાં. હ્રદયને આજે ભાવના... કે પછી ભાવનાની.... મળવાની હતી. દર વર્ષે 24 તારીખે હ્ર્દય ફ્લાવર પાર્ક જાય છે.

આજે પણ 24 તારીખ છે. 24 જૂન, હ્દયને આજે ઉતાવળ હતી. એ મોડો પડવા નહોતો માગતો.

-જીગર બુંદેલા
Reg.with SWA.
SWA Membership No:032928