Selfie - 2 books and stories free download online pdf in Gujarati

સેલ્ફી ભાગ 2

સેલ્ફી:-the last photo

Paart-2

【કોલેજ મિત્રો નું એક ગ્રૂપ વાતો કરી રહ્યું હોય છે..એ દરમિયાન એમનો એક મિત્ર રોહન આવીને હેંગઆઉટ માટે એક આઈલેન્ડ પર જવાનું ગોઠવે છે..એ આઈલેન્ડ નું નામ રોહન મોહિની દ્વીપ બતાવે છે.પણ આ દ્વીપ નું સાચું નામ જ્યારે કોમલ ડેથ આઈલેન્ડ જણાવે છે ત્યારે દરેક નાં ચહેરાનો રંગ ઉડી જાય છે】

રોહન અને મેઘા દ્વારા જે સપ્રાઈઝ અપાયું હતું એમાં એ લોકો કોઈ મોહીની દ્વિપ પર ફરવા જવાનાં હતાં..એ દ્વિપ ને લોકો ડેથ આઈલેન્ડ તરીકે ઓળખે છે એ સાંભળી ત્યાં હાજર દરેક ની ખુશી ગાયબ થઈ ગઈ હતી.

"What.. આપણે ડેથ આઈલેન્ડ પર જઈ રહ્યા છીએ..?"રુહીના ચહેરા પર આશ્ચર્ય નાં ભાવ અત્યારે મોજુદ હતાં.

"હું નથી આવવાની ત્યાં..તમારે જવું તો જાઓ.."પૂજા પણ ડરતાં ડરતાં બોલી રહી હતી.

"Hey guys.. શું થયું..તમે કેમ આમ ડેથ આઈલેન્ડ નું નામ સાંભળી આમ over react કરો છો.."મેઘા હાથનાં ઈશારાથી બધાં ને શાંત કરતાં બોલી.

"મેઘા એ ડેથ આઈલેન્ડ છે મતલબ મોત નો ટાપુ..ત્યાં જવું એટલે મોત ને આમંત્રણ આપવું.તમને આખી દુનિયામાં ખાલી એજ જગ્યા મળી હતી..હું પણ ત્યાં આવવા નથી માંગતી.."કોમલ પણ મોં ફુલાવીને બોલી.

"મને ખબર હતી કે તમે બધાં ડેથ આઈલેન્ડ નું નામ સાંભળી આવું જ react કરશો..પણ ત્યાં તમે માનો એવું કંઈપણ નથી.."રોહન બોલ્યો.

"રોહન તને ખબર નથી લાગતી એ ડેથ આઈલેન્ડ નો ઈતિહાસ.. તો સાંભળ હું તને જણાવું.."આટલું કહી રોબિને ડેથ આઈલેન્ડ સાથે જોડાયેલી વાત કહેવાની શરૂ કરી.

"કહેવાય છે અંગ્રેજો વખતે એ આઈલેન્ડ પર એક મેન્ટલ હોસ્પિટલ હતી જ્યાં મેન્ટલી ડીસ્ટર્બ દર્દીઓને લાવવામાં આવતાં. હકીકતમાં ત્યાં એમની પર મેડિકલ એક્સપિરિમેન્ટ કરવામાં આવતાં અને એનાં લીધે ઘણાં દર્દીઓ ત્યાં મૃત્યુ પામ્યાં."

"ઈસ.1890 માં ત્યાં એક બિરજુ નામનાં સિરિયલ કિલર ને લાવવામાં આવ્યો જેનાં પર 22 લોકો ની હત્યાનો આરોપ હતો.એને કોર્ટે સબુતોનાં આધારે ફાંસી ની સજા ફટકારી હતી પણ એ ચુકાદો સાંભળી પાગલ થઈ ગયો.એને ત્યારબાદ ડેથ આઈલેન્ડ પર સારવાર માટે લાવવામાં આવ્યો..એક મેડિકલ એક્સપિરિમેન્ટ વખતે એનું મોત થઈ ગયું.એ દિવસ પછી એની આત્મા એ ત્યાં બધાં ડોક્ટરો ની હત્યા કરી નાંખી..એ ઘટના બાદ એ આઈલેન્ડ હજુપણ સુમસાન જ પડ્યો છે..ઘણાં લોકો નો દાવો છે કે ત્યાં એ બિરજુ ની આત્મા હજુપણ ભટકે છે.."

"એ આઈલેન્ડ ગઈ સાલ સુધી પ્રવાસીઓ માટે બંધ હતો.પણ ચાર મહિના પહેલાં જ ગવર્મેન્ટ દ્વારા એ ટાપુ ને વેચવા મુકાયો હતો જેને હમણાં જ કોઈ કંપની એ ખરીદી લીધો હોવાની માહિતી છે.."

"હા મેં પણ ડેથ આઈલેન્ડ વિશે આવી જ વાતો સાંભળેલી છે..સાચી ખોટી હું નથી જાણતો પણ લોકો એ આઈલેન્ડ સાથે જોડાયેલી આવી જ વાતો કરે છે.."શુભમ ગંભીર અવાજે બોલ્યો.

"અરે google પર પણ આવું જ લખેલું છે.."ફોન માં ડેથ આઈલેન્ડ નો વિકિપીડિયા ખોલીને કોમલે ફોન ની સ્ક્રીન બધાં ની તરફ કરતાં કહ્યું.

પૂજા અને રુહી એ તો એનાં ફોન ને હાથમાં લઈ ઉપરછલ્લુ ડેથ આઈલેન્ડ વિશે વાંચી પણ લીધું.

"હવે તમારી બધાં ની વાતો પુરી થઈ ગઈ હોય તો હું કંઈક બોલી શકું..?"રોહન થોડાં ઊંચા અવાજે બોલ્યો.

રોહન ની વાત સાંભળી બધાં હકારમાં ડોકું હલાવી ચૂપ થઈ ગયાં..એમની તરફ જોઈને રોહને બોલવાનું શરૂ કર્યું.

"કોમલ તે ગૂગલ તો ખોલ્યું પણ ધ્યાનથી વાંચ એમાં એ સિરિયલ કિલર ની આત્મા વાળી વાત ને rumors કે mouth to mouth કહેવામાં આવી છે..મતલબ એવું કંઈપણ ત્યાં હોવાનો કોઈ પુરાવો નથી..હા હવે 125 વર્ષ પહેલાં ત્યાં એક મેન્ટલ હોસ્પિટલ હતી એ વાત સાચી પણ અત્યારે એ આઈલેન્ડ સાવ ખાલી છે..ત્યાં થોડાં આદિવાસી પ્રજાતિનાં લોકો રહે છે પણ એ આઈલેન્ડ ની મધ્યમાં આવેલ જંગલોમાં રહે છે."

"આ 21 મી સદી ચાલે છે અને તમે બધાં ભણેલાં ગણેલાં વ્યક્તિ થઈને આવી ભુત પ્રેત ની વાતો માં માનો એ વાતનું મને હસવું આવી રહ્યું છે..સાવ ડરપોક છો તમે બધાં"

"બીજી વાત કે ત્યાં હોસ્પિટલ તો અત્યારે જમીન દોસ્ત થઈ ચૂકી હતી..પણ મેન્ટલ હોસ્પિટલનાં ડોકટર નાં રહેઠાણ માટે જે સ્ટાફ કવાટર્સ ની હવેલી બનાવાઈ હતી એનું હમણાં જ રીનોવેશન કરવામાં આવ્યું છે..અને અત્યારે એ આઈલેન્ડ બિલકુલ સુરક્ષિત છે.."

રોહન ની વાત સાંભળી બધાં નાં ચહેરા પર થોડી ચિંતા ઓછી થવાનું લાગી રહ્યું હતું.

"રોહન તને એ આઈલેન્ડ વિશે આટલી બધી કઈ રીતે ખબર..?"રોબિને પૂછ્યું.

"રોબિન તે કહ્યું તો ખરું કે ચાર મહિના પહેલાં એ આઈલેન્ડ કોઈ પ્રાઈવેટ કંપની એ ખરીદી લીધો તો એ કંપની બીજાં કોઈની નહીં પણ અમારી જ કંપની અગ્રવાલ એન્ડ સન્સ છે.."મૃદુ સ્મિત સાથે રોહન બોલ્યો.

"What.. એ આખો આઈલેન્ડ તારાં ડેડ એ ખરીદી લીધો..wow.. thats cool buddy.."જેડી પોતાને જગ્યાએથી ઉભાં થતાં બોલ્યો.

"હા એ આઈલેન્ડ હેમરાજ અંકલે ખરીદી લીધો છે અને ત્યાં તેઓ સહેલાણીઓ માટે એક ભવ્ય રિસોર્ટ બનાવવા જઈ રહ્યાં છીએ..તો એ માટે ત્યાં જઈને બધું ચેક કરવા માટે તેઓ મેગી ને મોકલવાના હતાં.પણ મેગી એ આપણાં બધાં નો સાથે જવાનો પોગ્રામ ઘડી દીધો.."રોહન વતી જવાબ આપતાં મેઘા બોલી..એનાં ચહેરા પર નો હરખ દેખતાં જ બનતો હતો.

"એ મેઘા હવે હેમરાજ અંકલ નહીં પપ્પા બોલવાની ટેવ પાડી દે.."રુહી ને તાળી આપતાં કોમલ બોલી..કોમલ ની વાત સાંભળી મેઘા શરમાઈ ગઈ.

"ત્યાં જવા માટે યોટ ની સગવડ અને ત્યાં ફરવા માટે વેહિકલ ની સગવડ થઈ ગઈ છે..ત્યાં આપણે જ્યાં રહેવાનું છે એ હવેલી પર બે નોકરની વ્યવસ્થા પણ પપ્પા એ પહેલાંથી જ કરી લીધી છે.તો હવે તમારાંમાંથી કોણ કોણ મારી જોડે આવવા માંગે છે..બાકી હું અને મેઘા તો પ્રિ વેડિંગ ફોટોગ્રાફ માટે ત્યાં જવાના એ full and final છે.."રોહન બોલ્યો.

"એને પ્રિ વેડિંગ હનીમુન કહેવાય.."જેડી ધીરેથી બબડયો..પણ એની વાત બધાં એ સાંભળી લીધી.

"હા અમે જે કરવા જઈએ એ..પણ તમારે કોઈએ આવવું હોય તો મને અત્યારે જણાવી દો.."રોહન સ્પષ્ટ શબ્દોમાં બોલ્યો.

"ભાઈ કોઈ ના આવે તો કંઈ નહીં પણ હું અને પૂજા જરૂર આવવાના..તું આવીશ ને પૂજા..?"જેડી પૂજા તરફ જોઈને બોલ્યો..જેડી ની વાત સાંભળી પૂજા એ પણ પોતાનાં આવવાની સહમતિ દર્શાવી.

"હું પણ આવીશ..આપણે આતો ખાલી લોકો એ આઈલેન્ડ વિશે જે વાતો કરે એ કહ્યું બાકી રોબિન ડિસોઝા કોઈનાથી નથી ડરતો.."રોબિન પણ મોહિની દ્વીપ એટલે કે ડેથ આઈલેન્ડ હેંગઆઉટ માટે જવા તૈયાર થઈ ગયો હતો.

"હું અને શુભમ પણ ત્યાં જવા ready છીએ.."શુભમ નાં હાથ પર પોતાનો હાથ મૂકી રુહી બોલી..રુહી ની આંખો તરફ જોઈને શુભમે પણ પોતાનાં ત્યાં જવાની હામી ભરી દીધી.

"Very good.. બધાં સાથે હોઈશું તો ખૂબ મજા કરીશું..રાધે માં બધાં આવે છે તો તમારી હવે શું ઈચ્છા છે એ જણાવી શકશો.."કોમલ તરફ જોઈને રોહને કહ્યું.

"હા હવે બધાં જાય છે તો હું એકલી અહીં શું કરીશ.."કોમલ હળવેકથી બોલી.

"મતલબ તું પણ આવે છે..hip hip hurrey.."મેઘા તાળીઓ પાડતાં બોલી.

"રોહન હવે એ જણાવ કે આપણે ક્યારે નિકળીશું ત્યાં જવા માટે?"રોબિને પૂછ્યું.

"સારું ચલો હવે બધાં આવે છે તો વધારે enjoy કરી શકીશું..આપણે બધાં ત્રણ દિવસ પછી મોહિની દ્વીપ જવા માટે નીકળીએ છીએ.."રોહને રોબિન નાં સવાલનો જવાબ આપતાં કહ્યું.

"આજે બુધવાર થયો મતલબ શનિવારે..?"શુભમે કહ્યું.

"હા શનિવારે બધાં પોતપોતાનો સામાન લઈને અહીં કોલેજમાં જ મળીશું અને મારી xuv માં જોડે જ ચંદનપુર જવા માટે રવાના થઈશું.."રોહન સંપૂર્ણ પ્લાનિંગ વિશે જણાવતાં બોલ્યો.

"સારું તો done..બધાં પોતપોતાની રીતે ઘરેથી રજા લઈ લે.."મેઘા બોલી.

"સારું તો એ વાત ઉપર એક એક કેફેચીનો થઈ જાય.."thumsup નું નિશાન બતાવતાં રોહન બોલ્યો.

ત્યારબાદ રોહને બધાં માટે એક એક કેફેચીનો ઓર્ડર કર્યો અને થોડી અન્ય વાતો કર્યા બાદ એમનું ટોળું વિખરાયું અને બધાં પોતપોતાનાં ઘર તરફ રવાના થયાં.. શનિવારે એ લોકો પોતાની જીંદગી ની સૌથી હસીન સફર માટે મિત્રો ની સાથે નીકળવાના હતાં એ વાતથી ઉત્સાહિત હતાં.. ઘરે જઈને દરેકે પોતે ફરવા માટે કે પ્રોજેકટ માટે બહાર જાય છે એવાં જુદાં જુદાં બહાના બતાવી પોતપોતાનાં પેરેન્ટ્સ જોડેથી મોહીની દ્વીપ જવાની પરવાનગી મેળવી લીધી.

નક્કી કરેલાં સમયે પોતપોતાનાં સામાન સાથે બધાં કોલેજ કેમ્પસમાં એકત્રિત થયાં અને ત્યાંથી 300 કિલોમીટર દૂર આવેલ ચંદનપુર જવા માટે રોહન ની XUV કારમાં બેસી ગયાં..આઠ લોકો હોવાથી રોહન આજે પોતાની ઓડી Q7 લાવવાની જગ્યાએ મહિન્દ્રા ની XUV કાર લઈને આવ્યો હતો.

પ્રભુદાસ કોલેજમાંથી નીકળેલાં એ આઠ મિત્રો એક એવી સફર પર જઈ રહ્યાં હતાં જ્યાં એમની જીંદગી અને મોત વચ્ચે મોટી બાઝી રમાવાની હતી..અત્યારે એમનાં ચહેરા પર જે ખુશી અને મસ્તી હતી એ થોડાં સમય બાદ દર્દ અને ડરમાં બદલાઈ જવાની હતી એ વાતથી શાયદ એમાંથી એક ને મુકીને બધાં અજાણ હતાં..!!

★★★★■■■★★★★

વધુ આવતાં ભાગમાં..

શું સાચેમાં ડેથ આઈલેન્ડ પર કોઈ પ્રેતાત્મા નો વાસ હતો કે પછી એ બધી ખાલી અફવાઓ હતી..?આઠ મિત્રો નું એ ટોળું કઈ મોટી મુસીબતમાં ફસાવા જઈ રહ્યું હતું..?આ સવાલોના જવાબ માટે વાંચતાં રહો હોરર સસ્પેન્સ નોવેલ સેલ્ફી:-the last photo નો નવો ભાગ.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક અને

ડણક

અનામિકા

The haunted picture

પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ