Selfie - 3 books and stories free download online pdf in Gujarati

સેલ્ફી ભાગ-3

સેલ્ફી:-the last photo

Paart-3

【કોલેજ મિત્રો નું એક ગ્રૂપ વાતો કરી રહ્યું હોય છે..એ દરમિયાન એમનો એક મિત્ર રોહન આવીને હેંગઆઉટ માટે એક આઈલેન્ડ પર જવાનું ગોઠવે છે.એ આઈલેન્ડ ડેથ આઈલેન્ડ છે એની ખબર પડતાં જ બધાં ત્યાં જવાનો ઈન્કાર કરી દે છે..પણ ત્યારબાદ રાહુલ દ્વારા સમજાવતાં એ બધાં ત્યાં જવા તૈયાર થઈ ગયાં અને નક્કી કરેલાં સમયે ચંદનપુર જવા માટે નીકળી પણ પડ્યાં..હવે વાંચો આગળ】

"જીંદગી તો બેવફા હૈ એક દિન ઠુકરાયેગી..

મોત મહેબુબા અપને સાથ લેકર જાયેગી.."

ગાડી નાં મ્યુઝિક પ્લેયર માં વાગતાં અમિતાભ બચ્ચનની મુવી મુકદર કા સિકંદર નું ગીત અત્યારે વાગી રહ્યું હતું..જેનાં શબ્દો ખરેખર એ દરેક ગાડીમાં હાજર મિત્રોનાં ગ્રૂપ ને કંઈક સૂચિત કરી રહ્યું પણ એ લોકો પોતપોતાની મસ્તીમાં જ અત્યારે વ્યસ્ત હતાં.. આમ ને આમ પાંચ કલાક નાં સફર બાદ એ લોકો ચંદનપુર આવી પહોંચ્યા.

ચંદનપુર આરબ સાગર ને સ્પર્શતું એક નાનકડું શહેર હતું..અહીં નો દરિયો પ્રમાણમાં થોડો ગંદા પાણી વાળો હોવાથી ત્યાં વધુ લોકો આવતાં નહોતાં.. છતાં પણ દરિયાકિનારે આવેલ ચૌલ વંશ નાં રાજવીઓ દ્વારા સ્થાપિત શિવ મંદિરને જોવા ઘણાં સહેલાણીઓ ચંદનપુર ની અચુક મુલાકાત લેતાં.

"રોહન અહીં કોઈ પ્રખ્યાત શિવ મંદિર આવેલું છે...પહેલાં આપણે ત્યાં જતાં આવીએ પછી ડેથ આઈલેન્ડ જવા નિકળીશું..ત્યાં સુધી તું જહાજ નાં કપ્તાન ને કહી રાખ કે આપણે થોડીવાર પછી નિકળીશું.."ચંદનપુર પહોંચતા જ કોમલ બોલી.

"હા રોહન મેં પણ એ મંદિર વિશે સાંભળેલું છે..can we go there..?"મેઘા એ પણ રોહન ની તરફ જોઈને પૂછ્યું.

"Yaa.. ચાલો ત્યાં જતાં આવીએ.."આટલું કહી રોહને એ મંદિર જ્યાં સ્થિત હતું એ તરફ પોતાની કાર ને ભગાવી મુકી.

15 મી સદીમાં બનાવેલ એ શિવ મંદિર ને જોતાં જ બધાં ની આંખો ચકિત થઈ ગઈ..ત્યાં બનાવેલ મૂર્તિઓની શિલ્પકલા જોઈ એમને એક અદભુત સુંદરતા નાં દર્શન થયાં.એ વખતે પણ ભારતીય શિલ્પકારો આટલું બેનમુન કોતરણી કામ કરી શકતાં એ જોઈ દરેક ને આનંદ થયો.

બધી છોકરીઓએ તો ત્યાં ડઝનેક સેલ્ફીઓ પાડી પણ લીધી અને ફટાફટ પોતાનાં instaagraam અને whatsup પર પણ ચડાવી દીધી.મંદિર માં કલાક જેટલો સમય પસાર કર્યા બાદ એ લોકો ત્યાંથી નીકળી પડ્યાં દરિયાકિનારાની તરફ જ્યાં ડેથ આઈલેન્ડ જવા માટે રોહને પહેલેથી જ એક જહાજ ની વ્યવસ્થા કરી રાખી હતી.

એ જહાજ એક સામાન્ય કદ ની હોડી થી મોટું અને સ્ટીમર ની નાનું મધ્યમ કક્ષાનું ખાસ ફેરી માટે વપરાતું જહાજ હતું..આ જહાજ માં કાર પણ આસાનીથી લઈ જવાય એવી હતી..જહાજ નો કપ્તાન હતો અન્ના..અન્ના માટે દરિયો જ એનો ભગવાન હતો કેમકે દરિયા માં જ એની આખી જીંદગી પસાર થઈ ગઈ હતી.

"હેલ્લો..અન્ના..મારું નામ રોહન અગ્રવાલ છે.."દરિયાકિનારે પહોંચીને ત્યાં જહાજ જોડે હાજર અન્ના ને મળીને રોહને પોતાની ઓળખાણ આપતાં કહ્યું.

"હા રોહન ભાઈ..મારુ નામ અન્ના છે અને તમારાં ડેડીની કંપનીનાં મેનેજર તુષાર બાબુ એ મને કોલ કરીને તમે આવવાનાં છો એવી માહિતી આપી હતી.."અન્ના એ કહ્યું.

"સારું તો આ કાર ને જહાજ પર ચડાવવાની વ્યવસ્થા કરો..હું અને મારાં આ સાત મિત્રો પછી ઉપર આવીએ છીએ.."રોહને કહ્યું.

રોહન ની વાત સાંભળી અન્ના એ પોતાનાં બે સહાયકો ને રોહનની કાર ને જહાજની ઉપર ચડાવવાનો આદેશ આપ્યો..અન્ના નાં બંને સાથીદારો એ સરળતાથી એક લાકડાનાં પાટિયાનો ઉપયોગ કરી રોહન ની XUV કાર ને જહાજ માં ચડાવી દીધી.ગાડીનાં ઉપર ચડતાં જ આઠે આઠ મિત્રો એકપછી એક જહાજમાં ચડી ગયાં.. એ સાથે જ જહાજ ઉપડી ગયું એમની નવી મંજીલ એટલે કે ડેથ આઈલેન્ડ તરફ.

એ લોકો મોતનાં ટાપુ તરફ આગળ વધી રહ્યાં હતાં કે મોત ધીરે ધીરે સરકીને એમની તરફ આવી રહ્યું હતું એ વાતથી એ લોકો બેખબર હતાં.. આમ પણ કાળ માથે ઘુમતો હોય એની જાણ કાળ જ્યારે નજરોની સામે આવીને ઉપસ્થિત થાય ત્યારે જ થતી હોય છે.

***************

જહાજ નાં તૂતક પર હાજર બધાં મિત્રો અત્યારે મનભરી ને દૂરથી દેખાતાં મોહિની દ્વિપ એટલે કે ડેથ આઈલેન્ડ ની સુંદરતા ને નિહાળી રહ્યાં હતાં..ઘૂઘવતો સમુદ્ર અને એથી દૂર ટાપુ પર છવાયેલી હરિયાળી દરેકને મંત્રમુગ્ધ કરી મુકવા કાફી હતી.રોબિન અને કોમલ સિવાયનાં બધાં કપલ એકમેકનાં હાથ માં હાથ પરોવીને દરિયા પરથી આવતી સાંજની શીતળ હવાને પોતાનાં શરીર પર મહેસુસ કરી રહ્યાં હતાં.

આ તરફ રોબિન અન્ના ની સાથે જ એમની કેબિનમાં જહાજ ને કઈ રીતે ચલાવવાનું હોય છે..??એનાં પાઠ લઈ રહ્યો હતો.રોબિન ને અવનવું શીખવાનો અને જાણવાનો રસ હતો જે અહીં પણ એ છોડવા નહોતો માંગતો..અન્ના પણ કોઈ શિક્ષક ની જેમ એને બધી તકનીક શીખવી રહ્યાં હતાં.જ્યારે કોમલ એની રોજની આદત મુજબ પોતાનાં DSLR કેમેરામાંથી કુદરતી સૌંદર્ય નાં ફોટો લેવામાં વ્યસ્ત હતી.

સૂર્ય અત્યારે આથમવાની તૈયારીમાં હતો..દરિયાની પેલે પાર ક્ષિતિજ પર ડુબતો સૂરજ ખરેખર એક જોવાલાયક નજારો હતો.અડધા એક કલાકની દરિયાઈ સફર બાદ જહાજ ડેથ આઈલેન્ડ આવી પહોંચ્યું..જહાજ નું ડેસ્ક ખોલી એક પાટિયું આઈલેન્ડ ની મુખ્ય જમીન પર રાખવામાં આવ્યું જેનાં ઉપયોગથી અન્નાનાં સહાયકો એ રોહન ની કાર ને આઈલેન્ડ પર ઉતારી.ત્યારબાદ રોહને અન્ના ની આનાકાની છતાં એને પાંચ હજાર રૂપિયા બક્ષિસ પેટે આપ્યાં.

અન્ના ને બાર દિવસ પછી ત્યાં આવવાનું કહીને રોહન એનાં મિત્રો જોડે ગયો અને એ બધાં ને કારમાં બેસવાનું કહી એને કાર ને એ લોકો માટે જ્યાં રહેવાની સગવડ કરવામાં આવી હતી એ હવેલી તરફ ભગાવી મુકી.. સૂરજ હવે પૂર્ણપણે આથમી ચુક્યો હતો અને રાત એની આગોશમાં આખાં આઈલેન્ડ ને સમાવી રહી હતી એવું લાગી રહ્યું હતું.

ચાંદ ની આછી રોશનીમાં જંગલની વિરાનીયત સાફ સાફ દેખાઈ રહી હતી..રોહન હેડ લાઈટ નાં પ્રકાશમાં હવેલી તરફ જતી કાચી સડક પર ગાડી ચલાવી રહ્યો હતો..અત્યારે ગાડી નું AC બંધ હતું કેમકે ગાડીનાં બધાં કાચ ઉતારી બધાં મિત્રો કુદરતી હવાનો આનંદ લેવા ઇચ્છતાં હતાં.. દરિયાકિનારાથી હવેલી નું અંતર બાર કિલોમીટર જેટલું માંડ હતું પણ ઉબળખાબળ રસ્તાના લીધે રોહન ગાડી ને ધીરે ધીરે ડ્રાઈવ કરી રહ્યો હતો.

રોહન ની સિવાય નાં બાકીનાં લોકો પોતપોતાની ધુનમાં વ્યસ્ત હતાં.. કોમલ બહાર નો નજારો જોઈ રહી હતી તો જેડી પુજાની સાથે અને શુભમ રુહી ની સાથે અંગત વાતો માં busy હતાં..જ્યારે રોબિન આંખો બંધ કરી આરામ ફરમાવી રહ્યો હતો.

સતત પાંચ-છ કલાકનું ડ્રાઈવિંગ અને ઉપરથી અત્યારે વાતાવરણમાં પ્રસરાયેલી ઠંડક નાં લીધે રોહન ને ઊંઘ આવી રહી હતી..એનો ચહેરો સાફ સાફ એનાં થાકી જવાની સાબિતી પુરતો હતો..અત્યાર સુધી તો બાજુમાં બેસેલી મેઘા પણ નકામી બકબક કરીને એને કંપની આપી રહી હતી..પણ આઈલેન્ડ પર ઉતર્યાં બાદ તો મેઘા પોતાનાં મંદિર નાં ફોટો જોવામાં વ્યસ્ત હતી

હવેલી હવે અડધો કિલોમીટર દૂર હતી..એક વળાંક અને પછી થોડું સીધું જવાનું અને હવેલી આવી જવાની હતી..રોહને થાક નાં લીધે હવેલી જલ્દી પહોંચવાની ઉતાવળમાં એક્સીલેટર પર પોતાનો પગ રાખી દીધો..આમ કરતાંની સાથે ગાડી પવન જોડે વાતો કરવા લાગી..પણ અચાનક રસ્તામાં આવેલ એક મોટાં ખાડા નાં લીધે રોહને થોડો સમય માટે સ્ટેયરિંગ પર કાબુ ગુમાવી દીધો..એજ સમયે રસ્તાની વચ્ચે કોઈ જાનવર આવી જવાનું જોતાં રોહને જોરદાર બ્રેક મારી.

રોહનનાં આમ અચાનક બ્રેક મારતાં જ કારમાં હાજર દરેક નું ધ્યાન તૂટ્યું અને એ લોકો રોહને આવું કેમ કર્યું એવું પૂછવા લાગ્યાં.જેનો જવાબ આપતાં રોહન બોલ્યો.

"રસ્તા વચ્ચે કોઈ જાનવર આવી ગયું હતું..?"

"શું થયું..?કાર એને ટકરાઈ કે પછી એ બચી ગયું..?"વચ્ચેની સીટમાં બેસેલાં રોબિને પૂછ્યું.

"ખબર નથી.."રોહન ટૂંકમાં બોલ્યો.

"ખબર નથી મતલબ..આપણે નીચે ઉતરી શું થયું એ ચેક કરવું જોઈએ.."પૂજા બોલી.

'હા રોહન પૂજા સાચું કહી રહી છે..આપણે નીચે ઉતરી જોવું જોઈએ કે એ જાનવર બચી ગયું કે પછી મરી ગયું..?"જેડી એ પોતાની ગર્લફ્રેન્ડ પુજા નો સાથ આપતાં કહ્યું.

એ લોકો એકસાથે કારમાંથી નીચે ઉતર્યા અને આવીને કારનાં આગળના ભાગમાં જોયું..ત્યાં સાફ સાફ કોઈ જનાવરનું લોહી અને એનાં શરીરનાં વાળ દેખાઈ રહ્યાં હતાં મતલબ સાફ હતો કે કોઈક જાનવર જરૂર ગાડી સાથે અથડાયું હતું.. એ બધાં એ આજુબાજુ મળી ઘણું ચેક કર્યું પણ એમને એવું કોઈ મૃત કે ઘવાયેલું જનાવર મળ્યું નહીં.

આખરે એ જનાવર કયું હતું..??અને એ અચાનક ક્યાં ગાયબ થઈ ગયું..??આવાં સવાલો સાથે એ લોકો પાછાં ગાડીમાં ગોઠવાયાં.. આ ઘટના પછી દરેકના મનમાં કંઈક અંશે ખૌફ નું વાતાવરણ છવાઈ ગયું હતું.

"રોહન..હું કાર ચલાવી લઉં છું..તું મને ખાલી આગળનો રસ્તો ગાઈડ કર.."શુભમે કહ્યું.

"હવે યાર થોડોક જ રસ્તો બાકી છે..હું ડ્રાઈવ કરી લઈશ.."રોહને કહ્યું.

"સારું પણ થોડું સાચવીને..અને જે થઈ ગયું એ just એક્સીન્ડન્ટ હતો એટલે એ વિશે વધુ ના વિચાર.."શુભમે કહ્યું.

"Ok.."આટલું કહી રોહને પાછી ગાડી હવેલી તરફ ભગાવી મુકી.

રોહને જ્યાં ગાડી ને કોઈ પશુ જોડે અથડાવી હતી ત્યાંથી ડાબી તરફ એક લીમડાનાં વૃક્ષ ની ડાળીઓ પર એક વરુ ની લાશ લટકી રહી હતી..એ જાનવર વરુ હતું જેની સાથે રોહને કાર અથડાવી હતી..વરુ નાં કુદવાના અને કાર ની સ્પીડનાં લીધે એની લાશ સીધી એ દોડી રહ્યું હતું એ દિશામાં આવેલ વૃક્ષ પર જઈને પડી.અત્યારે એનાં ચિરાયેલાં માથાનાં ભાગમાંથી લોહી ધીરે ધીરે નીચે ટપકી રહ્યું હતું.

એ ઘટના નાં પાંચ મિનિટથી પણ ઓછાં સમયમાં રોહને કાર ને હવેલી નાં મુખ્ય દ્વાર ની નજીક લાવીને અટકાવી દીધી...!!

★★★★■■■★★★★

વધુ આવતાં ભાગમાં..

શું સાચેમાં ડેથ આઈલેન્ડ પર કોઈ પ્રેતાત્મા નો વાસ હતો કે પછી એ બધી ખાલી અફવાઓ હતી..?આઠ મિત્રો નું એ ટોળું કઈ મોટી મુસીબતમાં ફસાવા જઈ રહ્યું હતું..?વરૂ નું કાર જોડે અથડાઈને મૃત્યુ પામવો એ માત્ર અકસ્માત હતો કે એથી વધુ કંઈક હતું..??આ સવાલોના જવાબ માટે વાંચતાં રહો હોરર સસ્પેન્સ નોવેલ સેલ્ફી:-the last photo નો નવો ભાગ.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક અને

ડણક

અનામિકા

The haunted picture...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ