Kedi no. 420 - 18 books and stories free download online pdf in Gujarati

કેદી નં ૪૨૦ - 18

                  આગળના પ્રકરણમાં આપણે જોયું કે ઇન્ટરવ્યુ પુરો થયા પછી કલ્પના ઘરે જાય છે ત્યાં એના અમોલભાઇ ના મિત્ર    સુરજભાઇ અને એમની પત્ની  વિશાખા બહેન  આવેલા હોય છે. એમનો પુત્ર સ્વયં કે જે કલ્પના નો બચપણ નો મિત્ર હોય છે એ બીજા દિવસે  અાવવા નો હોય છે. કલ્પના સ્વયં ને એરપોર્ટ પર રિસિવ કરવા જાય છે જ્યાં કલ્પના સ્વયં ને ઘરે લઇને   અાવે છે .ઓફિસમાં સાનિયા કલ્પના અને અાદિત્યને સાથે જોઇને મનમાં પ્લાન બનાવે છે અને એ પછી કલ્પના સામે એવું જતાવવા માં સફળ થાય છે કે  અાદિત્ય એને પ્રેમ કરે છે .એ જોઇને કલ્પના નક્કી કરે છે કે એ પોતાની  ફ્રેન્ડશિપ ને સાનિયા અને અાદિત્ય ની વચ્ચે નહિ અાવવા દે.સ્વયં કલ્પના ની  ઓફિસમાં જઇને બધા ને મળે છે અને લંચબ્રેક માં બધાની વચ્ચે કલ્પના ને મેરેજ માટે પ્રપોઝ કરે છે. અાદિત્ય અને બધાના આશ્ચર્ય વચ્ચે કલ્પના મેરેજ માટે હા પાડે છે.અાદિત્ય આ સહન કરી શકતો નથી A અને ગુસ્સામાં ઓફિસની બહાર નીકળી જાય છે.
                         ્સ્વયં ઘુંટણિયે બેઠો રાહ જોતો હોય છે કે કલ્પના એના મેરેજ પ્રપોઝલનો જવાબ હા માં   અાપે .કલ્પના વિચારમાં પડી જાય છે કે શું કરે ત્યાં તેની નજર અાદિત્ય પર પડે છે અને કંઇક વિચાર કરીને હા માં જવાબ આપે છે .ઓફિસ માં બધા તાળીઓ વગાડીને પોતાની ખુશી જાહેર કરે છે પણ  આદિત્ય  આ જોઇને ગુસ્સે થાય  છે અને ગુસ્સામાં ઓફિસ ની બહાર નીકળી જાય છે.બધાજ કલ્પના ને કોન્ગ્રેચ્યુલેટ કરતા હોય છે પણ કલ્પના ની આંખો આદિત્ય ને શોધી રહી હોય છે.
                 આદિત્ય બહાર પાર્કિંગ માં આવ્યો અને વિચારવા લાગ્યો,"કલ્પના ,સ્વયં સાથે મેરેજ કરવા હા કેવી રીતે પાડી શકે ? સ્વયં ને એ પ્રેમ કરે છે?પણ જેવી રીતે એણે મને કહ્યું એ તો સ્વયં ને બચપણ માં ફ્રેન્ડ્સ હતા અને એ પછી તો એ સ્વયંને મળી પણ નથી .માન્યુ કે કોન્ટેક્ટ માં રહેતા હતા તો ય રુબરુમાં જેને ઓળખતા નથી એના પર એટલો બધો ભરોસો કેમ કરી શકાય ?ક્યાંક  એવું તો નથી કે સ્વયમે બધા ની  વચ્ચે પ્રપોઝ કર્યું એટલે એનું દિલ ના ટુટી જાય એમ વિચારી ને ના ન પાડી શકી.હા ,એવું હોઇ શકે .અામેય એનો સ્વભાવ એવો જ છે કે એ કોઈ ને દુખી જોઇ શકતી નથી તો ય પણ એના માટે લગ્ન માટે થોડી હા પાડી દેવાય ?મારે એને સમજાવવી પડશે.હજુ ય વાર નથી થઈ .વાર થઈ જાય એ પહેલા કલ્પના 7થી થયેલી ભુલ ને સુધારવી પડશે."
                     એમ વિચાર કરતો જ હોય છે ત્યાં કોઈકનો હાથ એના ખભા પર મુકાય છે એટલે પાછળ ફરીને જુએ છે તો કલ્પના હોય  છે .એટલે એને જોઇને એ મોઢું  ફેરવી લે છે.એટલે કલ્પના એ કહ્યું ,"નારાજ છે મારાથી ?હું સમજું છું મે તને પુછ્યા વગર સ્વયંને મેરેજ માટે હા પાડી એટલે ને ? "
                              "અહિયાં મારી જોડે શું કરે છે જા ને સ્વયં  પાસે જા એ બિચારો ઓફિસ માં એકલો હશે.આમેય હું છું કોણ કે તું મને પુછે ?તે તો અંકલ અનેઆન્ટી ને ય પુછવાની દરકાર કરી નથી તો મારી તો શી વિસાત?સાચુ ને?"
             "આદિત્ય,મમ્મી પપ્પા જ એવું  ઇચ્છે છે કે હું સ્વયં સાથે લગ્ન કરું .મમ્મી એ મને એ બાબતે વાત કરી હતી પણ ત્યારે હું   તૈયાર નહોતી ."
                    " ઓહ , તો બધું પહેલેથી જ નક્કી હતું એમને .અને તે મને વાતની  ખબર પણ ના પડવા દીધી એમને.ઓકે ફાઇન તારી  લાઇફ છે તારે જેમ કરવું હોય એમ કર.પણ અાજ પછી તું પોતાને મારી ફ્રેન્ડ ના કહેતી કેમ કે ફ્રેન્ડ્સ ક્યારેય કોઈ વાત છુપાવતા નથી ."
                "એવું નથી અાદિ.મમ્મી એ કાલે રાત્રે મને સ્વયં વિશે પુછ્યું .ત્યારે હું  તૈયાર નહોતી એટલે અને હું તને વાત કરું એ પહેલા એણે અા રીતે  બધાની સામે .એટલે મને થયું કે મમ્મી પપ્પા પણ એને પસંદ કરે છે ને એ પોતે પણ મને  અાટલો  પ્રેમ કરે છે તો એની સાથે લગ્ન કરવામાં શું વાંધો છે ? એમ વિચાર કરીને મે એને લગ્ન માટે હા પાડી ."
                  અાદિત્ય એ કલ્પના ને ખભે હાથ રાખિને સમજાવતા કહ્યું ,  "વાંધો છે કલ્પના .તે એમ વિચાર કર્યો   કે તારા મમ્મી પપ્પાને એ પસંદ છે .અને તું એને પસંદ છે .પણ શું તે તારા વિશે વિચાર્યુ?તું એને પ્રેમ કરે છે કે નહિ?કલ્પના લગ્ન માટે ત્યારે જ હા પડાય જો બંન્ને એકબીજા ને પ્રેમ કરતા હોય.અને મને ખબર છે તું એને પ્રેમ નથી કરતી ."
                કલ્પના પોતાના ખભા પરથી અાદિત્યનો હાથ હટાવી દુર ગઇ પછી ધીરે થી બોલી  ,  "મારા નસીબ એવા નથી કે હું જેને પ્રેમ કરું એ મને મળે.પછી  બોલી ,"આદિત્ય ભારતમાં કેટલી ય છોકરી ઓ અા રીતે જ લગ્ન કરે છે .અને એમને લગ્ન પછી એમના પતિ સાથે પ્રેમ થઈ જ જાય છે.મને ય થઈ જશે .અને સ્વયં તો મારો મિત્ર પણ છે અને અે મને પ્રેમ પણ કરે છે  બીજું શું જોઇએ કોઈ છોકરી ને ?તું મારી અાટલી ચિંતા ના કરીશ .બધું બરાબર થઈ જશે."
                "ઠીક છે.પણ જો લગ્ન પછી સ્વયમે તને જરા પણ તકલીફ અાપી તો હું એને છોડીશ.નહિ.અરે હા,સ્વયં તો ન્યુયોર્ક રહે છે નહિ એટલે લગ્ન પછી  તું અમને છોડી ને જતી રહીશ ને?"
                         કલ્પના ની  અાંખો માં પાણી અાવી ગયા.એ બોલી ,"હજુ તો લગ્ન માટે હા પાડી  છે.લગ્ન થોડી કર્યા છે.એટલી જલ્દીથી તારો  પીછો નહિ છોડુ.એ બધી વાત છોડ .તું મારી મદદ કરીશ ? મ્રૃણાલમા ના ઇન્ટરવ્યુ નો વિડિયો મને લાવી  આપીશ.?"
                     "એનું શું કામ છે તારે? અને એ વિડિયો સિક્રેટ છે ખબર છે ને જો ભુલ થી  ય લીક થઈ ગયો તો ચેનલ સાથે દ્રોહ કર્યો ગણાશે."
                      "તું ચિંતા ના કર .એ વિડિયો ને બિલકુલ પણ લીક નહિ થવા દઉં .એ મારી જવાબદારી છે."
                    "પણ તું એ વિડિયો નું શું કરીશ ?"
                      "જે પણ કરીશ તું સાથે હોઇશ જ એટલે તું સમજી જઇશ.તું ચિંતા ના કર હું એનો દુરુપયોગ  નહિ થવા દઉં ."
                       "ઠીક  છે.હું પ્રયત્ન કરીશ .ઓકે.હવે અંદર જઇએ .બધા આપણ ને ગોતતા હશે ."એમ કહીને કલ્પના અને  આદિત્ય બંન્ને ઓફિસમાં ગયા.કલ્પના ઓફિસમાં  આવી એટલે બધા એ કલ્પના માટે તાળી પાડી અને બધાએ એના સુખી લગ્નજીવન માટે બેસ્ટ લક વિશ કર્યું . આદિત્ય ને એ વાત થી કે કલ્પના  સ્વયં સાથે લગ્ન કરશે એ વાત થી  મનમાં ના સમજાય એવી વિચિત્ર લાગણી થઈ રહી હતી .પણ કલ્પના ની ખુશી માટે થઈ ને એ ચુપ હતો.
                    સ્વયમ કલ્પના ને  એમ  એને ઘરે  એક અગત્ય નું કામ છે કહીને  જતો રહ્યો . ઘરે જઇને કલ્પના અને સ્વયમ લગ્ન માટે ના સમાચાર અાપ્યા .બંન્ને ના માતાપિતા  અા વાત થી રાજીના રેડ થઈ ગયા.અને હવે સગાઇ અને લગ્ન  ની તારીખ નક્કી કરવાની તેમજ  સગાઇ ની સાજવણ  ની ચર્ચા કરવા લાગ્યા.એ લોકો ની વાત પર પરથી કલ્પના ને ખબર પડી કે હવે એકાદ મહિના ની અંદર જ લગ્ન કરી ને બે મહિના માં તો ભારત છોડીને જતું રહેવું પડશે.કેમ કે                   સ્વયં વધુ સમય ઇન્ડિયામાં રહી શકે તેમ નહોતો.એટલે એ લગ્ન કરીને જ પાછો જવા માગતો હતો. કલ્પના ને થયું કે લગ્ન માટે ના પાડી દે પણ બધાની ખુશી જોઇ ને હિમ્મત ના કરી શકી.એટલે પોતાના રુમ માં જતી  રહી.એને પોતાના પર જ ગુસ્સો   અાવવા લાગ્યો કે કેમ સ્વયં ના પ્રપોઝલ પર હા પાડી.પણ હવે કંઈ થઈ શકે તે નહોતુ.પછી વિચાર્યું કે અામે ય અાદિત્ય અને સાનિયા નો પ્રેમ જોઇને દુખી થવા કરતા ભારત છોડીને જતું રહેવું જ સારું .અાદિત્ય એની દુનિયામા ખુશ ને એ પોતાનું  જીવન સંભાળશે.અહિં રહેશે તો એ પોતાના જીવનમાં  આગળ ક્યારેય નહિ વધી શકે.એમ વિચાર કરતા કરતા ક્યારે  સુઇ ગઇ એને ખબર ના પડી . 
                     બીજા દિવસ થી અમોલભાઇ અને ગીતા બેન અને સ્વયં બધા સગાઇ ની  તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયા.
                 ઓફિસમાં  આદિત્ય એ લંચ બ્રેકમાં એકાંતમાં લઇ જઇનેકલ્પના ને ઇન્ટરવ્યુ નો વિડિયો બતાવ્યો  અને કહ્યું ," તે કહ્યું હતું કે  તારે આ વિડીઓ જોઇએ છે એટલે તારા માટે જીવનમાં પહેલી વાર અાદિત્ય એ ચોરી કરી છે.અજય સરને પણ જાણ ના થાય એ રીતે મે વિડિયો મે કોમ્પ્યુટરમાંથી ચોરી લીધો છે.તું બસ વિડિયો લીક ના થાય એ ખાસ જોજે."
               "તું ચિંતા ના કરીશ .મારે આ વિડિયો નો દુરુપયોગ નથી કરવો.હવે કાલે મે ઓફિસમાં થી રજા લીધી છે .તું   પણ  કાલે રજા લઇ લેજે. આપણે બંન્ને ને કાલે એક ખાસ કામ કરવા જવાનું છે."
               " રજાતો લઇ લઇશ .પણ તું મને જણાવીશ કે તારે શું કરવું છે ?"
                "એતો  કાલે તું મારી સાથે  આવીશ એટલે તને બધીજ  ખબર પડી જશે."એમ કહીને પાછા જઇને લંચ કરીને બંન્ને પોતાના કામે લાગી ગયા.પ્યુને કલ્પના અને અાદિત્ય ને બંન્ને ને કેબિન માં બોલાવ્યા .બંન્ને કેબિનમાં ગયા તો બંન્ને ને લાગ્યું કે  અજય સર કંઇક ચિંતા માં હતા,થોડી વાર રહીને બોલ્યા," જેવી તમને ખબર છે કેઅાપણા ઇન્ટરવ્યુ નો પ્રચાર શરુ થઈ ગયો છે .પરંતુ ત્યારથી  મને ઘણાય ધમકી ભર્યા કોલ અને મેસેજ ચાલુ થઈ ગયા છે.એ વાત પરથી સાબિત થાય છે કે પાખંડી સંતો અા ઇન્ટરવ્યુની જાહેરાતથી કેટલા ડરી ગયા છે.બની શકે કે તમને બંન્ને  નેપણ ધમકી ઓ મળવા લાગે.તો હવે તમે બંન્ને ખાસ કરીને કલ્પના તું ધ્યાન રાખજે.ક્યાંય પણ જાય એકલા ના જતી .થોડું તારી સુરક્ષા નું ધ્યાન રાખજો.અને બંન્ને ગભરાતા નહિ.કેમ કે  ઢોંગ ખુલ્લા પડવાના હોય ત્યારે ઢોંગી સાધુ ઓ થોડા  તો છટપટાવા ના જ ને. બસ તમે બંન્ને ધ્યાન રાખજો એટલું જ કહેવું છે.હવે તમે બંન્ને જઇ શકો છો"
                       ઓફિસ માં સ્વયં નો ફોન અાવ્યો અને કલ્પના ને ઘરે જલ્દીથી આવવા કહ્યું .એટલે અાદિત્ય એ સાંજે જ કલ્પના ને ઘરે ડ્રોપ કરીને પાછો ઓફિસે ગયો.ઘરે જતાં જ કલ્પના ને ખબર પડી કે એને અને સ્વયં ને એન્ગેજમેન્ટ રિંગ પસંદ કરવા જવાનું છે.કેમકે એ અઠવાડિયા માં અાવતા  રવિવારે જ સગાઇ ગોઠવી દેવાઇ હતી .કલ્પના ને મનમાં લાગતુ હતુ કે કંઇક ખોટું થઈ રહ્યું છે પણ હવે જે થઈ રહ્યું  હતું એ   રોકી શકે તેમ નહોતી .ઇચ્છા ના હોવા છતાં ય સ્વયં સાથે જઇને સગાઇ ની રિંગ પસંદ કરવા જવું પડ્યું .
                બીજા દિવસે  કલ્પના અને અાદિત્ય બંન્ને ગાંધીનગર  અાવ્યા.ત્યાં   સેક્ટર ૧૩ માં  ૨૩ નં ના ઘર ના દરવાજે  આવ્યા.ત્યાં કલ્પના બેલ વગાડવા જ જતી  હતી  ત્યાં અાદિત્ય એ પુછ્યું ,"  અા કોના ઘરે લઇ આવી ?"
                    "ચુપ ,તને કહ્યું ને .તને બધી ખબર પડી જશે. તો પછી અાટલી  ઉતાવળ શેની?"
                    કલ્પના એ બેલ વગાડી એટલે એક સુંદર સ્ત્રી એ આવીને દરવાજો ખોલ્યો.
                "અાવો,અંદર આવો"એમ કહીને બંને ને અાવકાર્યા.કલ્પના અને  આદિત્ય બંન્ને ઘરમાં દાખલ થયા."તમે બંન્ને બેસો.હું હમણા જ એમને બોલાવી લાવું છું."કહીને અંદર જતી રહી.બંન્ને ઘરનું નિરિક્ષણ કરવા લાગ્યા. અાછા ગુલાબી રંગ ની દિવાલો , ઘર ની છત પર લટકતું ઝુમર , વ્હાઇટ  રંગ ના સોફા પર પિંક તકિયા અા બધી વ્યવથા થી ઘર શોભતુ હતું.દિવાલ પર એમણે  આધેડ વય ની સ્ત્રી ની તસવીર જોઇ જેના પર હાર ચડાવેલો હતો.જે જોઇ જોઇને લાગતુ હતુ કે એ જિવિત નથી .ત્યાં એક ભાઇ રુમ માં આવ્યા.એમણે જોઇને પ્રિયા અને  અાદિત્ય એ એમનું અભિવાદન કર્યું .એ ભાઇ એ કહ્યું ,"નમસ્તે ,મારું નામ અભિજિત અગ્રવાલ.તમે મને મળવા માટે  અાજ ની  અપોઇન્ટમેન્ટ લીધી હતી એટલે હું  અાજ ઘરે છું.કહો કેમ મળવું હતું અને શું  વાત કરવાની હતી .?"
                   કલ્પના એ કહ્યું ,"મારે તમારી મા વિશે વાત કરવી હતી જે અત્યારે જેલમાં તમને મળવા માટે જ  જીવી રહી છે.તમે એક વાર એમને સારી રીતે મળો .એમને એકવાર મા નું સુખ અાપો."
                " એક મિનિટ,જો તમે મ્રૃણાલમા વિશે વાત કરતા હોય તો મારી મા એક જ છે અને એ અા છે.મારે બીજી કોઇ મા નથી .અભિજિતે દિવાલ પરન પરની તસવીર તરફ અાંગળી બતાવતા કહ્યું .
                    "એમ તમે સત્ય નો અસ્વીકાર કરો એટલે કંઈ સત્ય ઓછું બદલાઇ જવાનું છે.એણે તમને જન્મ અાપ્યો છે.અને ભુતકાળમાં કરેલા કર્મો ને લીધે તમે જો એમને મા તરીકે ના સ્વીકારી શકતા હોય તો હું તમને કહું છુ.અમે એમને મળ્યા છે હવે એ મ્રૃણાલમા નથી .એ પશ્ચાતાપ ની અાગમાં તપીને કંચન બની ગયા છે.તમને નથી ખબર પણ થોડા જ દિવસો પછી એમનો એક ઇન્ટરવ્યુ ટીવી પર બતાવવા ના છીએ.એ ઇન્ટરવ્યુ માં એમણે એમનું બધું સત્ય કહ્યું છે.સાથે સાથે એમને કરેલા ચમત્કારો નું રહસ્ય પણ ખુલ્લું કર્યું છે.એ ઇન્ટરવ્યુ રીલીઝ  થવાની સાથે કેટલાય ઢોંગી સાધુઓ ની પોલ ખુલી જશે.તમને વિશ્વાસ ના અાવતો હોય તો હું તમને ઇન્ટરવ્યુ નો વિડિયો બતાવી શકું છું."એમ કહીને કલ્પના એ પોતાના પેનડ્રાઇવ નેત્યાં પડેલા  લેપટોપ માં ચાલુ કર્યો .એ જોઇને ઇન્સપેક્ટર અભિજિત ની અાંખો ભરાઇ અાવી.એમણે કહ્યું ,"જ્યારે મને ખબર પડી હતી કે એ મારી મા છે ત્યારે જ હું તો એમને મા માની ચુક્યો હતો પણ એમનું મ્રૃણાલમા ના રુપ પર મને નફરત થઈ ગયેલી .એટલે એમને ધુત્કારી દીધા હતા.પણ તમે સાચુ કહો છો હવે એ મ્રૃણાલ મા નથી કંચન છે જેણે મને જન્મ અાપ્યો હતો.એમને  આખી જિંદગી મા તરીકે નું સુખ નથી મળ્યું .અને કદાચ મળ્યુ હોત તો સત્ય કંઇક અલગ જ હોત.પણ હવે અાજે એમને મળીને એમની અધુરી ઇચ્છા પુરી કરવા હું જરુર થી આવીશ.ચાલો હવે જલ્દી  સાબરમતી જેલમાં જઇએ હું પણ એમને મળવા માગું છુ.સાથે મારી પત્નીને પણ લેતા જઇએ એ મળીને ખુશ થઈ જશે."
                થોડી જ વાર માં ચારે ય જણ સાબરમતી સેન્ટ્રલ જેલ તરફ અમદાવાદ અાવવા નીકળી પડ્યા."