Aghor Aatma books and stories free download online pdf in Gujarati

અઘોર આત્મા

અઘોર આત્મા

(હોરર-સસ્પેન્સ નવલકથા)

(ભાગ-૧)

--------------------

લેખક : ધર્મેશ ગાંધી

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

-----------------------

જેવી મેં મારા સિલ્ક ગાઉનની દોરીની ગાંઠ છોડી કે એક ભયાનક વીજળીનો કડાકો થયો. મેં થરથરતા હાથે ધીમેધીમે મારું ગાઉન મારા શરીરેથી અળગું કરી નાખ્યું. એ સાથે જ વાદળો ગર્જના કરવા માંડ્યા. એનાથી સર્જાયેલા ચમકારાઓમાં આસપાસનો નિર્જન વિસ્તાર ક્ષણવાર માટે પ્રકાશિત થઈ ઊઠ્યો. મેં મારા અંતઃવસ્ત્રો પણ એક પછી એક ઉતારી નાખ્યા. વરસાદના ફોરાંઓથી હળવે હળવે પલળી રહેલું મારું સંપૂર્ણ નિર્વસ્ત્ર શરીર અંધારી રાતમાં પણ ઝગારા મારી રહ્યું હતું. એ ઝગારામાં મેં જોયું કે અંગારક્ષતિએ પોતાના મજબૂત બાવડાથી પકડેલા કોદાળી-પાવડાથી લગભગ આખી કબર ખોદી નાખી હતી. એણે પોતાના પ્રૌઢ પરંતુ કસાયેલા શરીર ઉપર માત્ર કમરના ભાગે કોઈક જંગલી પ્રાણીનું ચામડું વીંટ્યું હતું. એ સિવાયના એના ઉઘાડા શરીર ઉપર ઠેર ઠેર કોઈક તાજી ચિતાની ગરમ ભસ્મ ચોપડેલી હતી. વડવાઈ જેવા ગૂંચળું વળી ગયેલા અને પીઠ સુધી ફેલાયેલા એના વાળ એકદમ ગંદા-ગોબરા લાગતા હતા. એમાંથી કોહી ગયેલા કાદવ જેવી ગંધ ફેલાઈ રહી હતી.

ઘોર અંધકારને દૂર કરવા માટે મેં એક મીણબત્તી સળગાવી. પવનની ઝાપટ અને વરસાદના છાંટાથી સળગતી જ્યોતને બચાવવા મેં મીણબત્તી ફરતે એક હાથ આડો કરી દીધો. અંગારક્ષતિએ પોતાની રાની પશુ જેવી લાલચોળ આંખે મારા લહેરાતા ખુલ્લા વાળની ઓથે ઉપર-નીચે થતા છાતીના ઉભારોને ક્યાંય સુધી તાક્યા કર્યું. એની નજર મારા આખા શરીરે ફરી વળી. મારી ઉઘાડી સાથળો, બંને લીસા-લાંબા-ગોરા પગ ઉપરથી લોલૂપ તરફડિયા મારતી એની નજર મને દઝાડી રહી હતી. પછી અચાનક અમારી સાધના ભંગ ન થાય એનું ધ્યાન રાખીને એણે કરડાકીથી કહ્યું, ‘છોકરી, તૈયાર છે ને?’

મેં ચારે તરફ એક નજર નાખી. ફક્ત ઝાડી ઝાંખરા અને એમાં સૂતેલી પથ્થરની અસંખ્ય કબરો સિવાય મારી દ્રષ્ટિએ કશું ન ચડ્યું. ઉપર કાળું ડિબાંગ આકાશ ચાંદાને ગળી ચૂક્યું હતું. એક તો અમાસની મધરાત અને ઉપરથી વરસાદની શરૂઆત. અંગારક્ષતિએ કબરમાંથી કાઢેલું મડદું જોઈ મારી આંખો ભરાઈ આવી. એ તિમિર હતો - તિમિરનું મૃત શરીર. બે દિવસ પહેલાં એક અકસ્માતમાં એનું મોત નીપજ્યું હતું. મને એકલી છોડી એ લાંબી સફરે નીકળી ચૂક્યો હતો. હું એને મારી દુનિયામાં પાછો લાવી શકવા માટે અસમર્થ હતી. મને અફસોસ પણ હતો કે જીવતેજીવ મેં એને અતૃપ્ત રાખ્યો હતો. અને હવે એના મૃત્યુ બાદ આજે...

‘છોકરી...’ અંગારક્ષતિનો વરુ જેવો ઘોઘરો અવાજ ગૂંજી ઊઠ્યો, ‘લાગણીઓને કાબૂમાં રાખ... સંભોગ-સાધનાનું ચોઘડિયું વીતી જશે તો અનર્થ થઈ જશે. અઘોરીઓની તપસ્યા વિફળ જશે તો હાહાકાર મચી જશે.’

અંગારક્ષતિ મારી સામેની તરફ દૂર એક કબર ઉપર પલાઠી વાળીને બેઠો. એ કબર કોઈક બાળકની હતી. પોતાની બંને આંખો બંધ કરીને એણે મંત્રોચ્ચાર શરુ કર્યા. વચ્ચે વચ્ચે એ પોતાના બંને હાથ ઊંચા કરીને પોતાનું મોં આકાશ તરફ કરીને કંઈક બબડતો હતો. પછી પોતાની લાંબી અને કાળી જીભ બહાર કાઢીને આકાશ માંથી વરસતા વરસાદના ટીપાં એની ઉપર ઝીલતો હતો. ને ફરી પાછો મંત્રોચ્ચારમાં લીન થઈ જતો હતો.

મનમાં વ્યાપેલા ડરને અંકુશિત કરતી હું તિમિરના મડદા તરફ આગળ વધી. વિધિ અનુસાર મેં મડદાને પણ મારી માફક નિર્વસ્ત્ર કરવા માંડ્યું. કીડા-ઈયળોએ તિમિરના પાર્થિવ શરીરને ફોલી ખાવાનું શરુ કરી દીધું હતું. એનો ચહેરો અકસ્માતમાં છૂંદાઈ ચૂક્યો હતો. ઠેર ઠેર કાચના ટુકડાઓ ખૂંપી ગયા હતા. પોસ્ટમોર્ટમમાં રીતસરની વેઠ ઉતારાઈ હોઈ એવું સ્પષ્ટ જણાઈ આવતું હતું. એક સડેલી તીવ્ર દુર્ગંધ મારા નાકમાં ઘૂસી ગઈ. હવે મારે અઘોરપંથની સંભોગ-સાધનાની ક્રિયા અનુસાર મડદાની કમરના ભાગ ઉપર ઘોડો કરીને ઘૂંટણિયે બેસવાનું હતું. મેં મીણબત્તીને મડદાના કપાળ ઉપર ગોઠવી.

મારી નજર સમક્ષ વીતી ચૂકેલી રાત ફરી વળી. ગઈ રાતે પણ આમ જ મેં મીણબત્તી સળગાવી હતી...

***

હું ઘરમાં એકલી હતી. રાતના બારના ટકોરાએ મને સફાળી ઝંઝોળી નાખી હતી, જાણે કે પરાણે મને કોઈ મારો જન્મદિન ઉજવવા ખેંચી રહ્યું હોય! હું પથારીમાંથી ઊઠી હતી. ક્યારેય નહિ પહેરાયેલો કાળા રંગનો સિલ્ક ગાઉન મેં પહેર્યો હતો. મારી માંજરી આંખો મારા અદ્ભુત શરીરના સુરેખ વળાંકોને આયનામાં તાકતી રહી ગયેલી. સાંજની લાવી રાખેલી કેક મેં કમરામાં વચ્ચોવચ ગોઠવી હતી. મીણબત્તી સળગાવી હતી...

એ સાથે જ આખા કમરામાં મઘમઘતી સુવાસ ફેલાઈ ગઈ. મધરાતનો સન્નાટો મને શુભકામના આપવા માટે થનગની રહ્યો હતો. મીણબત્તીની નારંગી જ્યોતને ઓલવવા મારા ગુલાબી હોઠ ગોળ થયા, ને એક હળવી ફૂંક એમાંથી સરી પડે એ પહેલાં જ જ્યોત આપોઆપ બૂઝાઈ ગઈ. એમાંથી નીકળેલી એક પાતળી ધૂમ્રસેર હવામાં વિખેરાઈ ગઈ. એ આછાં ધૂમાડામાંથી એક તીવ્ર વાસ આવી, જાણે કે કાચું માંસ બળતું હોય એવી તીખી વાસ! મારી ફૂંક મારા ગાળામાં જ અટકી પડી. મારા ગાલ પર એક ઠંડી હવાની લહેરખી મહેસૂસ થઈ. હું ચોંકી ઊઠી. આવી ઠંડક માત્ર તિમિરના હોઠમાં જ હતી. પણ, અહીં... ના, ના... અહીં તો કોઈ જ નથી! એ ક્યાંથી હોઈ શકે? મેં ફરીથી મીણબત્તી સળગાવી. મને એ ખ્યાલ નથી કે એ હું કરી રહી હતી કે કોઈક અજાણી શક્તિ મારી પાસે કરાવી રહી હતી! ફરી એકવાર મારા મુલાયમ હોઠ ગોળ થયા ને ફેફસાના ઊંડાણમાંથી બધી હવા સમેટીને મેં ફૂંક મારી. એ સાથે જ કમરામાં રહેલી, ઝગારા મારતી બધી જ રંગબેરંગી લાઇટો એક પછી એક ઓલવાઈ ગઈ. દીવાલ પર શણગારેલી ઝબૂકતી લાઇટ્સ... છત પર લટકી રહેલા પચરંગી ગોળાઓ... બધી રોશની એકાએક અંધકારમાં પલટાઈ ગઈ, માત્ર મારી એક ફૂંકથી! પરંતુ, મારા અચરજ વચ્ચે મીણબત્તીની જ્યોત હજુયે સળગી રહી હતી. અડીખમ! લાલાશ પકડી રહી હતી. એકદમ સ્થિર!

‘હેપ્પી બર્થ ડે ટુ યુ... હેપ્પી બર્થ ડે ટુ ડીયર તપસ્યા...’ અચાનક મારા કાનમાં ધીમો અવાજ સંભળાયો. મેં જોરમાં માથું ઝટક્યું. ખુલ્લા લહેરાઈ રહેલા મારા વાળ મારા ચહેરા અને હાંફતી છાતી ઉપર વિખેરાઈ ગયા. ફરી એ જ ઠંડક મારા કાનની નીચે ગરદનની પાછળ અનુભવાઈ. મેં પહોળી આંખે ડરતા-ડરતા પાછળ નજર કરી, પણ ત્યાં કોઈ નહોતું, હતો માત્ર અંધકાર અને એ અંધકારને ચીરતી મીણબત્તીની આછી રોશની!

મારી આંખે અંધારા આવી રહ્યાં હતાં. બેહોશ થવા પહેલાં મેં અનુભવ્યું કે કોઈક પુરુષનો ભારેભરખમ હાથ મારા સિલ્કના ગાઉનને સહેલાવી રહ્યો હતો. મારી ભરાવદાર છાતી આગળ બાંધેલી પાતળી દોરીના ફૂમતાં ખેંચી રહ્યો હતો. મારા શરીરેથી આવરણનો એક લીસો ભાર મેં હળવો થતો અનુભવ્યો. મારા અંગેઅંગમાં હવાની લહેરખીની એક ઠંડક પ્રસરી ગઈ. મારા શરીર પર બાઝેલાં પરસેવાના દોડાદોડી કરી રહેલા ટીપાઓ બરફના ટુકડા જેવો સ્પર્શ આપીને અલોપ થઈ રહ્યા હતા.

‘આઈ લવ યુ, તપસ્યા... આઈ નીડ યુ...’ કોઈક કૂવાના ઊંડાણમાંથી આવતો હોય એવો અવાજ મારા રોમ રોમમાં આક્રંદ કરી રહ્યો હતો.

‘આવતીકાલની મધરાત, અમાસની પવિત્ર રાત - આપણા મિલનની મધુરજની બનવા થનગની રહી છે! એક મૃતાત્માનું એક જીવાત્મા સાથે રતિમિલન!’ અચાનક ઘોઘરો થયેલો અવાજ હવામાં ગૂંજીને પડઘા પાડી ઊઠ્યો.

ક્ષણવાર માટે મારા મુલાયમ હોઠોનો ફફડાટ ઉભરતો ને આથમી જતો. અને હું બેશુદ્ધ બની ગઈ.

***

‘મૂર્ખ છોકરી...’ અંગારક્ષતિએ ત્રાડ પાડી.

હું ધ્રૂજી ઊઠી. કમરામાંથી સીધી કબ્રસ્તાનમાં આવી ગઈ. ગઈ રાતની બેશુદ્ધ યાદોની પકડમાંથી ફંગોળાઈને તિમિરના નગ્ન મડદા ઉપર હું નિર્વસ્ત્ર અવસ્થામાં ઘૂંટણિયે બેઠી હતી. તિમિરના છૂંદાઈ ગયેલા અને ઓળખી નહિ શકાય એવા મૃત ચહેરા તરફ મેં એક પ્રેમાળ નજર નાખી. સળગતી મીણબત્તીએ એના ફાટી ગયેલા કપાળ ઉપર ઓગળી રહેલા મીણના ગઠ્ઠા બનાવવા માંડ્યા હતા. હું એને પુનઃ જીવિત કરી શકવા માટે અસમર્થ હતી. મને અફસોસ એ વાતનો હતો કે એના જીવતેજીવ મેં એને અતૃપ્ત રાખ્યો હતો. મારા સૌંદર્યવાન શરીરનું સુખ એ પામી શક્યો ન હતો. એનો અતૃપ્ત આત્મા ભટકી રહ્યો હતો.

એના મૃત્યુ બાદ આજે... આજે મારે એને સ્વર્ગનું સુખ આપવાનું હતું. મારે માટે એ કઠીન હતું, પરંતુ અમારા પ્રેમને ખાતર...

મેં તિમિરના નિષ્પ્રાણ શરીરને સહેલાવવાનું શરુ કર્યું. એને ચૂમવા માંડી. ધીમે ધીમે તિમિરના મૃત શરીર સાથે મેં સહવાસનું સુખ માણવા માંડ્યું. એની અતૃપ્ત આત્માને પ્રેમ અને સહવાસથી તરબોળ કરવા માંડી. મને મહેસૂસ થયું કે મારા કોમળ સ્પર્શથી, સહવાસથી એના મૃત શરીરમાં ધીમે ધીમે સળવળાટ થઈ રહ્યો હતો. એ તૃપ્ત થઈ રહ્યો હતો. પરાકાષ્ઠાએ પહોંચતા જ મેં એના છૂંદાયેલા હોઠોને ચૂમ્યા. એ સાથે જ એના આખા ચહેરાએ તાજગી અનુભવી હોય એમ સાફ થવા માંડ્યો. થોડી જ ક્ષણોમાં એનો ચહેરો એક જીવિત વ્યક્તિની જેમ ખીલી ઊઠ્યો. પણ એ સાથે જ મારી આંખો વિસ્ફારિત થઈ ઊઠી. મારા ગળામાંથી એક રુંધાયેલી ચીસ નીકળી ગઈ...

‘અંગારક્ષતિ...’ હું એક જ ઝાટકે મડદા ઉપરથી ઊભી થઈ ગઈ. ‘છલ... કપટ... ધોખો...’ હું અંગારક્ષતિ તરફ ત્રાટક કરતા જોરથી ચિલ્લાઈ, ‘આ કોનું મડદું છે? આ મારો તિમિર નથી. અને આ કોની સાથે તેં મને સંભોગ-સાધના કરાવી, દુષ્ટ?’

અઘોરી અંગારક્ષતિ કબર ઉપર પોતાના બંને પગ પહોળા કરીને ઊભો ઊભો અટ્ટહાસ્ય રેલાવી રહ્યો હતો. અને આખું કબ્રસ્તાન ધ્રૂજી રહ્યું હતું.

(ક્રમશઃ)

----------------

લેખક : ધર્મેશ ગાંધી

આપના પ્રતિભાવો જણાવવા માટે તથા લેખકને ‘ફોલો’ કરવા માટેના માધ્યમો-

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

એફ્બી પેજ : facebook.com/DGdesk.in
બ્લોગ : dgdesk.blogspot.com

----------------

(અઘોર આત્મા : ભાગ-૨ વાંચવાનું ચૂકશો નહિ.)