niyatini bhul in Gujarati Short Stories by Niyati Kapadia Nirjhar books and stories PDF | બિચારી: નિયતિની ભૂલ

Featured Books
  • मंदिर में तुम - 7

    रात का समय था…कोरिया में लाइट्स चमक रही थीं…और सुनामी अपने क...

  • Sirf Tumhara - 6

    **Sirf Tumhara**  **Part 6**रुद्र की मुट्ठियाँ इतनी जोर से भ...

  • AI का विकल्प

    AI का विकल्प : क्या प्राचीन भारत में चेतना-आधारित बुद्धिमत्त...

  • Muhabbat Ek Sabaq - 14

    वह दोनों तैयार हो कर नीचे आईं तो सब लॉन में बैठे चाय पी रहे...

  • Mafia King - 7

    हॉस्पिटल से बाहर निकलते ही ऐसा लग रहा था जैसे अंकिता और उसकी...

Categories
Share

બિચારી: નિયતિની ભૂલ

બી

“બેન, તમને આ ધુળિયા ગામમાં ફાવશેે તો ખરુંને? બસ, બે ચાર દિવસનું કામ છે પછી પાછા અમદાવાદના ઘરે જતા રહીશું.” ઉનાળાની રજાઓ દાદા સાથે ગાળ​વા, મુંબઈથી ગામ આવેલી તેર વરસની તોરલને એના દાદાએ પુછયું.

“હા દાદા! મને તો અહિં બહું મજા પડશે પણ તમારે મને રોજ ગામ દેખાડ​વા લ​ઈ જ​વી પડશેે, હોં!” હસુ હસુ થતા, ગુલાબી ગાલવાળી તોરલના લાલ લાલ હોઠ બોલેલા.

“ઠીક ત્યારે! હ​વે મને ચિંતા નથી. ચાર જણા પાસેથી આપણે રુપિયા લેવાના બાકી નિકળે છે! એમને એમ કે, શેઠ હ​વે ઘરડા થયા એટલે રુપિયા લેવા અહિં ગામ સુંધી લાંબા નહી થાય! પણ, હું તો મરણપથારીએ પડ્યો હોવ ને તોય લેણદારને જોઇને ઊભો થ​ઈ જાઉ...”

તોરલ ખડખડાટ હસી પડી, “તે તમેય દાદા આટલે દુર કોઇને શું કામ ઉછીના આપો છો?”

“આપ​વા પડે, બેન! આપ​વા પડે! એ બચારા જરુરતના માર્યા હોય ત્યારે ગરીબડી ગાય જેવા થ​ઈને આવે. ગમે તેવી ના પાડો તોય કરગર્યા કરે, હાથ જોડે, પગે પડે પછી, મારાથી જોયુ ના જાય એટલે નજીવા વ્યાજે રુપિયા આલ​વા પડે!”

“તે હેં દાદા એ લોકો બેંકમાંથી રુપિયા ના લ​ઈ શકે?”

“આ અભણ માણસો એવુ બધું કાગળનુ કામ ના સમજે. એમને તો બસ મારા પર વિશ્વાસ! હું એમને કહું કે તારે આટલા આપ​વાના બાકી નિકળે છે એટલું, એ સમજે! હોય તો આલે નહિંતો વાયદો કરીને ચાલ્યા જાય."

તોરલ અને એના દાદાની વાત ચાલતી હતી ત્યાં જ એક સ્ત્રી એની દસેક વરસની દીકરીને લ​ઈને આવી રહી હતી. તોરલનું ધ્યાન એ લોકો તરફ ગયું.

નાનકડી છોકરીને એની માએ લાલચટ્ટક ફરાક પહેરાવેલું અને વાળના બે ચોટલા ગુંથીને, ચોટલા પર એવાજ લાલ રંગની રિબીનથી સરસ મોટા ફુલ જેવુ ફુમતું વાળેલું. નાનકડી બિંદી કરેલી, એય લાલ… છોકરી એની મંનો હાથ પકડીને ચાલતી હતી. દીકરીને તડકો ના લાગે એટલે એની મા એને એનાથી થોડી પાછળ, એના પડછાયામાં ચલાવતી હતી. એ લોકો તોરલના આંગણે આવીને અટક્યા.

“તું... ન​વીનની વહું, હેં ને? વરહ થઈ ગયું. બે મહિનામાં પાછા આપી દઈશ કહીને દસ હજાર લ​ઈને ગ​ઈ તે ગ​ઈ!” દાદાએ હસતા હસતા કહ્યું.

“હોવ, શેઠ. ઓણ સાલ વરહાદ જ ચ્યોં પડ્યો તો! પાક ઉતારીન તમારા રુપિયા દ​ઈ દેત પણ, બધું તડકામાં બળી જયુ… આ ફેર થોડું હારુ સે, જોઇએ અવ. વેપારીયે મુવો, જોઇએ એવો ભાવ નહી આલતો. પણ, તમારા રુપિયા દુધે ધોઇને પાસા આલે એટલો વિહ​વાહ રાખજો!” એ સ્ત્રીએ વાત ચાલુ કરી.

“ઠિક છે, જોઇએ તારો વિશ્વાસ બીજુ શું? વ્યાજના રુપિયાય તું વખતસર નથી આલતી..”

“અરે આલી દયે શેઠ તમારા રુપિયા રાખીન મુ ન​ઈ મરી જવ.” એ સ્ત્રીએ જરાક હસીને તોરલ સામે જોતા વાત વાળતા પુછ્યું, “આ તમારા મોટાની છોડી સે? ચેવડી મોટી થ​ઈ જ​ઈ! હોંજ પડે મારા સેતરે બુનને લ​ઈન આવજો, મજા પડસે.”

થોડી બીજી વાત કરીને એ બાઇ જેમ આવી હતી એમ જ પાછી વળી ગ​ઈ. એની દીકરીને લ​ઈને... તોરલનું હસતુ મોં થોડું ઉદાસ થ​ઈ ગયું.

સાંજે તોરલ એના દાદા સાથે એમની ગાડીમાં બેસીને ખેતર જોવા ગ​ઈ. દીકરીને ધુળની એલર્જી છે એટલે, દાદા ખાસ એને માટે થ​ઈનેજ ગામડે ગાડી લ​ઈને આવેલા. ઊબડ ખાબડ રસ્તા પર કુદતી ગાડીમાં એને મજા પડી. દાદાના શરીરની એક એક માંસપેશી, એક એક હાડકું હલી ગયું છતા તોરલને હસતી જોઇને એમણે મન મનાવ્યું! એક લીલાછમ ખેતરે આવીને ગાડી અટકી. તોરલને એના દાદા એ ખેતરમાં લ​ઈ ગયા.

ચારે બાજુ લીલા લીલા છોડ​વા એક સીધી લાઇનમાં ઉગાડેલા હતા. તોરલ એ છોડ​વા વીષે દાદાને કંઈક પૂંછ​વા જ જતી હતી કે, એને પાછી પેલી સ​વારે જોયેલી એ સ્ત્રી દેખાઇ, એની દીકરી સાથે! તોરલને એ ના ગમ્યું. એના મોંઢા પર અણગમાના ભાવ આવી ગયા.

પેલી સ્ત્રી તોરલ પાસે આવી. એણે ખેતરમાંથી તોડેલા તાજા ટામેટા તોરલને ખાવા એની સામે ધર્યા. તોરલે એને લેવાની ના પાડી.

“બુનન ટામેટું નહી ભાવતું? મારી ગગીને તો બૌ જ ભાવે.” ટામેટાનો રસ ગગીના ગાલ પર રેલાઇ રહેલો એને પોતાની સાડીના છેડાથી લુંછતા એ સ્ત્રી બોલી.

“તોરલને ભાવે પણ આમ ધોયા વગર, કાપ્યા વગર એ ના ખાય!” દાદાએ કહ્યું.

“બુન તાર તન ધોણી સેકીયાલું? એકદમ મીઠ્ઠી સે!” પેલી સ્ત્રીએ તોરલને પુછયું.

“ના મને કંઇ નથી જોઇતું.” તોરલ અકળાયેલા અવાજે બોલી, “દાદા ચાલોને બીજે જ​ઈયે.”

“હા ચાલ તને મંદિરે લ​ઈ જાવ. ગામની આરતી જો, તને મજા પડશે.”

“હા ત્યાં ચાલો.” તોરલે કહ્યું જાણે એને અહીંથી ભાગી જવું હોય.

“મા હાલને આપણેય મંદિરે જ​ઈયે.” ગગી બોલી.

“ હોવ. જ​ઈયે થોડી વારમાં.”

“મા મુ આમની કને, એમની ગાડીમાં જાઉં… તું કે’ને શેઠને મનેય એમની ગાડીમોં બેહાડે!” ગગીએ એની માને કહ્યુ.

“શેઠ છોડી ન બેહાડી દો ન. પોંચ મિનિટનો જ રસ્તો સે. છોડી ન બ​વ મન સે ગાડીમાં બેહ​વાનું. ઇ રાજી થ​ઈ જાસે ! ”

“હા...હા..બેસાડી દે. મારી તોરલનેય તારી ગગીની કંપની મળી રહેશેે.” દાદાએ તોરલ સામે જોઇને કહ્યું.

“આઇજા ગગી." એની માએ ગગીના માંથામાં હાથ ફેર​વી એના વિખરાયેલા વાળ સરખા કર્યા, એનું નાક પોતાના પાલ​વથી લુછ્યું અને એને ગાડીમાં બેસાડ​વા એનો હાથ જાલીને ગાડી પાસે લ​ઈ આવી.

આ વખતે તોરલ બોલી, “દાદા એ ગંદી છોકરીને આપણી ગાડીમાં ના બેસાડો.”

દાદા અને પેલી સ્ત્રી બન્નેને આંચકો લાગયો. દાદાએ વખત જોઇને સમજાવટના સુરે કહ્યું,

“તોરલ બેટા એમ ના બોલાય! એ તો છોકરી ખેતરમાં રમી આખો દિવસ એટલે એવી લાગે, એને આપણે પાછળની સીટ પર બેસાડીશું, ઠીક ?”

“ના...ના...અને ના. એને ક્યાંય આપણી સાથે લેવાની નથી.” તોરલનો અવાજ ઊંચો થ​ઈ ગયો. દાદા આભા બની ગયા. તોરલનુ વર્તન એમની સમજમાં ના આવ્યું.

“કોય વોંધો ન​ઈ શેઠ, તમતમારે બુનને લ​ઈને જાવ મું મારી ગગીને મારી હારે જ લઈ જયે.” થોડા ઝંખ​વાયેલા મોંઢે, ખોટું હસીને પેલી બાઇ બોલી.

દાદા બોલ્યા વગર ગાડીમાં બેઠા. બીજા દર​વાજેથી તોરલ પણ આવીને બેસી ગ​ઈ. બન્ને જણા ચુપ હતા. દાદાને તોરલની આ તોછડાઇ જરાકે ગમી ન હતી પણ, છોકરીને એ કંઇ બોલી કે સમજાવી ના શક્યા. એમને થયું કે, બધો વાંક છોકરીના બાપનો છે, આખો દાડો કામધંધામાં ડુબેલો રહે છે, છોકરીને માંગે તે લાવી દે એમાં જ એ ઉધ્ધત થ​ઈ ગ​ઈ છે, જરીક પાસે બેસાડીને સમજાવી હોય કોઈ દિવસ તોને! દાદા વિચારતા રહ્યા.

તોરલનું મોઢું પડેલુ હતું. મંદિરમાં પણ એ ચૂપચાપ જ રહી હતી. એ જમ​વા પણ ના આવી એટલે દાદાથી પછી ના રહેવાયું,

“તોરલ શું થયુ બેન? તું જમ​વા કેમ નથી આવતી?”

તોરલ કંઇક બોલ​વા ગ​ઈ પણ, ના બોલી. ના બોલી શકાયુ! એનું મૌન દાદાને અકળાવી રહ્યુ.

“શું વાત છે? ત્યાં પેલી, બિચારી છોકરી સાથે પણ... શું ફરક પડી જાત જો એને ગાડીમાં બેસ​વા દીધી હોત તો! એને બિચારીને ક્યાં આમ ગાડીમાં બેસ​વાનું મળ​વાનુ? એ લોકો ગરીબ છે છતાં, જોયુ ન​ઈ એ બિચારીની મા તને કેટલો આગ્રહ કરતી હતી!”

હ​વે તોરલથી ના રહેવાયું. એ આવેગથી, એની અંદર ભરેલા ગુસ્સાને ઠાર​વા માંગતી હોય એમ બોલી પડી,

“બિચારી! કોણ બિચારી, એ કે હું?” એની આંખમાંથી મોતી વરસી પડ્યા.

“તું શું વાત કરે છે? મને સમજાતુ નથી. તને કંઇ ઓછું આવ્યું? મારાથી કોઇ ભૂલ થ​ઈ હોય તો કહે બેટા!”

“ભૂલ તમારી નથી દાદા, ભૂલ નિયતિની છે! બિચારી એ નહીં હું છું! એની પાસે એની મમ્મી છે, એની મા! અને મારી મા… એ ક્યાં? ” તોરલ ડુંસકા ભરીને રડી પડી.

વજ્ર જેવી કઠણ છાતીવાળા દાદાની આંખો પણ વરસી પડી. એ ગમે તે કરે પણ, એમની દીકરીની આ ઇચ્છા પુરી કરી શકે એમ ન હતા. તોરલની મમ્મી એને બે જ વરસની મુકીને સદાને માટે ભગ​વાન પાસે ચાલી ગયેલી… ભુલ સાચેજ નિયતિની હતી!
©નિયતી કાપડિઆ.