ઓફીસ નં ૩૦૮ - ભાગ ૧૪

પ્રો. રાગ આવીને  સોફા પર બેઠા હતાં. કાંતામાસી  એ  એમને  ચ્હા   બનાંવી   આપેલી. મુક્તિ સવારે  ઊઠીને  તૈયાર  થઈ  નીચે  આવી   અને  પ્રો. રાગ  ને  જોઈ   નવાઈ પામી. તે હજી નીચે  ઉતરી ને  પ્રો.સામે આવીને  ઊભી  રહી. હજી કાંઈ  પૂછે તે પહેલાં જ  મંથન, ઈશાન  અને   ઈશા  પણ  આવ્યા.  બધાં  એ પ્રો. રાગ ને ગ્રીટ કર્યું.  

ઈશાન - " સર તમે ક્યારે આવવાનાં  છો  કીધું ન હતું નહી તો લેવા  આવી જાત હું " 

પ્રો. રાગ - " નો બોય હું જાતે જ બધે પહોંચી  જાવ છું. " 

મુક્તિ  - " સર ઘર શોધવામાં કોઈ તકલીફ તો નથી પડી ને " 

પ્રો. રાગ - " ના મુક્તિ. ચલો હવે બધા આવી જ ગયાં છો તો નાસ્તો કરીને બાકીની ચર્ચા કરીશું " 

બધાં એ  ચ્હા  નાસ્તો  કર્યો.  અને  પ્રો. એ થોડો  આરામ  કર્યા બાદ  બધાં  મંથન નાં રુમ મા ભેગા થયાં. ઈશાન  એ  બધી વાત પ્રો. રાગ ને વિગતવાર કરી. મુક્તિ અને મંથન એ પણ બધું જ કહ્યું. 

"  જો મુક્તિ  તે  આત્મા  પરીનીતિ  તારા  સપનાં માં આવે માટે જરુર તે વખતે તે તને કાંઈ કહેવા માંગતી હોય. તારા વર્ણન પરથી એ કોઈ  શુદ્ધ આત્મા લાગે છે. અને ઈશાન એ પણ કીધું કે  જ્યારે તમે  ત્યાં ગયા હતાં ત્યારે  તેનાં યંત્ર માં  બલ્યુ લાઈટ  થઈ હતી.  પછી  રેડ થઈ ગઈ. હવે  તેમાં    ૨  વ્યક્તિ ની  છે આત્મા કે કાંઈ બીજું  એ જાણવા માટે આપણે ત્યાં  પાછુ જવુ પડશે. " 

મુક્તિ અને મંથન ત્યાં પાછા જવાનાં નામ થી જ ડરી ગયાં. કેમ કે તેમનો જૂનો અનુભવ બહુ સારો રહ્યો ન હતો. પણ ઈશા અને  ઈશાન ને કોઈ  ફરક  ન  પડ્યો કેમ કે તે જાણતા હતાં પ્રો. રાગ ને. અને પહેલાં પણ તેમની સાથે આવુ કામ કરી ચૂક્યા હતાં. 

" મુક્તિ અને મંથન તમે આ વખતે  અમારી સાથે ન આવશો. હું ઈશાન અને  ઈશા જ જઈશું   આજે   સાંજે. " 

મંથન કાઈ  બોલે  તે પહેલા જ ઈશાન એ તેને  પ્રો. ની  વાત માનવા  ઈશારો  કરી  દીધો. માટે મુક્તિ મંથન ને માનવુ પડ્યુ. 

સાંજ નાં  સાત વાગી ગયાં. પ્રો. રાગ અને તેમનાં ૨  ચેલા  ઈશાન અને  ઈશા   તૈયાર થઈ ગયાં  જવાં માટે. ઈશાન એ એક બેગ સાથે લીધું હતું જેમાં પ્રો. નો જરુરી સામાન રહેતો. 
મુક્તિ   હાથ માં   આરતી ની થાળી લઈને  આવી અને બધાં ને ચાંદલો કર્યો. 

" હું તમારા  માટે  પ્રાથનાં કરીશ અને  મહામૃત્યુંજય નો જાપ પણ કરીશ. અને અખંડ દીવો પણ જલાવીશ "

" હું પણ તારો સાથ આપીશ મુક્તિ "

ત્રણેય મંથન ની ગાડી માં બેઠાં  અને નીકળી ગયાં ઓફીસ નં ૩૦૮  તરફ. તેમનાં જતાં જ મુક્તિ એ મંદીર માં બેસી જાપ અને  દીવો કરી લીધો શરુ. મંથન પણ તેની સાથે પ્રાથનાં કરવા લાગ્યો. 


પ્રોફેસર , ઈશાન અને   ઈશા   પહોંચી ગયાં  ઓફીસ એ. પ્રોફેસર એ તે બંન્ને ના હાથ માં  લાલ દોરો બાંધ્યો જે પોતાનાં હાથ પર પણ હતો. હવે તેમણે ડુપ્લીકેટ ચાવી થી ખોલ્યો દરવાજો અને અંદર ગયાં.  રાગ સર એ  પોતાની શક્તિ વડે આત્મા નું આવાહન કર્યુ.  આત્મા ત્યાં  આવી ગઈ. જોરથી પવન ફૂંકાવા લાગ્યો.  ઈશાન નાં  યંત્ર માં   લાઈટ થવા લાગી રેડ કલર ની. તેણે રાગ સર ને જણાંવ્યુ. 

" સર આમાં લાલ લાઈટ થાય છે. " 

આત્મા રાગ સર  ની સામે આવીને ઊભી રહી.  રાગ સર  એ તેનાં સાથે વાત કરવાનું ચાલુ કર્યુ અને  ઈશાન ને સારી રીતે ખબર હતી કે  એને શું કરવાનું હતું. ઈશા એ એક મંત્ર ચાલુ રાખ્યો.  

" કોણ છે તું ? શું જોઈએ છે તને? " 

આત્મા બે અવાજ માં વાત કરતી હતી. એક નરમ અવાજ જેમાંથી તે કહી રહી હતી ચાલ્યા જાવ અને એક કઠોર અવાજ માં  નહી છોડું હું. 

" આ આત્મા કોઈનાં  વશ માં છે. ઈશાન " 

પ્રો. રાગ  પરીનીતી સાથે વાત માં હતાં ત્યારે જ ઈશાન એ એક ચક્ર  બનાંવી દીધું લાલ સિંદુર થી તેની આજુબાજુ. આત્મા હવે બહુ અકળાઈ ગઈ હતી. તેણે ત્યાંની વસ્તુઓ ત્રણેય તરફ ફેંકવાનું ચાલુ કરી દીધું. ક્યારેક ટેબલ તો ક્યારેક ખુરશી તો ક્યારેક ત્યાં પડેલી ઓફીસ નાં સમારકામ માટે ની વસ્તુઓ. ત્રણેય માંડ માંડ બચ્યાં. એક કરવત તો ઈશા ના ધ્યાન બહાર તેનાં ઉપર પડવાં જ જતું હતું ત્યાં જ  ઈશાન એ તેને પોતાનાં તરફ ખેંચી લીધી અને તે બચી ગઈ. 

મુક્તિ  એ  ઘરે  કરેલો અખંડ દીવો હવા થી  બૂઝાવાની તૈયારી માં હતો કે  મંથન એ    એનાં આડે હાથ રાખી બચાંવી લીધો. દીવા ની જ્યોત હલવા લાગી હતી. મુક્તિ  એ પોતાનાં જાપ વધુ તીવ્ર કર્યા. 

પ્રો. રાગ બહુ હોંશિયાર હતાં એટલે તેમણે તરત જ પરીનીતી તરફ  મંત્રીત કરેલુ દોરડું ફેંક્યું અને તેને પોતાનાં હાથ માં રહેલી ચેઈનવાળી  ઘડીયાળ માં કેદ કરી લીધી. ઈશા અને ઈશાન એ હાશકારો લીધો. ત્રણેય બહાર નીકળ્યાં ઓફીસ ની પણ કેદ આત્મા સાથે નીકળી ન શક્યાં. 

" ઈશા ઈશાન  આ આત્મા  અહીં જ કેદ છે માટે બહાર નથી જઈ શકતી. જોવો તો જરા અહીં કાંઈ મળે તો. કેમ કે એનાં વગર આપણે પણ નહી જઈ શકીએ. ઈશા એ ધ્યાનથી જોયું તો દરવાજા પર એક કાળો દોરો લગાવેલો હતો. ઈશા એ તે હટાવ્યો અને આત્મા બહાર જઈ શકી પણ પ્રો. રાગ એ તેને પોતાની ઘડી મા કેદ કરેલી હતી. તેઓ તેની સાથે ઘરે આવ્યા. 

ઘરે આવ્યા ત્યારે મુક્તિ મંદીર માં જ બેઠી હતી. મંથન પણ તેની સાથે જ હતો. કાંતા માસી રાસોઈ  બનાંવી  રહેલાં. તેમને જરા પણ અંદાજો ન હતો કે શું ચાલી રહ્યું છે  એ ઘર માં પણ એટલો ખ્યાલ હતો કે કાંઈ તો ચાલી રહ્યું છે પણ તેમણે કાંઈ પૂછવું જરુરી ન સમજયુ. 

પ્રો. રાગ ઈશાન અને  ઈશા સાથે ઘર માં આવ્યા. મુક્તિ મંથન એ પૂજા પૂર્ણ કરી. અને ઈશા નાં ઈશારા થી સમજી ગયાં કે બધું સારુ રહ્યું. કાંતા માસી એટલાં માં જ જમવા બોલાવવા આવ્યા. બધાં એ અત્યારે જમવાનું જ હીતાવહ સમજ્યું. બધાં જમીને મંથન નાં રુમ માં ભેગા થયાં. ઈશાન એ વિગતવાર વાત મુક્તિ મંથન ને કરી અને એ આત્મા ને એ ઘડી માં કેદ કરી લાવ્યા છે એ પણ જણાંવ્યુ. પ્રો. હવે એ આત્મા ને બહાર કાઢીને તેની સાથે વાત કરવાનાં હતાં. 

" પણ પ્રો. રાગ આપણને કાંઈ નુકસાન તો નહી થાય ને "

" ના મંથન કાંઈ નહી થાય યુ ડોન્ટ વરી "

પ્રો. એ એક મંત્ર બોલ્યો અને એ ઘડીમાંથી  એક સફેદ વસ્ત્ર માં  સજ્જ એકદમ સુંદર અને નિર્મળ લાગતી છોકરી બહાર આવી. આજે તેને જોઈને કોઈને ડર ન લાગ્યો. મુક્તિ ને તેનો ચહેરો પહેલાં પણ ક્યાંક જોયો હોય એમ લાગ્યું પણ યાદ ન આવ્યું કે ક્યાં. મંથન ને પણ એમ જ લાગ્યું. પ્રો. એ તેને સવાલ કરવાનાં શરુ કર્યા. પણ તે બસ મંથન સામે જોઈ રહી અને અાંખમાંથી અશ્રુધારા વહી રહી. મંથન કાંઈ સમજવા પ્રયત્ન કરી રહ્યો હતો. એવા માં જ દરવાજો ખુલ્યો અચાનક અને કાંતામાસી અંદર આવ્યા. તેઓ પરીનીતી ને જોઈ રહ્યા અને રડવા લાગ્યા. મુક્તિ ને યાદ આવ્યું કે તેણે એને ક્યાં જોઈ હતી. 

" અરે હા મંથન આ છોકરી ને તો મેં તારા ફેમીલી આલ્બમ માં જોઈ હતી. " 

" શું  મારા  ફેમીલી  આલ્બમ માં ? " 

" પરી?? બેટા તું અહીં ? શું થયું તને ક્યાં હતી તુ આટલા સમય થી ? " 

" કાંતા માસી તમે તેને ઓળખો છો ?"

" હા મંથન આ પરી છે તારી પરીદીદી અને મારી દીકરી "

મંથન ને યાદ આવ્યુ આછુ આછુ કે નાનો હતો ત્યારે પરીદીદી સાથે બહુ રમતો. એટલાં માં જ તેનાં દાદાજી પણ આવ્યા. જેનાં વીશે જણાંવવા જ કાંતામાસી ઊપર આવેલાં. તે પણ પરીને જોઈને ઈમોશનલ થઈ ગયાં. 

" દાદુ તમે અહીં ?"

" હા મારા મિત્ર ની તબિયત સારી થઈ ગઈ માટે હું તમને સરપ્રાઈઝ આપવા આવ્યો પણ આ શું પરી અહીં પરી તો વર્ષો પહેલાં ગાયબ થઈ ગઈ હતી તું ક્યાં ગઈ હતી? "


પરીનીતિ એ તેની આપવીતી શરુ કરી. બધાં હવે તેને સાંબળવા બેસી ગયાં. 

" મેં ગ્રેજ્યુએશન પુરું કરેલું નવું નવુ. અને મને જોબ મળી હતી ત્યારે મે સૌથી પહેલાં આવીને દાદુ તમને કીધું હતુ. મને ત્યાં જ જોબ મળી હતી. ઓફીસ નં  ૩૦૮ માં. મંથન આપડે સાથે રમતાં મેં તને મારો સગો ભાઈ જ માન્યો હંમેશા. અને તું પણ મને બહેન જ માનતો. મારા ગયા પછી તને ખૂબ આઘાત લાગેલો. મારા ગાયબ થયા પછી તારો એક્સિડન્ટ થયેલો અને તને ઘણું બધુ ભુલાઈ ગયેલુ. એ દીવસે હું  ઓફીસ નાં ડેટા ચેક કરતી હતી. ત્યાં જ એનાં કૌભાંડ નું રહસ્ય ખુલ્યું. એણે ઓફીસ નાં નફામાંથી મોટો ભાગ પોતા લઈ લીધેલો. અને  આ વાત મને ખબર પડી ગઈ. એ સાંજે હું એને મળવા ગઈ અને એને વાત કરી. 

" તમે આ ઠીક નથી કર્યું ? "

" પૈસા માટે કરવું પડે છોકરી તું ઈચ્છે તો હું તને પણ મોટી રકમ આપીશ મોઢું બંધ રાખવાની " 

" હું તમારા જેમ નથી હું કાલે જ કહી દઈશ બધાંને બધું જ. " 

હું પાછી વળી ત્યાં જ તેણે  મારા પર હુમલો કર્યો પાછળથી. મેં બચવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ એનાં બળ આગળ મારું ન ચાલ્યું. તેણે મને માથા માં જોરથી વાર કર્યો. તેને એમ કે હું મરી ગઈ પણ હું જીવતી હતી. તેણે મને એવી જ સ્ટોર રુમ ની દીવાલ માં  ચણાંવી દીધી. મારો દમ ઘુટીને ત્યાં જ મારુ મૃત્યુ થયું. તેણે કોઈ જ સબૂત ન રહેવા દીધા અને હું ક્યાં ગઈ એ પણ કોઈને ખબર ન પડી. તમે પણ મને ઘણી શોધી પણ આખરે ન મળી હું.  હું આત્મા બની ને તેને મારવા ગઈ હતી. એ પહેલાં દીવસે તો ડરી ગયો. પણ બીજા દીવસે એક તાંત્રિક ને લઈને આવ્યો અને મને વશ માં કરી લીધી. અને ઓફીસ માં કેદ પણ કરી લીધી. હું બધી છોકરીઓ ને બચાવવા માંગતી હતી માટે તેમને ડરાવતી. મુક્તિ ને પણ એટલે જ ડરાવી. પણ તમે ઓફીસ માં આવેલાં એ જાણ એને થઇ ગઇ અને મને વશ માં કરી તમને મારવાનો પ્રયત્ન પણ કર્યો. સારું તમે બચી ગયાં. અને મને આઝાદ કરાવી. " 

" પણ કોણ છે એ? "

" એ છે ..... "

બધાંય નામ સાંભળી ચોંકી ગયાં. મંથન ને ગુસ્સો આવ્યો પણ પ્રો. એ તેને શાંત રહેવા કહ્યું. તેણે ગુનેગાર ને સજા અપાવવાનું નક્કી કરી લીધું. 

" હવે શું જોઈએ છે તને મુક્ત થવાં ? અમે તારી શું મદદ કરી શકીએ? "

" મુક્તિ જ મારી મુક્તિ નું કારણ બનશે. બસ મને મુક્તિ  અપાવ મુક્તિ. " 

" પણ હું કેવી રીતે ? "

" તું એક કુમારીકા છે અને પવિત્ર આત્મા છે મને મારાં ઈષ્ટદેવ એ કહ્યું હતું કે તને કોઈ પવિત્ર આત્મા અને કુમારીકા ક મુક્તિ અપાવશે.  જો મારી અસ્થિ ને પાણી માં વિસ્તરીત કરીશ તોમને મુક્તિ મળી જશે અને એ પહેલા ગુનેગાર ને સજા પણ તુ જ અપાવીશ " 

બધાં નાં અાંખો માં અંસુ હતાં. મંથન પણ ઢીલો પડી ગયેલો. મુક્તિ તેને સંભાળી રહી. 

" હા પરીદીદી. તમે મંથન નાં દીદી છો. હું તમને જરુર મુક્તિ અપાવીશ કોઈ પણ કિંમત એ " 

" પણ તારા અસ્થિ નું શું ? "

" મને સ્ટોર રુમ નાં  બાજુની દીવાલ માં ચણાવેલી. તેને ખોદશો એટલે તેમાંથી મારા હાડકાં મળશે તેને બાળી નેમારી અસ્થિ બનાંવી લેજો. " 

પ્રો. રાગ એ બધી વાત સાંભળી તેને પાછી ઘડી માં કેદ કરી લીધી જેથી તેને પાછુ કોઈ વશ માં ન કરી શકે. મુક્તિ કાંતામાસી ને આશ્વાસન આપ્યું કે તે પરી ને મુક્તિ અપાવશે. 


શું અપાવી શકશે મુક્તિ પરી ને મુક્તિ ? કોણ છે એ જેણે પરી ને મારી ? જાણવાં મળશે આગળ નાં ભાગ માં જે આ સ્ટોરી નું ક્લાઈમેક્સ હશે. આશા છે કે તમને ગમે. 


    

***

Rate & Review

Verified icon

rajnish patel 6 months ago

Verified icon

Chetna Bhatt 7 months ago

Verified icon

Kriyanshi Joshi 8 months ago

Verified icon

Jitendra 9 months ago

Verified icon

Parth Pandya 9 months ago