yash na haiku - 2 books and stories free download online pdf in Gujarati

યશ ના હાઈકુ - 2

યશ ના હાઈકુ 

●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●

(1)

ન વિણું મોતી!
આ જગ દુઃખયાળું, 
પછી રાખુ ક્યાં?


(2)

ભાવના પણ 
સંતાઇ ગઇ હવે
આશ પણ ક્યાં?


(3)

જુનુ મંદિર 
ભક્ત વિનાનું; ગોતે 
પ્રભુ ભક્તને


(4)

એક ભમરો;
છે ફુલોની શોધમાં
ફુલ સુકાયા


(5)

આંખોમાં આંસુ
રડી બેન ઊંબરે
ભાઇની યાદ!


(6)

રાખ ઉડીને
આવી આંસુ લૂંટવા
આંસુ બનીને


(7)

હદય જેના
ઉતરે હૃદયમાં
હદ વિનાના


(8)

જુગનુ બની 
અંધારી રાતે કરે
રોશન નભ


(9)

સસલુ ચાલ્યું
કાચબાની રેસમાં
છતાં હારિયું! 


(10)

મે પીધા ઝેર!
જાણી જાણી મરવા
ગયો જીવનો!


(11)

ઘર સંસાર 
જીવન જીવવા મારગે 
કાંટા-કાંકરા


(12)

મન ખુશ છે
લંબાવવા જીવન 
હસ્વુ જરૂરી 


(13)

ભુખ થી ભૂંડી 
ભીખ માંગવી; પણ
નાના છે બાળ


(14)

શું કરૂ હવે?
ન સમજાય ત્યારે 
આત્મમંથન 


(15)

પથ્થર મેલા 
પૂજારી સિંચે દુધ
શું થાય ચોખ્ખા?


(16)

કળિયુગ માં 
મોલ પાણીના; જેમ
સોનુ વેચાય!


(17)

ભેગા મળીને 
જમે; તે ગામડાની 
સાચી સંસ્કૃતિ 


(18)

ભેગુ કરીને 
જમે; તે શહેરની 
સાચી સંસ્કૃતિ 


(19)

નિષ્ફળતા તો
અનેક મળી મને
તેથી સફળ 


(20)

સ્વચ્છ ભારત 
મારૂ સપનુ; આજ
નહી તો કાલ


(21)

જગના કામ
જનસેવા ને લેવું
રામનુ નામ


(22)

નવરું મન 
ભુલનુ કારખાનુ 
સમય મુલ્ય 


(23)

બગાડિયો જો
સમય; બગડશે 
ભાગ્ય તમારુ


(24)

આળસ એતો 
જીવતા મનુષ્યની 
કબ્ર સમાન


(25)

રાજકુમાર 
ઘરનો; પિંછી મુકી 
દાંતણ કરે 


(26)

કાયદાઓ તો 
ઘણા; પણ સવાલ,
અમલ ક્યારે? 


(27)

કન્યા ઘરની 
પારકી થાપણ; તે 
વિદાય સુધી


(28)

રાજની વાત
રાખજો છાનીમાની
ફુટશે બોમ્બ!


(29)

કહુ તુજને 
મારા દિલની વાત 
ખિજતી નય! 


(30)

જેના દિલમાં
વસે રામ રહિમ 
તે ધર્મ સાચો 

(31)

મોતી વરસે
વાગે વાદળો ઢોલ
નાચે મોરલી 


(32)

સોળ વર્ષની 
ચારણ કન્યા; ભાગ્યા 
જંગલ રાજ 


(33)

સુરજ ડુબે 
ગગને થાય અંધારૂ 
તારા ચમકે 


(34)

કાળો કાગડો 
રમે વર્ષાની ગાજે 
રોડ-શેરીએ 


(35)

સપના જુઓ 
સવાર પછીના તે 
સાચા થશે જ


(36)

શિક્ષણ મુડી 
બિજ વર્તમાનનું 
ભવિષ્ય કાજે 


(37)

ગર્મ મિજાજ 
રંગે લાલ ને પીળા 
ઘુમાવે જગ 


(38)

ગઈ કાલને 
આજનો દિવસ; ને
આવતી કાલ 


(39)

જ્યારે મળે છે 
સમય મને ત્યારે 
લખું હાઈકુ 


(40)

ટપ ટપકે 
ટીપાં વરસાદ ના 
ને ગાજે આભ 


(41)

કસ્તુરબાનો 
ડેલો રાજકોટમાં 
આલ્ફ્રેડ સ્કુલ 


(42)

મન મારૂ છે 
ખાલી લખવા વિચાર 
મન જ નથી! 


(43)

શું કહું આજ 
નથી મનમાં કાઇ 
વિચાર ખાલી!


(44)

ઘર ગુંજાવી 
ધમાચકડી કરે 
નાનકો ભાઇ 


(45)

સો હાઈકુ નો 
સમય એક વર્ષ 
ક્યારે વહિગ્યો 


(46)

સત્ય બોલવું 
ઓછુ બોલવું
અને પ્રિય બોલવું 


(47)

ભણતા ભણો 
સાથે કમાતા ફરો 
ભણતા ભણો 


(48)

ગોળ વિના છે 
મોળો કંસાર; માતા 
વિના તે જગ 


(49)

લોકમાન્ય કે 
સ્વરાજ જન્મસિદ્ધ 
અધીકાર છે 


(50)

જાનકી નાથે 
ન જાણ્યું સવારે તે 
શું થવાનુ છે?


(51)

મને પતંગ 
ચલાવવાનો શોખ 
તહેવાર એ 


(52)

કાલ કરીશ!
કાલ કરિશ! પણ 
કાલ શું કામ? 


(53)

આજ કરિશ! 
આજ કરિશ! આજ 
ખુટશે કામ 


(54)

ખુશ મિજાજ 
જેનો સ્વભાવ; રહે 
સકારાત્મક 


(55)

ભારતવર્ષ;
જમ્મુ ને કશ્મીરથી 
કન્યાકુમારી 


(56)

વાંચા વિણ તે 
બોલ્યા કરેને ચાલે 
તે વિના પગે 

(57) 

વેતાળ ખભે 
વિક્રમાદિત્યના; ને 
પુછે સવાલ!

(58)

સાત સમુદ્ર 
સાત અજાયબી છે 
ને સાત વાર 


(59)

કરોડિયાનુ 
જાળું ગોળ મટોળ 
ઘરના ખુણે 

(60)

માટી માંથીનુ 
તપે ગરમી જ્વાર 
કોષ દિવાલ 


(61)

લોહીનો રંગ 
રોકે બધાને રંગ 
રંગોનો રાજા 


(62)

એક હાઈકુ 
ના અક્ષર સત્તર 
પાંચ સાત ને! 

 * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

જ્યારે વિચાર 
ભમતા આપોઆપ 
બને હાઈકુ 

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

લેખક - યશ ઠાકોર 

●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●