ye rishta tera mera 2.13 books and stories free download online pdf in Gujarati

યે રિશ્તા તેરા મેરા 2.13

યે રિશ્તા તેરા મેરા 2.13

રવિ;જો મીત,તારે રમવુ હોય અમારા જોડે તો તારે અમને નાસ્તો તો કરાવવો જ પડશે?

સાગર;મીત,જો તુ તો પૈસાવાળોને અમે?

મીત;અરે યાર !!દોસ્તીમા એવુ કશુ ન હોય!!!દોસ્તી તો દોસ્તી હોય છે.જે પ્રેમના બંધનનુ પ્રતિક છે.

મેહુલ;તો આજે લેતો આવ...

અમર;હા,હા...

જતીન;આજે સ્કુલ નહી જતો.

પરેશ;જા,પૈસા લેતો આવ,,,,આપને પત્તા રમવા જઇએ.

મીત;સોરી દોસ્તો મારે આજે...
શાળા એ જવુ જ પડશેને અગર બે દિવસ ન જાવ તો ઘરે કોલ જાય ને ઘરે કોલ જાય તો...બધાને ખબર પડે કે હુ કાલે પણ....

મેહુલ;ના..ના એવુ ન કરાય..પણ હા,મને પત્તા રમવાનો બોવ જ શોખ છે, તો તુ કાલે પૈસા તો લેતો જ આવજે.
પરેશ;નાસ્તોનહી કરાવે તો ચાલશે.

રવિ;ઓ હલકટ,અમારે તો નાસ્તો જ કરવો પત્તા-બત્તા નહી.

સાગર;તમારા બેય ના બાપ પત્તા ટીપેને મા તો દાડિયુ કરે,અમારે તો બસ નાસ્તો..

પરેશ સાગરને કોલરથી પકડતા બોલ્યો ને રવિને સાગર તમારા બાપ તો કોથળી જ પીવે છે તો?
તારી મા પાછી ખબર છે ને ...?

અમર;સાગરને પરેશ બંન્ને છુટા પાડતા, તમે જ જગડશો તો આ માછલી જાળમાંથી નીકળી જશે છટકી જશે માટે આપણે અંદરો-અંદર જગડવુ નહી.

પરેશ;હમમ

સાગર;હમ્મ્મ

મીત;ઓકે, કાલે નાસ્તોને પત્તા બંન્ને પાકુ હુ જાવ,મારી બસ આવતી જ હશે!

જતીન;ઓકે,ઓકે
મીત જતાને આવતા આ મફતનગરની મુલાકાત લે.
મીત સવારમા ટ્યુશંસ જાયને બપોર સ્કુલ...
સ્કુલ સમયમા ફેરફાર થયો...
દિવાળી...પર....

[ઇશુનો  પ્રશ્ન ઉભો થયો ત્યારે નવરાત્રી ચાલતી ..હવે દિવાળીના દિવસોને પરીક્ષાના દિવસો...
]

મીત 5 વાગે સ્કુલથી છુટી જાય તે 5;30 ઘેર પહોચી જાય,આજે 6;05 થય.મીત આવ્યો નહી.અવની ઓપીડી માંથી ઉભી થઇ,કેયુર હુ આવુ છુ.

કેયુર;હા,ઓકે
તે હોસ્પિટલની બહાર ગઇ,ઉંચી થઇ-થઇને જોવા લાગી,અરે!!મીત કેમ ન આવ્યો.

હે ઇઇશ્વર! મીતને કશુ ન થયુ હોય.હે ભગવાન કોઇ દિવસ મીતને લેટ ન થાય,સ્કુલમાંથી પણ કોઇ કોલ નથી આવ્યો.બસને કશુ થયુ હશે?

ના,એવુ નહી થયુ હોય.
પણ,

મીત દૂરથી દેખાયો,અવની સામે દોડી,તેને તરત જ સવાલ કર્યો
મીત કેમ લેટ થયુ?
બસને કશુ?

મીત;ના દીદી,મારા મિત્રોને મળવા ગયો તેમા લેટ થય ગયુ.

અવની;મિત્ર નહી મિત્રો?

મીત;હા,મફતપરામા.

અવની;તુ ત્યા ગયો તો?

મીત;હા.

અવની;બટ,વાય?

તારાથી ત્યા જવાય જ કેમ.?

એ પણ મને પુછ્યા વગર!અગર તને કશુ થય ગયુ હોત તો?
અવની એમ બોલી મીતને જોવા લાગી.

મીત;દીદી,કશુ નહી થયુ.તમે ચિંતા ન કરો.

અવની;ઓકે,લવલી...મે પૌવા બનાવ્યા.તુ નાસ્તો કરી લે જે...

મીત;થેક્સ...દીદી..એંડ લવ યુ...તમે મારુ ખુબ જ ધ્યાન રાખો છો.

અવની;હમમ..મે તારી જવાબદારી લીધી તો નિભાવવી તો પડશે જ ને!!!

અવની વિચારવા લાગી મફતપરાના મિત્રો,યાની છી!!!પેલી ગંદી વસાહતના છોકરાઓ.જેની મા આખો દિવસ કામ કરેને બાપ...ઘેર આવી તેની બાય્ ને મારે પીટે પૈસા લઇને દારુ કે પત્તા રમી આવે...?

એ જ મફતપરા...યાની..મારુ કામ ઓર ભી આસાન...મે ચાહુ યે કરુ...મે ચાહુ વો કરુ...મેરી...મર...ઝી...યસ...યસ,,,,,

મીતને નાસ્તો આપ્યો અવનીને કોલ આવ્યો..એ જતા જતા બોલી મીત મારે ઓપીડી શરુ છે હુ જાવ છુ,બાય..મારા કિંગ...

મીત;બાય..દી

દરેક વખતે અવની મીતને ફૂલ ચડાવવા નવા નવા નામ આપે ને મીતને ફૂલ પણ ચડી જાય...

આ બાજુ જયદીપ ને નિરવા દર્શન કરવા જાય છે....

રસ્તામા નિરવાનુ જયદીપ બિલકુલ ખ્યાલ ન રાખે,નિરવાને જયદિપ પતિ-પત્ની જેવુ લાગે પણ નહી.તેને જાણે આ કામ એક મેનેજમેંટનો જ હિસ્સો લાગે...

જયદિપ;નિરવા,જો જિંદગીમા દરેકના સપના સાકાર થાય તો...વ્યક્તિ પોતાની જાતને કશુક-કશુક સમજવા લાગેને ઇશ્વર એવુ હરગીઝ થવા ન દે.

નિરવા;હમમમ..ને થય જાય તો તારા જેવા જિદ પકડી રાખે એટલે સરવાળો તો એક જ આવે.!!!
***
આકાશ;મીરા,તારા મમ્મીનો કોલ આવેલો.

મીરા;ક્યારે?

આકાશ;હુ હોસ્પિટલ હતોને તુ નિકળી ગયેલી...

મીરા;મમ્મા,એ શુ કહ્યુ?

આકાશ;બસ,શાંતિને તારુ હુ ધ્યાન રાખુ એમ.

મહેક;એ તો શરુ જ છે નહી અંશ?

અંશ;હા

મહેક;મીરાનુ તુ ધ્યાન રાખે અંશ,આકાશ,હુ પછી મીરાને શુ પ્રોબ્લેમ હોય? મીરાને તો રાજાશાહી જ મળી ગઇને અધુરા સ્વપ્ન પુરા કરાવાનો સમય.એક હળવું મહેણું માર્યું.

મીરા;હમ્મ,મહેક!!  ઇશ્વરે મને ખુબ જ આપ્યુ છે.બસ,એ મારી ખુશીને તમારો સાથ આમ જ બરકરાર રાખે કોઇને પણ નજર ન લાગે.

[મીરા,ને ખબર નથી તેના આગમન ને અંશના ઘરમા રહેવા આવી બસ આ એક સામાન્ય બાબત પર જ કોઇની નજર છે,

હા,અવનીની જગ્યા એ કોઇ પણ હોય દુ;ખ અવશ્ય થાય જ કે અંશની હોસ્પિટલનું સુવર્ણનદીનુ પુર,તેમજ શરુઆતના તબક્કામા અવની એ જે સાથ આપ્યો એ અંશથી ભુલી ન શકાય.

તેણે ભાગીને આવેલી મીરાને પોતાના ઘરમા ફટાક સ્થાન આપી દીધુને જે વ્યક્તિ એ રાત-દિવસ હોસ્પિટલ માટે એક કર્યા તેને એ એક્વાર પણ ન પુછી શક્યો કે અગર તને હોસ્પિટલથી ઘરનુ અપ-ડાઉન પોસાય તો આવી જા મારી સાથે.

એમ પણ અવની અંશને પ્રેમ અવશ્ય કરતી પેલા. પણ.ક્યારેય એ મહેક કે અંશની વચ્ચે નથી આવી કેમ કે એ અંશને દુ;ખી નહી પણ મહેક સાથે ખુશ જોવા માંગતી હતી,પણ મીરાના એક માત્ર આગમને અવનીને બધી જ સમજદારીને ભુલાવી દીધી....

અગર અવની અંશને એક બેસ્ટ દોસ્ત સમજે છે તો દોસ્ત જોડે શાંતિપુર્વક વાત કરી શકાય,પણ હવે,એ સમજણ ક્યાથી લાવવી?]

મિત્રો આગળ જુઓ કે મહેક હવે મીરાની વિરુધ્ધમા છે તો અવની તેનો શો ફાયદો ઉઠાવે છે?
એક બાજુ મીતના મિત્રો..પણ ...છે જ્યા પણ અવનીને એક ખેલ નાખવાનો છે....


Share

NEW REALESED