chanakyaniti books and stories free download online pdf in Gujarati

ચાણક્યનીતિ

વાચકમિત્ર, મારી આ પ્રથમ સંપાદન કૃતિ છે. જેમાં મેં સંસ્કૃત, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી આમ ચાર ભાષામાં લખેલ છે. આ ચાણક્યનીતિમાં મારા શબ્દો થોડાને આમાત્યચાણક્યની નીતિ છે. જે રાજકીય અને લોક-વ્યવહારમા સરળ રીતે કામ આવે છે. હુ એટલું જ કહેવા માગુ છુ. આમાત્યચાણક્યની જે નીતિથી આખુ ભારતવષૅની સત્તા ચાલી તો શુ ! આજના માનવીની જીવનસત્તા ન ચાલી શકે? જરા વિચાર કરવા જેવો છે.

આભાર.


અધ્યાય - ૧


अत्यंतकोप: कटुकाचवाणी दरिद्रताच स्वजनेषुवैरम।
नीचप्रसंग कुलहीन सेवाचिह्ना निदेहेनरक स्थिता नाम।

[ નરકમાંથી સંસારમાં આવતા જીવનાં મુખ્ય લક્ષણ છે –ક્રોધી સ્વભાવ, કડવીવાણી, નિર્ધનતા અને પોતાના જ સ્વજનો સાથે દ્વેષ ભાવ, કુસંગ તથા અધમ મનુષ્યોની સેવા. ]

नरकमें सांसारिक जीवनकी मुख्यविशेषता- क्रोध, स्वार्थ, कड़वाभाषण, निस्वार्थता, औरभक्ति, कुसमकी सेवा और मनुष्यों से रहित बिना आत्म - अवमानना।

The main feature of the life of worldly life in hell is - anger, selfishness, bitter speech, selflessness, and self-disenchantment with self-realization, service of kusangs and devoid of human beings.

અત્યંતક્રોધ, કટુવાણી, દરિદ્રતા, પોતાના જ સ્વજનો સાથે વૈરવૃત્તિ, નીચ લોકોનો સાથ, કુળહીનોની સેવા નરકમાં વસતા આત્માનાં લક્ષણો છે. પૃથ્વી ઉપર જ સ્વર્ગ અને નરક છે. મનુષ્ય પોતે જ પોતાની આસપાસ સ્વર્ગ કે નરકનું નિર્માણ કરે છે. જે વ્યક્તિનો સ્વભાવ ગુસ્સા વાળો હોય, જેની વાણીમાં કડવાશ જ હોય, જે દરિદ્ર હોય અને પોતાના જ સ્વજનોનો દ્વૈષ રાખતો હોય તેને સુખ-શાંતિ ક્યાંથી મળે? સ્વર્ગ એટલે સુખ-શાંતિ અને નરક એટલે આધિ-વ્યાધિ-ઉપાધિ. જે દુર્જનોનો સંગ કરે તેની પાસે સજ્જનો ક્યારેય ફરકે નહિ અને તેનું તમામ સ્તરે પતન થઈ જાય છે. છેવટે તેને કુળહીન મનુષ્યોની સેવા કરવાનો વખત આવે છે.


અધ્યાય - ૨

आयुःकर्म चवितं चविधा निधन मे वच।
पचैता निहिसृज्यन्ते गर्भस्थ स्यै वदेहिनः।।

[ આયુષ્ય, કર્મ, ધન, વિદ્યા અને મૃત્યુ–આ પાંચ બાબતો જીવ જ્યારે માતાના ગર્ભમાં હોય છે ત્યારે જ નક્કી થઈ જાય છે.]

जीवन, कर्म, धन, विद्याऔरमृत्यु- ये पांच चीजें केवल तब निर्धारित होती हैं जब जीवन मां के गर्भ में हो।

Life, Karma, Dhan, Vidya and Dying - These five things are determined only when life is in the mother's womb.

જ્યારે જીવતેની માતાના ગર્ભમાં આકારલે છે ત્યારે જ વિધાતા તેનું આયુષ્ય, કર્મ, તેની ધન-સંપત્તિ, વિદ્યા અને તેનું મૃત્યુ નક્કી કરી નાંખે છે. તેમાં પછી ક્યારેય કોઈ ફેરફાર કરી શકતું નથી. આ કારણે જન્મ પછી દરેક વ્યક્તિ એ નિષ્કામ ભાવે કર્મ કરવું જોઈએ અને ફળની આશા નરાખવી જોઈએ. તેને જેમળવાનું છે તે કોઈ રોકી શકશે નહિ. તેના નસીબમાં જે નહિ હોય તેનો શોક કરવો જોઈએ નહિ.


અધ્યાય - 3

धर्माडडख्याने श्मशाने चरोगिणांया मति र्भवेत।
सासर्व दैवतिष्ठेश्चेत कोन मुच्येत बन्धनात।।

[ ધાર્મિક કથા સાંભળતી વખતે, સ્મશાનની ધરતી પર અને રોગિષ્ઠ વ્યક્તિના મનમાં જે સદવિચારો ઉત્પન્ન થાય છે તે વિચારો હંમેશા માટે સ્થિર રહેતો મનુષ્ય સંસારની મોહમાયા અને બંધનમાંથી છૂટી શકે છે. ]

जब धार्मिक कहानियोंको सुनना, कब्रिस्तानके दिमागमें और बीमार व्यक्तिके दिमागमें बनाए गए विचार हमे शानि श्चित रूपसे स्थिर रहेंगे, फिर मनुष्य संसारिक लगाव और बंधनसेमु क्त हो सकते हैं।

When listening to religious stories, the thoughts that are produced in the mind of a cemetery and in the mind of a sick person can always remain stable for sure, then human beings can be free from worldly attachment and bondage.

જ્યારે કોઈ વ્યક્તિ ધાર્મિક ઉપદેશ સાંભળે છે ત્યારે તેના મનમાં ઉત્તમવિચારો ઉત્પન્ન થાય છે. તેવી જ રીતે જ્યારે મનુષ્ય કોઈ મૃત વ્યક્તિના અગ્નિ સંસ્કાર માટે સ્મશાન જાય છે તો તેને સમજાય છે કે જીવન કેટલું ક્ષણ ભંગુર હોય છે. તે સમયે તેના મનમાં પાપ મુક્ત થવાની ઈચ્છા જાગૃત થાય છે. તેવી જ રીતે બીમારીના સમયે વ્યક્તિ ભગવાનને યાદ કરે છે. આમાત્ય ચાણક્યનું કહેવું છે કે જો વ્યક્તિ કાયમ માટે આવી રીતે વિચાર તો થઈ જાય તો સંસારના બધાં જ બંધનોમાંથી મુક્ત થઈ જાય છે.


અધ્યાય - ૪

अधमाधन मिच्छन्ति धनंमानं च मध्यमाः।
उतमामान मिच्छन्तिमानो हिमहतां धनम।।

[ અધમ પુરુષને ધનની ઈચ્છા હોય છે અને મધ્યમ પુરુષને ધન અને સમ્માન બંનેની કામના હોય છે જ્યારે ઉત્તમ પુરુષ માત્ર સમ્માન ચાહે છે. મહાપુરુષોનું ધનમાન-સમ્માન જ હોય છે.]

गरीब आदमीको पैसेकी इच्छा होती है और मध्यपुरुषके पास धन और सम्मान दोनों होता है, जब कि महानपुरुष केवल सम्मान का ही प्यार करता है महाप्रभाव केवल सम्मान और सम्मा नित हैं।

The poor man has a desire for money and the middle man has both the wealth and honor, while the noble man loves only honor. Mahapradhas are only respected and respected.

નીચ અને અધમ મનુષ્યોને માત્ર ધનની જ લાલસા હોય છે. તેઓ ધનને જ સર્વસ્વમાને છે. ધન મેળવવાથી આખી દુનિયા વશમાં કરી શકાય છે તેવી દુર્બુદ્ધિવાળા તે હોય છે. લોભ-લાલચ પાછળ તેઓ અંધ હોય છે. મધ્યમપુરુષ અર્થાત સામાન્ય મનુષ્યને ધનની ઈચ્છા હોયછે, પણ સ્વમાનના ભોગે નહિ. તે પોતાની મહેનતનું ફળ માગે છે. તેને અપમાન વેઠીને ધન લેવું ગમતું નથી. તે સમ્માન સહિત ધનની ઈચ્છા રાખે છે, પરંતુ મહાપુરુષો તો માત્ર માન-સમ્માનની ખેવના કરે છે. તેમને મનમાન -સમ્માન જ સાચું ધન હોય છે. તે સમાજમાં પૂજનીય, વંદનીય ગણાય છે. એ મને મન ધન ધૂળ સમાન હોય છે.


અધ્યાય - ૫

पठन्ति चतुरो वेदान धर्मशास्त्राण्य ने कशः।
आत्मानं नैवजा नन्ति दर्वीपा कर संयथा।।

[ જેઓ વેદ શાસ્ત્રનો અભ્યાસ કરવા છતાંય આત્મા-પરમાત્માના સંબંધ વિશે કશું નથી જાણતા, તેઓ આત્મજ્ઞાન મેળવ્યા વિના રહી જાય છે. આમાત્ય ચાણક્યે આવા લોકોને કડછી સાથે સરખાવ્યા છે. જેમ કડછી સ્વાદિષ્ટ શાકમાં ફરે છે, પણ સ્વાદની મજામાણી શકતી નથી. તેવી જ પરિસ્થિતિ આ અજ્ઞાનીઓની હોય છે.]

जो वेदोंके अध्ययन के बावजूद आत्मा-परमात्माके संबंधके बारे में कुछ भी नहीं जानते हैं, वेस्व-प्राप्ति के बिना ही रहते हैं। वास्तवमें, चाणक्यने इन लोगों की कड़वा दु:खसे तुलना की है। जैसा स्वादिष्ट स्वादिष्ट सब्जियां बढ़ता है, लेकिन स्वाद का आनंदन हीं ले सकता। वही स्थिति इन अज्ञानी लोगों का है

Those who do not know anything about the relationship of soul-paramatma despite studying Vedas, they remain without getting self-realization. In fact, Chanakya has compared these people to bitter grief. As tastes swell delicious vegetables, but can not enjoy the taste. The same situation is of these ignorant people.

શાસ્ત્રોને વાંચી અનેસમજી-વિચારી તેને જીવનમાં ઉતારવાથી તેનો અભ્યાસ અર્થ પૂર્ણની વડે છે. જો શાસ્ત્રો વાંચ્યા પછી પણ માણસને આત્મજ્ઞાન ન લાધે તો તેનો શાસ્ત્રાભ્યાસ નિરર્થક સાબિત થાય છે.
 

અધ્યાય - ૬

नध्यातंपदमीश्वर स्यविधि वत्संसार विच्छितये
स्वर्गद्वार कपाटपाटन पटुधर्मोड पिनोपार्जितः।
नारीपीन पयोधरोरु युगलं स्वप्ने डपिना लिगितं
मातुःकेवलमेव यौवनव नच्छेदे कुठारावयम।।


[ જે વ્યક્તિએ સંસારરૂપી જાળને કાપવા માટે ભગવાનનું સ્મરણનથી કર્યું અને સ્વર્ગના દ્વારે પહોંચવા માટે જેણે ધર્મરૂપી ધનનો સંગ્રહનથી કર્યો, જેણે સ્વપ્નમાં પણ નારીને પ્રેમ નથી કર્યો, તેવી વ્યક્તિ યુવાનીમાં તેને જન્મઆપનાર માતાના યૌવન રૂપી વૃક્ષને કાપનાર કુહાડો જ છે કે બીજું કંઈ? ]

वह व्यक्तिजो संसारिक जीवनके जाल को काटने के लिए भगवानको याद नहीं करता था और स्वर्गके द्वार तक चढ़ने के लिए धन इकट्ठान हीं करता था, जो सपने में भी उस स्त्री से प्रेम नहीं करता था, वह एक ऐसे व्यक्ति का जन्म हुआ है जिसने एक सपने में उसे जन्म दिया है, या कुछ और है?

The person who did not remember God for cutting the trap of worldly life and who did not collect wealth for the sake of ascending to the gate of heaven, who did not love the woman even in the dream, is a person who is giving birth to a young man who has given birth to it in a dream, or is there anything else?

તમે પૃથ્વી પર જન્મ લીધો છે, કંઈક નવું કરો, કંઈક સિદ્ધ કરો, જેથી જીવનમાં કંઈક મેળવ્યાનો આનંદ મળે. તમને પેદા કરનાર માતાએ તમારો નવ માસ સુધી ભાર વેઠ્યો છે તેને વ્યર્થન જવા દો. જ્યારે એક માતા બાળકને જન્મ આપે છે ત્યારે તે બાળક પાસે અનેક અપેક્ષા રાખે છે, તેના માટે ઘણાં સપનાં જુએ છે. તેને પૂરાં કરવા પ્રયત્ન કરો.


અધ્યાય - ૭

गुणाः सर्वत्र पूजयन्ते नम हत्यो डपिसम्पदः।
पूर्णेन्दु किंत थावन्घो निष्कल ड्कोयथा कृशः।।

[ દરેક જગ્યાએ વ્યક્તિનો આદર-સત્કાર તેના ગુણોના કારણે જ થાય છે. દુર્ગુણોના ભંડાર સમાન વ્યક્તિ પાસે અખૂટ ધન સંપત્તિ હોવા છતાંય તેને આદર-સન્માન પ્રાપ્ત નથી થતાં. ડાઘ વિનાના, આછો પ્રકાશ આપનાર બીજના ચંદ્રની જે રીતે પૂજા થાય છે, તેવું તો પૂનમના ચંદ્રને પણ સન્માન નથી મળતું. ]

हर जगह एक व्यक्तिका सम्मान और सम्मान उसके गुणोंके कारण होता है।सस्ती संपत्ति होने के बावजूद, भलेही खजानेके भंडारवाले व्यक्तिको सम्मान और सम्मान प्राप्त न हो।पूनम के चंद्रमा को भी चंद्रमा के रूपमें सम्मानित नहीं किया जाता है, जो बिना किसी अस्पष्टता के प्रकाश की चन्द्रमा की पूजा करता है|

Everywhere a person's respect and respect is due to his qualities. Despite being inexpensive wealth, even if a person with a repository of treasures does not receive respect and honor. Poonam's moon is also not honored by the way the moon, which is without vagueness, is worshiped by the moon of light;

તેનો ભાવાર્થએ છે કે પૂનમના ચંદ્રમાં અનેક ધબ્બા દેખાય છે, જ્યારે બીજનો ચંદ્ર એક પાતળી રેખા જેવો હોય છે. જેમાં કોઈ ડાઘ નથી હોતો એટલે જ સંપૂર્ણ ચંદ્ર કરતાં તે વધુ સુંદર લાગે છે. આ ઉદાહરણ આપી આમાત્ય ચાણક્ય કહે છે કે સાફ ચારિત્ર્યવાળી ગુણવાન વ્યક્તિની સહુ કોઈ પ્રશંસા કરે છે અને તેઆ દરને પાત્ર બને છે.


અધ્યાય - ૮

ननिर्मितः केनन दष्ट पूर्वः नश्रूयते हेममयः कुरड्रः।
तथाडपि तृष्णा रघुनन्दन स्यविनाशकाले विपरीत बुद्धिः।।

[ આજ સુધી ન તો સોનાના મૃગ(હરણ)નું અસ્તિત્વ હોવાના પુરવા મળ્યા છે કે ન તો કોઈ એ તેને જોયું છે. તેમ છતાંય શ્રી રામચંદ્ર સોનાના મૃગ(હરણ)ને પકડવા તેની પાછળ દોડ્યા હતા. એક વાત છે કે જ્યારે વ્યક્તિનો ખરાબ સમય અથવા નિરાશાના દિવસો આવે છે, ત્યારે તેની બુદ્ધિભ્રષ્ટ થઈ જાય છે.]

अब तक, स्वर्णहिरण(हिरण) के अस्तित्वका कोई सबूत नहीं है या कोई इसे नहीं देखा है। हालांकि, स्वर्णहिरण(हिरण) को गिरफ्तार करने के लिए श्री रामचंद्रा उसके पीछे भाग गए थे। एक बात यह है कि जब कोई व्यक्ति बुरा समय या निराशा करता है, तो उस की बुद्धि भ्रष्ट हो जाती है

Until now, there is no evidence that the existence of gold ornaments (deer) has been found or that no one has seen it. However, Sriram Chandra ran behind him to arrest the gold deer (deer). One thing is that when a person's bad times or disappointments come, his intellect gets corrupted.

આમાત્ય ચાણક્ય આ શ્લોક દ્વારા સમજાવે છે કે પોતાના ખરાબ સમય દરમિયાન ભગવાન શ્રી રામચંદ્ર પણ સૂઝ બૂઝ ગુમાવી સોનાના મૃગ પાછળ દોડ્યા હતા તો આવા સંજોગોમાં કોઈ પણ સામાન્ય વ્યક્તિ અવિચારી પગલું ભરી જ શકે છે.


અધ્યાય - ૯

परोपकरणं येषां जागर्ति हृदयेसताम।
नश्यन्ति विपदस्तेषां सम्पदः स्युः पदेपदे।।

[ જેઓનાં મનમાં બીજાઓ માટે ઉપકાર કરવાની ભાવના રહેલી હોય છે, તેઓની મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને તેઓને ડગલેને પગલે ધન સંપત્તિ મળે છે.]

जिन लोगोंको उनके मन में दूसरोंके लिए कृतज्ञता की भावना है, उनकी समस्याएं उनसे छुटकारा पाती हैं और उनकी भूख के कारण उन्हें धन मिलता है।

Those who have a sense of gratitude for others in their minds, their problems get rid of them and they get money because of their appetite.

આમાત્ય ચાણક્ય કહે છે કે બીજા લોકોનું ઉત્તમ થાય તેવું ઈચ્છનારી વ્યક્તિનું તો કુદરત પણ કશું નથી બગાડતી. બીજા લોકોનું ખરાબ થવાની ઈચ્છા રાખનારને પોતે જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બીજાને નુકશાન ન કરનારને કોઈ હેરાન નથી કરતું. દરેક તેને આદર જ આપે છે.


અધ્યાય - ૧૦


दुष्टा भार्या शठं मित्रं भृत्यश्चोतर दायकः।
ससर्पे च गृहेवा सोमृत्यु रेवन संशयः।।

[ દુષ્ટપત્ની, ઠગમિત્ર, આજ્ઞામાં ન રહેતો સેવક અને સાપનો ઘરમાં વાસ – આ ચાર બાબતો મૃત્યુ સમાન છે.]

एक दुष्ट पत्नी, धोखा देनेवाला दोस्त, एक नौकर जो अग्नि में नहीं है और सांपके घर हैं - ये चार चीजें मृत्यु की तरह हैं।

These four things are like death - an evil wife, a deceitful friend, a servant who is not in the Agnas and the house of the snake.

પતિ અને પત્ની સંસારરૂપી રથનાં ચક્ર છે. તે બરોબર ન ચાલે તો સંસારમાં ડગલેને પગલે વિઘ્ન ઊભાં થાય છે. દુષ્ટપત્ની પોતાના પતિ માટે અભિશાપરૂપ હોય છે. તે સજ્જન પુરુષનું જીવવું હરામ કરી નાંખે છે. દુષ્ટા પત્નીના સ્વાર્થના ધસમસતા પ્રવાહમાં ઘરની સુખ-શાંતિ તણાઈ જાય છે અને જે ઘરમાં શાંતિ ન હોય તેનું સમાજમાં કોઈ સ્થાન હોતું નથી. કહેવાય છે કે જેને સાચો મિત્ર મળે તે વ્યક્તિ ભાગ્યશાળી હોય છે. સાચા મિત્ર મળવા બહુ મુશ્કેલ છે. સુખમાં સાથી બનવા કોણ તૈયાર થતું નથી? મન-કમને સુખમાં તો બધા ગુણ ગાન ગાય છે, પણ વ્યક્તિ મુશ્કેલીના મહાસાગરમાં ફસાઈ જાય ત્યારે તેનો હાથ પકડેતે જસાચો મિત્ર. તાલીમિત્રો તો પવન ફરે તેમ પોતાનો સઢફેરવી લે છે અને ઊગતા સૂર્યને પૂજવા લાગે છે. સેવક આજ્ઞાકારી અને વફાદાર હોવો જોઈએ. તે સ્વામીના કહ્યામાં ન હોય તો કુટુંબ કે પેઢીના અન્ય સભ્યો પણ સ્વામીની અવગણના કરવાના. ઉદ્ધત સેવક સ્વામીની પ્રતિષ્ઠા ઉપર પાણી ફેરવી દે છે. સાપનો ઘરમાં વાસ હોય તો તે ગમે ત્યારે ડંખમારે છે. તેનો વહેલી તકે ઘરમાંથી નિકાલ કરવો જોઈએ.