love books and stories free download online pdf in Gujarati

પ્રેમ

મારુ આ કાવ્ય-સંગ્રહ પ્રેમ, જેને પ્રેમ કરતા શીખવો હોય તો વાંચવાની મજા આવશે બાકી જો પ્રેમ ને રમત સમજતા લોકો માટે આ કવિતાઓ કામની જ નથી. મારા આ કાવ્યોમાં પ્રેમ નો અલગ જ રંગ જોવા મળશે.

આભાર



પ્રેમ કરવાની મજા

ના રાખ તારી લાગણીને કાબુમાં,

મારા પ્રેમમાં પડીને તો જો !

પ્રેમમાં પડવાની મજા જ કંઈક અલગ છે.

ના રાખ તારા દિલને નજર કેદમાં,

મને તારું દિલ એકવાર સોંપીને તો જો !

પ્રેમમાં દિલની આપ-લે કરવાની મજા જ કંઈક અલગ છે.

ના રાખ તારી નજરોને બીજા કોઈ કામમાં,

મારી નજરો સાથે એકવાર રમત રમીને તો જો !

પ્રેમમાં નજરોની રમત રમવાની મજા જ કંઈક અલગ છે.

ના રાખ તારા સ્પર્શને તારા હૃદય સુધી,

મારા સ્પર્શનો અહેસાસ કરીને તો જો !

પ્રેમમાં સ્પર્શ કરવાની મજા જ કંઈક અલગ છે.

ના રાખ તારા સ્વપ્નને તારી આંખોમાં,

મારી સાથે સ્વપ્ન જોઈને તો જો !

પ્રેમમાં સ્વપ્ન જોવાની મજા કંઈક અલગ છે.

ના રાખ તારા પગરવને બધીયારમાં,

મારી જોડે બે ડગલાં માંડીને તો જો !

પ્રેમમાં સાથે ચાલવાની મજા કંઈક અલગ છે.

ના રાખ તારા જીવનને વ્યસ્ત કામોમાં,

મારી જોડે જીવન જીવી તો જો !

પ્રેમમાં જીવન જીવવાની મજા કંઈક અલગ છે.


પરવાંનગી

તુ આપે જો પરવાંનગી તો,

રૂદનને આસું બનીને બહાર લાવવું છે મારે !

તુ આપે જો પરવાનગી તો,

ખુશીઓને સ્મિત થઈ બહાર લાવવી છે મારે !

તુ આપે જો પરવાનગી તો,

ભાવનાને વાચા બનાવવી છે મારે !

તુ આપે જો પરવાનગી તો,

હૃદયની લાગણીને પ્રેમ બનાવવી છે મારે,

તુ આપે જો પરવાનગી તો,

તારી જીદંગીની સુવાસ થઈ મહેકવુ છે મારે !

તુ આપે જો પરવાનગી તને પ્રેમ કરવાની તો,

તારા જીવનમાં મિત્ર બનીને રહેવું છે મારે !


નિસ્વાર્થ ભોમિયો

કંઈક કહેવુ છે એવું કહી,

ચુપ થઈ ગયા છો તમે,

કહું છું સાભળો છો એમ કહી,

કશું બોલીના શકયા અમે.

અચાનક મિત્ર બનીને તમે,

જીવનના પથ પર ભોમિયો બની ગયા છે.

આમ તો હતા એકલા અમે,

હવે તમારી સાથે ડગ માડતા થયા છે.

સ્વપ્ન છે કે હકીકત એની ખબર નથી,

બસ તમને સ્પર્શ કરવા દોડી રહ્યા છે.

મૃગજળ જેવો છે સાથ તમારો ,

પણ હકીકત સમજી રહ્યા છે.

સમાજ શું કહશે વિચાયૉ વગર,

તમારી સાથે પથ પર ધુમી રહ્યા છે.

નિસ્વાર્થ ભાવે પ્રેમ કર્યો છે તમને,

પરિણામ વગર સ્નેહ આપ્યો છે તમને,

આ જીવનમાં તમારી માટે,

નિસ્વાર્થ ભોમિયો બની ગયા છે.



તારી સાથે

નજરોથી નજરો માંડીને આજે જોઉ છે.

તારી નજરોથી તારા હૃદયનું સરનામું પુછીને જોઉ છે.

તારા હૃદયને આજે સ્પર્શીને જોઉ છે.

સ્પર્શથી તારા સ્પર્શનો અહેસાસ કરીને જોઉ છે.

જીવનમાં ઘણા ડગલાં માંડ્યા છે.

તારી જોડે એક ડગલું ભરીને જોઉ છે.

જીવનમાં વિશ્વાસ તો બધા કરે જુએ છે.

તારા માટે આજે શ્વાસ રોકીને જોઉ છે.

જીવનમાં સાથે તો ઘણા રહીને જુએ છે.

આજે સાથ આપીને જોઉ છે.


પ્રેમનો હક

કોઈ કામના વગરનો પ્રેમ માંગુ છું.

તુ જો આપે સાથ તારો તો,

તારી સાથે જીવનભરનો સાથ માંગુ છું.

નિસ્વાર્થ ભાવના ઉદભવી છે દિલમાં!

તુ નિસ્વાર્થ પણે પ્રેમ આપે તો,

તને જીવનના છેલ્લા શ્વાસ સુધી પ્રેમ કરવા માંગુ છું

જીવનભરની તરસ લાગી છે.

તુ આપે જો સ્નેહ મને તો,

તારા સ્નેહથી જીવનભરની પ્યાસ બુજાવા માંગુ છું.

કોઈ રહી નથી શેષ ઇચ્છા મારી

તુ તારી ઇચ્છા જણાવા માંગે તો

તારી દરેક ઇચ્છા પુરી કરવા માંગુ છું.

તારી ખુશી હવે મને ખુશી આપે છે.

તુ મને હક આપે તો

તારી ખુશીમા ખુશ થવા માંગુ છું.

પ્રેમની શરૂઆત બન્ને પાત્રથી હોયછે.

જો તુ પ્રેમમાં પડવાનો અધિકાર આપે તો,

તને જીવની જેમ પ્રેમ કરવા માંગુ છુ


ચાહત

જિંદગીની નદીમાં એક તરંગ આવી ને ગઈ

તમારા આવવાથી મારી જિંદગીમાં નવી આશા જાગી ગઈ

મારી જિંદગી હતી એક સુમશાન

એમાં તમારા આવવાથી નવી દિશા મળી ગઈ

મારી જિંદગી હતી નિરાશામાં ડૂબેલી

તમારા આવવાથી જિંદગીમાં ઉમંગની લહેર આવી ગઈ

મારુ દિલ હતું નિ:શબ્દ હાલતમાં

તમારા આવવાથી મારા દિલમાં હલચલ મચી ગઈ.

આ હલચલ મારી ઊંધ બગાડી ને ગઈ

મારી જિંદગીમાં ચાહતની તરંગ જગાડી ને ગઈ

ખબરના હતી ચાહતની અસર શું થશે?

પણ આ ચાહતની મારા દિલમાં ઘર કરી ગઈ

મારા દિલની ચાહત તમારા દિલ સુધી પહોચી ગઈ

તમારા દિલને એક સંદેશો આપીને ગઈ

મારી ચાહતનો સંદેશો તમને મળી ગયો

ત્યાં આપણાં મિલનની ઘડી આવી ગઈ


પ્રેમની પરિભાષા

પ્રેમની પરિભાષા બદલાવા માંડી છે.

લાગણીને બદલે રૂપથી લાગણી થવા લાગી છે.

આજે પ્રેમની પરિભાષા બદલાવા માંડી છે.

પ્રેમનો એહસાસ બદલાવા લાગ્યો છે.

વાસનાથી ભરેલો સ્પશૅ ખટકવા લાગ્યો છે.

આજે પ્રેમની પરિભાષા બદલાવા માંડી છે.

પ્રેમનુ આકૅષણ બદલાવા માંડયુ છે.

ધન દોલત આકૅષણનુ કેન્દ્ર બનવા માંડયુ છે.

આજે પ્રેમની પરિભાષા બદલાવા માંડી છે.

પ્રેમ તો દેખાદેખીનો ખેલ બનતો ગયો છે.

પ્રેમમાં જાતજાતની રમતોરમવા માંડી છે.

આજે પ્રેમની પરિભાષા બદલાવા માંડી છે.

પ્રેમ આપવાની રીત ભાત બદલાવા માંડી છે.

સ્વાથૅ ખાતર જીદંગીની સાથે રમત રમવા માંડી છે.

આજે પ્રેમની પરિભાષા બદલાવા માંડી છે.


પ્રેમ એટલે ?

પ્રેમએ જીવનમાં હોવો જરૂરી છે. એ પ્રેમ પ્રાણી સાથે હોય કે પછી માણસ સાથે હોય જેવો પણ હોય એ પ્રેમ છે. કહેવાય છે કે પ્રેમ આધંળો હોય છે, પણ હું કહું છું કે પ્રેમ કરવાની રીતો અલગ અલગ હોય છે. જેમ કે કોઈ વ્યક્તિ એક બીજાને જોયા વગર પ્રેમ કરે તો કોઈ ઉમર ભેદ જોયા વગર પ્રેમ કરે ને કોઈ શહિદ થયેલા જવાનને પ્રેમ કરે છે. કોઈ નાત જાત જોયા વગર પ્રેમ કરે છે. તો કોઇ રૂપ રંગ જોયા વગર પ્રેમ કરે છે.

આધુનિક સમયનો વૉટસોપ અને ફેસબુક વાળો પ્રેમ મેન્યુપ્લેટ થઈ ગયો છે. આધુનિક જીવનમાં શરીર સાથે બધા પ્રેમ કરે છે. સંબંધ માટે સંબંધ બાંધે છે. વ્યક્તિના મનની સુંદરતા નહીં પણ શરીરની સુંદરતા ગમે છે. ફીગરને જોઈ જીગર આપે છે. આધુનિક સમયનો પ્રેમમાં નક્કી હોય છે કે કોણે કેટલો પ્રેમ કરવો પ્રેમીકાએ શંકા કરવાની અને પ્રેમી એનાથી કંટાળી છુટા પડવાનું એવું હાલના સમયમાં ચાલી રહી રીત છે. આધુનિક સમયમાં પ્રેમ એ હક છે. અનુમતિ છે ! એક બીજાને સ્પર્શ કરવાની અનુમતિ છે ! સંબંધ માટે સંબંધ બાંધવાની આવો છે. પ્રેમ

આ આધુનિક પ્રેમમાં વ્યક્તિ બંધનમાં બંધાઈ જાય છે. એને એક જ સંબંધની જિંદગી જીવવા મજબૂર થાય છે. તેથી જ બન્ને વ્યક્તિ વચ્ચે ઝઘડા થાય છે. શુ એ વ્યક્તિની જિંદગીમાં બીજા કોઇ સંબંધ હશે જ નહીં ? એવું સામેની વ્યક્તિ કેમ વિચારતી નથી ? પ્રેમમાં ઝઘડા ત્યાંથી જ ચાલુ થાય છે.

પ્રેમમાં પામવું જરૂરી હોત ને તો શ્રીકૃષ્ણ ભગવાને રાધાજીને પામ્યા હોત. પ્રેમ કરવો અને કોને કરવો એ વ્યક્તિના હાથમાં હોય છે. પણ પ્રેમ પામવો એ વ્યક્તિના હાથમાં નથી હોતું. એટલે રાધાની જેમ પ્રેમ કરી લેવો કૃષ્ણ મળશે કે કેમ એની ચિંતા નહીં કરવી. અમુક વાર પ્રેમ એવું પણ થાય છે કે જ્યારે ઘણા કોસો દુર બેઠા બેઠા પણ પ્રેમીની તકલીફો અનુભવ થાય એ "પ્રેમ" છે. એના દિલની દરેક તરંગો અનુભવ થાય એ પ્રેમ છે.


સોદાગર

સોદાની શરૂઆત કરી છે મિત્રતાથી,

સોદાગરને મિત્રતાનો અથૅ સમજાવો પડશે.

સોદાની વાત આગળ વધી છે ગુસ્સાથી,

સોદાગરને સંયમનો પાઠ શીખવાડવો પડશે.

સોદાની વાત અટકી હતી વિશ્વાસ પર,

સોદાગરને વિશ્વાસ જીતી બતાવો પડશે.

સોદાની વાત આવી હવે પ્રેમ પર,

સોદાગરને ત્યાગ કરવાનુ શીખવાડવુ પડશે.

સોદાની વાત હવે દિલને પહોંચી ગઇ.

સોદાગરને પ્રેમ કરતા શીખવાડવો પડશે.