પ્રણય સપ્તરંગી - પ્રકરણ - 3

       સાગર-સીમા અને અમી રેસ્ટોરન્ટમાં જમી-આઇસક્રીમની લહેજત માણીને બહાર નીકળી રહ્યાં હતાં. એ લોકો હસતાં હસતાં વાતો કરતાં નીકળતાં હતાં. અમી કંઇક વાતો કરી રહી હતી પરંતુ સીમા અને સાગરનો એકમેકમાં પરોવાયેલા એમની દુનિયામાં ખોવાયેલાં હતાં. અમી શું બોલી રહી છે કે કહી રહી છે એક શબ્દ તેઓ સાંભળી નહોતા રહ્યાં બંને પ્રેમ પારેવડાં એકમેકમાં મસ્ત હતાં. સાગરે સીમાનો હાથ પકડેલો હતો અને એનાં હાથની પ્રેમભાવની ઉષ્મા સીમાં અનુભવી રહી હતી. હાથની ઉષ્મા આખાં શરીરમાં ફરી વળી હતી સીમા એકદમ લાગણીવશ  થઇ ગઇ હતી.

       સીમાને એવું લાગતું હતું કે આજથી જાણે મારું જીવન સાવજ બદલાઇ ગયું. એક થોડાં કલાકનાં સાંનિધ્યમાં એને એની દુનિયામાં માત્ર સાગરજ દેખાતો હતો એને થયું કે સાગર માટે એ જીવ જીંદગી લૂંટાવી દેશે એને અનહદ પ્રેમ કરશે ખૂબ આનંદ આપશે. સાગર આજે એનો પરિણય બની ગયો છે પ્રણય દેવ છે આજથી સાગરનાં જેટલાંજ એનાં શ્વાસ હશે.

       સાગર જાણે સીમાની મનોઅવસ્થા સમજીજ ગયો હોય એમ એકદમજ સીમાને ચાલતી રોકી ઉભો રહી ગયો અમીનો કોઇ ફોન અવ્યો એનું ધ્યાન ફોનમાં રહ્યું અને એ બીઝી થઇ ગઇ સાગરે સીમાને ઉભી રાખીને એની આંખમાં આંખ પરોવીને કહ્યું “મારી સીમા હવે મારો જીવ તારી સાથે જોડાયો છે ત્યારથી આ સાગર એટલાંજ શ્વાસ લેશે જટેલાં તારી સાથેનાં શ્વાસ હશે. તારાં માટે આજીવન તનેજ સમર્પિત છે મેં તને એવી સ્વીકારી છે કે હવે આ બે જીવ એક થઇ ગયાં છે આજથી આપણા પ્રેમનું રૂપ સ્વરૂપ અસ્તિત્વ એકજ છે એમ કહી આજુબાજુ કોઇ ધ્યાન આપ્યા વિના સીમાને હોઠો પર દીર્ધ ચુંબન લઇ લીધું.

       એટલામાં અમીનો ફોન પુરો થયો અને એને ભાન થયું કે પેલા લોકો પાછળ રહી ગયા હું આગળ નીકળી ગઇ એ અટકીને દશ્ય જોઇ હસી પડીને બોલી ઓ મારા મજનું જીજા ચલો હવે હજી જીંદગી ઘણી છે બધું આજે જ કહેશો પતાવશો ?

       સીમા એકદમ શરમાઇને આવી જઈને બોલી “ઓ મારી બહેના લૈલા પાગલ બની છે મજનુને દોષ ના દઇશ અને સીમા સાગર અમી પાસે આવી ગયાં. અમીએ કહ્યું" હા ભાઇ તમારી બધી "હા" માં હાજ મિલાવવી પડશે નહિ તો......

સીમા અને સાગર કહે "અમી તું પહેલાંજ દીવસે અમારી વચ્ચે હડ્ડી બની તો થોડું તો તારે સહેવું પડશે એમ કહી બન્ને જણાં હસી પડ્યાં. આમ વાતો કરતાં  પાર્કીંગમાં પહોંચ્યા.

       સાગરે અમીને કહ્યું "અમી ખાસ્સું અધારું થવા આવ્યું છે માટે તું અમારી સાથેજ રહેજે સીટીમાં આવી ગયાં પછી વાંધો નહી અહીં ઘણું ડેવલપમેન્ટ છે પણ છતાં રસ્તો થોડો અવાવરૂ  અને એકાંતવાળો છે. હું સ્ટાર્ટ કરુ એટલે મારી સાથે ને સાથેજ રહેજે.

       અમી કહે ઓકે સાગર જીજુ તમારી સાથેજ રહીશ. સાગર કહે આ જીજુનું લટકણું ના લગાવ સાગર કહીશ ચાલશે કાયદેસર હજી વાર છે કહી હસવા લાગ્યો. સીમાએ કહ્યું" ભલેને કહેતી મને ગમે છે અને શરમાઇ ગઇ.

       દૂર અંધારામાં થોડી બાઇક ઉભી હતી અને એમાં એક બાઇક પર કોઇ બેઠું હતું. એની નજર અમી-સીમા અને સાગર ઉપર પડી એ જોઈ અને તુરંત બોલી ઉઠયો " અરે આતો પેલી અમી.. એ અહીં શું કરે છે ? અને એની સાથે આ બીજા બે જણ કોણ છે ? સાથે ઉભેલો બીજાએ કહ્યું" અરે એતો એની બહેન સીમા છે અને સાથેતો છોકરો ખબર નથી. પણ કંઇ એ પણ ખબર પડી જશે. પછી એ લોકો અંદર અંદર વાત કરતાં રહ્યાં.

       સાગરે બાઇક ચાલુ કરી અને સીમા પાછળ વળગીને બેસી ગઇ અને અમીએ પણ એક્ટીવા ચાલુ કર્યું ત્રણે જણાં સાથે ઘર તરફ રવાનાં થઇ ગયાં.

************

            "હાય અમી કેમ આટલી મોડી ? અમી કહે યાર હું મારી બહેન સાથે રેસ્ટોરન્ટમાં ગઇ હતી પછી ત્યાંથી ઘરે એની સાથે ગઇ જોકે એ એનાં ફ્રેન્ડ સાથે ઘરે આવી પણ પછી મંમીને કહીને પછી આવી લેટ થઇ ગયું." અમીએ એની પલટનમાં આવીને વાત કરીને એમાંથી એક જણ બોલ્યું "વાહ ભાઇ વાહ તમે લોકો પાર્ટીની ટ્રીટ માણીને આવ્યા છો. અમી કહે હા પણ તું કોઇ રીતે ઇર્ષ્યાથી બળીશ નહીં મને બળ્યાની ક્યારની ગંધ આવતી હતી.

       આ બધી વાતચીતમાં મધોકનું આગમન થઇ ગયું અને બધાં શાંત થઇ ગયાં. આવતા વેંતજ પ્રો.મધોકે એ કહ્યું આપણા આ ગ્રુપમાં અમી સૌથી નાની છે એટલે એને થોડીક છુટછાટ છે પણ બધા એની સાથે ખોટો વાદ ના કરશો. પ્રો. મધોકે બધાને કહ્યું "સાંભળો" અને આખું ગ્રુપ એકદમ શાંત અને ગંભીર થઇ ગયું. આવતી કાલનાં ન્યુઝ પેપરમાં સૌથી ઉપર અને પ્રથમ મથાવું હશે. ઇમરાન અલીની ટોળકી ઝડપાઇ ગઇ છે અને એની હાથ નીચેનો સાગરીત ભૂરો હાથમાંથી છટકી ગયો છે.  બધાએ આનંદ સાથે તાળીઓ આપી સાથે ઓહ કહેવાઇ ગયું.

       પ્રો. મધોકે કહ્યું છેલ્લાં સાત વર્ષથી હું આ ગ્રુપ ચલાવી રહ્યો છું નાનાં મોટાં ઘણાં ગુનેહગાર ખાસ કરીને રેપિસ્ટ, છોકરીઓની મશ્કરી અને રેપ કરતાં ગુન્હેગારોને પકડવા કામ કરું છું આમ ધીમે ધીમે આપણાં ગ્રુપમાં 15 જણાની સંખ્યા થઇ ગઇ છે. કેટલીયે પરીક્ષા અને ચકાસણી પછી ગ્રુપમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. દેશદાઝ અને છોકરીઓનું ઉત્પીડન કરતી ટોળકીઓ અને લુખ્ખાઓને સબક શીખવવા અને પકડવા માટે આપણે ઘણાં તબક્કે સફળ થયાં છીએ. અને જ્યારે ખાસ મીશન હોય ત્યારે આપણે ખાસ સાવધ રહેવાનું છે ઇમરાન અને ભૂરાને પકડાવાનાં મીશનમાં આપણે છેલ્લા ત્રણ માસથી પ્રયત્ન કરતાં હતાં છેવટે ઇમરાન ઝડપાયો ભૂરો છટકી ગયો. પરંતુ ભૂરો ખૂબ ખૂંખાર છે એને પકડવો ઘણો જરૂરી છે અને એનું આખું આયોજન હું તમને ત્રણ જણાંને સોપું છું એમ કહી વિરાટ, અક્ષય અને અમી. બધાંજ એકી સાથે બોલી ઉઠ્યાં અમી ? બધાને ખૂબજ આશ્ચર્ય થયું. અમીએ પણ પોતાને સીલેકટ થવા અંગે આશ્ચર્ય થયું પરંતુ આનંદ પણ થયો.

       પ્રો.મધોકે કહ્યું "હા અમીજ... પહેલાં મેં તારીકાનો વિચાર કરેલો પરંતુ, અમી  વધુ યોગ્ય લાગી છે કારણ કે હજી એનામાં નિર્દોષ ઋજુતા છે હજી પાકી ઘડાઈ નથી. એનાં માટે ખૂબ કાળજી અને સાવચેતી રાખવી પડશે પરંતુ શિકાર ઝડપવા આવું નિર્દોશ મારણ બતાવવું જરૂરી છે. અને વિરાટ અને અક્ષય તમારાં બંન્નેની સહિયારી જવાબદારી રહેશે કે અમીનો એક વાળ વાંકો ના થવો જોઇએ. વિરાટ એક શશક્ત, ખૂબ મજબૂત બાંધાનો આશરે 35 વર્ષની આસપાસનો ઘડાયેલ યુવક હતો એ પ્રો. મધોક સાથે શરૂઆતથી જ આ ચળવળમાં જોવયેલો હતો. એણે મૂછ પર તાવ દેતાં કહ્યું "સર તમે નિશ્ચિંત રહેજો અમી મારી નાની બ્હેનથી વધુ છે એને કંઇજ નુકશાન નહીં પહોંચે મારી જવાબદારી.

       અક્ષયે વિરાટનાં બોલ્યા પછી કહ્યું "સર અમીની કોઇ ચિંતા ના કરશો એ અમારી જવાબદારી કહી અમી સામે જોયું.

       અમીએ અક્ષય સામે જોયું અને તરતજ નજર પાછી વાળી લીધી. અમીએ કહ્યું "સર ભલે હું ઉંમરમાં નાની છું પણ હું કોઇનાથી ડરતી નથી નાનપણથી કરાટેની તાલીમ લીધી છે હજુ લઇ રહી છું હું પાકી બ્લેક બેલ્ટ છું હું મારી રક્ષા કરી શકીશ અને સાથે વિરાટ ભાઇ છે મને કોઇ ચિંતા નથી તમે જે રીતે આદેશ આપ્યો એવી રીતે હું કામ પાર પાડીશ.

       પ્રો.મધોક કે કહ્યું "તારી બહાદુરી તારા શરીરનું કૌશલ્ય દેખાવ અને સરલાબેહનની દીકરો અને સંપૂર્ણ પ્રમાણિક ભાવિનભાઇની દીકરી પછી કંઇ કહેવાયું હોય ? તારી કરેલી કસોટી યાદ છે ને ? તું સંપૂર્ણ રીતે ઉતિર્ણ થયા પછી જ તારી પસંદગી કરી હતી. એટલે મને તારી ચિંતાનથી હું નિશ્ચિંત છું પરંતુ વિરાટ, અક્ષયની તકેદારી અને તારી સંભાળ જરૂરી છે કારણકે આ વખતનાં અભિયાનમાં થોડું જોખમ છે સામે ખૂંખાર માણસો છે એટલે.

       પ્રો. મધોકે બનાવેલા આ ગ્રુપનું નામ "હવનયજ્ઞ" રાખેલું આ ગ્રુપનું કામકાજ અને લક્ષ્ય ખૂબ સાવચેતી પૂર્વક રહસ્ય જ બનાવી રાખેલું આ એક ગ્રુપ જે જાહેરમાં હવનયજ્ઞ અને સનાતન ધર્મનાં પ્રચાર માટે અને કુદરતનાં વારસાને જાળવવાનું કામ કરતી રહી છે એવું લોકો જાણતાં સમાજમાં ખૂબ પ્રખ્યાત હતું કે વનસૃષ્ટિને બચાવે છે તથા સનાતન ધર્મનાં સંસક્ષણ માટે કામ કરે છે એમાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓ તથા યુવાન યુવા યુવતીઓ કામ કરે છે આમ તો આ ગ્રુપમાં જોડાવા માટે સેંકડો યુવાનો તૈયાર હતાં અને હજી ઘણાં જોડાવા માગે છે પરંતુ પ્રો. મધોકે ખૂબ ચોકસાઇ પૂર્વક પસંદગી કરે છે એમનું પ્રથમ હરોળનું ગ્રુપ માત્ર 15 વ્યક્તિઓનું છે. અને જે ખાસ છે બધાં નિર્ણયો લે છે અને ગ્રુપની જવાબદારી સંભાળે છે.

       બીજા હરોળનું ગ્રુપ છે એમાં લગભગ 100 ઉપર મેમ્બર છે. જે પ્રમોટર અને ટીમ લીડરની સૂચનાઓનું પાલન કરે છે. અનેક ઉપલ્બધીઓ અને કાર્યક્ષમતામાં પુરુવાર થયા પછી પહેલી હરોળનાં ગ્રુપમાં સ્થાન મળે છે. જે અનેક કસોટીની ચારણીઓમાંથી ચળાઇને પાસ થવું પડે છે.

       પ્રથમ હરોળનાં ગ્રુપનાં પ્રો. મધોકે -વિરાટ (રીટાયર્ડ આર્મી) જે નાની ઊંમરે મીલીટ્રીમાંથી રીટાર્યમેન્ટ લેવું પડેલું એનાં હાથમાં ઇજા થયા પછી પરંતુ અહીં એ ખૂબ કાર્યક્ષમ કામ આવી રહ્યો છે. અક્ષય જે અવ્વલ દરજ્જાનાં એન.સી.સી. કેડેટ છે જે હજી માંડ ત્રેવીસનો છે છતાં ખૂબજ બહાદુર હોવાથી અને પ્રો. માધોકે નાં ખાસ મિત્રની ભલામણની ગ્રુપમાં આવેલો. પ્રો.મધોકે પોતેજ રીટાયર્ડ પોલીસ કમીશ્નર છે. તેઓ જ્યારે ડ્યુટી ઉપર હતાં ત્યારે એમનાં નામની હાક વાગતી હતી. ભલભલા ગુનેગાર બીતાં અને એ સમય ક્રાઇમ રેટ ઓછો થઇ ગયો હતો. એમની એક દહાડ સિંહ જેવી હતી. અને છેલ્લાં કેટલાય સમયથી રાજ્ય અને દેશમાં બલાત્કાર અને છોકરીઓને મારી નાંખવાની, ઉપાડી જવાની ઘટનાઓ ખૂબ બની રહી હતી. પ્રો. મધોક ભલે રીટાયર્ડ થઇ ગયાં હતાં પરંતુ એમનો જીવ એવોને એવો ગુન્હાઓ સામે બાથ ભીડી ગુન્હેગારોને પરાસ્ત કરવાનો હતો.

       એમની આખી કારર્કીદી પોલીસમાં નિભાવી હતી એટલે પોલીસ તથા ગુન્હા શોધક અને ક્રાઇમમાં ઘણી ઓળખાણો હતી એમને વિચાર આવ્યો કે નાગરીકોનું જ એક એવું ગ્રુપ હોવું જોઇએ જે લોકોને શિક્ષિત અને જાગૃત કરે અને છોકરીઓ અને સ્ત્રીઓને રક્ષણ આપી એમનો બચાવ કરે. છેલ્લાં દસ વર્ષથી એકએક ગુણવાન અને યોગ્ય વ્યક્તિઓનો ગ્રુપમાં સમાવેશ કરતાં બે હરોળમાં એ પ્રવેશ આપતાં અને બીજી હરોળમાં તવાઇને તૈયાર થયેલાં ખાસ વિશ્વાસુ અને બહાદુરોને પહેલાં ગ્રુપમાં લઇ લેતાં આટલી સુયોજીત કાર્યશૈલી હતી અને ઘણાં જાણકારો હોવાં છતાં અસલી કામકાજ કે લક્ષ્ય કોઇને ખબર નહોતી જેથી સંસારીક રીતે જે કુટુંબ સંભાળતાં હોય કે ભણતાં યુવક યુવતી હોય એ લોકોને કોઇ નુકશાન પહોચાડી ના શકે.

       ક્રાઇમબ્રાન્ચનાં વડા અમુલખ દેસાઇ જે પ્રો.મધોકનાં મિત્ર હતાં. શરૂઆતમાં પ્રો. મધોકનાં હાથ નીચે કામ પણ કરેલું પછીથી વર્ણક્ષમતાનાં બળે આગળ વધી ગયાં હતાં. આજે ક્રાઇમનાં વડા હતા. અમુલમ દેસાઇ એ પાછા અમી સીમાનાં મામા થાય જે સરલા બહેનનાં સગાભાઇ થાય. આમ આટલી બધી નીકટ ઓળખાણો હોવા છતાં ગ્રુપનાં કોઇપણ સભ્યનાં કુટુંબીજનોને ગ્રુપ લીડર કે સભ્યની કાંઇ માહિતી નહોતી બધી ખૂબજ ગુપ્ત રાખવામાં આવી હતી. અમી  ગ્રુપની મેમ્બર છે એ ફક્ત સરલાબેનને અંદેશો હતો પરંતુ પિતા ભાવીનભાઇ કે બહેન સીમાને કંઇજ ખબર નહોતી. આખું અભિયાન ગુપ્ત રીતે ચલાવવામાં આવતું હતું.

       પ્રો.મક્ષોકે બધાને ફરીથી તાકીદ કરીકે ગ્રુપની પ્રવૃત્તિ અંગે પુરી ગુપ્તતા જળવાય એ જરૂરી છે અને જ્યાં જરૂર પડે તો તમારાં કુટુંબની ફક્ત એકજ જવાબદાર વ્યક્તિને તમે જણાવો બાકી કોઇને કંઇ ખબરના પડવી જોઇએ. જેમાં તમારા જીવની સલામતી છે આમાં લાગણીને કોઇ સ્થાન નથી જે આપણા ચરિત્રને નબળું કરે. બીજું કે આપણાં હવનયજ્ઞ "નાં મથાળા નીચે આપણે સમાજનાં કચરા જેવાં ગુન્હેગારોને આહુતી બનાવીને જેલનાં સળીયા પાછળ નાંખીએ છીએ. આપણું આયોજન એટલું સુયોજીત હોય છે કે સમાજમાં એવું લાગે કે રાજ્ય અને દેશની કે શહેરની પોલીસજ કામ કરે છે. એની પાછળનો આપણે સહયોગ કોઇને નજરે આવતો નથી અને જણાવવો પણ નથી આપણી શહેર - રાજ્યની છોકરીઓ અને સ્ત્રીઓને પુરે પુરુ રક્ષણ મળે એજ ધ્યેય છે.

       વિરાટ આજે તમે બધું આયોજન કરી એને અંતિમરૂપ આપી દો પછી છૂટા પડીએ. અને હાં. અમી હું તને તારાં ઘર સુધી ફોલો કરીશ તું એવી રીતે ઘરે જજે થોડું મોડું થયું છે. અમીએ કહ્યું "ભલે અને વિરાટ અક્ષય અને અમી બધાં ચર્ચામાં ગૂંથાયાં.

       પ્રો.મક્ષાકે બીજા ગુપ્ર મેમ્બર્સ સાથે આગળની યોજનાઓ અંગે ચર્ચામાં પડ્યાં.

***********

            "મંમી અમી ક્યાં છે ? એ મારી સાથે તો પાછી આવી હતી ક્યાં ગઇ ? સરલા બહેને કહ્યું" હા એ આવે છે એમ કહીને ગઇ છે. હમણાં આવતીજ હશે. જો તો બેલ વાગ્યો એજ આવી હશે" સીમાએ ડોરબેલ વાગતાં દરવાજો ખોલ્યો તો એનાં પિતા ભાવીનભાય હસતા ઉભાં હતાં.

       સરલા બહેને કહ્યું " તમે આવી ગયા ? તમે તો મોડાં આવાનાં છો એવો મેસેજ કરેલો... સારું થયું આવી ગયાં ચાલો બધાં સાથેજ જમવા બેસીશું.

       ભાવિનભાઇએ કહ્યું" હા કદાચ મોડું થવાનું હતું પણ પતી ગયું એટલે આવી ગયો. સીમા મારાં બચ્ચા-અમી ક્યાં છે એ તોફાન ક્યાંય નજરે નથી પડતું."

એટલામાં ફરીથી બેલ રણક્યો. અને અમી આવી ગઇ આવી એવી થેલો બાજુમાં ફેકીને ભાવિનભાઇને વળગી પડી. "અરે વાહ તમે પણ સમયસર આવી ગયાને પપ્પા" "હા દીકરા આજે બધાં સાથે જમવા બેસવાનું મૂહૂર્ત લાગે છે કહી હસવા લાગ્યા.

       સરલા બહેન કહે "એય અમી જા ફ્રેશ થા અને પાપાને થવા દે પછી બધા સાથે જમવા બેસી જઇએ. આવી એવી તારું ચાલુ થઇ ગયું તોફાન. " પાપા મંમીને કહી દો મને ટોકે નહીં" હું હજી હમણાં તો આવી અને એવું શરૂ થઇ ગયું જો એમ મીઠું લઢીને ફ્રેશ થવા રૂમમાં જતી રહી. જતાં જતાં સીમાનાં માથાને ટપલી મારી આંખ મીચકારતી ગઇ.

       સીમા કહે "જા સીધી કેમ આમ કરીને ખોટો મીઠો છણકાં કરી લીધો. ભાવિનભાઇ ફ્રેશ થઇને આવ્યા અને ચારે સભ્યનું કુટુંબ ડાઇનીંગ ટેબલ ઉપર જમવા બેસી ગયું. અને ઘરનાં કાયમી મહારાજ કનુકાકાએ પ્રેમથી બધાને પીરસ્યું.

************

            સાગર હવે આવીને પોતાનાં રૂમમાં જમી પરવારીને આવ્યો એ પલંગમાં રીતસર પોતાની જાતને ફેંકી અને તકીયાને વળગીને પડી રહ્યો. થોડીવાર સીલીંગ તરફ તાંકી રહ્યો પછી મનમાં ને મનમાં મંદ મંદ હસવા લાગ્યો. એણે તકીયાને બાથ ભરીને ચૂમી ભરી દીધી. એણે પોતાનો મોબાઇલ હાથમાં લીધો અને સીમાનો પાડેલાં ફોટાં જોવા લાગ્યો.

       સીમાનાં ફોટાને ઝૂમ કરીને ચૂમી લીધો પછી આજની મૂલકાતની સુખદ પળોને યાદ કરી માણવા લાગ્યો. આજની ઘડી રળીયામણી એવી લાગણી થઇ આવી. એણે થોડીવાર ફોટાઓ જોવામાં સમય પસાર કર્યો પછી એનાંથી ના રહેવાયું અને એણે સીમાને નંબર જોઇને સીધો ડાયલ કર્યો. આખી રીંગ વાગીને પુરી થઇ ગઇ પણ સીમાએ ફોન ના ઉપાડ્યો. એ થોડો નિરાશ થઇ ગયો.

       થોડીવારમાં સીમાનીજ રીંગ આવી. સાગરે મોબાઇલ ઝડપથી ઊંચકીને ફોન લીધો અને બોલ્યો" કેટલી રાહ જોવડાવીશ મારી રાણી. કેમ ફોનના ઉચકે ? તને ખબર છે તારી યાદમાં હવે આ શ્વાસ પણ જાણે તારીજ રાહ જોવે છે. સીમા એ કહ્યું "તારી રીંગ આવી ત્યારે હું નીચે હતી મંમી-પપ્પા-અમી બધાંજ હતાં એટલે ફોન તરતજ બંધ કરીને ઉપર દોડી આવી.

       "ઓહો તો તમે બધાં સાથે હતાં સોરી મને શું ખબર હું તો આવીને જમીને તુરંત ઉરજ આવી ગયેલો. સાચું કહું આજની આપણી માણેલી પળ પળ મને યાદ આવી રહેલી અને હું તો કાબૂમાં નહોતો રહી શકતો. ખબર નહીં સીમા મારાં હોઠને શું થયું છે ?. સીમા કહે "વાહ શું થયું છે તમારાં હોઠને ?" સાગરે હસતાં હસતાં કહ્યું "મારાં હોઠમાં બસ એક પ્રેમ ભર્યો ચળવળાટ છે એ ભૂખ્યા થયેલા હોઠ સતત તારાં હોઠનીજ માંગ કરે છે હું ક્યાંથી લાવું તારાં હોઠ ? હું મારાં હોઠને શું સમજાવું તુંજ આનું નિરાકરણ લાવ.

       સીમાએ કહ્યું "મારાં ચાલાક પ્રેમી હું બહુ સારી રીતે હવે ઓળખું છું લુચ્ચાઇઓ ના કરશો મારાં હોઠ માંડ શાંત થયા છે એને કોઇ રીતે સળી કરીને ઉશ્કેરશો નહીં નહીતર તમારે અત્યારે અને અત્યારે આવીને શાંત કરવા પડશે. એવુ કહી હસવા લાગી.

       સાગર કહે "જ્યાં સુધી સ્વાદ ચાખ્યો નહોતો ત્યાં સુધી બહુ ઠીક હતું પણ હવે તારાં હોઠનો સ્વાદ મારાં હોઠ ચાખી ગયા છે હું શું કરું ? સીમા કહે "એક સંસ્કારી ઘરનાં છોકરાને આવા બધા સંવાદ શોભતા નથી ચાલો સૂઇ જાવ."

       સાગર કહે અરે આટલાં વખતથી આપણે સાથે હતાં મિત્ર હતાં, મળતાં છૂટા પડતાં. આજ પહેલાં ક્યારેય મેં અસંસ્કારી લાગે એવું કે કોઇપણ બેહુદૂ વર્તન કર્યું છે ? કેમ મારાં સંસ્કારને ટોકે ? આજે જ્યારે આપણે પ્રેમની કબૂલાત કરી તું મારી અને હું તારો થઇ ગયો એવાં વચનમાં બંધાયા પછી તો મારી માંગણી સાચી જ ઠરે છે ને ?

       સીમા કહે "બસ હુ સમજી ગઇ તમારી બધી માંગણીઓ સાચી જ છે પરંતુ આપણે આશરે 8-10 કીલોમીટર દૂર છીએ માટે હવે મગજ અને હૈયું શાંત કરીને સૂઇ જાવ ચલો હું પણ સૂવાની તૈયારી કરુ છું. ચાલો આપણી મીઠી યાદોમાં પરોવાઇને આપણે સરસ નિશ્ચિંત નીંદર લઇએ.

       સાગર કહે "સારું સીમા ચાલ આવીજા.. હવે તારી ગેરહાજરીમાં હું સ્વપ્નમાં તારી હાજરીને પ્રેમ કરીશ અને કોઇ રોકટોક વિના તારી સાથે પ્રણય કરીશ એમાં તો કોઇ મને રોકી નહીં શકે નહીં અટકાવી શકે નહીં મારાં સંસ્કાર ઓછાં બગળશે. સીમા કહે "એય લવ યું." સીમા આગળ કહે "આટલી ગંભીર ગંભીર વાતો ના કરો પછી મારો જીવ બળશે. ચલો ખૂબ વ્હાલ કરી પ્રેમનો એહસાસ કરાવતી જાગતાં અને સૂતાં કે સ્વપનમાં પણ ફક્ત તમારી સાથે આવતી ખૂબ પ્રેમ કરતી સૂઇ જઊં... તમે ખૂબ લૂચ્ચા છો એમ કહી પોતે લૂચ્ચૂ હસતી સૂવાની તૈયારી કરવા લાગી અને બાય માય લવ એમ કહી બંન્નેએ ફોન બંધ કર્યા. સાગરે ફોન બંધ કરી બેટરી જોઇ ઓછી હતી એટલે મોબાઇલ ચાર્જીંગમાં મૂક્યો અને ઇશ્વરની પ્રાર્થના કરીને સૂવાની તૈયારી કરી, સીમાનાં વિચારોમાં ખોવાયેલો ક્યારે એ નીંદરમાં સરી ગયો ખબરજ ના પડી.

**************

            સવારે વહેલો ઉઠી સાગર એનાં રૂમની બાલ્કનીમાં આવી ગયો. સવારની તાજી હવાએ એને ખુશ કરી દીધો. એણે ઊંડા શ્વાસ લઇને થોડું વોર્મઅપ કરીને પછી એ યોગા કરવા બેઠો અને પછી હળવી કસરત કરીને એ ફ્રેશ થવા બાથરૂમમાં ગયો બધું પરવારી બહાર આવીને તરતજ સીમાને મેસેજ મોકલ્યો ગુડમોનીંગ લવ યુ પછી એને જે ર્ક્યું એ લખવાનું ચાલુ કર્યું….. મારી સીમા મારાં જીવનમાં પ્રવેશ કરીને મારી દુનિયા રંગીન બનાવી દીધી. મારાં હૈયામાં ખુશી અને આનંદ ભરી દીધાં હવે રોજ ઉગતી સવારે હું ઇશ્વરના આભાર માનીશ કે મને તું મળી અને રોજ રાત્રીએ સૂતી વખતે ફરી ઇશ્વરનો આભાર માનીશ કે મારાં જીવનમાં બસ તારી મહેંક રહે તુંજ છવાયેલી રહે અને જીવનની એક એક પળ આપણી સાથમાં વીતે. લવ યુ માય બેબી ગુડમોર્નીંગ લખી મેસેજ પુરો કરી મોકલી દીધો.

       થોડીકજ સેંકન્ડમાં સામેથી સીમાનો ઉઠતા વેંતનાં સુંદર ફોટો આવ્યો અને કીસીનું સ્ટીકર આવી ગયું અને એણે લખેલું લખાણ વાંચવા લાગ્યો. "સાગર ઘરમાં સમયની સાથે હતાં સાથે ભણતાં વિગેરે પરંતુ ગઇકાલથી જે સાથ પરોવાયો છે એનું વર્ણન હું નહીં કરી શકું હું એટલી ભાગ્યવાન છું કે મને તમારાં જેવો પ્રેમી મળ્યો મન વિશાળ સાગર મળ્યો હું તો બસ તમારાં પ્રેમસાગરમાં સરીતા બનીને સમાઇ ગઇ છું મેં તમને વારે વારે કીધું છે. હવે હું ક્યારેય તમારાથી જુદી નહી થઊં કે તમારી સીમા પર કોઇબીજાનો કયારેય ઓછાયો  પણ નહીં પડે એવું વચન આપું છું લવ યું ગુડ મોર્નીંગ મારાં હૈયાનાં હાર, આ સીમા બધીજ સંસારની સીમા જાણે છે પણ તમારા પ્રેમમાં બધીજ સીમાઓ ઓળંગી તમનેજ પ્રેમ કરીશ. હવે કદી તમારો સાથ નહીં છોડું તમારાંમાંજ જીવશ તમારાં સાથમાંજ જીવીશ તમારાં સાથમાંજ મરીશ.

       સાગરે આ મેસેજ વાંચ્યો અને ખૂબ લાગણી સભર થઇ ગયો એણે સીમાનો ફોટો ચૂમી લીધો અને કંઇજ બોલી શક્યો નહીં કંઇજ લખી શક્યો નહીં પ્રેમ આવેશમાં ગળગળો થયેલો સાગરની આંખમાંથી આનંદનાં અશ્રુ સરી પડ્યાં.

       હજી સાગર સીમાનાં વિચારોનાં શબ્દોનાં આવેશમાં બંધાયેલો હતો એને માણી રહ્યો હતો અને પિતા કંદર્પરાયનો અવાજ સાંભળ્યો. "દીકરા સાગર... મને ખબર છે તું ઉઠી ગયો છે. તું ફ્રેશ થઇને ડાઇનીંગ ટેબલ પર આવ આપણે સાથે ચા નાસ્તો કરીશું પછી હું કચેરી જવા નીકળી જઇશ.

       સાગરે તરત જ જવાબ આપ્યો. "હા પાપા ક્યારનો ઉઠી ગયો છું આવ્યો હમણાંજ એમ કહી ફોન બંધ કરીને માથું ઓળી સીધો નીચે ડાઇનીંગરૂમમાં પહોચ્યો.

       કંદર્પરાય... એક જાજરમાન વ્યક્તિત્વ.... એ પોતે એક પોલીસ કમીશ્નર હતાં પરંતુ એમનો દેખાવ એમની પર્સનાલીટીજ ખૂબ સરસ હતી. મોટી મોટી સ્વસ્થ આંખોમાં આંખ પરોવાયતો મોંઢામાંથી ફક્ત સત્યજ નીકળે એવો રોબ હતો.

       સાગરે આવીને ડાઇનીંગ ટેબલ ઉપર એમની બાજુમાંજ જગ્યા લીધી. અને એમને ગુડમોર્નીંગ કહી પગે લાગ્યો. અને માં ને બૂમ પાડીને જયશ્રીકૃષ્ણ કહ્યું સાગર કહે બોલો પાપા. હું તૈયારજ હતો જસ્ટ યોગા કસરત પુરા કરેલા.

       કંદર્પરાયે કહ્યું "હા યંગ બોય તમારી કોલેજ પુરી થઇ ગઇ રીઝલ્ટ પણ ખૂબ સરસ આવ્યું છે. હવે આગળ શું વિચાર્યું છે શું ભણવું છે કે શું કેરીયર બનાવવી છે ? કંઇ નક્કી કર્યું છે ? સાગરે કહ્યું "હાં થોડાં કાચા પાકા વિચાર આવ્યા છે પરંતુ નક્કી નથી કર્યુ હું હજી બે/ત્રણ માસ બ્રેંક લેવા માંગુ છું પછીથી હું નક્કી કરીને જણાવીશ.

પ્રકરણ-3 સમાપ્ત.

સાગરનો જવાબ સાંભળી પિતા કંદર્પરાય વિચારમાં પડી ગયાં.. હશે કંઇક એનાં મનમાં કહી કચેરી જવા નીકળી ગયાં વધુ આવતાં અંકે...

***

Rate & Review

ATULCHADANIYA 3 days ago

Nandani 3 weeks ago

Sudhirbhai Patel 4 weeks ago

Latapatel 1 month ago

krina 1 month ago