પ્રણય સપ્તરંગી પ્રકરણ - 8

      અમીએ સીમાની સામે જોઇને કહ્યું "દીદી આ જે ભૂપેન્દ્ર રાયકા એ જ ભૂરો. સીમા વિસ્ફારીત આંખોએ અમીને જોઇજ રહી. "અમી તું જાણતી હતી કે સંયુક્તાને કોઇ ભૂપેન્દ્ર સાથે ઇલૂ ઇલૂ છે પરંતુ તે ખૂબ શાણી કોઇને ખબર ના પડે એમ વર્તતી. કોલેજમાં ખૂબ રોબમાં રહેતી. પરંતુ બધાં ગ્રુપમાં ગૂપ ચૂપ વાતો ચાલતી હતી કે સંયુક્તાને પેલાં ભારાડી ભૂપેન્દ્ર સાથે લફડું છે." દીદી લફરું નહીં એને સાચેજ પ્રેમ થયેલો પેલો સંયુક્તાના રૂપ પાછળ પાગલ થયેલો અને સંયુક્તાને પણ એ પસંદ હતો એકતો ભૂપેન્દ્ર સ્પોર્ટસમાં ખૂબ આગળ પડતો અને કોલેજ ક્રીકેટ ટીમનો કેપ્ટન બની એનું શરીર સૌષ્ઠવ એકદમ ચૂસ્ત અને દેખાવમાં હેન્ડસમ હતો જ. પરંતુ એની બધાં સાથે ફલર્ટ કરવાની ટેવ એને બદનામ કરેલો. "અમી એ કહ્યું."

       સીમા કહે સંયુક્તા મારાથી સીનીયર પરંતુ હું ગીત સંગીતમાં પહેલેથી જ રૃચી ધરાવતી હતી એટલે કોલેજમાં હું સંયુક્તાનાં સંપર્કમાં આવી મને એનો સ્વભાવ અને ગાયકી ખૂબ ગમતાં. એ રાજકુંવરી તો હતી જ અને સાથે સુંદર બંધાની સાથે સારી રીતે વર્તતી અને સંગીતને સમર્પિત હતી. એની સાથે બહેનપણાં તો હુ છેલ્લા વર્ષમાં આવી ત્યારે ગાઢ થયાં હતાં. પહેલાં એને મળતાં પણ બીજી કોઇ પર્સનલ વાતો નહોતી થતી. પરંતુ તને ક્યાંથી આ બધી માહિતી છે ?

       અમી કહે "દીદી હું જે ગ્રુપમાં છું એનું કામ સનાતન ધર્મનાં પ્રચાર પ્રસાર અને જાળવણીનું તો છે જ સાથે સાથે સમાજની બધી અને આવાં ગેરકાનુની માણસો ઉપર નજર પણ છે. સંયુક્તાનો એની સાથેનો સંબંધ તૂટ્યો હતો તે પછી એ ભૂપેન્દ્ર આડી લાઇને ગયો અને ગેરકાનૂની માણસો સાથે ભળી ગયો અને અત્યારે એક નંબરનો ગુંડો છે અને "મોસ્ટ વોન્ટેડ" છે.

       સીમાએ કહ્યું "પણ એ તો જણાવ એ લોકોનો આટલો પ્રગાઢ પ્રેમ કેવી રીતે તૂટ્યો એની બધી માહિતી વિગતવાર મને કહેને મને ખૂબ રસ પડ્યો છે. સંયુક્તાને એનાથી આટલો ભય કેમ છે ? અમી કહે "મારી ભોળી દીદી ઘડીયાળમાં જુઓ એ લોકોની પંચાયતમાં આપણી રાત્રી બગડશે તમારે નથી જવાનું મારે તો સવારે કોલેજ જવાનું છે અને વળી ખાસ કામ છે. આ બધી વાત ફરીથી નિરાંતે કરીશું. મને બધીજ ખબર છે પણ પેશન્શ... રાખો પેશન્શ.... તમારી પાસે અત્યારે બીજા ઘણાં વિચારવાનાં કામ છે જાવ સૂઇ જાવ તમારો મોબાઇલ અને મોબાઇલ મિત્ર રાહ જોતાં હશે એમ કહીને આંખ મારી હસવા લાગી. સીમાએ કહ્યું "કોઇ નવરુ નથી મારાં માટે બધાં પોતપોતાનામાં બીઝી છે છેલ્લા પાંચ કલાકથી સાગરનો ના મેસેજ છે ના ફોન. ફોન જ સ્વીચઓફ આવે છે ખબર નથી એવા ક્યાં અગત્યનાં કામમાં વ્યસ્ત છે.

       અમીએ ઘડીયાળમાં જોઇને કહ્યું "દીદી જાવ હવે તમારો વિરહયોગ પુરો એમ કહી હસવાં લાગી. સીમા એની સામે આશ્ચર્યથી જોઈને ફોનમાં જોયું તો સાગરનો મેસેજ હતો અને મોબાઇલમાં રાત્રીનાં 1.00 વાગેલાં બતાવતાં હતાં. એણે અમીને કહ્યું "લૂચ્ચી તને કેવી રીતે ખબર ? અમી કહે મેં તો એમજ નિશાન તાકેલું પણ લક્ષ્ય વીંધી ગયું કહી હસવા લાગી.

       સીમાએ કહ્યું " ઓકે ચાલ સૂઇજા તારે કોલેજ જવાનું છે કહી પોતાનાં રૂમમાં જવા લાગી. અમીએ કહ્યું " હવે કેવુ તરત જ ઉઠી જવાયું કેટલા જબરા છો દીદી એમ કહી હસવા લાગી. સીમા પણ હસતી હસતી પોતાનાં રૂમમાં ગઇ.

**********

            સવારે ડાઇનીંગ ટેબલ ઉપર કંદર્પરાય સાગર અને કૌશલ્યાબ્હેન વાતો કરતાં બેઠાં હતાં. સાથે સાથે ચા નાસ્તાને ન્યાય આપી રહેલાં કંદર્પરાયે સાગરને પૂછ્યું "દિકરા તું કાલે ઘણો મોડો આવેલો ક્યાં ગયેલો ? સાગરે સાંભળીને થોડી અસ્વસ્થતા અનુભવી પછી કહ્યું "પાપા ઘણાં સમયે મિત્રો મળેલાં એટલે ગપાટા મારવામાં ક્યાં સમય નીકળી ગયો ખબરજ ના પડી. કંદર્પરાયને સાંભળી આશ્ચર્ય થયું પણ પાકી ખબર હતી કે સાગર જૂઠુ બોલી રહ્યો છે. છતાં સાંભળીને કહ્યું "ઓહ ઓકે ઠીક છે પણ બહુ મોડા સુધી બહાર ના ફરો હમણાં શહેરનું વાતાવરણ ઠીક નથી. પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલીંગ ખૂબ સઘન છે છતાં તારુ જોઇ બીજા લોકોને સંદેશ ખોટો જાય એટલે કહું છું. બાય ધ વે તે પછી આગળ શું વિચાર્યું આપણે એ વાત અધૂરી રહી છે.

       સાગર બે મીનીટ વિચારમાં પડી ગયો પછી બોલ્યો "પાપા  હું મારી આજીવીકા સાથે સાથે કંઇક એવું કામ કરવા માંગુ છું કે મારાં આત્માને ખુશી અને આનંદ મળે. હું પૈસા કરતાં મારાં આનંદને બધુ મહત્વ આપવા માંગુ છું.

       કંદર્પરાયે ખુશી વ્યસ્ત કરતાં કહ્યું "વાહ દીકરા કામનું કામ, આજીવીકા અને આનંદ ? આ બધું સાથે શક્ય છે ? સાગર કહે "પાપા હું જે કામને ચાહીને કરું જેમાં મને આત્મ સંતોષ અને આનંદ મળે અને સાથે આજીવીકા પછી ભલે એમાં પૈસા થોડાં ઓછા મળે એવું જ કરવા માગું છું. કંદર્પરાયે કહ્યું " એવું કયું કામ શોધી નાખ્યું છે તે ? સાગર કહે સોધી રહ્યો છું મળી, જશે એટલે તમને જણાવીશ કંદર્પરાયે છાલના છોડતાં કહ્યું “કંઈક તો આયોજન કે વિચાર હશેને? સાગરે આત્મવિશ્વાષ સાથે કહ્યું "પાપા હું એવો એન.જી.ઓ. ખોલવા માંગુ છું કે જેમાં આપણી ભારતીય સંસ્કૃતિ શિક્ષણ અને સંસ્કારનો વ્યાપ વધે એનું રક્ષણ થાય અને ઘર ઘર એનું આંદોલન શરૂ થાય. અથવા એવું કામ કરતાં કોઇ એવાં એન.જી.ઓ. સાથે કામ કરીશ.

       કંદર્પરાય વિચારમાં પડી ગયાં પછી કહ્યું " તને જે સારું લાગે એ કર પણ એટલુ યાદ રાખવાનું કે સંસ્કૃતિની સેવા કરતાં કરતાં ક્યાંક બીજે દોરવાઇના જવાય. મેં આખી જીંદગી આ ખાખી પહેરીને લોકોનું રક્ષણ કર્યું છે કૂતરા જેવી જીંદગી જીવી છે હંમેશ કામનાં દબાણમાં જીવ્યો છું. આશા રાખું કે તું સારુ જીવન જીવે બેસ્ટ ઓફ લક માય સન. એમ કહીને સાગરને ગળે વળગાવ્યો. સાગરને ગળે મળ્યાં કોઇક ઊંડા વિચારોમાં ઉતરી ગયાં. ચહેરાં ઉપર ઉદાસી છવાઇ અને સાગરને જોતાં પાછી ઉદાસી ખંખેરીને કહ્યું વેલડન તારાં વિચાર ખૂબ ગમ્યાં. તું આગળ વધ મારી શુભકામનાં તારી સાથે છે ક્યાંય મારી જરૂર પડે નિસંકોચ કહેજે. એમ કહીને પોતાની કચેરી જવા નીકળી ગયાં.

       કૌશલ્યાબહેન ક્યારનાં બાપ દિકરાની વાતો સાંભળી રહેલાં. એમણે સાગરને કહ્યું "તારો વિચાર મને ગમ્યો અને મે તારાં પાપાને રાતદિવસ દોડતાં અને ફરજોનાં દબાણ હેઠળ જીવતાં જોયાં છે ક્યારેય સુખશાંતિનો કોળીયો ઉતારતા નથી જોયાં હવે તો રીટાયર થતાં પહેલાં કમીશ્નર બની જશે. પ્રમોશન સાથે પીડાઓ વધશે એમનું બી.પી.હંમેશા હાઇ રહે છે. મને ચિંતા રહે છે હમણાંથી તો અસમાજીક તત્ત્વોએ માથું ઉંચક્યું છે વધારે દબાણમાં જીવે છે જોને પેલા દિવસે પ્રોગ્રામમાં કેવું થઇ ગયું પણ તું જે કરે સમજીને કરશે મને ખબર છે પણ આજનાં જમાનામાં પૈસાની બોલબાલા છે પણ, પૈસો, સત્તા વધુ આગળ છે, તારો જીવવાનો રોબ જળવાઇ રહે એવું જીવન ધોરણ જરૂર રાખજે. તારી પાસે તો ઇશ્વરે આપેલી કુદરતી બક્ષીશ તારી ગાયકી છે એં પર પણ હાથ અજમાવજો નાણાં અને માન મરતબો એમાં પણ છે. તું જે કરવા માંગે એમાં અમારો સાથે છે અને તારાં પિતાએ ઘણી બચત રાખી છે કોઇ ચિંતા નથી અમારુ એ તારું જ છે ને તું નિશ્ચિંત થઇ આગળ વધ.

       સાગરે માં નો આભાર માનતા કહ્યું "માં તારાં આશીર્વાદ મળ્યા મને બધુંજ મળી ગયું માનો જાણે આજથી જ સફળતા મારાં કદમ ચૂમવા લાગી. પાપાની બચત એ તમારાં ભવિષ્ય માટે છે હું મારું ચોક્કસ રળી લઇશ અને મારી કોઇ એવી જરૂરિયાતો જ નથી કે મને નાણા કમાવવાનું નશો ચઢે. પણ એટલું ચોક્કસ છે કે હું જે કરીશ ઉત્તમ કરીશ તમને શરમથી માથુ નીચું નહીં કરવું પડે.

       કૌશલ્ય બહેને કહ્યું "એ તો પુરો વિશ્વાસ છે દીકરા બસ અમારાં આશીર્વાદ તારી સાથેજ છે. સાગરે માંનો હાથ ચૂમીને ઉપર પોતાનાં રૂમમાં આવી ગયો.

************

       સીમા સવારે ઉઠીને પ્રથમ સાગરનો આવેલો મેસેજ ફરી ફરીને વાંચ્યો. એણે લખેલું કે તું ફોન કે મેસેજ ના કરીશ હું અગત્યનાં કામમાં છું હું જ સવારે તને સામેથી મેસેજ અને ફોન કરીશ. સીમાને થોડો ગુસ્સો આવેલો કે મેસેજ કરીને ફોન સ્વીચઓફ કરી દીધેલો. સાગરને એવું તો શું કામ પડ્યું કે એણે આવો મેસેજ લખીને ફોન સ્વીચ ઓફ કરેલો. અત્યારે ઉઠીને જોયું તો એનો કોઇ મેસેજ નહોતો. ફોન કરી જોયો તો સ્વીચ ઓફ જ હતો સીમા ઉઠીને પ્રાતકર્મ પરવારવા માટે બાથરૂમમાં ઘૂસી.

       એટલી વારમાં એનો મોબાઇલ રણકી ઉઠ્યો એ તુરંત બાથરૂમની બહાર દોડી આવીને જોયું તો સાગરનો ફોન હતો એવો ગુસ્સામાં કહ્યું "કેટલો સમય લગાડ્યો ? ક્યારની ઉઠીને તારાં મેસેજ અને ફોનની રાહ જોઊં છું. તને કંઇ પડી જ નથી. ગઇકાલે રાત્રે ના ફોન કર્યો ના કંઇ કીધું સીધો મેસેજ લખીને ફોન સ્વીચ ઓફ કરી દીધો. મારાથી એવું ખાનગી શું કામ હતું કે આવું કરવું. પડ્યું ?અને સવારથી ક્યારની રાહ જોઊં છું છેક અત્યાર સમય મળ્યો ? અને રાહ જોઇ જોઇ બાથરૂમમાં આવી ત્યારે રીંગ વાગી. સીમા એક શ્વાસે અનેક પ્રશ્નોનો વરસાદ વરસાવી દીધો. સાગરે શાંત ચિત્તે સાંભળ્યાં ક્યું" સીમા શાંત થઇ ત્યારે બોલ્યો.

       "ઓહો કેટલું બોલીશ ? મને બોલવાનો મારી વાત રાખવાનો ચાન્સ તો આપ. એક સાથે કેટલાં પ્રશ્ન કર્યાં ? આ બધાં જ પ્રશ્નનો જવાબ છે. હું તને ખૂબ પ્રેમ કરું છું મુઉઉઆહા. કહીને ફલાઇંગ કીસ કરી. સીમાએ ખોટાં ખોટાં રીસાતાં કહ્યું " બસ હવે ચીકણી ચોપડી વાત કરવાની ચાલુ કરી. બહુ પ્રેમ કરે છે તો આખી રાત ક્યાં હતો કેમ ફોન સ્વીચ ઓફ કરેલો ? ત્યારે આ પ્રેમ યાદ ના આવ્યો ? હવે પહેલાં સારું કારણ કહીશ ?

       સાગરે કહ્યું. "માય લવ સીમું... આપણાં ભવિષ્ય માટે જ ગૂમ થયેલો. સીમાએ કહ્યું" સીમું ? કંઇક સારું તો નામ પાડ આવું કેમ બોલે છે ? સાગર કહે "સી.મુ. એટલે સમજાવું હું સાગર અને સી એટલે સાગર અને મું એટલે હું. મારું નામ તારાં નામમાં સમાવ્યું સાગર હું એટલે સીમુ... કહી જોરથી હસવા લાગ્યો. પછી કહ્યું "ડાલીંગ તું તૈયાર થઇ જા હું તને લેવા આવુ છું. આપણે ક્યાંક લોંગ ડ્રાઇવ ફરવા જઇએ છે ક્યાંક એકાંતમાં ફક્ત આપણી "પળ" માણીશું અને બધી જ વાતો કરીશું. અને બધી જ રાતની અને બીજી ઘણી વાતો તને કહીશ આજે મારું હૈયું ખોલીને ખૂબ વાતો કરીશ પ્રોમીસ. મને ખબર છે કે તું.... સાગરે ટીખળ કરતાં કહ્યું" મને ખબર છે તું બાથરૂમમાંથી બહાર આવી છે... બધુ ઓકે છે ને ? કપડામાં છે કે એમનેમ ? સીમાએ કીધું "જાને લૂચ્ચા કપડામાંજ છું હજી હમણાં તો અંદર ગયેલી ને તારો તરત ફોન આવ્યો ચલ હું પરવારી બાથ લઇ લઊં અને પછી તૈયાર થઇ નીચે આવું તારી કાયમની જેમ જ રાહ જોઊં એમ કહી હસી પડી.

       સાગરે કહ્યું "ઓહો બાથ લેવા જાવ છો મેડમ ચાલો હું પણ આવું અને મદદ કરું તમારી અને લૂચ્ચુ હસ્યો. સીમાએ કહ્યું આ બધો પ્રેમ સાચવી રાખ મળીશું ત્યારે કામ લાગશે પછી તું ભારે ભારે વાત કરવામાં પ્રણયનાં સપ્તરંગ ભૂલી જઇશ. સાગર કહે ના આજે તો પહેલાં પ્રણય પછી બીજા રંગ એમ કહીં તું પરવાર હું પણ થોડીવારમાં લેવા આવુંજ છું." એમ કહી ફોન મૂક્યો. સીમા પણ સાગરનાં પ્રણયરંગી વાતોનાં બાણથી ધવાઇ ચૂકી હતી એ શરમાતી બાથરૂમમાં ગઇ હતી એને થયું સાગરે સાચુંજ ધારેલું એક વસ્ત્ર શરીર પર નહોતું અને શરમાતી ફૂવારા નીચે જઇને સ્નાન કરી રહી.

***********

            કંદર્પરાય એમની ચેમ્બરમાં બેઠાં હતાં. એમની પાસે પણ પેલેસનાં સીસીટીવી કેમેરાનાં ફુટેજ આવી ગયાં હતાં. એમાં ભૂરાનાં બે ગૂર્ગા ફૂલોવાળાનાં વેશમાં અલગ તરી આવતાં હતાં. અને એમની પ્રવેશ થી ભાગી ગયા સુધીની  ગતિવિધિનો અભ્યાસ કરી રહ્યાં હતાં. એટલામાં ચાંપરાસી આવી ને કંદર્પરાયનાં હાથમાં એક કવર આપી ગયો. કંદર્પરાયે જોયું ઓફિશ્યિલ કાગળ છે એમણે કવર તોડી અંદરથી પ્રમોશન ઓર્ડરનો કાગળ જોયો. ત્રણ દિવસ પછીની તારીખ એટલે કે 25મી તારીખથી ડે.કમીશ્નરથી પ્રમોટ થઇને કમીશ્નર તરીકે ચાર્જ લેવાનો હતો. જૂના કમીશ્નર 24મી થી રીટાયર્ડ થઇ રહ્યાં હતાં. કાગળ વાંચીને કંદર્પરાય ખુશીથી ઝૂમી ઉઠ્યાં. એમણે પ્રથમ ફોન કૌશલ્યા બ્હેનને કરીને વધામણી આપી કૌશલ્યાબ્હેન ખૂબ ખુશ થઇ ગયાં બોલ્યા" તમને તમારાં કામ અને સારી ફરજની કિંમત મળી ગઇ તમારાં કામનું બહુમાન થયું છે તમને ખૂબ ખૂબ અભિનંદન. કંદર્પરાયે કહ્યું "સાગર છે ઘરે ? કૌશલ્યા બહેને કહ્યું ના એ હમણાં જ તૈયાર થઇને એની બાઇક લઇને બહાર જવા નીક્યો છે. કંદર્પરાયે કહ્યું "ભલે હું એનાં મોબાઇલ પર વાત કરું છું." એટલામાં એમની ચેમ્બરમાં એમનાં આસિસ્ટન્ટ આવી ગયાં અને બધાએ એક સાથે કંદર્પરાયને "અભિનંદન" આપ્યાં.

       કંદર્પરાયે કહ્યું "તમને લોકોને પણ જાણ થઇ ગઇ ? એમનાં આસિસ્ટન્ટને કહ્યું અહીં ઓફીસમાં પણ તમારો પ્રમોશન અને જોઇનીંગના કાગળની નકલ આવી છે. સર ! હવે તો મોં મીઠું કરાવો. કંદર્પરાયે ખુશ થતાં કહ્યું" ખૂબ ખૂબ આભાર બધાનાં મો મીઠું કરાવીશ પણ સાથે સાથે ફરજ અને જવાબદારીનો બોજ પણ વધશે. એટલામાં કમીશ્નર પોતે કંદર્પરાયને અભિનંદન આપવા એમની ચેમ્બરમાંથી આવ્યા ને કહ્યું " હવે મારો સમય પુરો તમારો શરૂ થાય છે આવનારા તમારાં સમય દરમ્યાન બધીજ રીતે સફળતા મળે અને યશસ્વી થાઓ એવી મારી કામનાં છે અને સાથે સાથે મેં કરેલાં કામ અને બાકી રહી જતાં કામ તમે કાળજીપૂર્વક પૂરા કરશો અને સંબંધો સાચવશો તેવી આશા . કંદર્પરાયે કહ્યું "અભાર સર હું તમારી આશાઓમાં જરૂર ખરો ઉતરીશ. અને મનમાં વિચાર આવી ગયાં કે સંબંધો ક્યાં સાચવવાનાં છે એ ન સમજાયું. એ ભેદ મનમાં ઘૂટાઇ રહ્યો પછી વિચારવું પડશે એવા દેવાશે. એમ વિચારી હાથ મિલાવ્યાં.

       કંદર્પરાયે સાગરને ફોન લગાવ્યો પહેલા બે રીંગ સુધી એણે ફોન ના ઉઠાવ્યો એટલે લાગ્યું કે એ ડ્રાઇવ કરતો હશે. પછી કરું અને એટલામાં સાગરનો જ ફોન આવી ગયો. સાગરે કહ્યું "પાપા તમારો ફોન હતો ? કંઇ ખાસ ? કંદર્પરાયે કહ્યું" કંઇ ખાસ ? અરે ઘણું ખાસ દીકરા તારો બાપ કમીશ્નર થઇ ગયો અને 24મી થી મારે ચાર્જ લેવાનો છે આ ખુશખબરી તને આપવી હતી એટલે ફોન કરેલો. સાગરતો ખુશીથી ઉછળી પડ્યો. અરે વાહ કોન્ગ્રેચ્યુલેશન પાપા. લવ યુ. ઘણાં સમયથી પ્રમોશન ડ્યુ હતું. સરસ અંતે મળી ગયું થેંક ગોડ કોઇ પોલીટીકસ ના રમાયું. લવ યું. પાપા. હવે તો તમારાં તરફથી ટ્રીટ નક્કીજ. કંદર્પરાયે હસતાં હસતાં કહ્યું. "હા દીકરા લવ યુ નક્કીજ… એમ કહીને ફોન મૂક્યો.

       કંદર્પરાયને અભિનંદન આપીને કમીશ્નર ત્યાંજ ઊભા રહીને એમનાં ચેહરાનો આનંદ જોઇ રહેલાં અને મનમાં વિચારવા લાગેલાં "આ આનંદ ટકી રહે તો સારું" અને પછી ચેમ્બરની બહાર નીકળી ગયાં. કંદર્પરાયને પણ થોડું અચરજ થયું કે સર હજી સુધી અહીંજ ઉભા હતાં ? કેમ ? હશે એમ વિચારી બીજે ફોન કરવા ટ્રેડલ ઉપાડ્યું.

***************

            સીમા વરન્ડાનાં પગથિયાં ઉતરી રહેલી અને એણે સાગરને ઉભેલો જોયો ખૂબ આનંદ સાથે કોઇની સાથે વાતો કરી રહેલો. એને ખૂબ ખુશ જોઇને એને પણ ખૂબ ગમ્યું. એ સાગર પાસે આવી અને સાગરે ફોન મૂક્યો. સીમા ટહુકી "શું વાત છે મારો માણેગર આજે ખૂબ ખુશ છે ને કાંઇ ? આનંદનો સાગર કેમ આટલો છલકાય છે ? સાગરે કહ્યું "વાતજ એવાં આનંદની છે. સીમા કહે "તો રાહ શું જુએ છે એ સમાચાર મને કહે ને. સાગરે કહ્યું" એય મારી મીઠડી પાપાને કમીશ્નર તરીકે પ્રમોશન મળી ગયું અને 24મી તારીખથી ચાર્જ પણ લઇ લેવાનો છે. સીમા કહે" "અરે વાઉ આતો સાચેજ ખૂબ આનંદના સમાચાર છે એમ કહીને સાગરનો ગાલ ચૂમી લીધો. સાગર કહે" ઓયે પ્રમોશન મને નહીં મારાં પાપાને મળ્યું છે. "સીમા કહે નહીં અત્યારે તો મેં તને પ્રમોશન આપ્યું છે કમીશ્નરનાં દીકારનું એમ કહી ફરીથી કીસ કરી દીધી. સાગર કહે "ઓય મારી હરખપદુડી ખીશકોલી ચલ બેસી જા હવે એટલે હુ બાઇક ચલાવું" કહી સીમાને હળવી ટપલી મારી સીમા હસતી હસતી સાગરની પાછળ એક ચૂસ્ત રીતે બાઝીને સાગરની કેડે હાથ વીંટાળીને બેસી ગઇ અને માથું સાગરનાં બેક પર મૂકીને એ સપનામાં ખોવાઇ ગઇ. સાગરે બાઇક પુરપુરાટ દોડાવ્યું અને સાગર બાઇક ચલાવતાં વિચારોમાં ખોવાઇ ગયો અને સીમા સપનાંઓમાં....

       સાગરે બાઇક ઊભું રાખ્યું અને સીમાનાં દીવાસ્વપ્નમાં વિધ્ન પડ્યું. એણે જોયું તો સાગર મહીસાગરનાં કાંઠે રીસોર્ટમાંજ લઇ આવ્યો છે. એણે કહ્યું" અહીં જવું છે ? સાગર કહે કેમ ? અહીં નથી જવું ? અહીં અંદરનાં ભાગમાં એકદમ લીલોતરી છે અને ખૂબ શાંતિ સાથે પ્રાઇવેસી છે અહીં મજા આવે છે. સીમાએ કહ્યું" સાગર હું તમને એક વાત કહેવાની હતી પણ પેલા દિવસે તમારાં મિત્રનાં ખેતરે ગયાં આપણે આપણામાં ખોવાયા અને જતાં વખતે તમારે કોઇ ફોન આવેલો અને હું એક વાત કહેતાં ભૂલી ગઇ છું. એમ કહીને એણે પર્સ ખોલીને એક કવર કાઢ્યું. અને સાગરનાં હાથમાં મૂક્યુ સાગરે પૂછ્યું આ શું છે ? સીમાએ કહ્યું તું જ જોઇ લેને. અને સાગરે કવર ખોલ્યું એણે જોયું કે એમાં બીલ અને પૈસા અને મુલાકાત બદલ આભાર એવો કાગળ હતો. એણે કહ્યું "આતો અહીંનું બીલ આપણે ત્રણ આવેલા એ છે ? તારી પાસે કેવી રીતે ?

       સીમાએ બધીજ વિગતવાર વાત કરી કે આ રીસોર્ટ અને સ્પોર્ટસકુલ બધુ જ રણજીતસિંહનું અને સીસીટીવીમાં આપણી મુલાકાત જોઇ અમી અને સંયુક્તા અમારાં ખાસ મિત્ર છે એવું જાણીને પૈસા પરત કર્યા અને કહ્યું તમારી જ જગ્યા એ જ્યારે આવવું હોય જરૂરીથી આવજે નિસંકોચ થઇને.

       સાગર બે મીનીટ સીમાની સામે જોઇ રહ્યો પછી કહ્યું "સંયુક્તા તારી મિત્ર છે અમીને પણ જાણે છે પરંતુ રણજીતસિંહ આટલું બધુ કેવી રીતે જાણે ? સીમાએ કહ્યું "મને શું ખબર ? પણ પછી અમીએ મને કહ્યું કે "એ અને સંયુકતા ત્થા તેનો ભાઇ એક ગ્રુપમાં કંઇક સાથે છે અને ખાસ સંબંધ છે. સાગરતો આશ્ચર્યમાં પડી ગયો એ કંઇ બોલ્યો નહીં પછી એણે સીમાને કહ્યું" આ અમીએ તને કવર આપુ છે ને તો અમીનેજ પાછું આપજે મને કોઇનો ક્યાંય ઉપકાર કે કોઇ ભાર ના જોઇએ ચાલ આપણે બીજે ક્યાંક જઇએ અને એણે કવર આપ્યું સીમાએ ખચકાતાં પર્સમાં મૂક્યું અને પાછી ફરી બાઇક પાછળ બેસી ગઇ. સાગરે બાઇક મહીસાગરનાં કોતરો તરફ બાઇક લીધી અને થોડે આગળ જઇને ઉભી રાખી.

       સાગરે એવી જગ્યાએ બાઇક ઉભી રાખી. કોતરમાં જઇને કે ત્યાંથી નદીનો પ્રવાહ દેખાય. રોડ સાઇડથી એ લોકોને કોઇ જોઇના શકો અને સંપૂર્ણ શાંતિતી બેસી શકાય. સાગરે બાઇક લોક કરીને સીમાને લઇને કોતરનાં ઢોળાવ પર એક સારી જગ્યા જોઇને બેઠો અને એમની પાછળ એક ઘટાદાર વૃક્ષ જેનો એક ભાગ તૂટી ગયેલો હતો છતાં છાંયો મળી રહેતો હતો. આમેય તડકો પ્રખર નહોતો એટલે સારું લાગી રહેલું. સાગર કહે આ જગ્યા સારી છે ના કોઇ ઘોંઘાટ ના કોઇ સીસીટીવી ના કોઇનો ઉપકારના વિક્ષેપ.

       સીમાએ કહ્યું "સાગર તમે મારાં ઉપર ગુસ્સે છો ? મને તો આમાં કંઇ ખબર જ નથી. હું સંયુક્તાને સારી રીતે ઓળખુ છું એ મારી ફ્રેન્ડ છે અને એજ નાતે એનાં ભાઇ રણજીતને ઓળખું બાકી મારે કોઇ લેવાદેવા નથી. એક ગ્રુપનાં કારણે એણે અમીને પૈસા પાછા આપ્યાં ઘેટ્સ ઇટ. સાગરે કહ્યું "તારો ક્યાંય વાંક નથી પણ મને કોઇનું ઓબ્લીગેશન બીલકુલ પસંદ નથી. આપણે ત્યાં ગયા ખાધુ પીધું બીલ ચૂકવ્યુ વાત પુરી. કોઇ આમ અચાનક આપણાં ઉપર ઉપકાર કરે મને પસંદ નથી કારણ કે મારે કોઇ એની સાથે સંબંધજ નથી અને હું તમને લોકોને લઇને ત્યાં ગયેલો અમીની ટ્રીટ નહોતી. સંબંધ અમીને કે તારે હશે મારે બીલકુલ નથી જ.

       સીમા કહે "તારી વાત સાચી છે આઇ એમ સોરી. સાગરે કહ્યું "ઠીક છે છોડ બધું આપણી વાત કરીએ. સીમા હું તને આજે ખૂબજ અગત્યની વાત કરવા માંગુ છું. આજે સવારે મારે પાપા સાથે ચા-નાસ્તો કરતાં મારી કેરીયર અને મારાં આગળનાં જીવન અંગે વાતો થઇ એમણે મને પ્રશ્ન પૂછેલો કે સાગર તું આગળ શું કરવા માંગે છે ? ભણવા માંગે છે કે શું પ્લાન છે ? મેં થોડા સમય પહેલા કહેલું હું વિચારી રહ્યો છું નક્કી થશે હું તમને જણાવીશ.

       આજે સવારે મેં એમને મારો નિર્ણય જણાવી દીધો. સીમા કહે" શું નિર્ણય કર્યો છે સાગર મને પણ જણાવને સાગરે કહ્યું" એના માટે તો તને અહીં લઇ આવ્યો છું. સાગરે થોડાં સ્વસ્થ થઇને સીમાનો હાથ એનાં હાથમાં લઇને કહ્યું " સીમા મારાં માટે કેરીયર એ પૈસા કમાવવા માટેનો જુગાર નથી કે નથી એ નાણાં ભેગા કરવાની ઊડાન.. મને જીવનમાં જરૂર પૂરતો પૈસો સાથે એવી કેરીયર બતાવવી છે એવી પ્રવૃત્તિ કરવી છે કે જેનો મને. આનંદ હોય આત્મ સંતોષ હોય. એક બોજ સાથે નથી જીવવું. તારું શું કહેવું છે ? એ કેરીયર એવી હોય કે જેમાં તારો પણ સંપૂર્ણ સાથ હોય. હું મારી પ્રિયતમાં કે મારાં લાઇફ પાર્ટનર પાસે ફક્ત પ્રેમ કાળજી અને મારાં પગલામાં પગલાં માંડી મારી સાથે ચાલે એજ અપેક્ષા છે હું એને કોઇ નોકરી કે કામમાં જોતરવા નથી માંગતો અને એનો સંતોષ મારાં સતોષમાં સાચી રીતે સમાયેલો અને પરોવાયેલો હોય. આપણને કુદરતે ગાયકીની કળા આપી છે એમાં આપણે જરૂર સૂરમાં સૂર પુરાવીશું પણ કાર્ય આનંદ આવે એવું જ કહીશું.

       સીમા થોડીવાર સાગરની સામે જોઇ રહી એણે સાગરે પકડેલો હાથ લઇ ચૂમી લીધો. સાગરનાં કપાળે ચૂમી ભરીને કીધું મારાં સાગરની સીમા સાગરમાં જ છે. તું જે કહીશ એજ કરીશ એજ સ્વીકારીશ. તારાં વિચાર મને ખૂબ ગમ્યાં. નાણાં કમાવાની હોડમાં માણસ હાંફી જાય છે થાકી જાય છે બિમાર થાય છે અને એનાં એ નાણાં એમાંજ પાયમાલ થાય છે. તારાં વિચાર શ્રેષ્ઠ છે અને મને સંપૂર્ણ સ્વીકાર્ય છે. એમ કહીને સાગરને વીંટળાઇ ગઇ. સાગરે સીમાનાં હોઠપર ચૂમી લઇને કીધું કે મારું કામકાજ નક્કી થયે બધુજ તને કહીશ અને એક એક વાતથી ફક્ત તું જ માહિતગાર હોઇશ બસ એક વચન તારું જોઇએ કે આપણી વાત તું કોઇને પણ... એટલે કે તારાં પેરેન્ટસ - અમી કે કોઇ મિત્ર કોઇ પણ પણ હોય એને નહીંજ કહે ફક્તને ફક્ત મારાં વિશ્વાસમાંજ રહીશ. સીમાએ સાગરને ચૂમી લેતાં કહ્યું "પ્રોમીસ મારા સાગર."

       સીમા અને સાગર વાતો કરી રહેલાં અને ત્યાં સાગરની બાઇક પડવાનો અવાજ આવ્યો, અને સાગર સફાળો બેઠો થયો અને એ ઢાળ ચઢીને બાઇક તરફ દોડ્યો એણે જોયું કે કોઇ માણસ બાઇક પર કંઇક ચોંટાડીને બાઇક પાડીને દોડી ગયો. સાગર એની પાછળ દોડ્યો પરંતુ પેલો કોતરમાં ક્યાં અદશ્ય થઇ ગયો એને ખબર જ ના પડી.

       સાગર બાઇક પાસે પાછો આવ્યો અને ચીંગમથી ચોંટાડેલો કાગળ હાથમાં લીધો" તું જે કંઇ કરી રહ્યો છે એ વિચારીને કરજે પછી પસ્તાવાનો વારો ના આવે. તારી બધીજ હલચલ ઉપર અમારી નજર છે....... બસ આટલું લખેલું સાગર વિચારમાં પડી ગયો કોણ હશે આ ?

પ્રકરણ - 8 સમાપ્ત.

       સાગર હાથમાં કાગળ લખેલો વાંચી રહેલો એને થયું આ અક્ષર ક્યાંક જોયાં છે અને યાદ કરવા લાગ્યો.

***

Rate & Review

Rajal 5 days ago

Latapatel 2 weeks ago

Kinjal Barfiwala 3 weeks ago

Asha Parmar 4 weeks ago

Yashvi Nayani 4 weeks ago