પ્રણય સપ્તરંગી -પ્રકરણ - 5

       મુખ્યમંત્રી સહિત બધાં સન્માનીય મહેમાનો હોલમાં એમની જગ્યાએ બેસી ગયાં હતાં. કાર્યક્રમ ચાલુ થવાની ઘડી આવી ગઇ હતી. હોલમાં આછી લાઇટો સિવાય બાકીની લાઇટો બંધ થઇ ગઇ હતી. હોલનાં સ્ટેજ ઉપર ઝળહળતું અજવાળું થઇ ગયું હતું. અને રંગમંચનો પડદો ખૂલવા સાથેજ એક મીઠો અવાજ ગૂંજી ઉઠયો. ગણપતિ સ્તવન અને સરસવતી સ્તુતિની રજૂઆત થઇ રહી હતી. શ્રોતાઓનાં કાનમાં મીઠો મધુર અવાજ પ્રસરી રહ્યો હતો. રંગમંચ ઉપર ધીમે ધીમે પ્રકાશની તીવ્રતા વધી રહી હતી અને ગુરુ મલ્લિકાસ્વામી એમનાં સાજીંદાઓ સાથે સ્પષ્ટ દેખાઇ રહ્યાં હતાં. અને કર્ણપ્રિય સ્તુતિ ગાનાર યુવતીનાં મુખ પર આનંદની આભા જણાઈ રહી હતી.

       રંગમંચ પર ગાઇ રહેલી યુવતીને જોઇને સાગર આશ્ચર્યમાં પડી ગયો આ સુખદ આધાત જાણે પચાવી નહોતો રહ્યો. એને હોલમાં બેઠાં પછી લાઈટો બંધ થવાનાં સમયે ખભા ઉપર મૂકેલો અમીનો હાથ યાદ આવી ગયો. એને થયું આવું શકયજ કેવી રીતે બને ? આ સીમા છે ? સાચેજ સીમા છે ? આ હું શું જોઇ રહ્યો છું આટલું સુંદર એ ગાઇ શકે છે. અત્યાર સુધીનાં સંબંધમાં મને ક્યારેય ખ્યાલજ ના આવ્યો ? એ કોલેજમાં ક્યારેય કોઇ પ્રોગ્રામમાં ભાગ નહોતી લેતી અને અત્યારે એ સામે રંગમંચ ઉપર છે ?

       સીમા આટલું સુંદર ગાય છે મને કદી કલ્પના નથી આવી ? એણે મને કંઇ જણાવ્યું નહીં એને મેં કીધુ. સાંજે મારે પ્રોગ્રામમાં જવાનું છે ત્યારે કંઇ કહેતી નથી ? એને થોડું દુઃખ સાથે ગુસ્સો પણ આવી ગયો કે મારી સાથે આટલી પ્રેમમાં પરોવાય પછી મને કંઇજ કીધું નહીં ? કેમ મારી સાથે આવું કર્યું ? હજી પ્રેમની કબૂલાતને બે દિવસ પણ નથી થયાં અને મારી સાથે છલાવો ? એક સાથે અનેક પ્રશ્નો એને આવી ગયા મનમાં કે આ સંયુક્તા અને ગાયકવાડ પરીવાર સાથે આટલી નીકટતા છે ? મને તો કંઇ સમજાતું નથી આ કંઇ ? સીમાને ગાતી સાંભળી એને આનંદ પણ ખૂબ થયો કે મારી જેમ એને ગાવાનો શોખ છે અને સુંદર ગાય છે પણ જણાવ્યું નહીં ના મને આટલાં સમયમાં કદી ખબર પડી... સાગર વિચારોમાં ખોવાયેલો રહ્યો અને સ્તવન અને સ્તુતિ પૂર્ણ થયાં અને એનો વિચારભંગ થયો. એને થયું અમી પણ અહી છે આખા ફેમીલી સાથે પણ મને કોઇ અંદેશોજ ન આવવા દીધો ના સીમાએ કે ના અમીએ. કંઇ નહીં ખુલાસો હું પછીથી જરૂર કરી લઇશ.

       સ્તુતિ પુરી થયા પછી મલ્લિકાસ્વામીએ માઇક ઉપર એનાઉસમેન્ટ કર્યું "સંગીત પ્રેમી શ્રોતાજનો આજના કાર્યક્રમમાં ઇશ્વરનું સ્તવન અને સ્તુતિ મારી ભૂતપૂર્વ શિખ્યા કુ.સીમાએ રજૂ કર્યું એનાં મીઠાં અવાજને આજે ઘણાં સમય પછી અહીં હોલમાં ગૂજતો સાંભળ્યો આશા છે કે આપ સહુને પસંદ આવ્યું હશે. અને તાળીયોનાં ગડગડાટથી આખો હોલ ગુંજી ઉઠ્યો. ગુરુસ્વામીએ તરતજ કહ્યું "આપની આતુંરતાનો અંત લાવી હવે કુ. સયુંકતા આપની સમક્ષ રાગ દીપક અને પછી રાગ મલ્હાર રજુ કરશે. અને આ સાંભળી હોલમાં ફરીથી તાળીઓનાં ગડગડાટે ગુરુજીનો પ્રસ્તાવ વધાવી લીધો.

       સંયુક્તા રંગમંચ ઉપર આવીને ખૂબ વિનયતા સાથે ગુરુ મલ્લિકા સ્વામીની બાજુમાં સ્થાન લીધું. એણે પ્રથમ એક પ્રાર્થનાની ટૂંક ગાઇ અને આખુ વાતાવરણ જાણે પવિત્ર થઇ ગયું. અને પછી ખુબ મીઠાં સ્વરે રાગ દીપકનાં આલાપ ચાલુ કર્યા. આખા હોલમાં નીરવ શાંતિ હતી અને સંયુક્તાનો અવાજ જાણે એક માહોલમાં નીરવ શાંતિ હતી અને સંયુક્તાનો અવાજ જાણે એક માહોલમાં સર્વ શ્રોતાઓને બાંધી રહેલો અને બધાં એકચિત્તે  સાંભળી રહ્યા હતાં આરોહ અવરોહની જાણે જુગલબંધી હતી અને શ્રોતાઓ એકી અવાજે વાહ વાહ પોકારી રહ્યાં હતાં. રાગ દીપકની પરાકાષ્ઠા  ગાયકીમાં એવી આવી કે જાણે હોલમાં અગ્નજવાળા ફેલાઇ ગઇ વાતાનુકુલિત હોલમાં પણ જાણે એનો સ્પષ્ટ એહસાસ હતો.

       રાગ દીપક ગાયા પછી સંયુક્તાએ રાગ મલ્હાર છેડ્યો અને ધીમે ધીમે એનો રંગ જામવા લાગ્યો થોડીક ક્ષણો પહેલાં જ્યાં અગનનો એહસાસ હતો ત્યાં ભીનાશ જાણે તરવરી રહી અને શ્રોતાઓએ ઉભા થઇને વાહ વાહ પોકારી. ગુરુ મલ્લિકા સ્વામી સંયુક્તાની સામે એક નજરે  જોઇ રહ્યાં કે મારી શિષ્યા આજે મારાથી આગળ વધી ગઇ. તાળીઓનાં ગડગડાટ અને અનેક પ્રસંશાનાં શબ્દોએ સંયુક્તાને વધાવી લીધી.

       ગાયકી પુરી થયાં પછી ગુરુ મલ્લીકા સ્વામીએ માઇક હાથમાં લીધું અને આંખમાં આનંદના ઝળઝળીયા સાથે કહ્યું આજે મારી શાગિર્દ ગુરુથી ક્યાંય આગળ પહોચી ગયાની ખુશી છે. સંયુક્તાએ પુરા વિનય વિવેક સાથે ગુરુને વંદન કર્યા અને આશીર્વાદ લીધાં. આ પછી સંચુતાએ માઇક હાથમાં લેતાં કહ્યું " આજે મારાં ગુરુ અને બીજા ગુણીજનોનાં આશીર્વાદથી હું આજે જે કંઇ છું એ બની છું અને ગાઇ શકું છું. મારે હજી ઘણી લાંબી મજલ કાપવાની છે. આજે મારી સાથે મારી સહેલી સીમા જેણે પ્રભુનું સ્તવન અને સ્તુતિ રજૂ કરી હું એની આભારી છું કે એણે મારી અહીં આવીને ગાવાની વિનતી માન્ય રાખી. આ સાથે આમંત્રિત સર્વ ગુણી  મહેમાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે મારાં માટે ખાસ દિવસ છે કારણ કે આજથી હું મારી ગીત-સંગીત અને સિનેમાની કંપનીનું ઉદઘાટન  કરવા જઇ રહી છું જે માનનિય મુખ્ય મંત્રીનાં હાથે કરવામાં આવશે અને આ કંપની દ્વારા નવા નવા કલાકારોને તૈયાર કરીને એ લોકોને તાલિમ આપીને આ પ્રવાહમાં તક આપવામાં આવશે. આ અંગે મારા ગુરુ, મારાં પિતાજી, ભાઇ, માતા અને અન્ય મિત્રોનો ખૂબ સાથ મળેલો છે એ અંગે હું સહુની આભારી છું.

       સંયુક્તાની સ્પીચ પછી વીરભદ્રસિંહ પોતે રગમંચ ઉપર આવ્યા અને અન્ય કાર્યકર્તા એ મોટી દીવી મૂકી દીધી હતી એમાં દીવેટ અને ઘી પૂરી તૈયાર કરેલી ત્યાં આવીને રાજ્યના મુખ્ય મંત્રીને ઉપર આવવા આહવાન કર્યું. વીરભદ્રસિંહ ગાયકવાડે મુખ્યમંત્રીને માન આપીને દીપક પ્રગટાવીને ઉદ્ધાટન કરવા માટે વિનંતી કરી. મુખ્યમંત્રી તથા એમની સાથે પોલીસ કમીશ્નર પણ ઉપર આવ્યા અને તેઓએ વીરભદ્રસિંહ સાથે રહીને દીપક પ્રગટાવ્યો અને બધાંએ એકી સાથે તાળીઓથી વધાવી લીધું.

       દીપક પ્રગટાવ્યા પછી ગુરુ મલ્લિનાથે કહ્યું "આજથી આ અમારી સંસ્થા" ઇન્ડીયન આર્ટ એન્ડ કલ્ચર" આજનો પ્રથમ કાર્યક્રમ રજૂ કરીને અમારાં કલાકારોને લોકો સામે ઓળખ બનાવશે. આ પછી બીજી કલાકારોને પણ ગાવા માટે નિમંત્ર્યા.

       કાર્યક્રમ ચાલુ હતો અને રંગમંચની પાછળ અચાનક ચહલપહલ વધી ગઇ. ધીમે ધીમે એની અસર કાર્યક્રમ પર થવા લાગી એટલે કાર્યક્રમ બંધ કરીને બધાં પાછળ તરફ જવા લાગ્યા કે શું થયું ત્યાં સુધીમાં મુખ્યમંત્રીના અંગ રક્ષકો સી.એમ.ને કોર્ડન કરીને બહારની તરફ સલામત બહાર લઇ જવા લાગ્યા. કમીશ્નરે કંદર્પરાયને શું થયું છે એ જાણવા માટે કહ્યું અને પ્રો.મધોકે અને કંદર્પરાય તુરંતજ રંગમંચની પાછળ તરફ દોડયાં સાથે બીજા પોલીસ સ્ટાફનાં માણસો ગયાં. અગમચેતી રૃપે સી.એમ.ને હોલ પરથી અંગરથશે લઇ ગયા.

       કંદર્પરાયે જોયુ કે પાછળનાં ભાગમાં જ્યાં ગ્રીનરૃમ છે ત્યાં વસ્તુઓ વેરણછેરણ  પડી હતી અને બીજા કલાકારો રંગમંચ પર આવતા સીમા અને સંયુક્ત પાછળ ગ્રીનરૂમમાં હતાં અને ત્યાંજ બે હટ્ટાકટ્ટા જુવાન ત્યાં આવ્યા ને સંયુક્તાને બળજબરીથી ઉઠાવી જવા આવ્યા હોય તેમ હુમલો કર્યો પરંતુ સીમા અને સંયુક્તા બંન્ને અંદરની તરફ દોડી ગઇ અને બૂમો પાડવા લાગી પેલાં બંન્ને જણાં બૂમાબૂમ થતાં પાછળની તરફ દોડી અદશ્ય થયાં સીમા અને સંયુક્તા ખૂબ ગભરાયેલા હતાં. એ લોકો જતાં જતાં બોલતાં ગયાં તું અમારાથી છટકી નહીં શકે. ફરીવારમાં તને લઇને જ જઇશું.

       પ્રો. મધોકે અને કંદર્પરાય એ લોકો પાસે આવ્યા અને અચાનક કેવી રીતે થયું એવા સવાલ પૂછવા લાગ્યા. પાછળને પાછળ કમીશ્નરને ક્રાઇમ હેડ પણ આવી ગયાં. કમીશ્નરે કહ્યું આટલો ચૂસ્ત બંદોબસ હોવાં છતાં આ લોકો છેક અંદર સુધી કેવી રીતે આવ્યા ? કોણ હતા એ લોકો ? તમને ઇજા પહોચાડી ? તાત્કાલિક એમણે આદેશ આપ્યા કે પેલેસની આજુબાજુમાં બધાંજ વિસ્તારોમાં નાકાબંધી કરો અને એક એક વ્યક્તિની જડતી લો અને ઓળખ કરાવો. કંદર્પરાયે બધાં ઓડર્સ આપ્યા અને પછી સીમા અને સંયુક્તાને પ્રશ્નોની ઝડી વરસાવી. આ લોકો કોણ હતા ? પહેલાં ક્યારેય જોયાં હતાં ? તમે જુઓ તો ઓળખી શકશો ? તમને કોઇ નુકશાન પહોંચાડ્યુ નથીને ?

       સંચુતાએ કહ્યું "નો સર અમને નુકશાન નથી પહોચાડી શક્યા. અહીં સીમા સાથે એની બહેન અમી પણ હતી અને લોકો અમારું કામ નીપતાવી પાછળ આવ્યા અને કાર્યક્રમની આગળ ચર્ચા કરી રહેલાં. અહીં રંગમંચની પાછળ અહીનો સ્ટાફ પણ હતો એ બે યુવાન ક્યારનાં અહીંનાં કાર્યકરની જેમજ ગ્રીનરૂમની બહાર હતાં એક જણ વારે વારે હોલમાં જોયા કરતો હતો બીજાની નજર અમારી તરફ હતી અમને એમ કે અહીંના સ્ટાફનાં માણસો છે એમની ફરજ બજાવી રહ્યાં છે સીમાની પ્રાર્થના પૂરી થયા પછી એ મારી પાછળજ હતી અને મારો કાર્યક્રમ પૂરો કરી અમે બંન્ને પાછળ આવતા ત્યારે એની બેન અમી અમને અભિનંદન આપવા આવી હતી. અમે ત્રણે વાતો કરતાં હતાં અને અચાનક એક જણાએ મારો હાથ પક્ડયો અને બીજો એનાં હાથમાં રૂમાલ થી મને કંઇ સૂંઘાડી બેભાન કરવા માટે પ્રયત્ન કરતો હતો અને સીમા અને અમીને ધમકી આપી કે અવાજ કરશો તો મારી નાંખીશુ પરંતુ અમીની બહાદુરીએ એલોકો નિષ્ફળ ગયાં.

       સંયુકતા એકી શ્વાસે બોલી ગઇ અને પછી અમીએ એને ઇશારો કરતાં કહ્યું "હું કહું છું આગળ.. એણે કહ્યું સર ! જેવો એણે સંયુક્તાનો હાથ પકડ્યો એની સાથે જ મેં એને એક પગથી જોરદાર કીક મારી એનાથી હાથ છૂટી ગયો અને બીજાને મેં કરાટે દાવ અજમાવી ગરદન પર મારી. એ લોકોને આશા નહીં હોય અને અચાનક મેં પ્રતિકાર કરી માર્યા એટલે તરતજ ભાગી છૂટ્યા અને અહીં પાછળનાં ભાગથી દક્ષિણ દિશાનાં ગેટ તરફ ગયા છે.

       પ્રો.મધોકે વિચારમાં પડી ગયા. આ લોકો કોણ હશે ? કઇ ટોળકીનાં માણસો છે ? આ બધી ચર્ચા થઇ ત્યાં સુધીમાં પોલીસે આખો વિસ્તાર કોર્ડન કરી લીધો અને સુરક્ષાની વ્યવસ્થા કરી. પણ પ્રશ્ન એ હતો કે આટલા બંધોબસમાં પણ આવી હિંમત કોણ કરી ગયું ?

       વીરભદ્રસિંહે પો.કમીશ્નરને કહ્યું "સર આ તો બહુજ ખોટું થઇ ગયું છે. સી.એમ.ત્થા તમારાં બધાની હાજરીમાં આટલી બધી હિંમત કોણ કરી ગયું ? અને સંસ્થામાં આટલાં છીંડા ? કોના બંદોબસ્ત હતા બધી તપાસ કરાવો આમાં કોઇ નબળી  કડી બાકીના રહેવી જોઇએ. મારા માટે ગાલ પર તમાચો મારવા જેવું શું છે મારી દીકરીને કંઇ થઇ ગયું હોત તો ? આતો આખા રાજ્યની પોલીસ માટે શરમજનક ધરના બન્યું છે.

       પો.કમીશ્નરે કહ્યું “આપની વાત સાચી છે પરંતુ અમે કોઇપણ કસર નહીં છોડીએ અને એ લોકોને પકડીને દમ  લઇશું બધી પોલીસ અને વ્યવસ્થા સાવ પોકળ સાબીત થઇ હતી. આટલી બધી હિંમત કોઇ કેવી રીતે કરી ગયું ?

       આટલી બધી ઘટના બની ગઇ પરંતુ સાગર હજી એજ વિચારમાં હતો કે સીમા આટલું સરસ ગાય છે મને ખબર નથી ? એ દોડીને પાપા સાથે સીમા પાસે આવી ગયો હતો. સીમા અને સંયુક્તાને સુરક્ષિત જોઇને રાહતનો શ્વાસ લીધેલો.

       સાગરે સીમાને કહ્યું "તે આજે અહો આશ્ચર્યમ  કરી દીધું મને આ સીમાની “સીમા“ ખબરજ નહોતી. આટલા ટેન્શનમાં પણ સીમાનાં હોઠ પર હાસ્ય આવી ગયું. સીમાએ કહ્યું તે મને જ્યારે આ પ્રોગ્રામમાં તું આવવાનો કહ્યું ત્યારે હું થોડી વિચારોમાં પડી ગઇ કે કહું કે ના કહું પછી વિચાર્યું જોરદાર સરપ્રાઇસજ રાખવા દઊં એટલે તને ના કીધું. કેવી રહી સરપ્રાઇઝ ? સીમાએ સાગરને કહ્યું હવે બીજી વાત પછી આ સમયે આપણી અંગત વાતો નહીં થાય અને એણે ઇશારાથી વાત પછી કરવા મનાવી લીધો આ બધી અંધાધુંનીમાં પોલીસ એની કામગીરી કરી રહી હતી અને કંદર્પરાયે સાગરને કહ્યું તમે લોકો અહીંથી સલામત ઘરે જાવ અને સાગર એની મંમી અને સીમાને પણ સામે આવવા કહ્યું સીમાએ કહ્યું મારાં મંમી પાપા પણ છે એ લોકો સાથે હું જાઉં છું સાગરે તક ઝડપી લેતાં એનાં પિતાની રજા લઇને સીમા સાથે એના પેરેન્ટસ પાસે પહોંચી ગયો. સરલા બહેન તરતજ ઓળખી ગયાં અને બોલ્યાં કેમ છે દીકરા ? તું કંદર્પરાયનો દીકરો છે ? સાગરે કહ્યું "હા આંટી અને એણે ભાવિનભાઇને નમસ્કાર કર્યા. સરલાબહેનેજ ભાવિન ભાઈને સાગરની ઓળખાણ કરાવતાં કહ્યું કે "આ સીમાનો ખાસ ફ્રેન્ડ  છે એ લોકો કોલેજમાં પણ સાથે હતાં. અને એટલામાં અમી પણ ત્યાં આવી પહોચીને સાગરને જોતાંજ આંખો નચાવતાં બોલવા ગઇ અને સીમાએ આંખો કાઢી શાંત રહેવા કહ્યું પરંતુ અમીએ કહીજ દીધું. "પાપા આ સાગરભાઇ સીમાનાં ખાસ મિત્ર અને મારાં પણ અને.. ત્યાંતો ભાવિનભાઇ બોલ્યાં " દીકરા સમજી ગયો સાગર તમારો ખાસ મિત્ર. બાય ધ વે સાગર ગ્રેજ્યુએશન કર્યા પછી આગળ શું વિચાર છે ? સાગર જવાબ આપે એ પહેલાંજ અનુલમ દેસાઇ ક્રાઇમવડા આવી ગયાં અને એમણે કહ્યું અહીં વધું રોકવાની જરૂર નથી હોલ ખાલી થઇ રહ્યો છે તમે લોકો પણ સલામત ઘરે જવા નીકળી જાવ અને સાગરે બધાને બાય કહી એની માતા અને પિતા જ્યાં ઉભા હતા ત્યાં પહોંચી ગયો ત્યાં કૌશલ્ય બહેન કમીશ્નરનાં વાઇફ સાથે વાતો કરતાં ઉભાં હતાં.

       સાગરે એમને નમસ્કાર આંટી કહીને એની મોમને કહ્યું "માં આપણે ઘરે જઇએ ? અને બધાને બાય કહીને ઘરે જવા નીકળી ગયાં આખા રસ્તે સાગરનાં મગજમાં આંટીઘૂંટી જ રહી એને સમજાયુંજ નહીં કે આટલાં બધાં પ્રશ્નો મારી સામે છે. મને કઇ ખબર નથી અને હવે મારે બધુંજ જાણવું પડશે હું તો સાવ ભોળો છું કે બેવકૂફ ? અને એણે મનમાં પાકો નિર્ણય કર્યો. કૌશલ્યા બહેને કહ્યું " દીકરા તું ગાડી ચલાવવામાં ધ્યાન આપ તું બેધ્યાન લાગે છે શું વિચારોમાં છે ? આજે આવી ઘટના બની એનું વિચારે છે ? એ વિચારવા માટે તારાં પાપા અને પોલીસ ખાતું સક્ષમ છે ધ્યાનથી ગાડી ચલાવ દીકરા....

*************

            આખો હોલ ખાલી થયો ગયો હતો. હોલની બાજુમાં એડમિનિસ્ટ્રેશન ઓફીસમાં વીરભદ્રસિંહ સંયુક્તા, રણજીતસિંહ, પ્રો.મધોક, અનુલમ દેસાઇ કમિશ્નર, કંદર્પરાય આટલાં જણ જ હતાં. કમીશ્નર આવે ત્યારે એમનાં ફોન કોલ્સ રીસીવ કરતાં અને સૂચનાઓ આપતાં.

       કંદર્પરાયે વીરભદ્રસિંહને કહ્યું "આટલાં ચાંપતા બંદોબસમાં આવો હુમલો કરવાની હિંમત ફક્ત ભૂરાની ગેંગજ કરી શકે અને અમને ગુપ્ત બાતમી પણ મળી હતી અને અમે સાવધ હોવા છતાં આવુ કેમ બન્યું નથી સમજાતું આમાં તમારાં સ્ટાફમાંથી કોઇ ફૂટેલું હોય અથવા છેલ્લી ઘડીએ કોઇને દબાણાં લઇને કરાવ્યું શું હોય. અને સર ! તમારા ઉપર કોઇ ધમકીનાં ફોન આવેલા કે કોઇ ચેતવણી ? "વીરભદ્રસિંહ કહે થોડાં સમય પહેલાં મારી પાસે રંગદારી માટે ફોન હતો કે અમને 50 લાખ આપો નહીંતર તમારું નુકશાન એવું થશે કે તમે ભરપાઇ નહીં કરી શકો અને એની જાણ મેં કમીશ્નર સર અને ક્રાઇમ વડા અનુલમ સરને કરી હતી. કંદર્પરાયે કહ્યું" એ જાણ છે અને એના ઉપરથીજ અમે તમારાં આખાં કુટુંબની સલામતી માટે નજર રાખી રહ્યાં છીએ. અને આજે સદરભાગ્યે દીકરીને નુકશાન ના પહોંચાડી શક્યા. અને એમાં એની મિત્ર.. એનું શું નામ ? એનો આભાર માનવો પડે અને સંયુક્તા બોલી મારી ખાસ મિત્ર અમી છે એનું નામ અમીતા છે પણ અમી કહીએ છીએ અને બોલી ગઇ કે એ પ્રો.મધોકનાં ગ્રુપમાં પણ જોડાયેલી છે. પ્રો.મધોકે હકારમાં ડોકું ધુણાવ્યું.

       કંદર્પરાયે કહ્યું ઓકે.. મેં પણ એને બે વાર જોઇ છે એકવાર મધોક સરની ઓફીસની બહાર નીકળતાં અને એકવાર મારાં ઘરે આવી હતી. એની વે... આપણે સલામત છીએ અને હવે તમારે કોઇ જોખમ લેવાનું નથી અને હું તમારી સલામતી માટે સ્પે. પોલીસ ફોર્સ મુકું છું બાકીની કામગીરી અમે આગળ કરીશું વીરભદ્રસિંહને સંબોંધીને કહ્યું "સર તમે નિશ્ચિંત રહેજો ફરી વાર આવી પણ કોઇ નબળી કડી નહીં રહે. એવું મારું પ્રોમીસ છે અને અમે તપાસ કરીને બધું જાણી લઇશું. અને તમને જાણ કરીશું ફરીથી ક્યારેય આવી ઘટના નહીં બને. અને યુ યંગ લેડી તમે આજે ખૂબ સરસ સરાહનીય આલાપ અને રાગ ગૂંથણી  રજૂ કરી તમારું ભવિષ્ય ખૂબ ઉજવળ છે કોન્ગ્રેચ્યુલેશન એન્ડ ગોડ બ્લેસ યુ કહીને કંદર્પરાય, પ્રો.મધોક અને અનુલમ દેસાઇએ વીરભદ્રસિંહની રજા લીધી અને સાથેનાં પોલીસ ફોર્સને જરૂરી સૂચના આપી. વીરભદ્રસિંહે વારાફરથી બધાં સાથે હસ્તદૂનન કર્યું અને બધાનો આભાર માન્યો અને ફરીથી શાંતિથી મળવા માટે નક્કી કર્યું.

***************

            બધાની વિદાય થયા પછી પોતાની ચેમ્બર્સમાં એમની દીકરી સંયુક્તા એ દિકરા  રણજીત સિંહને કહ્યું "આ હુમલો કેવી રીતે થયો એ મને સમજાતું નથી. સિંહની બોડમાં હાથ નાંખવાની હિંમત પેલો ભૂરો જ કરી શકે. ગયા સમયે પણ હું એની ધમકીમાં આવ્યો નહોતો મેં એને સામે ચેલેન્જ કરી હતી કે તું કે તારા કોઇ ફોલ્ડર પેલેસની આસપાસ પણ ફરક્યા તો જીવથી જશો અને એ સમયથી હું રીવોલ્વર સાથે રાખુ છું અને રણજીત તને પણ મેં સાવધ કરેલો કે તું તારાં હથિયાર સાથે રાખજે મારી દીકરી પર એણે નજર બગાડી છે હું એને ક્યારેય નહીં છોડું રણજીત તું પ્રો. મધોકનાં સંપર્કમાં રહેજે મને પોલીસ પર ભરોસો નથી પણ આવા ખંતીલા દેશદાઝવાળા એક્ટીવીસ્ટ પર પૂર્ણ ભરોસો છે. કંદર્પરાયે આજે પ્રોમીસ કર્યું છે. જોઇએ કેટલું સફળ નીવડે છે. અને સંચુતાને વ્હાલથી બાથ ભરીને આજનાં કાર્યક્રમ માટે ધન્યવાદ આપ્યાં.

       સંયુક્તાને રણજીતે પણ વ્હાલ કરીને કપાળે ચુંબન કરીને અભિનંદન આપી કહ્યું મારી વ્હાલી પ્રિન્સેસનો વાળ નહીં વાંકો થવા દઊં એ ભૂરાને હું અમારાં ગ્રુપની એક્ટિવિટીથીજ પરાસ્ત કરી દઇશ. અને સંયુક્તાએ આનંદથી ભાઇ અને પિતાને વ્હાલથી ચૂમી ભરી આનંદ વ્યક્ત  કર્યો.

**************

            ગાયકવાડ પેલેસની બહાર નીકળતાં કંદર્પરાય, પ્રો.મધોકે અને અનુલમ દેસાઇ એક સાથેજ એકજ કારમાં જવા નીકળ્યા અને પોતાની કાર ડ્રાઇવરને લઇ જવા કહ્યું "કંદપરાયે કહ્યું" સર આમાં આટલી ચોક્કસ માહિતી અને ચૂસ્ત બંદોબસ્ત હોવા છતાં આ લોકો અંદર ઘૂસવામાં કેવી રીતે સફળ થયા ના ખબર પડી. અનુલમ દેસાઇએ કહ્યું "તમે મને માત્ર બે દિવસ આપો. હું જાણવા માટે એની ખાલ ઉખેડી નાંખીશ. પણ એવું શું થયું કે એ લોકો સફળ થયા. કંદર્પરાયે પ્રો.મધોકને કહ્યું "બાય ધ વે સર આ અમી જે સાગરની મિત્ર છે એ તમારાં ગ્રુપમાં છે ? પ્રો. મધોકે કહ્યું કે.ડી. વાત તારા સુધી રાખજે અમી, સંયુક્તાનો ભાઇ રણજીત પણ મારાં ગ્રુપમાં છે કંદર્પરાય કહે અને આ અમી ? પ્રો.મધોકે કહ્યું એ આપણાં આઇ.ટી. કમીશ્નર ભાવિન શાહની દીકરી છે. તરત જ અનુલમ સરે કહ્યું અને મારી ભાણી છે. નાનપણથી આ બન્ને દીકરીઓ મારાં હાથ નીચે  ટ્રેઇન થઇ છે. સીમા મોટી છે થોડી સંવેદનશીલ અને આર્ટીસ્ટ છે મારી નાની ભાણી અમીએ નાનપણથી આર્મી સ્વભાવની છે અને ખૂબજ બહાદુર છે મારાં હાથ નીચે ટ્રેઇન કરી છે કરાટે બ્લેકબેલ્ટ અને ચેમ્પીયન છે એકજ અવગુણ છે. વધારે પડતી બિન્દાસ અને બોલ્ડ છે. એવું એ માને છે કે મારી કારકીર્દી મારી ઓળખ હું મારી રીતે બનાવીશ. મને જે ગમે છે એ ગમે છે એનાં માટેજ કંઇ સામે આવશે હું એનો સામનો કરીશ પરંતુ એનામાં મારી બહેનનાં સરલાનાં ઉચ્ચ સંસ્કાર છે બંન્ને ભાણી તો કુટુંબના નગીના સમાન છે.

       કંદર્પરાય આશ્ચર્યથી સાંભળી રહ્યાં અને બોલ્યાં અરે આટલું બધુ અંદર અંદર છે મને કાંઇ ખબર જ નથી ? પણ સાચું કહું દીકરી અમી અને સીમા બંન્ને પર પ્રાઉડ થાય એવું છે નાનીએ સંયુક્તાને બચાવી અને મોટીની કળા  ચારેકોર આજે પ્રસરી ગઇ અને મને આનંદ છે કે તેઓ સાગરની પણ મિત્ર છે. અનુલમ દેસાઇએ કહ્યું "સરજી સીમા તો સાગરની મિત્ર થી પણ વિશેષ છે. કહીને હસી પડ્યાં. કંદર્પરાય કહે ઓહો એવી વાત છે હું હવે કમીશ્નર બનવાનો પણ મને કાંઇ ... એ આગળ બોલે પહેલાં દેસાઇએ કહ્યું "આતો ક્રાઇમનો વડો ખરો પણ મને અમીએ કહેલું એટલે ખબર છે અને બધાં એકી સાથે હસી પડ્યાં.

       કંદર્પરાયે ક્હ્યું "કાલે મારી ઓફીસે આપણે મળીએ છીએ ત્યાં સુધીમાં આ હુમલા અંગે અને અહીંની સીસીટીવી કેમેરાની ટેપ વિગેરે  મારી પાસે આવી જશે એમ કહી કાલે મળવાનું નક્કી કરી છુટા પડ્યા એમની કાર મંગાવી એમનાં દફતરે પહોંચ્યાં

*********

            સીમા ઘરે પહોંચી અને પિતા ભાવિનભાઇ અને સરલા ધરે એની ચૂમી લીધી અને કહ્યું "દીકરા આટલા સમયની તારી સંગીત સાધના ફળી ગઇ. ખૂબ સુંદર રજૂઆત હતી. એનાં પિતાએ કહ્યું " તે ગાવાનું શરૂ કર્યું અને મારી આંખો બંધ થઇ ગઇ મારી સામે જાણે સાક્ષાત સરસ્વતીમાં હતી મારી આંખો આનંદથી ભીની થઇ ગઇ હતી અને બીજી દીકરીએ મારી છાતી ગર્વથી ફુલાવી દીધી અને બંન્ને દીકરીઓ અને સરલા બહેન બધાને બાથમાં લઇને ચારે કુટુંબીનો વ્હાલથી આનંદ વ્યક્ત કરી રહ્યાં. ભાવિનભાઇએ કહ્યું આજે સંયુક્તાએ રંગ રાખી દીધો જે રીતે એણે રાગ છેડેલા હું તો એમાં તન્મય થઇ ગયેલો. સાચે સાચ એણે રંગ રાખેલો. સીમાએ કહ્યું "હા પાપા એની એ પાછળ ખૂબ મહેનત છે આટલાં મોટાં ઘરાનાની હોવા છતાં બીલકુલ અભિમાની નથી એ રિયાઝમાં કલાકો કાઢે છે અને આકરી તાલિમ લઇ રહી છે એક દિવસ આખાં ભારતવર્ષમાં પ્રખ્યાત થવાની એ નક્કીજ છે.

       અમી એ કહ્યું વાત સાચી છે. ખરેખર આખું કુટુંબ ખૂબ સંસ્કારી અને કલ્ચર્ડ છે. અને એવામાં અમીનાં ફોનમાં રીંગ વાગી એણે ફોન ઉપાડી બહારની તરફ જઈને. બોલી "ઓકે હું પહોચી જઇશ. સીમા અને બહાર જતી જોઇ રહી અને વિચારવા લાગી.

**********

            સાગર ઘરે આવ્યો અને કૌશલ્યા બેહેને કહ્યું "દીકરા આજનો કાર્યક્રમ ખૂબ સરસ હતો પરંતુ વચ્ચે આવો અંતરાય આવી ગયો ના ગમ્યું. સાગર થોડો વિચારમાં હતો એણે તરત જવાબ ના આપ્યો એટલે માં એ પૂછ્યું "દીકરા શું વિચારમાં છે ? મેં તને કંઇક કહ્યું" સાગર કહે "હા હા માં મેં સાભળ્યું આતો મસ્ત કાર્યક્રમ ચાલી રહેલો અને એમાં ભાંગણ પડ્યું ના ગમ્યું પણ મારી મિત્ર અમી જે ઘરે આવી હતી એણે સંયુક્તાને બચાવી લીધી. અને કૌશલ્યા બહેન કહે "એની બહેન સીમાએ અધભૂત  સ્તવન અને સ્તુતિ રજૂ કરેલા હું ભાવ વિભોર થઇ ગઇ હતી.

       સાગરે કહ્યું "હા માં ખૂબ સૂંદર રજુ કરેલા અને મનમાં ગણગણવા માંડ્યો પણ ખબર જ નહોતી કે એનામાં આટલી ટેલેન્ટ છે. પછી કહ્યું હા માં મારી ગાયકી કરતાં પણ સારી ગાયકી હતી એની માં એ કહ્યું" સરખામણી ના કર તારી કંઇક અલગ ઊંચાઇની છે પણ તારે સાથે જુગલબંધી કરાવવાનું મન થાય છે. સાગરે મનમાં વિચાર્યું માં જુગલબંધીતો ચાલુજ થઇ ગઇ છે.

       સાગરનાં સ્ક્રીન પર એક નંબરથી ફોન આવ્યો અને એણે અજાણ્યો નંબર જોઇ આશ્ચર્ય માળ્યો અને એણે વાત કરી "હા હું સાગર બોલું છું. આપ કોણ ? અને સામેથી અવાજ આવ્યો અને એણે કહ્યું "હા હું જરૂરથી આપને મળીશ. એમ કહી ફોન મૂક્યો. વધુ આવતાં અંકે.....

પ્રકરણ - 5 સમાપ્ત.

***

Rate & Review

ATULCHADANIYA 5 days ago

Sudhirbhai Patel 1 month ago

Latapatel 1 month ago

Rajal 1 month ago

krina 1 month ago