Mobileni Magajmari books and stories free download online pdf in Gujarati

મોબાઈલની મગજમારી

મોબાઈલ______આજે આ શબ્દ કોઈપણ વ્યકતી માટે અજાણ્યો નથી.
જન્મેલા બાળકથી લઈને મરણપથારી એ પડેલ વૃદ્ધ માટે મોબાઇલ નો ઉપયોગ સહજ છે.
એક પણ વ્યકતી તમને એવું જોવા નઈ મળે કે જેની પાસે આ મોબાઈલ નામનું યંત્ર નહીં હોય.

જ્યાં જુઓ ત્યાં બસ મોબાઈલ જ મોબાઈલ જોવા મળે છે. નાનું બાળક પણ મેદાન માં ક્રિકેટ રમવાની બદલે મોબાઈલમાં ક્રિકેટ રમે છે.

જ્યારે પણ આવા નાના બાળકો ને મોબાઈલ માં ગેમ રમતા જોવ છું ત્યારે મને આપણું બાળપણ યાદ આવે છે.
                          -----@@@@@------                         શુ દિવસો હતા એ 
નિશાળેથી આવીને થેલાનો ઘા કરીને ભાઈબંધ ભેગા રમવા ચાલ્યા જતા પગમાં ચંપલ પહેરવા પણ રોકાતા ન હતા મમ્મી ની પેલા જમી લે પછી રમવા જા ની બુમો પણ અવગણતાં હતા.

અને રમતો પણ કેવી રમતા હતા થપ્પો દા,ભમરડા,મોય-દાંડિયા,પકડમપટ્ટી,મારદડી,સાતતાળી,સબુક.... અને અમુક ના તો નામ પણ નથી યાદ સાઇકલ કે સ્કૂટરના ટાયર લઈને આખી આખી બપોર આખા ગામ માં રખડતા એમાં પણ અમુક જગ્યાએ સ્ટોપ બનાવ્યા હોય ત્યાં બધાએ ટાયર સ્ટોપ કરવાના.અને અત્યારના બાળકો બિચારા ટ્યૂશન માંથી જ નવરા નથી થતા

મારદડી માટેના દડા તો જાતે જ બનાવતા તૂટેલા મોજા માં કાગળનો ડૂચો ભરવાનો એમાં પણ કોઈ ના જોવે એવી રીતે એક-બે નાના પથ્થર નાખી દેવાના પછી દડો ઉછાળીને રમત શરૂ ગમે તેટલું મારતા તો કોઈને કશું ના થતું , અને આજકાલના બાળકોને તો સહેજે અડાઈ જાય ત્યાં તો આંખમાથી નદી શરૂ.

ચોમાસા ની ૠતુ આવતા જ ખબર નઈ ક્યાંથી હાથમાં લોખંડ ના નાના સળિયા આવી જતા અને સબુક રમવા નીકળી પડતા આજની પેઢી ને તો આ 'સબુક' શુ છે એ પણ ખબર નઈ હોય

દિવાળી કે ઉનાળાનું વેકેશન આવતા જ સીધા મામાને ધેર ધામા નાખતા અને આખે-આખું વેકેશન ત્યાંજ પૂરું કરતા સવારે વેલું ઉઠવાનું વાડીએ જવાનું ત્યાં રખડવાનું જેવું તેવું કામ કરાવવાનું બપોરે ભાતું ખાવાનું નદી માં નાવાનું મોજે-મોજ.

અને થપ્પો દા (સંતા કુકડી) માં તો રોજ બાજવાનું થતું જેના ઉપર દાવ આવ્યો હોય એ બિચારો અઠવાડિયા સુધી દાવ જ દીધા રાખે તો પણ દાવ ના ઉતરતો 'માટલી ચીરાણી','સાત દા' વગેરે જેવા પેતરા કરીને દાવ જ ના ઉતરવા દેતા પછી  નક્કી થતું કે દાવ ઉતારવો હોય તો બધા 3-3 ઢીકા મારશે અને બિચારો દાવ દેવા વાળો આ શરત મંજુર પણ રાખતો આમાં ક્યારેક આપનો પણ માર ખાવાનો વારો આવી જતો.

               ####@@@@@@@######                                                                                               નાનપણ ની આવી વાતો કરવા બેસસું તો જિંદગી પણ ટૂંકી પડી જશે 

આપડી પાસે આપણી આવતી પેઢી ને કહેવા માટે તો આવી ઘણી વાતો છે પણ આવતી પેઢી ને તો બાળકો ને દેવા માતે માત્ર મોબાઈલ જ હશે અને એમાં જોવા જઈએ તો વાંક આપનો પણ છે જ તેઓ આપણને આખો દિવસ મોબાઇલ માં જ પડ્યા જુવે છે પછી એ લોકો પણ એજ કરે ને.

માતા-પિતા એ બાળકો પાસે બેસવું જોઈએ તેમની સાથે રમવું જોઈએ પોતે કેવી કેવી રમતો રમતા એની વાત કરવી જોઈએ પણ ના બાળકો જોવે એમ આપણે પણ આ પબ-જી રમવામાંથી ઊંચા નથી આવતા પછી આપણા બાળકો પણ પબ-જી જ રમે ને.

મોબાઈલ આવતા માણસ માણસ થી દુર થતા જાય છે શહેર ના લોકો એ તો મોબાઇલની સંસ્કૃતી અપનાવી લીધી છે કોઈની ઘરે જવાનું નઈ અને આપણી ઘરે કોઈ આવવું ના જોઈ વિડિઓકોલ માં વાત કરવી છે પણ રૂબરૂ વાત કરવી કોઈને ગમતી નથી આવજો તો સૌ કહે છે પણ રોકાઈ જાવ એવું તો કોઈ કહેતું નથી
આ બધું જોતા તો એવું લાગે છે કે જાણે ગામડાના લોકો એ આપણી સંસ્કૃતિ જાળવી રાખવાનો ઠેકો લીધો છે.
                                                                                 જેવું આપશો એવું મળશે કોઈ દિવસ તમારા બાળકને તમારા ગામે લઇ જાવ ગામડાની મોજ કરવો વાડીએ લઇ જાવ આમલીના ઝાડ ઉપર ચડતા શીખવાડો લીમડાની ડાળી માં હીંચકો બાંધીને એને હીંચકાવો,સ્વિમિંગ પુલ ને બદલે નદીમાં નવડાવો તમે જે આનંદ કરતા એ બધું એને બતાવો 
એને સમજાવો કે મોબાઇલ ની બહાર ની દુનિયા શુ છે.સાચી મજા મોબાઈલ માં નઈ પણ વાડીમાં,નદીમાં,વૃક્ષ પર ચડવામાં છે.
સાચી મજા ડેરીમિલ્ક માં નઈ ગાય-ભેંસ ના દૂધ માં છે.
સાચી મજા પબજી માં નઈ વાડી માં વાવેલ સબજી માં છે.