મૃગજળ - પ્રકરણ - 20

     મોહસીન કોલોનીના એ વરસોથી બંધ મકાનના જાણે નશીબ એકદમ ખુલી ગયા હોય એમ એ હજુ પણ એકલું ન હતું. એમાં લાઈટ સળગી રહી હતી મતલબ ત્યાં કોઈ હતું. મકાનના મુખ્ય ઓરડામાં રહેલી દીવાલ પરની ગોળ ભીત ઘડિયાળ સાડા સાતનો ટકોરો વગાડી રહી હતી. ઓરડામાં ડાબી તરફના ખૂણામાં રહેલી જૂની લાકડાની ચેર પર દિપક બેઠો હતો. એને નીકળવાને હજુ અડધા કલાકની વાર હતી. એ સમયનો પાબંધ હતો. સમયના મામલામાં એક ક્યારેય એક મિનીટ પણ આઘાપાછું ન થવા દેતો.

     દિપક ભૂતકાળ અને બાળપણના દિવસોમાં એક ડોકિયું કરી આવ્યો. એને યાદ હતું કારણની આંખોમાં આંસુ ન દેખી શકવાને લીધે એણે ચોરીથી માંડીને લુંટફાટ સુધી બધું કર્યું હતું. એને યાદ હતું કે એકાએક એક નાનકડી લુંટ કરવા જતા એ કઈ રીતે મોટા ગુનેગારોના ષડયંત્રમાં ફસાયો હતો. એની મદદે આવેલ આઈ.બી. ઓફિસર ઝાલા એને હજુ યાદ હતો. કઈ રીતે એણે ઝાલા માટે નાની નાની જાસૂસીના કામો કરવાનું શરુ કર્યું અને એક દિવસ એ મુકામ સુધી પહોચ્યો.

     પણ ફરી એકવાર ભૂતકાળ ચકરી લઇ ગયો હતો. જે ભાઈની આંખોમાં આંસુ જોઈ એને ગુનાની રાહ અપનાવવાની પણ તૈયારી દર્શાવી હતી એના જ જીવનને ડેનીના એક ગુનાએ ચક્રવાત બની તહેસ નહેસ કરી નાખ્યું હતું. દિપકનું નામ માત્ર દિપક હતું બાકી એ હતો આતિશ. સળગતો લાવા. કરણના જીવનમાં તુફાન એ વાત યાદ કરતા જ એની આંખોમાં સોલા ઉમટી આવ્યા.

     એકાએક ઘડિયાળે આઠનો ટકોરો વગાડી એને વિચારોમાંથી બહાર લાવ્યો. દિપકે બેગ લીધી અને ફરી એ વર્ષોથી એકલતામાં જુરતા મકાનની લાઈટો બુજાવી એને એકલું મૂકી ચાલી નીકળ્યો. નીકળતા પહેલા એણે ઇન્સ્પેકટર અમરને ફોન કરી જાણ કરી. સામેથી અમરે પણ કહ્યું કે એ બંને રેડી છે.

     દિપક મુખ્ય રસ્તા પર આવ્યો. એને ખ્યાલ હતો એ સ્થળે જવા એને રેન્ટેડ વાહન વાપરવું યોગ્ય રહેશે કેમકે મોટા ભાગે એવી ડીલમાં ટેક્સી અને રેન્ટેડ વાહનો જ વપરાય છે. એ કોઈ પર્શનલ વિહિકલ વાપરે તો ડેનીને એની પર શક થઇ શકે. દિપક જરા સરખી પણ ચૂક થવા દેવા માંગતો ન હતો. દિપકે એક કાર રેન્ટ પર લીધી હતી. નવને ટકોરે દિપક વેર હાઉસ આગળ પહોંચી ગયો હતો. ગાડીમાંથી ઉતરી બેગ લઈ એ ગેટ પર ગયો.

     ગેટ અંદર જતા પહેલા દીપકે એકવાર અંદરનું બધું યાદ કરી લીધું. ગેટની અંદર જતા ડાબી તરફ ત્રણ વખાર હતી એ વખારની સામે પણ એવી જ ત્રણ વખાર હતી. વખારની બે હાર વચ્ચે ટ્રક જઇ શકે એટલો રસ્તો હતો. આપત્તિ સમયે ત્યાં છુપાઈ શકાય એમ હતું. પણ બીજી તરફ એનો કોઈ છેડો નહોતો એટલે ત્યાં ફસાઈ પણ જવાય! 

     જમણી તરફ મોટા વૃક્ષ હતા. ત્યાં પણ વધારે સેફટી નહોતી કારણ એ જગ્યા ખુલ્લી હતી છતાં ત્યાં અંધારું હતું એટલે થોડી વાર ત્યાં કોઈ શોધી ન શકે. 

     ગેટની સામે જ ત્રણ રૂમ હતી, કાચની એક મોટી કેબિન હતી, કેબિનની જોડે એક ઊંટડો અને એક ક્રેન હતી. ટૂંકમાં એ લોકો એ વેર હાઉસ પર લીગલ ધંધો કરતા હતા. એ ક્રેન એ ઊંટડો એ કેબીન બધું પોલીસની આંખોમાં ધૂળ જોકવા માટે જ હતું.

     કેબિનની ડાબી તરફ બે નાની ઓરડી હતી, કદાચ એ બાથરૂમ તરીકે ઉપયોગમાં લેવાતી હશે. કેબિનની જમણી તરફ એક મોટો હોલ હતો જ્યાં બે તરફ દરવાજા હતા! 

     જો પોતાના ઉપર હુમલો થાય તો ઇન્સ્પેકટર અમર અને નયન પાછળથી કૂદીને એ હોલ પાસે આવે. જો હોલનો પાછળનો દરવાજો બંધ હોય તો એ લોકોને હોલની દીવાલ ફરતે થઈને આવવું પડે. કદાચ ડેનીના માણસો એ હોલમાં જ હોય. હુમલો થાય તો એ લોકો હોલના આગળના દરવાજેથી મારા ઉપર ગોળીઓ છોડશે. તો ઇન્સ્પેકટર અમરને એ લોકો ઉપર નિશાન લેવામાં તકલીફ પડશે. સદ નસીબે જો હોલને જમણી તરફ ગેલેરીમાં બારી હોય તો ઇન્સ્પેકટર અમર એ બારીમાંથી એ લોકો ઉપર હુમલો કરી શકે. 

     દરેક રીતે રિસ્ક હતું જ, કેમ કે દિપક પાસે એક જ ગન હતી, બીજું મેગેજીન પણ એ રાખી શક્યો નહોતો કારણ ચેકીંગ થવાનું હતું. 

     દિપક અંદર દાખલ થયો પણ એના અંદાજ મુજબ ગેટ ઉપર કોઈ માણસ એનું ચેકીંગ કરવા હતો નહિ. એ આગળ ગયો કે કેબિન આગળ ખુલ્લા ટેબલ જોડે પેલો માણસ જે પોતાને ડેની કહેતો હતો એ બેઠો હતો. એની પાસે એના એકેય માણસો હતા નહિ. પેલો કાલી અને એનો સાથીદાર પણ દેખાયા નહિ. દીપકને ગરબડ લાગી. 

     "વેલકમ મી. દિપક, વેલકમ." એણે કહ્યું. 

     "શુક્રિયા." કહી દીપકે બેગ ટેબલ ઉપર મૂકી અને જીપ ખોલી. પેલા માણસે પણ ટેબલ નીચેથી પૈસાની એક બેગ નીકાળી દીપકને આપી. દીપકે એ બેગ જોઈ અંદર પૈસા હતા. દિપક એ બેગ લઈને નીકળ્યો પણ ત્યાં જ પોલીસની સાયરન વાગી. 

     "ધોખા....." જોરથી પેલે ત્રાડ પાડી.

     દિપક હજુ પેલી વખારની હાર જોડે પહોંચ્યો હતો. એને સમજાયું નહિ એકાએક પોલીસ ક્યાંથી આવી ગઈ. આખો બનાવેલો ખેલ અવળો પડી ગયો હતો. પણ વિચાર કરવાનો સમય ન હતો. એણે પાછળ ફરીને જોયા વગર જ એ વખારની હાર  વચ્ચે કૂદકો લગાવી દીધો. 

     એણે પોતે જે વખારની હાર તરફ કુદ્યો હતો અને જે મેટલની ફેન્સ એને કવર આપી રહી હતી એના સાથે બુલેટના અથડાવાનો આવાજ સાંભળ્યો. એ કાનફાડી નાખે તેના મેટલ સાથે મેટલ અથડાવાના રણકારને ઇગ્નોર કરી દિપક ઉભો થઈ દીવાલે ચંપાઈ ગયો.

     પેલા માણસે ગોળીઓ છોડી હતી પણ દિપક બચી ગયો. કદાચ એ મેટલ ફેન્સ જે એકાદ બે ફૂટ જેટલી જ હતી એ એના માટે વરદાન બની ગઈ હતી. જોકે એ શાપ પણ બની શકી હોત જો દિપક લોંગ લીપ લગાવવામાં નિષ્ફળ રહ્યો હોત અને એ ફેન્સ પર પડ્યો હોત તો એ ફેન્સના અઢાર વીસ ગેજના પતરાએ એના શરીરને બે ભાગમાં વહેચી નાખ્યું હોત. ત્યાર બાદ ગોળીઓ પણ એનું કાઈ ન બગડી શકત કેમકે એનું શરીર જીવ વિનાનું બની ગયું હોત. પણ એ બીજી વાત હતી. દિપક લોંગ લીપ લગાવવામાં સફળ રહ્યો હતો. એ ફેંસની એક તરફ કે ફેન્સના ઉપર પડવાને બદલે ફેન્સ પાર કરી બીજી તરફ પહોચી ગયો હતો. અને એના શરીરમાં જીવ હતો માટે એ ગોળીઓથી બચવું જરૂરી હતું.

     બીજી તરફ અમર અને નયન પોતાના કાન સરવા રાખીને જ બેઠેલા હતા. નાનકડો સરખો આવાજ પણ તેઓ મિસ કરવા માંગતા ન હતા.

     ગોળીનો અવાજ સાંભળતા પાછળથી ઇન્સ્પેકટર અમર અને નયન કૂદીને હોલની પાસે પડ્યા. એક પળ પણ બગાડ્યા વિના તેઓ ઉભા થયા અને  હોલના પાછળના ભાગની દીવાલે ચંપાઈ ગયા. 

     દીપકે ગન નીકાળી. એક એક ગોળી સંભાળીને વાપરવાની હતી કેમકે એની પાસે કોઈ સ્પેર મેગ્જીન ન હતું. દીપકે નિશાન લઇ ગોળી ચલાવી. બુલેટ મિશાઈલની જેમ બઝીંગ સાઉન્ડ સાથે હવાને ચીરતી એક પળના અમુક ભાગમાં શૂટધારીની ખોપડી સુધી પહોચી ગઈ.

     પીન ડ્રોપ જેટલો પણ અવાજ કર્યા વિના બુલેટે એની ખોપડીમાંથી નીકળવાનો રસ્તો બનાવી લીધો. બુલેટ એનો માર્ગ બનાવી પસાર થઇ એ સાથે જ એ વ્યક્તિનો ગુનાહોની દુનિયા સાથેનો સંબંધ હંમેશને માટે પૂરો થઇ ગયો. દીપકની પહેલી જ ગોળીથી શૂટવાળો માણસ ઢળી પડ્યો.

     એકાએક હોલનો દરવાજો ખુલ્યો અને ત્યાંથી ધડાધડ ગોળીઓ વરસવા લાગી.

     દિપક સમજી ગયો અંદર જે કોઈ હતું એ ગુસ્સાથી પાગલ થયેલું હતું. એ અંધાધુંધ ગોળીઓ ચલાવી રહ્યું હતું. દિપક બંને તરફથી ફસાઈ ગયો હતો. દરવાજે પોલીસ હતી. દીપકને સમજ પડી ગઈ કે મારો ખેલ ઊંધો પડ્યો છે. 

     એકાએક પોલીસ ક્યાંથી આવી..?

     પોલીસને મેં કહ્યું નથી તો પોલીસ ડેનીએ જ બોલાવી હશે..?

     દીપકે અંદાજ લાગાવ્યો.

     ડેનીએ પોલીસ કેમ બોલાવી હશે એ વિચારવા માટે દીપકે ખાસ સમય ન બગાડવો પડ્યો. એ સમજી ગયો કે ડેનીને એના આઈ.બી.ના માણસ હોવા પર શક થઇ ગયો હશે અને એનું એન્કાઉન્ટર કરવા એણે પ્લાન બનાવ્યો હતો.

     દિપક ફટાફટ પોતાની જાતને તૈયાર કરવા લાગ્યો. હવે દરેક કદમ સંભાળીને મુકવાનું હતું. ઇધર કુવા ઉધર ખાઈ જેવી સ્થિતિ હતી.

    ઓબસર્વ એન્ડ અવોઇડ નિયમ દીપકને યાદ હતો. એ જાણતો હતો એવા સમયે અવલોકન સૌથી વધુ કામ આવે છે. ગમે તેવી મુશ્કેલીની ઘડીએ પણ શાંત ચિત, ધ્યાન અને અવલોકન મદદ કરી શકે છે.

    દીપકે જોયું કે ગેટની દીવાલ પાસે ચહલ પહલ થતી હતી પણ પોલીસ અંદર આવી નહોતી. એટલે કે ડેનીએ પ્લાન બરાબર બનાવ્યો હતો. જેવો હું અહી વખાર સુધી પહોંચું કે પેલી કેબિનમાંથી કોઈ એ બહાર ઉભી પોલીસને ફોન કરી સાયરન બગાડવા કહ્યું હશે. એ લોકો જાણતા હતા કે હું અહી વખારની હાર વચ્ચે કુદી પડીશ. પાછળ ડેનીના માણસો અને આગળ પોલીસ હું બંને તરફથી ફસાઈ જઈશ. સરેન્ડર કરીશ તો પણ એ લોકો મારવાના જ છે! દીપકનું મન તેજ ગતિએ બધા અંદાજ બાંધી રહ્યું હતું.

     કેબીનમાં રહેલા ડેનીના માણસોને ઇન્સ્પેકટર અમર અને નયનની હાજરીની જાણ હજુ સુધી નહોતી થઇ. હોલમાંથી બે માણસો નીકળ્યા, એ બેમાંથી એક માણસે સફેદ કારગો અને ડેનીમ શર્ટ પહેરેલ હતું, એના દેખાવ અને બાંધા પરથી એ છાંટેલો બદમાશ દેખાઈ રહ્યો હતો. એની સાથે જ હોલમાંથી નીકળનાર એનો બીજો સાથી પણ એના જેવો જ ખૂંખાર લાગી રહ્યો હતો.

     બીજી તરફ પેલી કેબિનમાંથી ત્રણ માણસો બહાર નીકળ્યા. એમનો દેખાવ પણ દરીંદા જેવો જ હતો. એમને જોતા જ ખ્યાલ આવી જાય એમ હતો કે દરેક પર કમ-સે -કમ આઠ દસ આઠ દસ ખૂનના કેસ ચાલતા હશે, એ લોકો તડીપાર કે પોલીસના હિટ લીસ્ટમાં હોય તો કાઈ નવાઈ ન કહેવાય. જોકે અત્યારે એ નહિ પણ દિપક પોલીસના હિટ લીસ્ટમાં હોય એવી પરીસ્થિતિ હતી. પોલીસ એમની સાથે ભળેલી હતી. એ પાંચે જણ દબાતા પગલે દિપક તરફ જવા લાગ્યાં.

     દિપક પોતાની તરફ આવતા એમને આંખના ખૂણે જોઈ શકતો હતો પણ એ જાણતો હતો કે એની ગનમાં હવે પાંચ જ ગોળીઓ બચી હતી. એનું એક પણ નિશાન ખાલી ન જાય તો એ પાંચને મારવા શકય હતું પણ એ માટે ખુલ્લામાં આવવું જરૂરી હતું. કવરના આડસથી કરેલ દરેક શોટ નિશાન મેળવી લે એ અશક્ય હતું. ખુલ્લામાં આવવું ભુલભર્યુ જ નહિ પણ મૂર્ખતા હતી કેમકે એ પાંચે અનુભવી બદમાશ હતા અને બીજી તરફ દીપકના શરીરનું કોઈ અંગ બહાર દેખાઈ જાય તો એને વીંધી નાખવા પોલીસ તૈયાર જ બેઠી હતી. દિપક પાસે નયન અને અમર પર આશા રાખવા સિવાય કોઈ રસ્તો ન હતો. 

     નયન જયાં છુપાયેલો હતો ત્યાંથી એ લોકોને જોઈ શકતો હતો. એણે પોતાની ગન નીકાળી અને એ લોકો તરફ એન કરી પણ ઇન્સ્પેકટર અમરે થોડીવાર રાહ જોવા કહ્યું. એ પાંચ જણ વખાર સુધી પહોંચ્યા કે પાછળથી નયન અને ઇન્સ્પેકટર અમર તૂટી પડ્યા. ખુલ્લામાં એ લોકો ક્યાંય ભાગી ન શક્યા. ચાર ત્યાં જ ઢળી પડ્યા. એક ભાગવામાં સફળ રહ્યો. એ ભાગીને વખાર તરફ ગયો પણ એને દીપકે ઢાળી દીધો. 

     ત્યાં જ નયને એક ભૂલ કરી બેઠો. એ દીપકની સુરક્ષાના એક્સાઈટમેન્ટ અને ફીયરમાં બહાર નીકળીને દિપક તરફ દોડ્યો. એ જ સમયે કેબિનમાંથી ગોળીઓ છૂટવા લાગી. ડેનીના માણસો હજુ અંદર હતા. ડેની પણ હાજર જ હતો. 

     એક ગોળી નયનના પગમાં વાગી અને એ ઢળી પડ્યો. દિપક એ જોઈ રહ્યો. એણે પૈસાની બેગ ફેંકી અને વખારના છેડા તરફ દોડ્યો. દીવાલ ખાસ્સી ઊંચી હતી, પણ એણે કૂદીને છેડો પકડી લીધો. દીવાલ ઉપર ચડી એ વખારના પતરા ઉપર પહોંચી ગયો.

     વખાર ઉપર અંધારામાં કોઈને દિપક દેખાય એમ નહોતો. પણ દિપક કેબિનમાં પેલા હોલમાં અને ગેટમાં જળતી લાઈટમાં બધું જોઈ શકતો હતો. ગેટ પાસે ઇન્સ્પેકટર જાડેજા અને બે કોન્સ્ટેબલ હતા. કેબિનમાં ડેની અને એના બે માણસો હતા. 

     દીપકે જોયું કે એક માણસ નયન જયાં પડ્યો હતો એ તરફ ધસ્યો હતો. ઇન્સ્પેકટર અમરનું ત્યાં ધ્યાન હોય કે ન હોય એમ વિચારી એણે એ માણસને ગોળી મારી. પણ જેવી એણે ગોળી મારી કે ડેની અને બીજો એક માણસ એના ઉપર ગોળીઓ વરસાવવા લાગ્યા. થોડીવાર પછી એ લોકોએ ગોળીઓ બંધ કરી. દિપક ટ્રેન્ડ હતો. એ પોતાના છાતી અને માથાને બચાવવામાં સફળ રહ્યો છતાં એના પગમાં એક ગોળી ઘુસી ગઈ હતી, એક ગોળી એના પડખામાં ઘુસી હતી, એ પતરા ઉપરથી નીચે પટકાયો.

     એક બુલેટ પગમાં અને એક પડખામાં ઘુસી ગયા બાદ ગમે તેવા મજબુત માણસ માટે પણ ઉભા થવું અશક્ય બની જતું હોય છે પણ દિપક એમ પડ્યો રહી શકે નહિ, એ જાણતો હતો નયન જોખમમાં હતો. એણે પૂરી શક્તિ વાપરી પોતાની જાતને બેઠી કરી અને લંગડાતો ઓરડીની બીજી તરફ જવા લાગ્યો. કોઈ બીજા માટે પડખામાં ગોળી ઘુસ્યા બાદ શ્વાસ લેવો મુશ્કેલ બની જાત પણ દિપક જાણે કોઈ અલગ જ માટીનો બનેલો હતો એ કોઈ ગજબ શક્તિથી પેલી ઓરડી પાછળ પહોંચી ગયો. 

     દીપકે ગણતરી કરી હવે એક ગોળી વધી હતી અને ડેની અને એનો એક માણસ હજુ જીવતા હતા. બીજી તરફ પોલીસ પણ ડેનીએ જ બોલાવી હતી.

     દિપક બંને તરફથી ગૂંચવાઈ ગયો હતો. એ ઓરડીની દીવાલે અંધારામાં ચંપાઈને ઉભો રહ્યો. 

     ઇન્સ્પેકટર અમરે જોયું કે ઇન્સ્પેકટર જાડેજા, વિશાલ અને કોન્સ્ટેબલ નાથુરામ વખારની દીવાલ પાસે આવી ગયા હતા. 

     ઇન્સ્પેકટર અમરના જીવમાં જીવ આવ્યો, એ તરત દોડીને નજીકના પીપળાના મોટા ઝાડ પાછળ ગોઠવાઈ ગયો. એ વિશાળ થડ એને કવર આપવા પુરતું હતું.

     નયન હજુ પડ્યો પડ્યો કણસતો હતો.

     “હું અમર, હું અહી છું સર...” અમરે ઇન્સ્પેકટર જાડેજા તરફ જોઈ અવાજ કર્યો. 

     "ઇન્સ્પેકટર અમર... પેલી ઓરડી પાસે જે માણસ સંતાયો છે એ ડ્રગ ડીલર ડેની છે." ઇન્સ્પેકટર જાડેજાએ કહ્યું. 

     ઇન્સ્પેકટર અમર કાંઈ બોલ્યો નહિ, એ જાણતો હતો જાડેજા ડેની સાથે મળેલો હતો. એ દિપકને ડેની તરીકે ઓળખાવી એનું કામ તમામ કરવા માંગતો હતો. એણે બીજી તરફ જોયું. ડેની અને એનો માણસ દિપક તરફ ધસી રહ્યા હતા. ડેનીનો એક માણસ આગળ હતો ડેની એની બરાબર પાછળ હતો. ડેની ખંધો ગુનેગાર હતો પણ એ ચાલાક હતો એટલે પોતાના માણસને આગળ કર્યો હતો. એ હ્યુમન શિલ્ડ યુઝ કરી રહ્યો હતો અને એની સાથે જ કામ કરતા છટેલા રાવડી બદમાશો એની ચાલાકી સમજી શકે તેટલા હોશિયાર ન હતા.

     ડેનીનો એક માણસ ઓરડી નજીક ગયો. ત્યાં અંધારું ઘેરાયેલ હતું માટે એને દિપક દેખાયો નહિ પણ ક્યારેનોય ત્યાં પડ્યો હતો. અંધારામાં દીપકની આંખ ટેવાઈ ગઈ હતી, એણે પેલા માણસના હાથ ઉપર લાત મારી, એના હાથમાંથી ગન પડી એટલે દીપકે એને પકડીને શિલ્ડ કરી લીધું. 

     ડેની ખંધો હતો, એણે તરત પોતાના જ માણસ ઉપર ગોળી ચલાવી. એ ઢગલો થઈને પડી ગયો. દિપક હવે ખુલ્લો હતો.

     દીપકે ડેનીના બીજા માણસ કાલી ઉપર ગોળી ચલાવી એ જ સમયે ડેનીએ એને પગમાં ગોળી ઠોકી દીધી. 

     ડેની એમ સમજતો હતો કે પાછળથી આવેલી પોલીસ દીપકને જ શૂટ કરશે. દિપક સાથે આવેલો માણસ (નયન) બેહોશ છે પણ એને એ ખબર નહોતી કે ઇન્સ્પેકટર અમર પણ ત્યાં હતો. 

    દિપક ભયાનક વેદનાથી પડ્યો હતો. એના બંને પગમાં ગોળીઓ વાગી હતી. એક ગોળી એના પડખામાં પણ ઉતરી હતી. ઇન્સ્પેકટર જાડેજા ખુલ્લો પડીને ડેની પાસે ગયો. ત્યાં જ ઇન્સ્પેકટર અમરની ગોળી ડેનીના માથામાં ઉતરી એ ઢગલો થઈ ને પડ્યો. 

     "અમર..." ઇન્સ્પેકટર જાડેજાએ ત્રાડ પાડી. 

     "તે આ શું કર્યું?" 

     ઇન્સ્પેકટર અમર અંધારામાંથી બહાર આવ્યો. 

     "સર તમેં કહ્યું ને કે એ ડેની છે?" 

     "એ ડેની નહોતો મૂર્ખ, આ ડેની છે." કહી ઇન્સ્પેકટર જાડેજાએ દિપક તરફ રિવોલ્વરનું નાળચુ ધર્યું પણ એ ટ્રિગર દબાવે એ પહેલાં જ પાછળથી ગોળી આવી એના હાથમાં ઉતરી ગઈ. એની ગન ઉછળીને દૂર પડી. દીપકે બધી શક્તિ એકઠી કરી ગુલાટી મારી એ ગન લઈ લીધી. 

     ઇન્સ્પેકટર જાડેજા એનો હાથ પકડીને બેસી ગયો.

     વિશાલ અને નાથુરામ કઈ સમજતા નહોતા. 

     "હરામી... અમર તે મારા ઉપર ગોળી ચલાવી???" કહી ઇન્સ્પેકટર જાડેજાએ બુટમાંથી બીજી ગન નીકાળી પણ ત્યાં દીપકે એના પગમાં બે ગોળી ઠોકી દીધી.

     વિશાલ અને નાથુરામ દીપકને શૂટ કરવા જતાં હતાં પણ ઇન્સ્પેકટર અમરે એમને રોક્યા. અમરે વિશાલને કહ્યું તું અંદરથી બે ચેર લઈ આવ. વિશાલ તરત અંદર ગયો બે ચેર લઈ આવ્યો. અમરે દિપક અને ઇન્સ્પેકટર જાડેજાને ચેરમાં બેસાડ્યા અને એમ્બ્યુલન્સને ફોન કર્યો. 

     દિપક કે ઇન્સ્પેકટર જાડેજા હવે હલી પણ શકે એમ નહોતા. અમરે નયન પાસે જઈને  એને ઉઠાવ્યો. એની આંખો ઘેરાતી હતી. ગોળી એના પગમાં ઉપરના ભાગે ઉતરી હતી, ઘણું લોહી વહી ગયું હતું. 

     એમ્બ્યુલન્સ આવતા જ અમરે એને અંદર લીધો. ડોકટર તરત એની પ્રાથમીક સારવારે લાગી ગયા. એ પછી દિપક અને ઇન્સ્પેકટર જાડેજાને પણ એમબ્લ્યુલન્સમાં હોસ્પિટલ લઈ ગયા. 

     વિશાલ નાથુરામ અને ઇન્સ્પેકટર અમર ઇન્સ્પેકટર જાડેજાની જીપમાં એમ્બ્યુલ પાછળ ગયા. રસ્તામાં અમરે એ બંનેને અત્યાર સુધી જે થયું એ બધું કહ્યું. 

( ક્રમશ: )

                                                                                      ***

***

Rate & Review

Tejas Patel 1 day ago

Rangadiya Chetana 4 weeks ago

Neeta Soni 1 month ago

Viral 2 months ago

Hiren Patel 2 months ago