Collagena kaarastano - 2 books and stories free download online pdf in Gujarati

કોલેજના કારસ્તનો ભાગ-2

અમારી વીરતા બતાવવા માટે મગાવેલા સુતળી બૉમ્બ અત્યારે કોલેજની બહાર અમારી રાહ જોતા હતા હવે કોલેજના ગેટ માંથી બૉમ્બ લાવવાનું કામ તો ખુબજ અઘરું અને રિસ્કી હતું ગેટ ના ચોકીદારો બેગ તપાસીને જ બધાને અંદર કવા દેતા હતા.                                                                                                                                     કોલેજની ચારેય તરફ ચાર થી સાડાચાર ફૂટ જેટલી ઉચ્ચાઈની દીવાલ હતી તો પ્લાન એવો નક્કી કરાયો કે જ્યાં વૃક્ષોની સંખ્યા વધુ હોય તેવી દિવાલેથી બૉમ્બનું બોક્સ અંદર લેવા માટે અમારામાંથી કોઈ એક દીવાલ પાસે જાય અને બૉમ્બ લેતો આવે અને તે પછી હોસ્ટેલ મુકતો આવે.                                                                               પ્લાન મુજબ કોલેજની દીવાલ પાસે ગયો પોતાનું બેગ તેણે બહાર ધા કર્યું અને બહાર ઉભેલા મિત્ર એ તેમાં બૉમ્બ નું બોક્સ રાખીને બેગ પાછું અંદર તરફ ફેંક્યું મનીયો તે બેગ લઈને અમારા રૂમ પાર ગયો ત્યાં બેગ ની અંદર રહેલી પ્લાસ્ટિક ની બેગ કાઢીને માળીયામાં સંતાડી દીધી.                                                                                               ત્યારબાદ કોલેજના લેકચર્સ પુરા કરીને બપોરે બધા ભેગા થયા અને રાત્રે 2 વાગ્યાની આસપાસ બૉમ્બ ફોડવાનો પ્લાન બનાવ્યો.                                                                                                                                                     સાંજે 7:30 વાગ્યાની આસપાસ જમીને અમે લોકો કેમ્પસ માં ટહેલવા નિકડ્યા આ અમારો રોજનો ક્રમ હતો સાંજે જમ્યા પછી કેમ્પસ મા બેસવા નીકળતા ત્યાં બેસીને ગપ્પા મારતા પછી કેન્ટીનમાં કૈક નાસ્તો કરીને પાછા હોસ્ટેલ પર આવી જતા ત્યાં 9 વાગ્યા સુધી ટી.વી. ચાલુ રહેતું અને બાજુમાં કેરમ ના પણ 2 ટેબલ 9 વાગ્યા સુધી ચાલુ રહેતા પણ આજે અમને ટી.વી. કે કેરમ માં રસ નહોતો અમારા મનમાં તો હવે બૉમ્બ ફોડવાની ઉતાવળ હતી એટલે બધા રૂમ પર ભેગા થયા અને બૉમ્બ ફોડવાના પ્લાન વિશે ચર્ચા કરવા લાગ્યા.                                                                                                                                               ત્યાં અચાનક ખબર પડી કે અમારી પાસે જે બાક્સ પડી છે તે તો ખાલી થઈ ગઈ છે અમારી પાસે બૉમ્બ ફોડવા માટેની દીવાસળી જ નહોતી.                                                                                                                               મનીયો અને ભુપી દીવાસળીની શોધ માં હોસ્ટેલ ના ચારેય માળ રખડીને 1 બાક્સ નો મેળ કરતા આવ્યા ત્યારે અમને નિરાંત થઈ ભુપી અમારી બાજુના રૂમમાં રહેતો હતો તેથી તેને 2 વાગે આવી જવાનું કહી દીધું હવે 2 વાગ્યા સુધી રાહ જોવાની હતી બધા મોબાઈલ માં પોણા બે નું એલાર્મ રાખીને 12 વાગ્યે સુઈ ગયા.                                                                                                                           એલાર્મ ના ઘોંધાટ વચ્ચે મારી આંખ ખુલી મોબાઇલ માં જોયું તો બે વાગવામાં 10 મિનિટ ની વાર હતી.                                                                                                રૂમ ની લાઈટ ચાલુ કરવામાં જોખમ હતું તેથી અમે મોબાઈલ ની લાઈટ ચાલુ કરી મનીયાએ સુતરી બોમ્બનું બોક્સ એવી રીતે બહાર કાઢ્યું કે જાણે કોઈ ખજાનો બહાર કાઢતો હોય.                                                                                                                                                 બધાએ 2-3 2-3 બૉમ્બ લઇ લીધા પછી અમે લોબી માં આવ્યા લોબી માં સાવ અંધારું હતું નક્કી થયા મુજબ હું મનીયો અને અમન એકીસાથે બે-ત્રણ બૉમ્બ ની સહેજ વાટ કાઢીને બૉમ્બ ને ભેગા કરતા હતા ત્યાં તો અચાનક અમને બૉમ્બ નો ધડાકો સંભળાયો.અમે તો ચારેબાજુ જોવા લાગ્યા પણ લોબીમાં તો કોઈ દેખાતું નહોતું.                                                                                                                             અમે તો ફટાફટ રૂમ તરફ ભાગ્યા રૂમ માં જઈને અમે તો વાતો કરવા લાગ્યા કે કોક બીજાએ બૉમ્બ ફોડ્યો લાગે છે અને અમારી બાક્સ પણ અમે જલ્દી જલ્દી માં રૂમ ની બારે ફેકતા આવ્યા અમને તો એમ જ હતું કે હમણાં ઠાકુરભાઈ (અમારી હોસ્ટેલ ના કીપર)ઉપર આવશે અને રૂમની તલાશી લેશે પાછા અમારા રૂમ માં આઠ સુતરી બૉમ્બ હતા રૂમ નું બારણું હળવેકથી ખોલી ને મનીયો બાક્સ લેતો આવ્યો બૉમ્બ ને સગે વગે કરીને અમે તો અમારા બેડ પર જઈને સુઈ ગયા થોડીક વાર પછી મનીયાના મોબાઈલ પર કૉલ આવવા લાગ્યો......


ક્રમશ: