Collagena karastano - 6 books and stories free download online pdf in Gujarati કોલેજના કારસ્તાનો ભાગ - 6 (21) 1.5k 3.1k 1 બધાને ઉત્સાહ હતો કે છેલ્લા લેક્ચરમાં રિંગટોન વગાડીને વહેલા છૂટી જઈશું. છેલ્લો લેકચર પૂરો થવાને હજુ પંદરેક મિનિટની વાર હતી ત્યાં તો કલાસરૂમમાં એકી સાથે ચાર-પાંચ રિંગટોન સાંભળવા મળી. એક કરતાં વધુ વાગેલી રિંગટોનના લીધે ફેકલ્ટીને ખબર પડી ગઈ કે આ અવાજ બેલ નો નહીં પણ મોબાઈલમાંથી વગાડેલ છે. તેથી તેઓએ વિદ્યાર્થીઓને એક સ્માઈલ આપી અને પોતાનો લેકચર ચાલુ રાખેલો અને હજુ પણ મને યાદ છે કે તે દિવસે અમને પુરી 18 મિનિટ મોડી રજા મળેલી. પુરી 18 મિનિટ લેટ છુટ્ટી મળવાને કારણે રિંગટોન વાળો વિચાર અમે લોકોએ લગભગ પડતો જ મૂકી દીધેલો. @@@@@@@@@@@@@ રીસેસ પુરી કરીને કલાસરૂમમાં બધા બેઠા હતા.રીસેસ પછીનો લેકચર ચાલુ થઈ ગયો તેને પણ લગભગ દસેક મિનિટ જેવું થઈ ગયું હતું અને સ્ટેજ પરથી લેકચર આપતા મેડમ ક્યારના કંઈક બોલબોલ કરતા હતા. ત્યાં અચાનક પાછળથી "આ..ઉ..ઉ..ઉ..", "આ..ઉ..ઉ.." એવો અવાજ આવ્યો. મેડમને તો ગુસ્સો આવ્યો અને કહ્યું કે જે પણ કોઈ હોય એ શાંતિથી બેસે. પરંતુ "આ..ઉ..ઉ..ઉ", "આ..ઉ..ઉ..ઉ" નો અવાજ સતત શરૂ જ હતો. અને કલાસરૂમ માં બધા વિદ્યાર્થીઓના ચહેરા પર હાસ્ય હતું.મેડમને પણ જ્યારે હકીકતની જાણ થઈ ત્યારે તેમના ચહેરા પર પણ હાસ્ય હતું. હવે બન્યુ હતું એવું કે રિસેસના સમયમાં અમન ગલુડિયાને રમાડતો હતો ત્યાં એને શુ સુજ્યું કે ગલુડિયાને ક્લાસમાં લઈ આવ્યો બરાબર એજ સમયે રીસેસ પુરી થવાનો બેલ પડ્યો. તેથી તેણે થોડીક મસ્તી કરવાની ઈચ્છા થઈ અને ગલુંડીયાને થોડા બિસ્કિટ આપ્યા જેથી થોડી વાર સુધી કોઈ અવાજ ના થાય. હવે ગલુડિયુ પણ જાણે અમનનો સાથ દેવા માટે જ આવ્યું હોય એમ બિસ્કિટ ખાધા પછી શાંતિથી સુઈ ગયુ. લેકચર ચાલુ થયાની દસેક મિનિટ પછી અમને હળવેકથી ગલુડિયાને લાત મારી.ગલુડિયું તો અવાજ કરતું કરતું ક્લાસમાં આંટા મારવા લાગ્યું. બધા વિદ્યાર્થીઓ મોજમાં આવી ગયા અને કલાસમાં આમ થી તેમ ફરવા લાગ્યા આવી રીતે લગભગ દસેક મિનિટ બાદ ગલુડિયાને કલાસરૂમની બહાર કાઢવામાં આવ્યું. @@@@@@@@@@@@@@ આવી જ રીતે એક વખત જ્યારે બધા વિદ્યાર્થીઓ લેક્ચરમાં મશગુલ(!) હતા. ત્યાં બધાને "ચુઇઈઈ....." જેવો અવાજ સાંભળવા મળ્યો. બધાને એમ હતું કે હશે કંઇક ક્યાંક કોલેજમાં કોઈ કામ ચાલુ હશે.આમ પણ જ્યારથી અમે લોકોએ એડમિશન લીધું ત્યારથી કોલેજમાં કંઇક ને કઇંક બાંધકામનું કામ ચાલુ જ રહેતું.થોડા સમય પછી ફરી એવો અવાજ સાંભળવા મળ્યો. અને અવાજ જાણે કલાસરૂમમાંથી જ આવતો હોય તેવું લાગ્યું.એટલે ક્લાસમાં લેકચર આપતા ફેકલ્ટીએ પાછળ ફરીને જોયું અને બોલ્યા કે જે કોઈ પણ હોય તે શાંતિથી બેસે. કોઈ કાંઈ બોલ્યું નઈ.જેવા ફેકલ્ટી બોર્ડ તરફ ફર્યા કે પાછો અવાજ આવ્યો અને તેઓ ગુસ્સાથી પાછળ તરફ ફર્યા. અને અમે બધાયે ઉપર પંખા તરફ જોયું એટલે ફેકલ્ટીએ પણ પંખા તરફ જોયું. ફરી પાછો "ચુઈઇઈઈઈ ......." એવો અવાજ આવ્યો. એટલે ફેકલ્ટીને ખાત્રી થઈ ગઈ કે અવાજ પંખામાંથી જ આવી રહયો છે.તેથી તેઓએ તે ફેન બંધ કરવાનું કહ્યું એક વિદ્યાર્થી ઉભો થયો અને ફેન બંધ કરી દીધો. તે પંખાની નીચે બેઠેલા વિદ્યાર્થીઓ બિચારા પરસેવે નહાવા લાગ્યા. પંખો બંધ થતાં જ અવાજો આવતા બંધ થઈ ગયો તેથી બધાને એમ લાગ્યું કે અવાજ ફાઇનલ પંખામાંથી જ આવે છે. હવે બંધ પંખા નીચે બેઠેલા વિદ્યાર્થીઓને થયું કે આતો સલવાઈ ગયા રીસેસ પછી જગ્યા બદલાવવી પડશે. એટલે કથિત પરેશાનીઓએ રીસેસ સુધી ગરમીનો આનંદ(!) લીધા બાદ છેલ્લી રીસેસ ને પુરી થવાની થોડી વાર પહેલાજ કલાસમાં આવીને તેઓએ તેમની જગ્યા બદલાવી. (ક્રમશઃ) ‹ Previous Chapterકોલેજના કારસ્તાનો ભાગ- 5 › Next Chapterકોલેજના કારસ્તાનો - ભાગ - 7 Download Our App More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Keyur Pansara Follow Novel by Keyur Pansara in Gujarati Comedy stories Total Episodes : 9 Share NEW REALESED Classic Stories સાટા - પેટા - 12 કરસનજી રાઠોડ તંત્રી Love Stories અનહદ પ્રેમ - 6 Meera Soneji Women Focused છપ્પર પગી - 79 Rajesh Kariya Love Stories નો ગર્લ્સ અલાઉડ - ભાગ 56 Nilesh Rajput Motivational Stories વાંચન અને વિચાર - સ્વસ્થ માનસિકતાની ગુરુચાવી Tr. Mrs. Snehal Jani Spiritual Stories ગરુડ પુરાણ - ભાગ 3 MB (Official) Love Stories પ્રેમ - નફરત - ૧૨૦ Mital Thakkar Motivational Stories સાથ નિભાના સાથિયા - 16 Hemakshi Thakkar Horror Stories ડર હરપળ - 3 Hitesh Parmar Fiction Stories અનુબંધ - 16 ruta