masoom books and stories free download online pdf in Gujarati

માસૂમ

હિના આજે ખૂબ જ થાકી ગઈ હતી.આજે પેશન્ટ ખૂબ જ હોવાથી એને શ્વાસ લેવાનો પણ જાણે ટાઈમ મર્યો ના હતો.હિના ની ડ્યૂટી આજે OT માં હતી.હિના શહેર ની પ્રખ્યાત ગાયનેક હોસ્પિટલ માં નર્સ હતી.હિના ને આ હોસ્પિટલ માં પાંચ વર્ષ થઈ ગયા હતા,હોસ્પિટલ માં ડૉક્ટર ની ગેરહાજરી માં પણ હિના દર્દી ને સંભારી લેતી,ડોક્ટર ને પણ હિના પર ખૂબ ભરોસો હતો.આજે હિના સવાર ની એકધારી કામ માં વ્યસ્ત હતી.ચાર સિઝેરિયન હતા.આજે OT માં આખો દિવસ ની ડ્યૂટી હતી,આજે રોજ કરતા વધારે થાક લાગ્યો હતો.હવે તો સાંજના છ થવા આવ્યા હતા.આમ તો એની ડ્યૂટી ફક્ત પાંચ સુધી જ હોય છે પરંતુ આજે કામ વધારે હોવાથી છ વાગી ગયા.હવે એને ઘરે જવું જોઈએ,આમ વિચારી એ ફ્રેશ થવા ગઈ.હજુ તો મો ઉપર પાણી ની છાલક જ મારી હતી કે બહાર થી ખૂબ જ શોરબકોર સંભળાયો.એ જલ્દી થી બહાર આવી,જોયું તો એક પેશન્ટ ને લઈ ને એના સગા આવ્યા હતા.એમર્જનસી કેસ લાગતો હતો.બહાર ખૂબ જ રડારોળ ચાલતી હતી.એને જોયું તો એક નર્સ લેન્ડલાઈન પર થી ગભરાયેલી હાલત માં કોઈ ને ફોન કરવા પ્રયત્ન કરી રહી હતી.પરતું એના ચહેરા ના હાવભાવ પરથી લાગતું હતું કે ફોન કોઈ ઉપાડતું ન હતું.એ સમજી ગઈ કે ડૉક્ટર ને ફોન કરી રહી હશે.સવાર ની ડ્યૂટી પર ના ડૉક્ટર તો અત્યારે જ પોતાની ડ્યૂટી પુરી કરી નીકળી ગયા હતા,અને સાંજ ની ડ્યૂટી પર ના ડૉક્ટર હજુ સુધી આવ્યા ન હતા,પોતાની પણ ડ્યૂટી હવે પુરી થઈ હતી,છતાં એ જલ્દી થી પેશન્ટ ની પાસે આવી.એને જોયું તો એક જુવાન છોકરી જે ઉંમર પરથી તો સત્તર અઢાર વર્ષ ની લાગતી હતી.એ પીડા થી કણસી રહી હતી.સગા એ જણાવ્યું કે એને સાત માસ નો ગર્ભ હતો.

આજે અચાનક બ્લીડીંગ સાથે પીડા ઉપડી,લોહી ખૂબ જ વહી ગયું હતું.હિના એ જલ્દી થી વોર્ડબોય ને પેશન્ટ ને OT ખસેડવા કહ્યું,એને ડૉક્ટર ને ફોન લગાવ્યો પણ ફોન લાગતો ન હતો,એને પોતાના પાંચ વર્ષ ના અનુભવ ને કામે લગાડ્યો.એને બનતા બધા જ પ્રયત્ન કર્યા લોહી અટકાવવા ના,પરંતુ લોહી અટકવાનું નામ લેતું ના હતું.પેશન્ટ ની હાલત પર થી લાગતું હતું કે તાત્કાલિક ઓપરેશન ની જરૂર હતી.એક માસૂમ ના જીવ નો સવાલ હતો,જો લોહી ના અટકે તો માતા અને બાળક બન્ને ને બચાવવા મુશ્કિલ હતા.છોકરી સાથે આવેલી બે સ્ત્રીઓ બહાર ઉદાસ ચેહરે બેઠી હતી,તેમાંથી એક એની માતા હશે એમ લાગતું હતું, કેમકે પોતાની છોકરી ને પીડા માં જોઈ હોશ ખોઈ બેઠેલી એ માતા જ હોઈ શકે! મેં ફરીથી ડૉક્ટર ને ફોન લગાવ્યો આ વખત નશીબ જોગે ફોન લાગી ગયો,ડૉક્ટર રસ્તા માં જ હતા,તેમને કહ્યું કે બસ દસ મિનિટ માં પહોંચું છું.ડૉક્ટર ના આવતા પેહલા હિના ઓપરેશન ની તૈયારી માં લાગી ગઈ.એને મુખ્ય નર્સ હોવાના લીધે બીજા બધા ને ફટાફટ સૂચના ઓ આપવા માંડી, બધી જ તૈયારી થઈ ગઈ હવે બસ પેશન્ટ ના પતિ ની સહી ફોર્મ પર લેવાની બાકી હતી.એ છોકરી ના માતા પાસે આવી જણાવ્યું કે તેઓ એના પતિ ને જાણ કરી દે તો તેઓ આવી ફોર્મ પર સહી કરી આપે.માતા એ સહી પોતે કરી આપશે એવી વિનંતી કરી,એમર્જનસી ને ધ્યાન માં લઇ માતા ની સહી લઇ લીધી.ડૉક્ટર પણ આવી ગયા.ઓપરેશન શરૂ થયું,છોકરી તો બચી ગઈ પરંતુ કમનસીબે એના બાળક ને બચાવી ના શકાયું.હિના ને આ વાત નું ઘણું દુઃખ થયું પરંતુ કુદરત ની આગળ કોઈ નું ચાલતું નથી.એને પોતે જ છોકરીની માતા ને આ વાત ની જાણ કરી,એમની આંખો માં છોકરી સલામત હોવાની ખુશી સ્પષ્ટ જણાય આવતી હતી,એમની એ બે લાગણી ભીની આંખો જાણે ડૉક્ટર અને સ્ટાફ ને આભાર વ્યક્ત કરતી હોય એમ છલકાય ગઈ હતી,પરંતુ જ્યારે એના બાળક ના ગુમાવવા ના સમાચાર જાણ્યા તો આશ્ચર્ય ની વચ્ચે એમને કોઈ પ્રતિક્રિયા ન આપી.જાણે એમને બાળક ન બચવાનું કોઈ દુઃખ જ ન થયું હોય એમ એમના ચેહરા પર કઠોરતા જણાય આવતી હતી.હિના ને નવાઈ લાગી પરંતુ અત્યારે હજુ પેશન્ટ ને સાચવવાનું બાકી હતું,એ ત્યાંથી સીધી પેશન્ટ પાસે આવી,એના હોશ માં આવવાની હજુ વાર હતી.બે કલાક માં છોકરી ને હોશ આવી ગયો,અત્યારે એને એના બાળક વિશે ના બતાવવું એમ એના સગા ને જણાવ્યું.હિના જ્યારે પણ છોકરી ની માતા સામે આવતી એને કઈક અલગ જ ભાવ એમની આંખો માં જોવા મળતા,જાણે એ ઘણું બધું કેહવા માંગતી હોય.પછી તો છોકરી ને પણ એના બાળક વિશે જાણ થઈ એ ખૂબ રડી.પછી ના ત્રણ દિવસ એને હોસ્પિટલ માં જ રાખવામાં આવી.ચોથા દિવસે એને હોસ્પિટલ માંથી રજા આપવામાં આવવાની હતી.આ ત્રણ દિવસ માં હિના ને એ છોકરી અને એના સગા સાથે ઘણો મન મેળાપ થઈ ગયો હતો.પરંતુ હજુ પણ એને એની માતા પાસે થી એ ઉદાસી નું કારણ જાણવા મળ્યું ન હતું.તે દિવસે એમને રજા આપવાની હોય હિના પપેરવર્ક માં લાગેલી હતી,એને એ વાત ની નવાઈ લાગી કે આ ત્રણ દિવસ માં હજુ સુધી એ છોકરી નો પતિ એની ખબર સુદ્ધા પૂછવા આવ્યો ન હતો.હિના ને લાગ્યું કદાચ ડિવોર્સ થઈ ગયા હશે નહિ તો બન્ને નું બનતું નહિ હોય અને કદાચ એજ કારણસર એની માતા ઉદાસ હશે.તે છતાં હિના થી આજે તો રેહવાયુ નહિ,એણે નક્કી કર્યું કે આજે તો એ પૂછી ને સાચી વાત જાણી ને જ રહેશે.એને છોકરી ની માતા ને એકલા બેઠેલા જોઈ એમની સાથે પેટ છૂટી વાત કરવાનું વિચાર્યું.એને પેહલા તો આમતેમ બધી વાત કરી પછી ધીરેથી છોકરી ના પતિ વિશે વાત ચાલુ કરી,પતિ ની વાત સાંભળતા જ માતા ની આંખ માંથી ટપટપ આંસુ પડવા લાગ્યા,આજે જાણે ઘણા દિવસ નો દબાવી રાખેલો ધોધ આજે આંસુરૂપે વહી રહ્યો હતો.એની માતા એ જ્યારે બધી વાત હિના ને કરી તો થોડી સેકન્ડ માટે તો હિના સ્તબ્ધ થઈ ગઈ,એને વિશ્વાસ જ ન આવ્યો કે આટલી નાજુક છોકરી એ આવું દુઃખ જોયું હશે.એનું માતા ના કેહવા મુજબ છોકરી હજુ અઢાર જ વર્ષ ની હતી અને એ એના જ કોઈ સગા ની હવસ નો શિકાર બની હતી,આશ્ચર્ય ની વાત તો એ હતી કે આ વાત ની જાણ એની માતા ને પણ ત્યારે થઈ જ્યારે દીકરી નું ઉપસેલુ પેટ,અને વારે વારે બગડતી તબિયત પછી એમને દીકરી ની પૂછપરછ કરી.દીકરી ની ઈજ્જત ને ધ્યાન માં લઇ,બદનામી ના ડરે એમને એ હવસખોર ની સામે કોઈ પગલાં લીધા ન હતા.આજે એ મજબૂર માતા ની આંખો ઘણું બધું કહી રહી હતી.હિના આ વાત જાણી અંદર થઈ હચમચી ગઈ હતી.એની આંખો સમક્ષ દસ વર્ષ પહેલાં બનેલી ઘટના દેખાય રહી હતી.આજે એ છોકરી ની આંખો માં જાણે એને સિયા દેખાય રહી હતી.આજે એને જાણે સિયા ની એ બે માસૂમ આંખો દેખાય રહી હતીઆજે જાણે સિયાની ચીસો એના કાન માં સંભળાય રહી હતી.સિયા,એની નાની બહેન,એનું પ્રાણ થી પણ વધારે વ્હાલું એનું નાનું રમકડુ જ તો હતી સિયા.માતા પિતા ના અવસાન બાદ એકલી પડી ગયેલી બન્ને બહેનો એકબીજા નો સહારો બની રહી ગયેલી.હિના સિયા કરતા ઉંમર માં પાંચ વર્ષ મોટી હતી.નાનકડી સિયા હિના ને ખૂબ જ વ્હાલી હતી.હિના એ અભ્યાસ ની સાથે ઘર ચલાવવા પાર્ટટાઇમ જોબ શોધી કાઢી હતી.એના ઉપર સિયા ના અભ્યાસ ની પણ જવાબદારી હતી.એ સિયા ને બધી ખુશી આપવા માંગતી હતી.સિયા કૉલેજ પછી સીધી જોબ પર જતી.રાત્રે મોડે ઘેર આવતી.સિયા જાતે જમી ટીવી જોતા જોતા સુઈ જતી.જ્યારે પણ હિના ઘરે આવે સિયા સુઈ ગઈ હોય.સિયા ને હવે ચૌદ મુ બેઠું હતુ, સિયા હવે સમજદાર થઈ ગઈ હતી.એ દેખાવ માં પણ ખૂબ જ સુંદર હતી,હિના ને ઘણી વાર સિયા ની ચિંતા થતી કેમકે પોતે તો આખો દિવસ કોલેજ અને જોબ માં જ વ્યસ્ત રહેતી,એ સિયા પર ધ્યાન આપી શકતી ન હતી.એને ખબર હતી કે હવે સિયા મોટી થઈ ગઈ છે.આમ દિવસો વીતતા હતા પરંતુ એ દિવસ હિના કદી ના ભૂલી શકી જ્યારે એને કામ વધારે હોવાથી ઘરે આવતા મોડું થયું.એને સિયા ની ચિંતા થઈ પરંતુ તે દિવસ રીક્ષા પણ જલ્દી ન મળી.એ ઘરે પહોંચી તો દરવાજો ખુલ્લો હતો,એને લાગ્યું સિયા બંધ કરવાનું ભૂલી ગઈ હશે.એને લાગ્યું સિયા રોજ ની જેમ ઊંઘી ગઈ હશે,પરંતુ જ્યારે એ રૂમ માં પહોંચી તો એના પવ નીચે થઈ જમીન ખસી ગઈ,એ ત્યાંજ થીજી ગઈ,એને જોયું તો સિયા બેડરૂમ ના ફર્શ પર પડેલી હતી,જમીન પર પડેલા લોહી ના ધબ્બા,સિયા નું લોહી થઈ ખરડાયેલું ફ્રોક જોઈ એને સમજતા વાર ના લાગી કે સિયા સાથે શુ બન્યું હશે. એ ગભરાયેલી હાલત માં જ સિયા પાસે બેસી પડી,એણે જોયું તો સિયા ની આંખો ફાટી ગઈ હતી,શરીર ઠંડુ પડી ગયું હતું.એની સિયા,એનું વ્હાલું રમકડું એનાથી કોઈએ છીનવી લીધું હતું.ત્યારબાદ તો હિના એ સિયા ને ન્યાય અપાવવા પોલીસ માં ફરિયાદ નોંધાવી,પોલીસે ઘણી તપાસ કરી પરંતુ અંતે તો શૂન્યજ.એ નરાધમ નો પત્તો લાગ્યો ન હતો.હિના એ ખૂબ પ્રયત્ન કર્યા એની ફૂલ જેવી માસૂમ બહેન ને ન્યાય અપાવવા ના પરંતુ,પૈસા ની તંગી,અને મોટી ઓળખાણ ના અભાવે પોલીસે પણ થોડા દિવસ માં જ કેસ બંધ કરી દીધો.આજે જાણે સિયા ફરી થી ન્યાય માટે પોકારી રહી હતી.આજે આ છોકરી ની આંખો માં એને સિયા ની માસૂમ આંખો દેખાય રહી હતી,એને નક્કી કર્યું કે આજે આ સિયા ને એ ન્યાય અપાવી ને જ રહેશે.
હિના એ છોકરી ની માતા ને પોલીસ ફરિયાદ કરાવવા ઘણું સમજાવ્યા.ઘણા સમજાવ્યા પછી તેઓ માન્યા.ફરિયાદ થઈ,દલીલો થઈ,છોકરી નું બયાન લેવામાં આવ્યું,એના કહેવાથી એ સગા ને રિમાન્ડ પર લેવામાં આવ્યો.હિના એ પોતાની રીતે બધી જ કોશિશ કરી,આ પાંચ વર્ષ માં એની ઘણી ઓળખાણ બની ગઈ હતી,આ કિસ્સા માં અપરાધી ને છોકરી જાણતી હતી એટલે સહેલું થયું.અંતે કેસ ચાલ્યો.હિનાએ આર્થિક રીતે પણ ખૂબ મદદ કરી અને અપરાધી ને અંતે સજા થઈ.આજે હિના એ વરસો બાદ પેહલી વાર શાંતિ નો શ્વાસ લીધો હતો.આજે એને લાગી રહ્યું હતું કે સિયા ની એ માસૂમ આંખો ઉપર થી હસી રહી હતી