pappa books and stories free download online pdf in Gujarati

પપ્પા.

"આજે એક એવા પ્રસંગ પર વાત કરવી છે, કે લગભગ મોટા ભાગ ની જીવન ગાથા ઓ માં સંકળાયેલી છે, મોટા ભાગના લોકો ની સાથે આ ઘટના રચાય ગયેલી કદાચ હોય છે, અને મારા ખ્યાલ મુજબ કહું તો આવતી જે સમય ની ધારા છે, ને એમાં પણ બીજું કંઈ બને કે ના બને એ દુનિયા નું જે થવું હોય એ થાય ધરતી ફાટે કે પછી ગમે તેવી મોટા માં મોટી આજે સુનામી ભલે આવે પણ આજનો આ પ્રસંગ જે નાનકડો કહેવાનો છુ, ને એમનાથી આજે લગભગ હરેક ના દિલ માંથી 'એક એક આસું ની ધાર ચાલી જશે' તો આજનો પ્રસંગ છે, એક 'પિતા'
          આજની જીવન ની મોટા ભાગની કહાની ઓ માં એક માતા ને એક દીકરી કે પછી પ્રૅમ ની કહાની વધારે લોકો મઢતા હોય છે, પરંતુ આજે એક પ્યારા પિતા નો એક પ્રસંગ કેહવા છે, જે મોટા ભાગના લોકોના જીવન માં બની ગયેલી ઘટના હશે.
          એક દિવસ ની આ વાત છે, જ્યારે પપ્પા એ મને ભણવા માટે ખુબજ મર્યો હતો ને હું ભણી ગણી ને એક મોટો માણસ બનું એ પપ્પા એ પ્રયત્ન કર્યો હતો.પરંતુ આજે પપ્પાની ની વાત મને સાચી લાગી છે. આજે પપ્પા નું દેહાંત થયું છે. એમના ઘણા વર્ષો ગુજરી ગયા છે. પણ આજે જે એ પ્રસંગો વીતી ગયા છે. ને એમની આજે બહુજ યાદ આવે છે. જો પપ્પા એ કહ્યું તેમ મેં જો એ સમયે કર્યું હોત ને તો આજે એક સુખી જિંદગી જીવી રહ્યો હોત ને આજે જે સપનાઓ છે. ને એમને હું પુરા કરી શક્યો હોત.
           
          જે સમયે પપ્પા મને ખુબ જ ખિજાતા અને મારતા ને એ ક્ષણે મારીજ ભૂલ હતી એટલે મને પપ્પા મારતા જો... એ દીવસો માં મેં ધ્યાન આપ્યું હોત ને..? (તો આજે આ દિવસો બરબાદી ના વેઠવા ના પડ્યા હોત ) પપ્પા એ કહેલું દીકરા હું કહું તેમ કર ને તો તું તારી જિંદગી માં ખુશી ખુશી રહીશ પણ એ થોડા દિવસો ની ખુશી ના લીધે મેં મારીજ જિંદગી ની ધૂળ માં રોળવિ નાખી એ ખીડા ક્ષણો ની મોજ ને ખાતીર હું આવનારી જિંદગી નું વિચારવાનું ભૂલ કરી ને બેઠયો આજે મને મારી જાત પર બહુજ ગુસ્સો આવે છે. બહુજ ચીડ આવે છે. પરંતુ જે વીતી ગયું છે. એ પાછું તો નહીં મેળવું પણ આજે મારા જેવી ભૂલ મારા ઘર માંથી કોઈ ના કરે એમનો હું ખ્યાલ તો રાખીજ શકુ ને...!
          મારી જિંદગી નો એક મોટા માં મોટો પ્રસંગ કહું ને તો..  મને યાદ છે એ દિવસ જે પપ્પા એ દવાખાને દવા ના લીધી ને મારી ભણતર ની જે ફી ભરવાની હતી એમના માટે એ મને રૂપિયા આપ્યા બને હજુ પણ એ દિવસ યાદ છે.
       એ સમયે બન્યું હતું એવું કે બોપર ના સમયે પપ્પા ઘરે આવ્યા હતા ને ઉનાળાની ઋતુ ચાલતી હતી એ સુરજ ભર બોપરે અગ્નિ નો પ્રહાર કરી રહ્યો હતો. પપ્પા વાડી નું કામ પૂરું કરી ને એ આ કળા તડકા ના ઘરે આવ્યા પરસેવે રેલમ છેલ થઈ ગયેલા હતા ને હું પણ તે સમયે ઘરે હતો. મને ઘરે જોઈ ને પપ્પા એ મને પૂછ્યું કે કેમ તું આજે ઘરે 'નિશળે કોણ તારો બાપ જાહે' એ સમયે એક તો પપ્પા આ વાડી નું કામ નિપટાવી ને વાડી એ થી ઘરે આવ્યા ને બહુજ થકી ગયેલા હતા ને ઘરે આવ્યા ત્યાં મેં એમના થાક ને બમણો કરી દીધો હતો. ને પપ્પા ને વાડી એ થી ઘરે આવ્યા નિકળા ત્યારે લગભગ એમને છાતી માં ઝીણું ઝીણું દુઃખવા આવ્યું હતું ને ઘરે આવ્યા ત્યાં એ સાવ થકી ગયા હતા પણ મને જોયો એટલે એ છાતી નો દુઃખાવો મારા ખ્યાલ મુજબ મેજ બમણો કરી નાખ્યો પણ મેં પપ્પા ને કહ્યું કે આજે જો નિશાળે ફી ના ભરી ને તો યે મને બેસવા નહીં દે તો એ ધરે જામી ને પેહલા ડોક્ટર પાસે ગયા ને પછી મારી ફી નું કર્યું પરંતુ પપ્પા જયારે ડોક્ટર પાસે ગયા ને  તે પહેલા જ પપ્પા ને છાતી નો દુઃખાવો વધી ગયેલો હતો ને એ ડોક્ટર પાસે ગયા ને ત્યારે એવા સમાચાર હતા કે દિલ નો દોહરો પડ્યો છે. પરંતુ પપ્પા એ એ વાત કાને ના લઈ ને મારી જે નિશાળ ની ફી ભરવાની હતી એમના માટે તે બહારથી વ્યાજે રૂપિયા નો બાંધોબસ્ત કર્યું ને મને કહ્યું આલે દીકરા તારી ફી ને તું બસ ભણતર માં ધ્યાન આપ ખલી ને તે વર્ષ ખેતી માં દુકાળ નું હતું ને એમાં પણ કેટલા દવા ના ખાતર ના બિલ માથે હતા ત્યાં મેં પાછું એક બિલ વધારી દીધું વ્યાજ નું પણ પપ્પા એટલા ખુશ હતા એ સમયે કે મારો દીકરો ભણી ને એક મોટો ઓફિસર બનશે ને એટલે આ જિંદગી માં મારી જેમ મારા દીકરાને કાળી મજૂરી નહીં કરવી પડે પણ એ સમયે પપ્પા ની વાત ને હું જાણી ના શક્યો ને હું મોજ શોખ માં જ રહ્યો હતો.
       'થોડા દિવસો ની મોજ માં,
            જિંદગી કરી બરબાદ મેં.
       પપ્પા નું કહ્યું ના માની ને,
             જિંદગી ભર લંગડો થયો હું.'
ને થોડા દિવસો વીત્યા ને પપ્પા ને પાછું એક વાર વાડી નું કામ પૂરું કરી ને સંધ્યા ના સમયે ઘરે આવ્યા ને પપ્પા ને એમની સાયકલ લય ને ઘરે આવતા હતા એવા માં જ પપ્પા ને ફરી વાર દિલ નો દોહરો (Heart attack) આવ્યો ને પપ્પા  સાયકલ પર થી નીચે પડી ગયા ને. ત્યાં આજુ બાજુ વાડી વાળા ભેગા થઈ ગયા તે સમયે પપ્પા બસ એમના બને હાથ જોડી ને એટલું જ બોલ્યા એમના મુખે થી 'જય ગુરુદેવ' - 'જય શ્રી રામ'......

     આ કહાની સત્ય ઘટનાઓ માની એક છે. મારા એક દોસ્ત ની ઘટના છે. આજે ખરેખર પપ્પા હોત ને તો પણ એ બહુજ ખુશ હોત ભલે મારો દીકરો ભણ્યો નહીં પરંતુ આજના ભણતા છોકરા ની જેમ એ નથી બગડ્યો કેમ કે આજના છોકરા નાના નાના હોય છે. ત્યાં એ સિગારેટ ના તંબાકુ ના વ્યાસને છે. એમાંથી મારે છોકરો કોઈ પણ એવા વ્યસને નથી ને મોટ વાત એ કે લોકો ની જેમ જ એ છોકરી ઓ ને કોઈ પણ પ્રકારની ખરાબ રીતે કે ખબર કોઈ નું નથી કરતો...
    ( પપ્પા નું માન સન્માન રાખવું એ એમને કયારેય નીચે જોવું પડે એવું ના કરવી ને પપ્પા ની વાત ને સમજી ને આપણી જિંદગી નેજ એક સારી એવી બનાવીએ )
    

       Love you pappa
      Miss you pappa