Evergreen Friendship - 1 books and stories free download online pdf in Gujarati

એવરગ્રીન ફ્રેન્ડશીપ - 1

એવરગ્રીન ફ્રેન્ડશીપ
                             પાર્ટ-1
           હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ???

           સ્ટોરીનું નામ જોઈને તમને એટલો તો ખ્યાલ આવી જ ગયો હશે કે આ સ્ટોરી છે ફ્રેન્ડશીપ વિશે, હવે તમે વિચારશો કે કોઈ કોલેજ ફ્રેન્ડસની વાતો હશે અથવા કોઈ પાકા મિત્રો કે સાહેલીઓની વાતો હશે અહીં..

          ના, હું અહી વાત કરવાની છું બે એવા ફ્રેન્ડસની જેઓ ના તો બાળપણના ફ્રેન્ડ્સ છે ના તો સ્કૂલ કે કોલેજના, અહીં વાત છે પ્રગતિ અને વૈશ્વની, જેઓ એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ્સ છે...

         તમારા મનમાં સવાલ ઉઠતા હશે કે તેઓ સ્કુલ, કોલેજ કે બાળપણના ફ્રેન્ડ્સ નથી તો તેઓ કઈ રીતે મળ્યા?, કઈ રીતે બેસ્ટ ફ્રેન્ડ બન્યા?, તો આવો એ માટે આપણે જઈએ એવરગ્રીન ફ્રેન્ડશીપની સફરે...

                            * * * * * 

               ટ્રેનની સ્પીડ ધીમે ધીમે ઓછી થઈ અને ટ્રેન સ્ટેશન પર આવીને ઉભી રહી ગઈ. હું ભીડની વચ્ચેથી જગ્યા કરતી કરતી સ્ટેશન પર ઉતરી અને પ્લેટફોર્મ પરથી બહાર આવી.

              બહાર આવતા જ સુરતની હવા મને ઘેરાઈ ગઈ, મેં પણ બે હાથ ફેલાવીને અંગડાઈ લેતા તેને મારા અંદર સમાવી લીધી.

               હું ઓટો સ્ટેન્ડ પાસે ગઈ ત્યાં તો બધા જ ઓટો વાળા મને તેની ઓટોમાં બેસવા આગ્રહ કરવા લાગ્યા, તેમાંથી એક સારા લાગતા અંકલની ઓટોમાં હું બેસી ગઈ, મારી સેફ્ટીનો પણ સવાલ છે ને, ઓટો સુરત સિટીના રસ્તાઓ પર દોડવા લાગી, હું પણ સુરતને મન ભરીને નિહાળવા લાગી.

ઓહહ, હું મારો પરિચય આપવાનું તો ભૂલી જ ગઈ, મારુ નામ પ્રગતિ પટેલ છે, હું ભાવનગરની રહેવાસી છું, સુરત હું મારી જિંદગીની નવી શરૂઆત કરવા આવી છું, ના..ના.. મારા લગ્ન નથી થયા, હું તો અહીં કોલેજ કરવા આવી છું. મેં બેચલર તો ભાવનગરમાં જ કમ્પલીટ કરી લીધું છે અહીં તો હું માસ્ટર કરવા આવી છું, મારા પેરેન્ટ્સની તો ચોખ્ખી ના જ હતી કે અહીં જ સ્ટડી કરો, બહાર ક્યાંય જવું નથી પણ એમ હું માની જાવ તો મારું નામ પ્રગતિ નહિ ને? એટલે જ મેં મહેનત કરી અને મારા પેરેન્ટ્સને કન્વીન્સ કરવા લાગી, કેટલા દિવસો સુધી રિસામણા મનામણા ચાલ્યા પછી છેવટે તેઓ મારી વાત માનવા અને મને અહીં આવવા દેવા તૈયાર થયા, આજે મારે આવવાનું હતું ત્યારે મને તેઓ સ્ટેશન પર મુકવા આવેલા, ટ્રેન ચાલુ થઈ ત્યાં સુધી મમ્મીની શિખામણો ચાલુ હતી, અજાણ્યા લોકો સાથે વાતચીત કરવી નહીં, રાતે મોડે સુધી બહાર નીકળવું નહિ, એકલા રાતે ક્યાંય બહાર જવું નહિ, દરરોજ ભૂલ્યા વગર ઘરે એકવાર ફોન કરવો વગેરે વગેરે..મારો પરિચય તો બહુ લાંબો ચાલ્યો નહિ? ચાલો તો પાછા આપણે હતા ત્યાં પોહચી જઈએ.

હા, તો હું સુરતને મન ભરીને નિહાળી રહી હતી, રસ્તાની બન્ને બાજુ મોટી મોટી બિલ્ડીંગ અને મોલ્સ આવેલા છે, સુરત વૈવિધ્યસભર છે, મારી ઓટો અડાજણ સર્કલ પાસે આવીને ઉભી રહે છે, હું નીચે ઉતરી અને ઓટો વાળા અંકલને તેમનું ભાડું ચૂકવીને બેગ્સ લઈને ચાલવા લાગી, મારી એક ફ્રેન્ડ નીક્કી અહીંયા એક ફ્લેટ રેન્ટ પર રાખીને રહે છે, હું પણ તેની સાથે જ રહેવાની છું, અમે બન્ને રેન્ટ શેર કરી લેશું. હું અને નીક્કી એક જ સ્કૂલમાં હતા, તે મારાથી એક બેચ આગળ હતી, અમે બન્ને બાજુ બાજુની સોસાયટીમાં જ રહેતા અને એમ પણ નીક્કી મારા મામાના ગામની જ હતી તેથી મારા પેરેન્ટ્સ પણ તેને ઓળખતા હતા. નીક્કી પણ મારી જેમ અહીંયા કોલેજ કરવા આવી હતી અને પછી તેને અહીંયા જ એક કંપનીમાં સારી જોબ મળી ગઈ તેથી તે અહીંયા જ રોકાઈ ગઈ છે.
હું ફ્લેટના દરવાજા પાસે પોહચી, મેં ડોરબેલ વગાડી, થોડીવાર પછી નીકકીએ દરવાજો ખોલ્યો, મને સામે જોઇને તે ખુશીથી મને વળગી પડી, પછી તેને મારી બેગ્સ અંદર લીધી.

"કેટલી વાર લગાડી તે દરવાજો ખોલતા, શુ કરતી હતી?" મેં બનાવટી ગુસ્સા સાથે તેને પૂછ્યું.

"હું વોશરૂમમાં હતી." નીકકીએ દરવાજો ખોલવામાં કેમ વાર લાગી તેની ચોખવટ કરી.

"વોશરૂમમાં શુ કરતી હતી?" મેં પણ તેની સામે મસ્તી કરતા કહ્યું.

"વોશરૂમનો યુઝ લોકો શુ કરવા કરતાં હોય, શુ યાર પ્રીતું તું પણ હજુ તો આવી નથી કે તારી મસ્તી ચાલુ થઈ ગઈ" નીક્કી મને લાડથી પ્રીતું કહીને જ બોલાવતી.

"તને તો ખબર છે ને મને મસ્તી કરવા તો જોઈએ જ" મેં તેના કાન ખેંચતા કહ્યું. 

"આઉચ.. તું નહીં સુધરે, ઉભી રે તું હું પણ તારી ખબર લઉં છું." કહેતા તે મને મારવા જતી હતી પણ હું ત્યાંથી દોડવા લાગી તે પણ મારી પાછળ દોડી, અમે એકબીજા પર તકિયા અને ઓશિકા ફેંકવા લાગ્યા, આખરે તેણે મને પકડી લીધી, દોડવાના લીધે અમે બન્ને હાફવા લાગ્યા હતા આથી અમે નીચે બેસી ગયા.

"તો ફાઇનલી તે તારા પેરેન્ટ્સને મનાવી જ લીધા" નીકકીએ મને પૂછ્યું.

"હા યાર બહુ મહેનત કરવી પડી તેમને મનાવવા માટે, તેઓ મને એકલી અહીંયા ભણવા મોકલવા માટે તૈયાર જ નોહતા, જેમ તેમ કરીને તેમને મનાવ્યાં છે."

"હું તારા માટે કંઈક નાસ્તો બનાવી આપું તને ભૂખ લાગી હશે." નીકકીએ મને પૂછ્યું.

"ના મેં ટ્રેનમાં નાસ્તો કર્યો હતો એટલે મને ભૂખ નથી, આમ પણ હમણાં સાંજ પડી જશે એટલે જમી લેશું, હું પહેલા મારો સામાન ગોઠવી દઉં." મેં નાસ્તાની ના પાડતા કહ્યું.

નીકકીએ મને આખો ફ્લેટ બતાવ્યો, બે રૂમ, હોલ અને કિચનનો નાનો પણ નહીં અને બહુ મોટો પણ નહીં એવો સુંદર ફ્લેટ હતો, હોલની બહારની સાઈડ એક બાલ્કની પણ હતી, બાલ્કની રસ્તા પર પડતી હતી, આથી ત્યાંથી બધું જ જોઈ શકાતું હતું, એક રૂમ નિક્કીનો છે અને બીજા રૂમમાં અત્યાર સુધી બીજી એક ગર્લ પી.જી. તરીકે રહેતી હતી પણ તેનું ભણવાનું પૂરું થતા તે રૂમ ખાલી કરીને જતી રહી હતી, હવે એ રૂમમાં મારે રહેવાનું હતું, હું આવવાની હતી આથી નીકકીએ રૂમને સાફ કરી રાખ્યો હતો.

નીકકીએ મને મારો રૂમ બતાવ્યો, મેં બેગ્સ ખોલી અને મારો સમાન ગોઠવવા લાગી, મારે બીજા દિવસે કોલેજમાં એડમિશનની પ્રોસેસ પુરી કરવા જવાનું હતું. મેં મારો સામાન ગોઠવ્યો ત્યાં સુધીમાં નીકકીએ જમવાનું બનાવી નાખ્યું. મેં ઘરે ફોન કરીને જાણ કરી દીધી કે હું અહી સહી સલામત પોહચી ગઈ છું, મારા મમ્મીએ નીક્કી સાથે પણ વાત કરી અને મારું ધ્યાન રાખવાનું કહ્યું.

આજે નિકકીને ઓફિસમાં રજા હતી તેથી તે ઘરે હતી. મારો સમાન ગોઠવી અમે જમવા બેસી ગયા, નીકકીએ મારુ ફેવરિટ સેવ-ટામેટાનું શાક અને ભાખરી બનાવ્યા હતા, અમે નિરાંતે વાતો કરતા કરતા જમવાનું પૂરું કર્યું અને પછી બન્નેએ સાથે મળીને બાકીનું ઘરકામ પતાવ્યું.

કામ પતાવીને નીક્કી ચાલવા જવા તૈયાર થઈ, તેણે મને પણ સાથે આવવા કહ્યું, નિકકીને દરરોજ જમીને ચાલવા જવાની આદત હતી, હું ઘરે એકલી બેસીને શુ કરેત?, આથી મેં પણ સાથે જવાનું નક્કી કર્યું, નીકકીએ ફ્લેટને લોક માર્યું અને તેની એક ચાવી મને પણ આપી અને અમે ચાલવા નીકળી ગયા. સોસાયટીમાં જ એક ગાર્ડન હતું પણ નીક્કી ત્યાં સવારે જ ચાલવા જતી, સાંજે તે હંમેશા રસ્તા પર જ ચાલવા નીકળતી.

હું અને નીક્કી એકબીજા સાથે વાતો કરતા ચાલવા લાગ્યા, રસ્તા પર ઠંડો પવન લહેરાતો હતો આથી અમને ચાલવાની મજા આવતી હતી, અમે ચાલતા ચાલતા આગળના સર્કલ સુધી આવ્યા અને ત્યાંથી રિટર્ન થયા. 
અમે રસ્તો ક્રોસ કરી સામેની સાઈડ આવતા હતા ત્યારે નીક્કી થોડી આગળ નીકળી ગઈ અને હું પાછળ રહી ગઈ, હું આગળ ચાલવા ગઈ એ જ સમયે એક બાઇક ફૂલ સ્પીડમાં આવતું હતું, તેણે બ્રેક મારી છતાં પણ બાઇક મારી એકદમ નજીક આવી ગયું, હું પડતા પડતા રહી ગઈ, બાઇક એક યુવક ચલાવતો હતો તેણે મને સોરી કહ્યું, મેં તેની સામે જોયુ થોડીવાર અમે બન્ને એકબીજાને જોઈ જ રહ્યા, પેલી સાઈડથી નીકકીએ હું પાછળ રહી ગઈ છું એ જોઈને બુમ પાડી, મેં એ યુવક સામેથી નજર હટાવી તેને ok કહીને સ્માઈલ આપી અને રસ્તાની સાઈડ પર આવી ગઈ, તે યુવક પણ મને સામે સ્માઈલ આપી જતો રહ્યો.

હું અને નીક્કી ચાલવા લાગ્યા, રસ્તામાં મને શેકેલી સિંગવાળો દેખાયો, મેં નિકકીને કહ્યું ચલ આપણે શીંગ ખાઈએ, અમે એક પેકેટ શીંગનું પેક કરાવ્યું અને ચાલતા ચાલતા ગરમ ગરમ શીંગ ખાવા લાગ્યા, થોડીવારમાં અમે સોસાયટી પોહચી ગયા અમે ત્યાં રાખેલી બેન્ચ પર થાક ખાવા બેઠા અને અમારી વધેલી શીંગ પુરી કરી.

અમે પછી ફ્લેટ પર આવ્યા અને હોલમાં બેઠા, નીકકીએ ટીવી શરૂ કર્યું કારણકે તેને સિરિયલ જોવાનો શોખ હતો, અમે બન્ને સિરિયલ જોવા લાગ્યા અને તેની ચર્ચા કરવા લાગ્યા, કોણે કેવો ડ્રેસ કે કેવી સાડી પહેરી છે?, તેણે કેવી જવેલરી પહેરી છે?  કેવી હેર સ્ટાઇલ રાખી છે? તેવી ચર્ચા અમારી છોકરીઓની સામાન્ય બાબત કહેવાય.

અમે પણ સિરિયલ જોતા જોતા આવી જ વાતો કરતા હતા, સિરિયલ પુરી થઈ પછી નીક્કી સુવા જતી રહી.

"પ્રીતું, તું ટીવી જોવું હોય તો જો, મને ઊંઘ આવે છે હું સુવા જાવ છું, મારે કાલે ઓફીસ જવાનું છે સો વહેલા ઉઠવું પડશે, ગુડ નાઈટ."

"ગુડ નાઈટ" મેં બીજી ચેનલો ફેરવી, એક ચેનલ પર શાહરુખ અને એશ્વર્યાનું મ્હોંબતે મુવી શરૂ થતું હતું, મને એ મુવી ગમતું હતું આથી હું સોફા પર સુતા સુતા મુવી જોવા લાગી.

મૂવીમાં એડ આવતા હું પાણી પીવા ઉભી થઇ, હું પાણી પીને આવી ત્યાં તો મુવી ફરીથી શરૂ થઈ ગયું, બે જ મિનિટની એડ આવતી હતી આથી મુવી જોવાની મને મજા આવવા લાગી. કેટલો ટાઈમ થયો છે તેની મને કંઈ ખબર નોહતી.

નીક્કી પાણી પીવા બહાર આવી ત્યારે પણ હું હજુ મુવી જ જોતી હતી, "પ્રીતું, તું હજુ સુધી સૂતી નથી? ટાઈમ તો જો સાડા બાર થઈ ગયા છે." નીકકીએ મને ટકોર કરી.

"નીકુ, જો મારુ ફેવરિટ મુવી આવે છે, લાસ્ટ સીન જ ચાલે છે, એ પતે એટલે હું પણ સુઈ જ જાવ છુ." હું નિકકીને ક્યારેક ક્યારેક નીકુ કહીને બોલાવતી.

નીક્કી પાછી સુવા જતી રહી, હું પણ મુવી પૂરું થયું એટલે ટીવી બંધ કરી મારા રૂમમાં સુવા જતી રહી, મેં પહેલા કાલે લઈ જવાના બધા ડોક્યુમેન્ટ્સ રેડી કરીને એક પ્લાસ્ટિક બેગમાં મૂકી દીધા પછી સુવા માટે પલંગ પર આડી પડી. નવી જગ્યા હતી એટલે મને ઊંઘ નોહતી આવતી, આથી હું વિચારોમાં ખોવાઈ ગઈ, અહીં મારા નવા ફ્રેન્ડ્સ બનશે, તે કેવા હશે?, અહીંની કોલેજ કેવી હશે?, વગેરે..વગેરે...

નવી કોલેજ અને નવા ફ્રેન્ડના વિચારોમાં અને અહીં આવવાની ખુશીમાં મને ક્યારે ઊંઘ આવી ગઈ તેની મને ખબર જ ન રહી.

(ક્રમશઃ)

Note: રેઇનબો ગર્લ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી છે જે પછી થી શરૂ કરવામાં આવશે..
ત્યાં સુધી મઝા માણો એવરગ્રીન ફ્રેન્ડશીપની...

Plz read and rate this story and also share with your frnds and family...

Your feedback is valueable for me..

Thank You.
                  -Gopi Kukadiya.