Evergreen Friendship - 9 books and stories free download online pdf in Gujarati

એવરગ્રીન ફ્રેન્ડશીપ - 9

               એવરગ્રીન ફ્રેન્ડશીપ - 9

હું સુરત આવી ત્યારે મને જાણવા મળ્યું કે વૈશ્વ અમેરિકા જતો રહ્યો છે એ વાતથી હું અચંબિત થઈ ગઈ હતી.

"શુ? ક્યારે? કેમ આમ અચાનક?" નિકકીની વાત સાંભળીને મેં તેને એકસાથે સવાલ કર્યા.

"એને ઓફિસમાં બોસ સાથે ઝગડો થયો હતો આથી તે અમેરિકા જતો રહ્યો" નીકકીએ મને ટૂંકમાં કારણ જણાવ્યું.

"ઓહહ" મારાથી નિસાસો નખાઈ ગયો.

"અમે તને કોન્ટેક્ટ કરવાની બહુ ટ્રાઈ કરેલી બટ તારો કોન્ટેક્ટ ના થઇ શક્યો, મને પણ એ અમેરિકા જતો રહ્યો છે એની જાણ આ લેટર વડે થઈ" નીકકીએ મારા હાથમાં એક લેટર આપ્યો.

"પણ એ તો તને ફેસ ટુ ફેસ પણ કહી શકતો હતો તો આ લેટર?" મને વૈશ્વનું આ લેટર પાછળનું કારણ ના સમજાયું.

"હું ઓફીસ ટુર પર ગઈ હતી ત્યાં મોબાઈલમાં કવરેજ નોહતું આવતું, જ્યારે હું ઘરે રિટર્ન આવી ત્યારે મને દરવાજા નીચેથી સરકાવેલો આ લેટર મળ્યો, મેં વાંચ્યો ત્યારે મને ખબર પડી કે તે અમેરિકા જતો રહ્યો છે અને આ લેટર એણે તારા માટે લખ્યો છે"

"એટલે જ મેં જ્યારે તને કોલ કરેલો ત્યારે તારો નમ્બર આઉટ ઓફ કવરેજ બતાવતા હતા" નિકકીને કોલ ના લાગવાનું કારણ મને સમજાયું હતું.

"સારું તું આરામ કર, મારે થોડું કામ છે" નીક્કી જતી રહી, મેં વૈશ્વનો લેટર ઓપન કર્યો અને રીડ કરવા લાગી.

'હાઈ ડિયર,
આઈ હોપ તું મજામાં જ હોઈશ, લાસ્ટ ટાઈમ આપણી વાત થઈ ત્યારે પણ તું ખુશ હતી, મેં તને વાત કરી હતી કે મારે બોસ સાથે થોડો અણબનાવ થયો છે, પરંતુ મારે એમની સાથે બીજીવાર મોટો ઝગડો થઈ ગયો, આથી મેં મારી જોબ છોડી દીધી, મેં તને કહ્યું હતું કે મેં અમેરિકા જવા માટે ફાઇલ મૂકી છે, અહીં સારી બાબત એ થઈ કે મને વીઝા મળી ગયા આથી હું અમેરિકા જઇ રહ્યો છું, તને તો ખબર જ છે એ મારું સપનું હતું, હા તારી સાથે કામ કરવાનું મારુ સપનું હજુ અધૂરું છે.
હું તને આ વાત કહેવા માટે ઘણા સમયથી ટ્રાઈ કરતો હતો પણ તારો મોબાઈલ સ્વીચઓફ જ આવતો હતો, મેં નિકિતાને પણ ટ્રાઈ કરી બટ કોઈનો કોન્ટેક્ટ ના થઇ શક્યો, આથી મેં આ લેટર લખ્યો જેથી તને આ ન્યુઝ મળી રહે, તારી સાથે લાસ્ટ ટાઈમ સેલિબ્રેટ કરવાની ઈચ્છા હતી પણ શાયદ તું કોઈ મુશ્કેલીમાં હશે આથી તારો કોન્ટેક્ટ ના થઇ શક્યો, હું ઈશ્વરને પ્રાર્થના કરીશ કે તારી બધી મુશ્કેલીઓ દૂર થાય અને તું સફળ બને, તારી યાદ હમેશા મારી સાથે રહેશે.
વૈશ્વ.'

વૈશ્વનો લેટર વાંચીને મને તેના માટે ખુશી થઈ કે તેનું સપનું પૂરું થયું, મેં પણ મનોમન ભગવાનને પ્રાર્થના કરી કે તે હંમેશા પ્રગતિ કરે અને એક સફળ વ્યક્તિ બને.

                                   * * * * * 

"દી આગળ શું થયું?, વૈશ્વભાઈ તમને પછી મળ્યા કે નહીં?, કે હજુ તેઓ અમેરિકામાં જ છે?" એક વ્યક્તિના આ સવાલથી પ્રગતિ વર્તમાનમાં પાછી ફરી.

આજે ફ્રેન્ડશીપ ડે છે, પ્રગતિની બેચવાળા સ્ટુડન્ટ્સનું આજે કોલેજમાં ગેટ ટુ ગેધર છે અને ત્યાં જુનિયર્સ ફ્રેન્ડના આગ્રહથી ફ્રેન્ડશીપ ડે પર પ્રગતિ એની અને વૈશ્વની ફ્રેન્ડશીપની વાત કરી રહી છે પણ લાગે છે વાત કરતા કરતા તે પોતે જ ભૂતકાળમાં પોહચી ગઈ છે.

"સોરી, હું એ યાદોમાં ખોવાઈ ગઈ હતી" હા તો વૈશ્વ તો જતો રહ્યો હતો, મારી કોલેજ સ્ટાર્ટ થઈ ગઈ હતી, વૈશ્વ જતો રહ્યો આથી મેં પણ ત્યાથી જોબ છોડી દિધી અને બીજે જોબ શોધી લીધી.

જોતજોતામાં એક વર્ષ પૂરું પણ થઈ ગયું, મારી પાસે વૈશ્વનો કોઈ કોન્ટેક્ટ નૉહતો, લાસ્ટ ટાઈમ હું ભાવનગર હતી અને અમારી વાત થઈ એ જ અમારી છેલ્લી મુલાકાત હતી.

"તમને શું લાગે છે તમે હવે એમને કયારેય મળી શકશો કે નહીં?" કોઈએ પ્રગતિને આ સવાલ કર્યો.

"એ તો ઈશ્વર જાણે, પણ હું જરૂર એવુ ચાહું છું કે અમે ફરી મળીએ, આઈ રિયલી મીસ હિમ"

"આઈ મીસ યુ ટુ" પાછળથી કોઈનો અવાજ આવ્યો, પ્રગતિને આ અવાજ જાણીતો લાગ્યો, એણે તરત જ પાછળ જોયું, જોતાંની સાથે જ એ અચંબિત થઈ ગઈ.

"વૈશ્વ, તું અહીંયા? હું કોઈ સપનું તો નથી જોઈ રહી ને?"

"હા, હેપ્પી ફ્રેન્ડશીપ ડે ડિયર" વૈશ્વએ ચોકલેટનું મોટું બોક્સ પ્રગતિ સામે રાખતા કહ્યું.

"હેપ્પી ફ્રેન્ડશીપ ડે ટુ યુ" પ્રગતિને હજુ આ સાચું નોહતું લાગી રહ્યું.

"કેમ આમ જુએ છે શું થયું?" વૈશ્વે તેને સવાલ કર્યો.

"મને હજુ વિશ્વાસ નથી આવી રહ્યો કે તું મારી સામે છે" 

"હું તને બધું જ કહું છું ચાલ" વૈશ્વ ઉભો થયો અને બધા સામે જોઇને કહ્યું,"હું મારી ફ્રેન્ડને લઈ જાવ છું સરપ્રાઈઝ આપવા તમને કોઈને પ્રોબ્લેમ તો નથી ને?"

"નો...." બધાનો એકસાથે અવાજ આવ્યો.

વૈશ્વ પ્રગતિને લઈને એક સરસ કેફેમાં આવ્યો, તેણે કોફી અને સેન્ડવીચ ઓર્ડર કરી.

"હવે મને તું કઈ જણાવશે?" પ્રગતિથી હવે રાહ નહોતી જોવાતી.

"હું બે મહિના પહેલા તને મળવા આવવાનો હતો, મને મારા એક ફ્રેન્ડ પાસેથી નિક્કીનો નંબર મળ્યો, એ તેની સાથે જ કામ કરે છે, તેની સાથે વાત કરી મેં તેને કહ્યું કે હું તને મળવા આવું છું ત્યારે મને જાણવા મળ્યું કે તું તારા ઘરે જતી રહી છે અને ફ્રેન્ડશીપ ડે પર તારી કોલેજના ગેટ ટુ ગેધરમાં આવવાની છે આથી મેં અત્યારે અહીં આવીને તને સરપ્રાઇઝ આપવાનો પ્લાન બનાવ્યો, તને સરપ્રાઈઝ આપવા માટે આનાથી સારો દિવસ તો કયો હોઈ શકે?" વૈશ્વએ પ્રગતિને બધું વિસ્તાર પૂર્વક જણાવ્યું.

"યુ ડોન્ટ નો આઈ એમ વેરી હેપ્પી ટુ સી યુ હીયર, હું આજે બહુ જ ખુશ છું, થેંક્યું, અને હા બીજું સરપ્રાઈઝ શુ છે?, તે કોઈ ગોરી સાથે  મેરેજ તો નથી કરી લીધાને?"

"અરે ના ના, એને તો હજુ વાર છે, પહેલા તું કર પછી હું કરીશ" 

"Ok તો હવે જલ્દી બોલ બીજું સરપ્રાઈઝ શુ છે, આઈ કાન્ટ વેઇટ યાર.."

"હું અહી મારુ ન્યૂ સ્ટાર્ટઅપ કરું છું, એન્ડ મારી કંપનીની ફર્સ્ટ એમ્પ્લોયી તું છે" 

"વોટ? મતલબ તું હવે અહીં જ રહેવાનો છે? અમેરિકા નથી જવાનો?" પ્રગતિ આ ન્યૂઝ સાંભળીને ખુશીથી ઉછળી પડી.

"ના, હું હવે અહીં જ છુ, બધું જ રેડી થઈ ગયુ છે, બે મહિનાથી હું એ જ કામમાં રોકાયેલો હતો, હવે ઓપનિંગ કરવાનું જ બાકી છે"

"ક્યારે છે ઓપનિંગ?" 

"બે દિવસ પછી, આ રહ્યું કાર્ડ" વૈશ્વએ પ્રગતિને ઇન્વીટેશન કાર્ડ આપ્યું.

"કોંગ્રેચ્યુલેશન" 

"થેન્ક્સ, આ સાથે મારુ બીજુ સપનું પણ પૂરું થશે, તું મારી સાથે કામ કરીશને?" વૈશ્વએ પ્રગતિને પૂછ્યું.

"હા સ્યોર" પ્રગતિએ આંખમાં ખુશીના આંસુ સાથે કહ્યું.

બે દિવસ પછી બન્નેએ સાથે મળીને ઓપનિંગ કર્યું અને નવી શરૂઆત કરી અને તેમની દોસ્તીની સફર ફરી એકસાથે આગળ વધાવી.

(સંપૂર્ણ)
આ સ્ટોરી અહીં જ પૂર્ણ થાય છે, આપ સહુએ મને અંત સુધી સાથ સહકાર આપ્યો એ બદલ આપનો ખુબ ખૂબ આભાર...

જો તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો તેને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ભૂલતા નહી અને મને કૉમેન્ટ્સ આપજો.

અ રેઇનબો ગર્લ સ્ટોરી જે મેં અધૂરી મૂકી હતી એ ફરીથી સ્ટાર્ટ થઈ જશે જ્યાંથી તે અધૂરી હતી તો એ રીડ કરવાનું ચૂકશો નહિ...

Thank you
                 - Gopi Kukadiya.