એવરગ્રીન ફ્રેન્ડશીપ - 7

                  એવરગ્રીન ફ્રેન્ડશીપ - 7
"હવે મને મેસેજ ના કરતી.." વૈશ્વનો આ મેસેજ જોઈને હું ચોંકી ગઈ, હું વિચારવા લાગી, 'અચાનક આને શુ થઈ ગયું, શું થયું હશે? કઈ પ્રોબ્લેમ તો નહીં થઈ હોય ને'

"શું થયું? અચાનક આવો મેસેજ? બધું ઠીક તો છે ને?" મેં વૈશ્વને સામે મેસેજ કર્યા.

વૈશ્વનું પ્રોફાઈલ હજુ બતાવતા હતા આથી મને નિરાંત થઈ કે તેને મારો નમ્બર બ્લોક નૉહતો કર્યો.

મેં થોડીવાર રાહ જોઈ પણ તે ઓફલાઇન હતો આથી તેનો કોઈ આન્સર ના મળ્યો, મેં વોચમાં ટાઈમ જોયો પણ લેટ થઈ ગયું હોવાથી તેને કોલ કરવો પણ મને ઉચીત ના લાગ્યું, આખરે કંટાળીને કાલે ઓફિસમાં જ મળી લઈશ એવા વિચાર સાથે હું સુઈ ગઈ.

સવારે ઉઠીને વૈશ્વનો કોઈ મેસેજ છે કે નહીં એ જોયું તો મેસેજ તેને ડિલિવર તો થઈ ગયો હતો પણ તેણે રીડ નૉહતો કર્યો.

એ દિવસે કોલેજમાં પણ મારું ધ્યાન લેક્ચરમાં નોહતું, હું ત્યારે પણ એ જ વિચારોમાં હતી કે વૈશ્વએ એવું શા માટે કહ્યું હશે?

" તારું ધ્યાન ક્યાં છે પ્રીતું? હું ક્યારની જોઉં છું તું કઈક વિચારોમાં ખોવાયેલી છે " સીતુના સવાલથી હું વૈશ્વના વિચારોમાંથી બહાર આવી.

" અરે ના એવું કંઈ નથી એ તો બસ એમ જ, મેમ જે પોઇન્ટ સમજાવે છે એના પર જ વિચાર કરતી હતી " મેં બહાનું બનાવી દીધું, લેક્ચર ચાલુ હોવાથી સિતુએ પણ આગળ કોઈ સવાલ ના કર્યા.

બધા લેક્ચર પતાવી હું ફટાફટ ઓફીસ જવા માટે નીકળવા લાગી, 
" અરે ક્યાં જાય છે, નાસ્તો કરવા તો આવ પછી ઓફીસ જજે " કિંજલે મને રોકતા કહ્યું.

" ના તમે લોકો કરી લો નાસ્તો મારે લેટ થાય છે, ઓફીસ પર પણ કામ છે " મેં નાસ્તો કરવાની ના કહી અને જલ્દીથી ત્યાંથી નીકળી ગઈ, મારે વૈશ્વને મળવું હતું.

ઓફીસ પોહચીને મારુ બેગ ડેસ્ક પર મૂકીને હું સીધી જ વૈશ્વની કેબિન બહાર પોહચી ગઈ, મેં ડોર નોક કર્યો અને કોઈ જવાબની રાહ જોયા વગર જ અંદર ઘુસી ગઈ.

વૈશ્વ તેનું કામ કરતો હતો, મને આ રીતે ધસી આવેલી જોઈને તેને પણ આશ્ચર્ય થયું.

" વૈશ્વ શુ છે આ બધું? શુ થયું છે? તે કાલે મારા કોઈ આન્સર પણ ના આપ્યા અને રાતે ડાયરેક્ટ એવો મેસેજ?" હું એક શ્વાસે બધું બોલી ગઈ.

" અરે આરામથી બોલ અને કયો મેસેજ?" વૈશ્વ જાણીજોઈને મને નજરઅંદાજ કરી રહ્યો હતો.

"તને નથી ખબર કયો મેસેજ તે?" કહીને મેં મારા મોબાઈલમાં ચેટ ઓપન કરી ને તેની સામે મોબાઈલ રાખ્યો.

વૈશ્વએ મોબાઈલ સામે નજર કરી અને સ્માઈલ કરી કહ્યું," ઓહહ આ મેસેજ?"

"હા આ જ મેસેજ, શુ મતલબ છે એનો?" મેં થોડું ગુસ્સામાં કહ્યું.

"એ તો બસ એમ જ હું મજાક કરતો હતો" કહીને તે હસવા લાગ્યો, અને મારો ગુસ્સો વધી ગયો.

" આવી મજાક હોય, હવે તો સાચે જ હું તને મેસેજ નથી કરવાની" મેં પણ મો ફુલાવીને કહી દીધું.

"સોરી, બેસ હું તને સમજાવું, કાલે સર કેબિનમાં આવ્યા ત્યારે કામની થોડી વાતો થઈ હતી, જે થોડી ગંભીર હતી, આથી તે જ્યારે મને પૂછ્યું ત્યારે મેં કહ્યું કે નથિંગ ડુ યોર વર્ક, પછી મને તારી સાથે વાત કરવાનો ટાઈમ જ નૉહતો મળ્યો આથી ઘરે જઈને હું મેસેજ કરતો હતો અને અચાનક મને થોડી મસ્તી કરવાનું મન થયું એટલે મેં એવો મેસેજ કર્યો, સોરી ચલ હવે મસ્તી નહિ કરું, શાંત થઈ જા "

"ઇટ્સ ઓકે બટ જો હવે આવી મસ્તી કરીશને તો નહીં જ બોલું " મેં પણ સામે મસ્તી કરતા કહ્યું.

ત્યારબાદ અમે સાથે કોફી પીધી અને પોતપોતાના કામ પર લાગ્યા, આવી જ રીતે સમય પસાર થવા લાગ્યો અને અમે એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ બની ગયા.

જોતજોતામાં ઓગષ્ટ મહિનો આવી ગયો, ઓગષ્ટ મહિનાના પહેલા સન્ડે ને આપણે ત્યાં ફ્રેન્ડશીપ ડે તરીકે ઉજવવામાં આવે છે, હું પણ આ ડે સેલિબ્રેટ કરવા ઉત્સુક હતી, આ દિવસે બધા કોલેજીયન પોતાના જુના ફ્રેન્ડ્સને ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધીને તેમની દોસ્તી કાયમ એવી જ રહે એવા વચન આપતા હોય છે, આ દિવસે નવા દોસ્તો પણ બનાવે છે અને કોઈ દોસ્તો સાથે કોઈ અણબનાવ થયો હોય તો તેને ભૂલીને દોસ્તીની નવી શરૂઆત કરતા હોય છે.

સન્ડે તો કોલેજમાં રજા હોય છે આથી અમે સેટરડે જ ફ્રેન્ડશીપ ડે સેલિબ્રેટ કરી દીધો, એકબીજાને ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધ્યા અને સાથે મળીને પાર્ટી કરી.

પાર્ટી પુરી કરી હું ઓફીસ જવા નીકળી, ઓફિસમાં પણ સન્ડે રજા હોય છે આથી મેં વૈશ્વ માટે પણ એક ફ્રેન્ડશીપ બેલ્ટ ખરીદી લીધો હતો.

ઓફીસ પહોંચીને હું કૃતિના ડેસ્ક પર ગઈ અને તેને પણ ફ્રેન્ડશીપ ડે વિશ કરીને ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધ્યો કારણકે કૃતિ પણ મારી સારી એવી ફ્રેન્ડ બની ગઈ હતી, ઓફિસમાં કૃતિ પણ મને ઘણી મદદ કરતી.

કૃતિ પાસેથી હું ડાયરેક્ટ વૈશ્વની કેબિનમાં ગઈ, "આવ પ્રગતિ"

"તારો હાથ આગળ કર"

"શુકામ? રાખડી બાંધવાનો ઈરાદો તો નથી ને પણ રક્ષાબંધન નથી આજે" વૈશ્વએ મસ્તી કરતા કહ્યું.

"તો પણ મારે આજે રક્ષાબંધન મનાવવી છે, મસ્તી નહિ કર ને" 

"ઓકે" વૈશ્વએ તેનો હાથ મારી સામે લંબાવ્યો.

"હેપ્પી ફ્રેન્ડશીપ ડે વૈશ્વ" મેં તેના હાથ પર બેલ્ટ બાંધતા કહ્યું.

"થેન્કયુ" 

હું ત્યાંથી બહાર નીકળવા લાગી ત્યાં જ વૈશ્વનો અવાજ આવ્યો,       "હેપ્પી ફ્રેન્ડશીપ ડે યુ ટુ" હું પાછળ ફરી તો વૈશ્વ હાથમાં મારી ફેવરિટ ડેરીમિલ્ક સિલ્ક લઈને ઉભો હતો.

તેણે મને ચોકલેટ આપતા કહ્યું, "આ મારી રીત છે, હું બેલ્ટ પાછળ પૈસા ખર્ચવા કરતા કોઈને ઉપયોગમાં આવે તેવી વસ્તુ આપવાનું વધુ પસંદ કરું છું."

"થેંક્યું, નાઇસ થોટ્સ, આઈ એમ ઈમ્પ્રેસ" મેં તેના વખાણ કરતા કહ્યું.

"આઈ હોપ આપણી ફ્રેન્ડશીપ હમેશા આવી જ રહે" 

"યસ સ્યોર" 

સન્ડેનો ફૂલ ડે મેં અને નીક્કીએ સાથે જ પસાર કર્યો, સવારે અમે મોલમાં જઈને શોપિંગ કરી ત્યારબાદ અમે મુવી જોયું, મુવી જોઈને અમે સુરતના ફેમસ ડુમસ બીચ પર ગયા અને ત્યાં પથ્થર પર બેસીને દૂર દૂર સુધી ફેલાયેલા દરિયાને નિહાળ્યો, ત્યાં ફોટોગ્રાફી કરી અને સનસેટ જોઈને અમે ત્યાંથી નીકળ્યા અને એક રેસ્ટોરન્ટમાં ડિનર લીધું, આમ આખો દિવસ અમે ફૂલ મસ્તી સાથે એન્જોય કર્યો.

                                * * * * * * *

"હેપ્પી બર્થ ડે ટુ યુ, હેપ્પી બર્થ ડે ટુ યુ, હેપ્પી બર્થ ડે ડિયર પ્રગતિ હેપ્પી બર્થ ડે ટુ યુ." ના અવાજોથી મારી ઊંઘ ઊડી ગઈ, આંખ ખોલીને જોયું તો સામે નીક્કી અને વૈશ્વ હાથમાં કેક લઈને ઉભા હતા, મેં વોચમાં ટાઈમ જોયો, બાર વગીને એક મિનિટ થઈ હતી અને તારીખ બતાવતા હતા 13 માર્ચ.

"તમને લોકોને મારો બર્થડે યાદ હતો? અને વૈશ્વ તું અત્યારે અહીંયા?" મેં ખુશ થતા પૂછ્યું.

"આ બધો નિકિતાનો પ્લાન હતો, તેણે જ મને કોલ કરીને આ સરપ્રાઇઝ વિશે કહ્યું હતું" વૈશ્વએ મને આન્સર આપ્યો.

"હવે સવાલો જ પૂછ્યા કરીશ કે આ કેક પણ કટ કરીશ?" નીકકીએ મને કહ્યું.

મેં નીક્કી અને વૈશ્વ સાથે મળીને કેક કટ કરી અને એ બન્નેને કેક ખવરાવી, "ચાલો મારા ગિફ્ટ લાવો" મેં બન્ને સામે જોઇને કહ્યું.

"જુઓ આ તો સામેથી ગિફ્ટ માંગે છે, કઈ શરમ છે જ નહીં" નીકકીએ વૈશ્વને કહ્યું.

"અરે ફ્રેન્ડ્સ પાસે ગિફ્ટ માંગવામાં શરમ કેવી? એ તો હકથી માંગવાનું હોય"

"ઓકે ઓકે લે આ તારું ગિફ્ટ" કહેતા નીકકીએ મારા હાથમાં એક બોક્સ આપ્યું, મેં એ બોક્સ ખોલીને જોયું તો એમાંથી એક સુંદર પર્સ નીકળ્યું.

"થેન્ક્સ નીક્કી, ધીસ ગિફ્ટ ઇસ સો બ્યુટીફૂલ" મેં વૈશ્વ સામે પ્રશ્નાર્થ સૂચક નજરે જોયું.

"મારે પણ આપવું પડશે? આ એકથી નહિ ચાલે?" વૈશ્વએ મસ્તી કરતા પૂછ્યું.

"ના, નહિ ચાલે આપવું જ પડશે" મેં હકથી ગિફ્ટ માંગ્યું.

"પણ હું તો કઈ લાવ્યો જ નથી"

"તો અત્યારે જ જા અને લઇ આવ" મેં પણ મસ્તી કરતા કહ્યું.

"ઓકે જાવ છું, જોઉં કઈ મળે તો લઇ આવું રસ્તામાંથી ઉઠાવીને" એવું કહીને વૈશ્વ બહાર જવા લાગ્યો.

"મને ગિફ્ટ જોઈએ રસ્તાનો કચરો નહિ, એ તું જ રાખજે" મેં પણ તેને સંભળાઈ એ રીતે કહ્યું.

વૈશ્વ ગયો એવો તરત જ પાછો અંદર આવ્યો," લે, અહીં બહાર જ તારા લાયક કચરો મળી ગયો" કહીને તેણે મારા હાથમાં એક બોક્સ મૂક્યું.

મેં તેને અનપેક કર્યું તો એમાંથી એક મસ્ત ડાયમંડ વોચ નીકળી, હું આશ્ચર્યથી જોઈ રહી અને અનાયાસ મારા મ્હોમાંથી શબ્દો સરી પડ્યા, "વેરી બ્યુટીફૂલ" 

મેં વૈશ્વ સામે જોયું અને સ્માઈલ સાથે તેને થેન્ક્સ કહ્યું.

"યુ આર મોસ્ટ વેલકમ"

બીજા દિવસે કોલેજમાં પણ મારો બર્થડે બધા ફ્રેન્ડ્સ સાથે મળીને સેલિબ્રેટ કર્યો અને બધાને પાર્ટી આપી, ઓફિસમાં પણ કૃતિ વૈશ્વ અને સરે મને બર્થડે વિશ કર્યું, સાંજે મેં વૈશ્વ અને નીક્કીને પણ એક રેસ્ટોરન્ટમાં ડિનર કરાવીને તેમને પણ પાર્ટી આપી.

બર્થડે નો આખો દિવસ હું ખૂબ જ ખુશ હતી પણ મને ખબર નોહતી આ ખુશી ઝાઝું નથી ટકવાની....

(ક્રમશઃ)

જો તમને સ્ટોરી પસંદ આવે તો રેટિંગ્સ અને કમેન્ટ્સ ચોક્કસ આપજો.

Thenk You
                  - Gopi Kukadiya

***