Pruthvi ek prem katha bhag 23 books and stories free download online pdf in Gujarati

પૃથ્વી :એક પ્રેમ કથા ભાગ 23

પૃથ્વી એ અવાજ નાખ્યો “ જે કોઈ પણ હોય એ તુરંત અમારી સમક્ષ આવી જાઓ”.

કોઈક નો પગથિયાં ઉતરવાનો ધીમે ધીમે અવાજ આવવા લાગ્યો .

પૃથ્વી ,નંદિની અને વીરસિંઘ નીચે ઊભા એ વ્યક્તિ ના પ્રત્યક્ષ થવાની રાહ જોતાં હતા .

એ વ્યક્તિ પગથિયાં ઉતરી નીચે આવ્યો,પૃથ્વી એના પર ઝપટવા જ જતો હતો કે એને જોયું કે આતો વીસેક વર્ષ નો કોઈ યુવાન છોકરો લાગતો હતો ,જે ખૂબ જ ડરી ગયો હતો.

એ ડરતા ડરતા પૃથ્વી ની સમીપ આવ્યો .

પૃથ્વી : કોણ છે તું ? અને અમારા ઘર માં શું કરે છે ?

એ છોકરો : તમારું ઘર ? માફ કરજો મને ખબર નહતી કે આ તમારું ઘર છે ....હું થોડાક સમય પહેલા અહી આવ્યો , અને મે આ ઘર બંદ જોયું ,મે બહાર બે દિવસ પ્રતિક્ષા પણ કરી ,છતાં પણ અહી કોઈ ના આવ્યું તો મને લાગ્યું કે આ બિનમાલિકી ની સંપતિ છે ,એટ્લે મે અંદર રહેવા નું શરૂ કરી દીધું.

પૃથ્વી : ઠીક છે ... પણ આ સંપતિ અમારી છે ,હવે તું જઇ શકે છે.

વીરસિંઘ પૃથ્વી ને કઈક ઈશારો કરી રહ્યા હતા પણ પૃથ્વી ને સમજ માં આવ્યું નહીં .

એ છોકરો : ઠીક છે ......જો તમે ખોટું ના વિચારો તો એક વાત કહું ?

વીરસિંઘ : શું ?

એ છોકરો : મારૂ કોઈ ઘર નથી , હું બેઘર છું અને અનાથ પણ . જો તમને વાંધો ન હોય તો શું હું તમારા આવડા મોટા ઘર માં એક કોઈ પણ નાના રૂમ માં રહી શકું ?

પૃથ્વી : બિલકુલ નહીં ...

એ છોકરો ઉદાસ થઈ ગયો . એનો ચહેરો જોઈને નંદની ને એના પર દયા આવી .

નંદની : કેમ નહીં પૃથ્વી ? જો આપણાં ઘર માં રહે તો શું વાંધો છે ?

પૃથ્વી નંદની ને થોડોક દૂર ખેંચી ગયો ,વીરસિંઘ પણ એ બાજુ આવ્યા.

પૃથ્વી : તું સમજતી નથી નંદની ... એ આપણી સાથે ના રહી શકે , અમે vampires છીએ અને એ ...

વીરસિંઘ :એ માનવ નથી ....હું ક્યારનો તને એ જ ઇશારા માં સમજાવી રહ્યો છું અને મે તને થોડીક વાર પેહલા પણ કહ્યું કે એ જે કોઈ પણ છે માનવ તો નથી જ, એના રક્ત ની ગંધ આવતી નથી .પહેલા પૂર્ણ તપાસ કરો એ કોણ છે .

એ છોકરો દૂર થી બોલ્યો : માફ કરજો ...પણ મને તમારી વાતો સ્પષ્ટ સંભળાઇ રહી છે ,અને હા એક મુખ્ય વાત જે મારે તમને કહવા ની રહી ગઈ હતી ....હું મનુષ્ય નથી.

એ સાંભળી ત્રણેય જણા એની સામે જ જોઈ રહયા .

એ ત્રણેય જણા એની નજીક આવ્યા .

નંદની : તું કહેવા શું માંગે છે ?

એ છોકરો : મારે તમને એ વાત પહેલા જ જણાવી દેવી જોઈતી હતી પણ મને બીક હતી કે મારી સચ્ચાઈ જાણી ને તમે મને મોત ને ઘાટ ના ઉતારી દો ...એટ્લે પૃથ્વી જી ની બીક માં મે મારી સચ્ચાઈ છુપાવી .

પૃથ્વી : કેવી સચ્ચાઈ ? અને તું મારૂ નામ કઈ રીતે જાણે છે ?

એ છોકરો : હું તમને બધુ જ જણાવીશ ...પરંતુ તમારે મને એક વચન આપવું પડશે કે જ્યાં સુધી હું મારી પૂર્ણ સચ્ચાઈ ના જણાવું ત્યાં સુધી તમે મારા પર હુમલો નહીં કરો .

પૃથ્વી : ઠીક છે .....હું વચન આપું છું .

એ છોકરો : સૌ પ્રથમ તો મારો પરિચય આપી દઉં ....મારૂ નામ અંગદ છે .

અને હા...વીરસિંઘજી હું મનુષ્ય નથી ,અને હું ભૂલથી તમારા ઘરે નથી આવ્યો ,જાણી જોઈને આવ્યો છું.

હું એક werewolf છું .

એટલું સાંભળતા જ ત્રણેય જણા સાવધ થઈ ગયા . વીરસિંઘ એ હુમલો કરવા માટે સ્થિતિ પણ લઈ લીધી .

અંગદ : થોડીક વાર થોભી જાઓ ....તમે મને વચન આપ્યું હતું કે જ્યાં સુધી મારી આખી વાત નહીં સાંભળો ત્યાં સુધી મારા પર હુમલો નહીં કરો , અને હું અહી તમારા પર હુમલો કરવા નથી આવ્યો .

પૃથ્વી એ વીરસિંઘ ને રોક્યા .

અંગદ : આભાર પૃથ્વી જી .... હા તો સચ્ચાઈ એ જ છે કે હું એક werewolf છું . પણ હું vampires નો વિરોધી નથી , હું હમેશા થી vampires સાથે શાંતિ ની અપેક્ષા રાખતો હતો . પરંતુ મારો આખો પરિવાર vampires નો દુશ્મન છે .અને અમારો પરિવાર werewolves નો કોઈ સામાન્ય પરિવાર નથી પરંતુ આખા werewolves પ્રજાતિ નો સૌથી શક્તિશાળી પરિવાર છે.

અને મારા પિતા એક ખૂબ જ શક્તિશાળી werewolf હતા .

નંદિની : ક્ષમા કરજે અંગદ ....હતા એટ્લે હવે એ ?

અંગદ : ના હવે એ હવે આ દુનિયા માં નથી .... એક vampire ,એક witch અને એક શુધ્ધ ખૂન ની સમમિશ્રિત શક્તિ થી એમનો અંત થઈ ચૂક્યો છે ...... .

નંદિની : મતલબ કે ?

અંગદ : હા..... તમે લોકો સાચું સમજ્યા .... હું એ જ વિદ્યુત નો પુત્ર છું જેનો તમે વધ કર્યો હતો .

એકદમ સન્નાટો છવાઈ ગયો ... ત્રણેય અસમંજસ માં મુકાઇ ગયા .

પૃથ્વી : તો તું વિદ્યુત નો પુત્ર છે ...અને એમનો બદલો લેવા આવ્યો છે .

અંગદ : ના ના ... તમે ખોટું સમજો છો પૃથ્વી જી ...હું કઈ એમનો બદલો લેવા નથી આવ્યો ...મારા પિતાજી મૃત્યુ પામ્યા એનું થોડું દૂ;ખ મને અવશ્ય છે પરંતુ એ ખોટા હતા, ક્રૂર હતા ,સ્વાર્થી હતા એમને સદૈવ શક્તિ ની લાલસા માં werewolves નો દૂરપયોગ કર્યો છે , પોતાના શાસન માટે vampires અને werewolves વચ્ચે વેર ના બીજ રોપ્યા છે અને અશાંતિ ફેલાવી . અમારો આખો પરિવાર એમના આ કામ માં એમનો સાથ આપતો હતું. પરંતુ મને પહેલેથી જ એમની આ નીતિ પર ક્રોધ આવતો મે ઘણી વાર એમની આ શાસન પધ્ધતિ નો વિરોધ પણ કર્યો ,મને એક દિવસ જાણ થઈ કે મારા પિતા વિદ્યુત શુદ્ધ ખૂન ની તલાશ કરી રહયા છે,એમને મને કહ્યું કે આ શુદ્ધ ખૂન થી આપણે અત્યંત શક્તિશાળી થઈ જઈશું એટ્લે મે એમનો સાથ આપ્યો , સૌ પ્રથમ અવિનાશ સાથે મારી જ ભેટ થઈ હતી ,હું જ એને મારા પિતા પાસે લઈ ગયો હતો , અને મારા પિતા એ મને અવિનાશ અને શુદ્ધખૂન પર નજર રાખવાનું કહ્યું હતું , મે કેટલાય સમય સુધી તમારા બધા ની હરકતો અવલોકન કરી રહ્યો હતો ,એ અવલોકન કરતાં જ મને જાણ થઈ કે નંદિની અને પૃથ્વી એકબીજાને અનંત પ્રેમ કરે છે ,ત્યારબાદ હું મારા પિતા ની અસલી યોજના જાણી ગયો , મારા પિતા એ મને કહ્યું હતું કે આપણે એ નિર્દોષ શુદ્ધ ખૂન ના ફક્ત અમુક બુંદો ની જરૂર છે ત્યારબાદ આપણે એને છોડી દઇશું ,પરંતુ એક રાત મને જાણ થઈ કે મારા પિતા વિદ્યુત ને શક્તિ ની જરૂર નથી પરંતુ એક માત્ર શુદ્ધ ખૂન જ એમના વિનાશ નું કારણ બની શકે એમ છે એટ્લે એ નંદિની ને સદૈવ માટે નષ્ટ કરવા માંગતા હતા , એમના આ પ્રયોજન નો મે વિરોધ કર્યો અને એમને વિનંતી કરી કે નંદની એ એક શુદ્ધ જીવ છે એ કોઈ દિવસ તમારા વિરુદ્ધ નહીં આવે પરંતુ એમને હું દગાખોર લાગ્યો અને અમારા પરિવારે મને ઘરબહાર કરી દીધો . છેલ્લા કેટલાય વર્ષો થી હું અનાથ જ ભટકતો હતો ,ત્યારબાદ મે જોયું કે તમારા સાથે યુધ્ધ દરમિયાન તેઓ મૃત્યુ પામી ચૂક્યા છે .

અંગદ થોડીક વાર શાંત થઈ ગયો .

પૃથ્વી : જે તું કહી રહ્યો છે એમાં સચ્ચાઈ કેટલી છે એતો હું નથી જાણતો .... પરંતુ તારો અહી અમારી પાસે આવવાનો ઉદેશ્ય શું છે એ હું હજુ સુધી સમજી શક્યો નથી .

નંદિની : ના જાણે કેમ પણ મને એમ લાગે છે કે આના દરેક શબ્દ સાચા છે .

વીરસિંઘ : હા પણ છે તો આ werewolf જ ... આપણે એના પિતા નું ખૂન કર્યું અને એ આપની સાથે મૈત્રી કરવા આવે એ સંભવ નથી .

અંગદ : તમારા લોકો ના બધા જ સંદેહ ઉચિત જ છે ...તમારા સ્થાને કદાચ હું હોત તો હું પણ તમારી જેમ જ સંદેહ કરતો હોત .

પણ વીરસિંઘ ના કથન માં થોડીક સત્યતા છે , હું ફક્ત મિત્રતા ના ઉદેશ્ય થી અહી નથી આવ્યો .પરંતુ મારા પ્રાણ ના રક્ષણ હેતુ આવ્યો છું .

પૃથ્વી : તારા પ્રાણ નું રક્ષણ ? કોનાથી ?

અંગદ : મારા ખુદ ના ભાઈઓ થી.

પૃથ્વી : તારા ભાઈ ?

અંગદ : હા મારા પિતા ની હું એકમાત્ર સંતાન નથી, મારા પિતા વિદ્યુત પ્રાચીન સમય થી હજારો વર્ષો થી આ ધરતી પર વિચરણ કરી રહ્યા હતા . એટ્લે જે જૂના સાહિત્ય માં એમનો ઉલ્લેખ છે એ સાહિત્યો કરતાં પણ એ પ્રાચીન હતા .અમે પાંચ ભાઈઓ છે...બધા મારા પિતાજી જેવા જ શક્તિશાળી છે ....એક મને બાદ કરતાં ...હું એ લોકો જેટલો શક્તિશાળી નથી ..એ વાત નું દૂ:ખ મારા પિતા ને હમેશા થી હતું . એટ્લે એમને મને હમેશા નીચ ગણ્યો અને એમની સેના માં એક નાના સૈનિક નું પદ આપ્યું હતું અને મારા બાકીના ચાર ભાઈ ઓ સર્વશક્તિમાન છે અને મારા પિતા ના આદેશ અનુસાર વિશ્વ ના અલગ અલગ જંગલો માં પોતાનું સામ્રાજ્ય સ્થાપી ને બેઠા છે, મને મારા નીચા પદ નું દૂ:ખ નહતું કે નહતી મારા ભાઈઓ પ્રત્યે ઈર્ષ્યા ,ફક્ત મને વિરોધ હતો તો મારા પિતા ના દુષ્કર્મો નો .

હવે મારા ભાઈ ઓ ને લાગે છે કે મારા પિતા ના હત્યા પાછળ મારો હાથ છે કારણ કે હું werewolves પર રાજ કરવા માંગુ છું ..એટ્લે એ લોકો મારા પ્રાણ ના દુશ્મન બની મને સર્વત્ર શોધી રહ્યા છે ,એમના થી ભાગતા ભાગતા હું તમારા ઘરે આવી પહોચ્યો ,તમારા ઘરે આવતા જ મને ખબર પડી કે તેઓ મને અહી નહીં શોધી શકે ..કારણ કે તમે લોકો એ આ ઘર ને મંત્ર ની શક્તિ બીજા લોકો ની નજર થી છુપાવ્યું છે .

પૃથ્વી : હવે મને તારી વાત પર થોડોક વિશ્વાસ લાગે છે પણ ....શું ખાતરી કે તું ભવિષ્ય માં અમને દગો નહીં આપે .

અંગદ : પૃથ્વી જી .... મારો તમને દગો આપવો હોત તો તમારી મદદ કોઈ દિવસ ના કરી હોત ...

પૃથ્વી : મદદ ? તે અમારી કઈ મદદ કરી છે ?

અંગદ : મે સતત એક વર્ષ સુધી તમારા લોકો નું અવલોકન કર્યું છે ...એ દરમિયાન મે જાણ્યું કે vampire હોવા છતાં પૃથ્વી માં અને તમારા બધા માં હજુ માનવતા હયાત છે ....નંદની કે જે શુદ્ધ ખૂન છે જેને સ્વયં ઈશ્વરે એના માટે પસંદ કરી છે ....તમારા પરિવાર નો પ્રેમ મે જોયો છે એટલું જ નહીં...જે અવિનાશે તમારા સાથે દગો કર્યો એની સાથે પણ તમે સદવ્યવહાર કર્યો છે એ જોઈને મને તમારા પ્રત્યે સહાનુભૂતિ જાગી . અને રહી મદદ ની વાત ... તો તમને લોકો ને શું લાગે છે ...કે સ્વરલેખાજી અને બીજા લાખો લોકો જે વિદ્યુત ને મારવા માટે એની કમજોરી શોધી રહ્યા હતા ... એ સૌથી અગત્ય નું સાહિત્ય અરુણરૂપા અને સ્વરલેખા ને રાતોરાત મળી ગયું ? શું તમે મારા પિતા ની એ કમજોરી જાણ્યા વગર એને હરાવવા સક્ષમ હતા ? એ હું જ હતો જેને એ સાહિત્ય સ્વરલેખા પાસે પહોચાડયું હતું.મારા પિતા વિદ્યુત એ એમને હરાવવા માટે ના બધા જ સાહિત્ય જે એમની કમજોરી દર્શવાતા હતા એ નષ્ટ કરી દીધા હતા અને એ લોકો ને પણ મોત ને ઘાટ ઉતાર્યા જે લોકો એ રહસ્યો વિષે જાણતા હતા.

એ સાહિત્ય એકમાત્ર પુસ્તક હતું જે એમના હાથ લાગ્યું નહતું અને એ મે સદૈવ સાચવી રાખ્યું હતું ,ઉચિત સમય ની રાહ જોઈ અને ઉચિત જગ્યા એ પહોચાડ્યું.

નંદની : તો એ તું હતો ?

અંગદ : હા .... તમારી મદદ કરવા વાળો હું જ હતો.

વીરસિંઘ : એ બધુ તો ઠીક છે ....પણ કોઈ પુત્ર ને પોતાના પિતા ના પ્રત્યે આટલો ક્રોધ કેમ હોય શકે કે એના પ્રાણ પણ લેવા માટે દુશ્મનો ની મદદ કરે .

અંગદ : મે તમને કહ્યું ને ....એમના દુષ્ટ કર્મ ના લીધે હું એમનો વિરોધી હતો .

પૃથ્વી : એક માત્ર કારણ ના હોય શકે આ ....

અંગદ : ઠીક છે તમારે સત્ય જ જાણવું છે ? .....

મારા જે ભાઈઓ મારા પ્રાણ લેવા માંગે છે એ મારા સગા ભાઈ નથી ...મારા પિતાની પહેલી પત્ની ના સંતાન છે ...અને હું મારા પિતા ની બીજી પત્ની નું સંતાન છું ....મારી માતા મારા પિતા ને ખૂબ જ પ્રેમ કરતી હતી પરંતુ મારા નિર્બળ હોવા ના કારણે મારા પિતા મારા થી અળગા રહેતા.પરંતુ મારી માં ...એ મારો પ્રાણ હતી મારો એકમાત્ર જીવવા નો સહારો ... એ પણ મારા જેમ મારા પિતા ના દુષ્કર્મો નો વિરોધ કરતી .જે વખતે નંદની ના પ્રાણ લેવાની વાત મારા પિતા એ કરી ત્યારે મારી માતા એ અને મે મારા પિતા નો ખૂબ વિરોધ કર્યો ......ક્રોધે ભરાયેલા મારા પિતા ના આદેશ પર wolves ની સેના એ મારા પર હુમલો કર્યો .મારા પ્રાણ ની રક્ષા હેતુ મારી માતા એ પ્રતિકાર કર્યો. મારી માતા ને જોઈ સેના પાછી વળી ...એ જોઈ મારા પિતા વધુ ક્રોધે ભરાયા અને મારી નજર સમક્ષ ......

અંગદ બોલતા બોલતા અટકી ગયો ....એના આંખ માથી આંસુ નીકળી ગયા.

“મારી નજર સમક્ષ મારી માતા ના પ્રાણ હારી લીધા ....

એ દિવસ મે નિશ્ચય લીધો કે આ પાપીનો સર્વનાશ કરી દઇશ” .

અંગદે એ ક્રોધ ભરાયેલા સ્વર માં કહ્યું .

પૃથ્વી ને હવે થોડો વિશ્વાસ અંગદ પ્રત્યે બેઠો .

પૃથ્વી : મને તારા પ્રત્યે સહાનુભૂતિ છે અંગદ ...અને હવે મને તારી વાતો પર વિશ્વાસ છે .

અંગદ : બસ એજ કારણસર મે તમારા લોકો નો સાથ આપ્યો હતો .

હવે આ સંસાર માં તમારા સિવાય મારૂ કોઈ નથી .મારા ભાઈઓ મારા પિતાની મોત નો બદલો લેવા

અવશ્ય આવશે .

યુધ્ધ હજુ પણ પૂરું થયું નથી પૃથ્વી .

પૃથ્વી : માફ કરજે અંગદ પણ હવે હું યુધ્ધ થી થાકી ચૂક્યો છે ...હું પહેલા પણ એના કારણે ઘણું ઘુમાવી ચૂક્યો છું .બસ હવે હું મારા પરિવાર ને કોઈ સંકટ માં મૂકવા નથી માંગતો .

અંગદ : જીવન ના દરેક ક્ષણે આપણે દરેક પરિસ્થિતી સાથે લડવું જ પડે છે ...મૃત્યુ સાથે દરેક પળ લુકાછિપી એ જીવન છે . તું યુદ્ધ નહીં પણ કરે તો પણ એ તારા સમક્ષ પડકાર રૂપ બની ને બદલો લેવા અવશ્ય આવશે.

અને હું જાણું છું કે તારી આ હતાશા નું કારણ શું છે ?

પૃથ્વી : શું ?

અંગદ : તારી બહેન વિશ્વા .....

પણ તારી જાણ ખાતર કહી દઉં કે વિશ્વા નું મૃત્યુ થયું જ નથી એ હજુ પણ જીવિત જ છે ....

ક્રમશઃ .........