Safadtane shokhare books and stories free download online pdf in Gujarati

સફળતાને શિખરે

કેમ ડરે છે?

તું રાખ ભરોસો ખુદ પર
કેમ ડરે છે?
કારણ વગર રોજ - રોજ તું
કેમ મરે છે?

પગલું માંડ્યું છે મંઝિલ ભણી
તો ચાલતો રે ને,
સ્વપ્ન સિધ્ધ કયૉ વિના
કેમ પાછો ફરે છે?

સુખ - દુઃખ તો આવ્યા જ કરે
તો સહેતો રે ને,
સંઘર્ષ કયૉ વિના
કેમ રડતો રહે છે?

મળશે જો ઈશ મને
તો પૂછીશ એને,
તારા સાથે હોવા છતા માનવ
કેમ કાયર બને છે?

કંઈક કરીએ

મારૂં - તારૂં ક્યાં છે કશુંય
તો ચાલને સહિયારૂં કરીએ, 
અંતરમાં અનુભવાય હાશકારો 
એવા કામો કરીએ 

નાત - જાતના ભેદમાં ક્યાં સુધી પડ્યો રહીશ 
જાણને તું ખુદના સાચા રૂપને 
ઓળખાણ આપણી છે એ રામ થકી
એ સંબંધ લઈ એકબીજાને મળીએ

માણસ થવું ક્યાં આસાન હોય છે, 
તોયે મથતો રહું છું 
એ જાણીને કે મોટા થવા કરતાં 
માણસ થવું સસ્તું છે 

ચાલતો રહેજે તું ખુદના સિધ્ધાંત પર 
મળશે સાચી ખુશી તને એમાં, 
સફળતા ક્યાં હોય છે સસ્તી 
તો ચાલને મહેનત કરીએ 

ખુશી થશે 'વિનય' ને 
જો ગમશે એના શબ્દો 
ગમો - અણગમો છોડી 
ચાલને એકરૂપ બનીએ 

ખુદની ઓળખ 

હું કોણ? 
એ ના જાણ્યું 
એટલે જ બીજું 
પોતાનું ના લાગ્યું ! 

મૃત્યું કેવળ થાય શરીરનું 
ને આપણ ખુદતો અંશ પ્રભુંના, 
તો શાને મુરઝાવું ! 

આત્માને જાણે જે જ્ઞાનથી
રાચે છે એ સદા આનંદમાં, 
તો પછી શાને કરમાવું ! 

નિજાનંદ છે સાચું સુખ 
જે મળે ના સંસારના ભોગોમાં, 
તો શાને મોડું કરવું ! 

મારા શબ્દો 

હસ્યા હશે કોઈ 
વાંચી મારા શબ્દો, 
રડ્યા હશે કોઈ 
જાણી મારા શબ્દો 

ફરક ક્યાંક તો પડતો હશે 
અમારી હાજરીનો, 
એમ જ થોડા નીકળે છે 
સારા શબ્દો 

મન મસ્ત બની 
નાચે જ્યારે, 
ત્યારે નીકળે છે 
પ્યારા શબ્દો 

ભીતર હૈયામાં હોય જ્યારે 
સ્નેહની સંવેદનાઓ, 
બને છે એટલે જ 
ઘાયલ શબ્દો 

અહમ ઓગળે છે જ્યારે 
નિજ અસ્તિત્વનો, 
નીકળે છે ત્યારે 
અંતરાત્માના શબ્દો 

મસ્ત બનીને જીવવું 

મસ્ત બનીને જીવવું મનવા 
મસ્ત બનીને જીવવું 
કાયરતા છોડીને તારે 
વીર બનીને જીવવું ! 

જીવનપથ પર મળે સૌને 
હરખનું હાસ્ય અપૅવું, 
દુઃખિયાઓના ચહેરા તારે 
આનંદોથી ભરવું ! 

દુષ્કર્મ કરતાં તારે 
કુદરતથી ગભરાવું, 
કરે જો કોઈ અત્યાચાર તો 
સિંહ બની ત્રાટકવું ! 

સંતોષી મનને જાણી 
હરપળ વિસ્તરવું, 
છે સાચું સુખ એમાં
શાને દ્વેષથી લડવું ! 

જ્ઞાન તણી વાતો જાણી 
સૌને તારે કહેવું, 
શાશ્વત શાંતિ અર્પે એવું 
કાયૅ તારે કરવું ! 

એના થકી 

પળે પળે પલકે આંખ એના થકી 
ક્ષણે ક્ષણે ધબકે હ્રદય એના થકી

છે સધળું મારું એના થકી, 
સુખ-દુઃખમાં હસતો એના થકી

દયા ભરેલો ભાવ એના થકી, 
લાલચોળ ગુસ્સો એના થકી 

સારા-નરસાં કર્મો એના થકી, 
જીત-હાર મારી એના થકી

જીવન જીવીશ સઘળું એના થકી, 
મૃત્યુની મહેફિલ એના થકી 

આરપાર 

જીંદગીના સંબંધો વીંધાય છે આરપાર 
પડછાયા હોવા જોઈએ માણસની આરપાર 

કોઈની વાતનું ખોટું ના લગાડો
વિચાર નથી દેખાતા મનની આરપાર 

રહેવું જોઈએ સદાય પોતાની મસ્તીમાં 
જીવન પાછળ મૃત્યું દેખાવું જોઇએ આરપાર 

દાખલા હજાર છે એવા અહીંયા
જીવ્યા છે જેઓ સુખ-દુઃખની આરપાર 

પરિવારની બંધાયેલા રહીએ સદા
રહેશું સદાયે માનવીની આરપાર 

ક્ષણભરની દુનિયા ને લાખો છે વાયદા
ચિંતા છોડી રહેવું આનંદની આરપાર 


રમત રાજકારણની 

નકાબ બન્યા છે ચહેરાઓ 
અંદર કંઈ ને બહાર કંઈ 
તેજાબી વાણી બની છે અમૃત 
આવી છે રમત રાજકારણની

વાયદા હોય જ્યાં હજાર 
વેચાય જ્યાં માનવી પૈસાથી
સત્તાભૂખ બની છે મંઝિલ 
આવી છે રમત રાજકારણની

સેવા, સમપૅણ, ત્યાગ પચાવ્યા જેણે
પ્રામાણિકતા, કાયૅદક્ષતા દિલમાં સમાવ્યા જેણે 
એવો હોય જે રાજકારણી 
કરતો નથી જાહેરાત પોતાના નામની 
જીતે છે એ રમત રાજકારણની

સફળતાના સરનામા

સમય છે થોડો ને ઊંચા છે અરમાન 
માનવા પડે તોયે કુદરતના ફરમાન 

નસીબના ભરોસે ના બેસી રહેવાય
મહેનતમાં હોય છે સફળતાના સરનામ

સતત ને સતત કરવા પડે છે પ્રયાસો 
આળસમાં નથી હોતા મંઝિલના મહોતાજ

હારની બેસી રહેવું પોસાય નહીં 
શીખીને જીતવું એવો હોવો જોઈએ સ્વભાવ 

મારી તો આ જ રીત છે જીવવાની 
નથી મારે હાર-જીતના વ્યવહાર