Senana Jawano books and stories free download online pdf in Gujarati

સેનાના જવાનો

વિષય : ભારતીય સેના 

 

પ્રાસ્તાવના

ભારતીય સેના એટલે આપણા દેશના સવા સૌ કરોડ ભારતીય નું ગૌરવ.ભારતની દેશની સેના એ વિશ્વના શકિતશાળી દેશમાં ત્રીજા નંબરની સેના.ભારતીય સેના થી દુશ્મનો થર થર કાંપે.ભારતીય સેના માં ત્રણ પ્રકારની સેના છે તે ત્રણેય પાંખમાં પોતાના પોતાના સેનાના અધ્યક્ષો હોય છે.તેમના નેતૃત્વમાં મોટા મોટા ઓપરેશનો પાર પાડવામાં આવે છે.

ભારતીય સેના શું છે :

ભારતીય સેના વિશે તો દેશના નાના છોકરા થી લઇને વૃધ્ધ સુધીના લોકો જાણતા હોય છે.કોઇ પણ સેના કેવી છે તે તેની શકિત પરથી ખ્યાલ આવે છે.આપણા દેશની સેનાને શકિતશાળી દેશની સેનામાં ગણવામાં આવે છે કારણ કે આપણી સેના એ ધણા બધા પાડોશી દેશમાં મુશ્કેલી પડી છે ત્યારે ત્યાં જઇને પોતાની શકિતનો પરિચય કરાવ્યો છે.

ભારતીય સેના ઓપરેશનો

ભારતીય સેનાએ આમ તો આતંકવાદી વિરોધ ધણા બધા ઓપરેશનો પાર પાડયા છે અત્યારના સમયની વાત કરીએ તો કાશ્મીરની અંદર ઓપરેશન ઓલ આઉટ શરુ કર્યુ છે તેના થી જેટલા પણ આતંકવાદી આવે તેને ઠાર કરે છે.આવા તો ધણા સમયથી ઓપરેશનો ચલાવે છે . પહેલા પણ સેનાએ આવા ઓપરેશન કર્યા છે. જયારે ઉરી પર હુમલો કરવામાં આવ્યો ત્યારે આપણી સેનાએ નકકી કર્યુ કે બદલો તો લેશું . સરકારે પણ પોતાની રાજકીય ઇચ્છાશકિત દેખાડી દીધી પછી તો સેના એ દસ દિવસ માં તેના ઘરમાં જઇને આતંકવાદીઓને ઠાર કર્યા.

ભારતીય સેના કરેલા યુધ્ધઓ

ભારતીય સેના ત્રણ થી ચાર યુધ્ધો કર્યા છે તેમાંથી એકમાં હાર પ્રાપ્ત કરી છે બાકીના યુધ્દમાં જીત પ્રાપ્ત કરી છે માત્ર ચીન સામે હાર્યા છીએ બાકી પાકિસ્તાન સામે કરેલા બધા જ યુધ્ધમાં જીત પ્રાપ્ત કરી છે.ભારતીય સેના એ પાકિસ્તાનની સેનાને બધા હથિયાર હેઠા મુકાવી દિધા હતા અને તેની સેનાને સરેન્ડર કરવું પડયું હતું.

પુલવામાં થયેલ હુમલો નો બદલો

આમ તો અવાર નવાર આતંકવાદીઓ હુમલાઓ કરતા જ હોય છે દર વખતે આપણી સેના ડટકર ઉભી રહીને સામનો કરે છે. તાજેતરમાં સી આર પી એફ ના જવાનો પર આતંકવાદી દ્રારા બ્લાસ્ટ કરવામાં આવ્યો અને તેમાં દેશના 44 જવાનો શહીદ થયા . સેના કીધું બદલો લેશું . આપણી શકિતશાળી સેના જેને બ્લાસ્ટ કરાવ્યો તે માસ્ટર માઇન્ડને 100 કલાકમાં ગોટીને ઝન્નતની હુરમાં મોકલી દીધો તેની સાથે બીજા બે આતંકવાદીઓને પણ ઠાર કર્યા.

દેશના લોકોને થોડીક અપીલ

• ભારતીય સેનાના જવાન જો સામે મળે તો તેને સલામ કરો
•  ભારતીય સેનાના જવાનો જો ટ્રેન મળે તો તેને જગ્યા ના મળી હોય તો તમારી જગ્યા આપી દો .
•  ભારતીય સેનાને જવાન માન અને આદર આપો
•  ભારતીય સેનાના જવાનો ને પત્ર લખો

ભારતીય સેનાના જવાનો

ભારતીય સેનાના જવાનો દેશમાં જયારે કુદરતી આપતિ હોય ત્યારે પણ લોકોને બચાવવા માટે રાહતગીરીની કામગીરી કરતા હોય છે.  આતંકવાદીઓ વિરોધ પણ પોતાની શકિત થી તેમનો સામનો કરતી હોય છે.ભારતીય સેનાનો જવાન પોતાની શિસ્તમાં જ હોય કયારેય પણ તેઓ કોઇ પણ જાતની ફરિયાદો કરતા નથી.

        આપણા દેશની સેનાના જવાન નીકડે ત્યારે આપણે જોઇએ એટલે આપણામાં ગર્વની લાગણી થાય.કોઇ પણ દેશ હોય પહેલા તેની સેના પછી બીજુ બધું હોય . સેના જવાનો બઘી જગ્યાએ માત્ર ને માત્ર સંધર્ષ કરવાનો હોય . તેમને કોઇના લગ્ન પ્રસંગમાં જવા ના મળે પોતાના પરિવાર સાથે ના રહી શકે . તેમને પોતાના નાના નાના બાળકો સાથે રહેવાની તક પણ ના મળે . હજી તો આવ્યા હોયને ઓર્ડર આવે એટલે તરત નીકળી જાય.

          ભારતીય સેનાના જવાનો સત સત વંદન

જય હિંદ
જય ભારત
વંદે માતરમ