College life books and stories free download online pdf in Gujarati

કોલેજ લાઇફ

કોલેજની લાઇફ એટલે " ગોલ્ડન લાઇફ " કહી શકાય. 

ધોરણ 12 પાસ કર્યા પછી કોલેજની અંદર પ્રવેશ મેળવે છે તેઓએ ધણા બધા રંગીન સપનાઓ જોયા હોય છે તે સપનાઓ પુરા કરવા માટે તેમનો મોકો મળ્યો હોય છે તેમના રંગીન સપનાઓ પુરા કરવા માટેના પ્રયત્નો કરે છે. કોલેજનો પહેલો દિવસ હોય એટલે તેમની ખુશીનો કોઇ પાર નથી હોતો. જાણે એમના માટે તેમને બધુ મળી ગયું છે તેવો એહસાસ થાય છે. તેઓનું કોલેજ જવાનું રૂટિન થઇ જાય છે કોલેજમાં જવા માટે ઘેરથી નીકળી ત્યારેથી તેમના મિત્રોના ફોન આવવા લાગે છે કયાં પહોચ્યો ? ઘેરથી નીકળી ગયો કે નહી ? કોલેજમાં નવા નવા મિત્રો બનાવવા માટે તેઓ ઉત્સુક હોય છે નવા મિત્ર બન્યા હોય એટલે તેઓની સાથે વાતોના ગપ્પા કરવા અને કોલેજના કેમ્પસની અંદર બેસવાનું. પોતાના અલગ અલગ ગૃપ બનાવીને કોલેજમાં અને કોલેજ બહાર ધમાલ કરતા હોય છે પછી તો જાણે તેઓ પોતાની ધુનમાં લીન હોય તેમ પોતાના Friends માં લીન થઇ જાય છે. પછી કોલેજથી છુટીને કોલેજમાં બહાર બાઇકો પર બેસીને ધમાલ મસ્તી કરતા હોય છે બીજા લોકોની મજાક ઉડાડીને તેમાં આનંદ અનુભવતા હોય છે પછી તો કોલેજમાંથી અમુક લેકટર બન્ક કરીને ફેન્ડો સાથે પિકચર જોવા,બહાર ફરવા,ફોટા પાડવા માટે જાય છે અને મજા કરે છે કોલેજમાં એકઝામના ફોર્મ ભરવા માટે દોડાદોડી કરતા હોય .ધણા વિધાર્થીઓ અને વિધાર્થીનીઓ કોલેજ બહાર બેસીને વાતોના ગપ્પા મારે છે તો ધણા લોકો પોતાના મોબાઇલના આંગડા મચકરીને પોતાના ફેન્ડ સાથે ટાઇમ પાસ કરતા હોય છે કોલેજની અંદર રમતો ગમમ્તની સ્પર્ધામાં ભાગ લેવો વિવિધ યુનિવર્સિટીની અંદર ખુબ મોટા પાયે રમત ગમ્મત. સાંસ્કૃતિક કાર્યકમોનું આયોજન થતું હોય છે તેની અંદર ભાગ લેવો અને ઇનામ મેળવવા માટે એકબીજામાં હોડ જામી હોય.

કોલેજની અંદર રાષ્ટ્રીય કાર્યકમોમાં 15 મી ઓગસ્ટ, 26 મી જાન્યુઆરી જવું અને તે દિવસે દેશભકિતના રંગમાં રંગાય જવું.પછી નવરાત્રિ માં કોલેજ એક દિવસ રાસો આયોજન કરતા હોય છે તેમાં તેઓ હર્ષ અને ઉલ્લાસથી ભાગ લે છે તે દિવસે અલગ અલગ પ્રકારોના નવા નવા વસ્ત્રો પહેરી પોતાનો વટ જમાવવાનો પ્રયત્ન કરે છે અને મજા કરતા હોય છે જે મજા કોલેજમાં છે તેવી મજા કયાંથી નથી. સ્કુલ લાઇફ અને કોલેજ લાઇફમાં એક ફેરફાર છે કે સ્કુલમાં લેકચરો લેવામાં સાહેબો અથવા મેડમો કલાસમાં આવે છે જયારે કોલેજમાં તમારે લેકચર એટન્ડ કરવો હોય તો તમારે કલાસમાં જાવું પડે છે . એકઝામ નજીક આવે એટલે બધા સાથે મળીને એકબીજાના ઘર પર જઇને રીડિંગ કરતા હોય છે અને સાથે સાથે ધમાલ મસ્તી કરતા હોય છે એકઝામ હોય ત્યારે એકઝામ દઇને આવે એટલે પેપર વિશેની ચર્ચા કરતા હોય છે પેપર કેવા ગયા ? પેપર   સહેલું હતું કે નહી ? કોલેજમાં વેકેશન પડે એટલે અલગ અલગ જગ્યા ફરવા જાવાનું ,પિકચર જોવાનું વગેરેનું પ્લાનિંગ કરતા હોય છે. જયારે કોલેજમાંથી ટુર જાય ત્યારે ટુરમાં જવા માટે ખુબ એકસાઇટેડ હોય છે અને ટુરમાં ખુબ મજા કરે ,અને ત્યાંના અનુભવો માંથી પણ આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે . કોલેજમાં જેમ જેમ દિવસો જાય પછી પરિણામ આવે ત્યારે ધણામાં ખુશી હોય તો ધણામાં ગમ પછી બધા પરિણામોની ચર્ચા કરતા હોય છે.તેમા પણ કોઇ ગૃપના ફેન્ડને એટીકેટી આવી હોય એટલે તો તેમની ઠેકડી ઉડાડે છે અને મસ્તીઓ કરે છે.ધણા છોકરાઓ અને છોકરીઓ એકબીજાના ગાઢમિત્ર બની જાય છે તો બીજા ધણા મિત્રોને જલન થાય છે આમ કરતા કરતા કોલેજનું પહેલું યર કેમ પુરૂ થઇ જાય છે તેનો ખ્યાલ રહેતો નથી પછી બીજું યર આવે છે. બીજા યરમાં કોલેજની અંદર જુના થઇ ગયા હોય છે એટલે અમુક પ્રકારના નિયમોની ખબર હોય છે એટલે તેઓ નિયમોનું પાલન કરતા હોય છે કોલેજની અંદર તેઓની ધમાલ મસ્તી . મજાક મસ્તીઓ ચાલ્યા કરે છે અમુક વિચારે છે બીજા યરમાં લેકચરો ભરવાની જરૂર નથી ત્રીજા યરમાં રેગ્યુલર જાશું. જયારે બીજા ધણા વિધાર્થીઓ હોય કે તેઓ બધા જ લેકચરો અટેન્ડ કરતા હોય. 

કોલેજના બીજા યરમાં આવે એટલે શરૂઆત દિવસે તો કોલેજ જવાને બદલે ગાર્ડનમાં જઇને બેસતા હોય છે.જયારે એસાઇમેન્ટ કોલેજમાં આપવા લાગે એટલે એસાઇમેન્ટ લઇને પછી લખવા લાગે છે. એસાઇમેન્ટની લાસ્ટ પહેલા સબમિટ કરવા માટે આમ તેમ દોડાદોડી કરતા હોય છે.પછી એકઝામના ફોર્મ ભરી અને પછી ફી ભરવા લાઇનમાં ઉભા હોય છે ધણા લોકો છેલ્લે ફોર્મ ભરવા આવે છે.અને પછી ત્યાં લેકચરોની ડાટ સાંભળે છે. કોલેજના બીજા યરમાં પણ ધણા બધા અનુભવો થાય છે પછી બીજા યરની એકઝામની તારીખ આવે એટલે પાછા વાંચવા લાગે. પરીક્ષા આવે અને જેવા પેપર પુરા થઇ એટલે વેકેશનમાં બહાર રખડીને મજા કરતા હોય છે.

ત્રીજા યર આવે એટલે તેઓ ભણવા પ્રત્યે સજાગ થઇ જાય છે પછી તેઓ ધમાલ ,મસ્તી કરવામાં ટાઇમ નથી બગડતા તેઓ હવે ભણવા પ્રત્યે વધુ ફોકસ કરે છે હવે તેઓ ત્રીજા યરમાં સારા માર્ક મેળવામાં માટે મહેનત કરતા હોય છે કોલેજ પુરી થયા પછી શું કરવું ? તેના વિશે વિચારવા લાગે છે. અમુક લોકો કોલેજ પછી આગળ સ્ટડી કરે છે તો અમુક લોકો વર્ક પર લાગી જાય છે . આમ કરતા તેઓના ત્રણ વર્ષ કેમ પુરા થઇ ગયા તેનો ખ્યાલ પણ રહેતો નથી.જે ત્રણ વર્ષ દરમિયાન અનુભવો થયા છે તેઓ કદી પણ નહી ભુલે.કોલેજ લાઇફના અનુભવોમાંથી ધણું બધું શીખવા પણ મળે છે.

કોલેજ કે રંગીન સપને , કોલેજની રંગીન અનુભવ
ઓર કહી દેખને કો નહી મિલ સકતે હૈ

કોલેજ લાઇફ માં બધાને અલગ અલગ અનુભવો થયા હોય છે અમુકને સારા તો અમુકને ખરાબ અનુભવ હોય છે.

મારા યંગ મિત્ર કોલેજની લાઇફ વિશેની વાત તમને જરૂર પસંદ આવશે.જો તમને સારી લાગી હોય તો રિવ્યુ જરૂરથી આપજો  અને જો કોઇ સજેશન આપવા માંગતા હોય તો મારી મેલ આઇડી પર pandyaravi540@gmail.com મેલ કરજો.