The journey from lockdown to unlock books and stories free download online pdf in Gujarati

લોકડાઉન થી અનલોક સુધીની સફર

લોકડાઉન થી અનલોક સુધીની સફર
મિત્રો, મજા માં છો ને ? કેવું રહયો લોકડાઉન દરમિયાન સમય ? મને ખબર છે જ , એ સમય તમે માંડ માંડ કાઢયો છે.આપણે સામે પરિસ્થિતી પણ એવી હતી કે તેનો સામનો કર્યા વગર છુટકો નહોતો.હાલો હવે લોકડાઉનના સમયમાં લઇ જાવ છું.


આમ તો કોલેજનું Last Year હતું.એટલે પરીક્ષાઓ પણ વહેલી આવે.હજી માર્ચના દસ દિવસ ગયા ત્યાં સામે પરીક્ષા આવી ગઇ.પરીક્ષાઓના ચાર પેપર હજી માંડ પુરા થયા ત્યાં તો સ્કુલ અને કોલેજો બંધ રાખવાનો પરિપત્ર આવી ગયો.


પેપર ચાલતા હતા એટલે ધણા બધા મિત્રો એમ કહેતા કે આપણે પણ બંધ રાખે તો સારુ.આપણે તેમ કહેતા હતા કે જલદી પેપર પુરા થાય, એટલે બંધ ના રહે તો સારુ .પરિપત્રમાં કહયું કે જેને પરીક્ષા ચાલુ છે .તેની પરીક્ષા ચાલુ રહેશે. હાશ થોડી રાહત થઇ.

હવે પેપર પુરા થયા. એટલે શાંતિ થઇ ગઇ હતી.પણ પેપર ના બે જ દિવસે પછી.ન્યુઝ માં આવ્યું કે Prime Minister શ્રી મોદી સાહેબ દેશના નામે સંબોધન કરવાના છે.સાહેબ આવ્યા અને જાહેરાત કરી કે દેશના લોકો એક દિવસ જનતા કર્ફુયોનું પાલન કરવાનું છે, સાથે સાથે સંદેશ પણ આપી દીધો કે ઘરમાં રહેવાની આદત પાડી લેજો. આમ તો ' જનતા કર્ફુયુ ' શબ્દ પણ પહેલી વાર સાંભળવા મળ્યો.

આજની જનરેશન માટે તો આ New હતું, Old જનરેશન માટે આ જુનું જ હતું .કેમ કે પહેલા હાલતા અને ચાલતા દંગા , રમખાણો અને તોફાનો થતા હતા.એટલે કર્ફુયુ શબ્દ સાંભળવા મળતો.પણ આ વખતે તો ' જનતા કર્ફુયુ ' હતું.જેમા લોકો જ પોતાના ઘરમાં કેદ કરવાના હતા.


અમારા વિસ્તારમાં બહુ તેવું લાગતું નહોતું.ટીવીમાં દશ્ય જોતા હતા.કે રોડ સાવ સુમશાન જોવા મળે છે.દુકાનો , શો રૂમ વગેરે બંધ છે.એ પણ જાણવા મળ્યું કે દેશના Prime Minister ની વાત માને છે.સાંજ પડતા જ પહેલા જેવા માહોલ થઇ ગયો.

હવે Central Government બધી જ State Goverment ને કીધું કે કડક પાલન કરાવો.બીજા દિવસે મોદી સાહેબ ફરી આવ્યા.અને 21 દિવસના લોકડાઊન ની જાહેરાત કરી. લોકડાઉન શબ્દ સાંભળ્યો નહોતો.તે સાંભળવા મળ્યું.હવે થી તો ઘરમાં જ રહેવાનું હોય.

બે ત્રણ દિવસ થયા.પછી એક દિવસ બાર નીકળ્યા.જે કામ હતું તે કરવા માટે.જે સંગઠનમાં જોડાયેલા હતા.તેમાંથી ફોન આવ્યો કે , આપણે સેવા કરવા માટે દરરોજ ચા વિતરણમાં જવાનું છે. સેવા કરવા જવાનું હોય એટલે પહેલા જવાનું. ત્યારે કોરોના નો એટલે બધો ફેલાવો નહોતો.અમે તો નકકી કર્યુ કે જવાનું છે.

જે દિવસે જવાનું હતું .તે દિવસે વહેલા ઉઠી જવાનું.વહેલા ઉઠીને તૈયાર થઇને જવાનું.જયાં ચા બનતી હોય ત્યાં જોવાનું.પછી ત્યાંથી ચા ભરીને જવાનું.એ મજા પણ અલગ હતી.જિંદગીમાં પહેલી વાર સેવામાં નીકળ્યા હતા.એટલે આનંદ પણ ધણો હતો.

ચા વિતરણ પણ એવા લોકોને કરવાનું હતું.જેઓને આપણે સફાઇ કામદાર તરીકે ઓળખીએ છીએ.તેઓ પણ સાચા અર્થ કોરોના વોરિયર્સ જ હતા.દરરોજ તેઓ પોતાનું કામ કરતા જ હોય.પછી પોલીસ મિત્રને પણ ચા વિતરણ કરતા હતા.એ સેવાના દિવસો કયારેય ભુલાશે નહી. બધા ઘરમાં કેદ હતા.ત્યારે અમે બહાર હતા.એ પણ સેવા કામ થી રખડવા માટે નહી.નકકર ધણાને લાગશે કે રખડવા માટે આવા કામો કરતા હશે.


ઘેર આવી ને ફરી નાહી કેમ કે ધણા બધા લોકોના સંપર્કમાં આવ્યા હોય.એટલે સાવચેતી પણ રાખવી પડે.ત્યાર બાદ ફરી ટી.વી સામે લોકપ્રિય ધારાવાહિક રામાયણ અને મહાભારત જોતા. ફરી જમી ને સુઇ જતા હતા.અને સાંજના સમયે રાહત રસોડે જાતા.જયાં દરરોજ લગભગ 500 માણસોનું જમવાની વ્યવસ્થા હતી.

થોડા દિવસો સુધી સતત આ જ કર્યુ .ફી ના સમયમાં રીડિંગ કરતા.પછી બધા ઘરના સભ્યો બેસતા હતા.આમ ને આમ લોકડાઉન માં સમય પસાર કરતા.હવે સરકારે અનલોક ની જાહેરાત કરી.ધીમે ધીમે છુટો મળતી ગઇ.એટલે સેવાના કામો બંધ થઇ ગયા.પછી સમય કાઢવો પણ અધરો થતો હતો.
અનલોકમાં આપણો જન્મદિવસ પણ આવ્યો.એ પણ રાહત રસોડા પર સેલિબ્રેટ કર્યો.અને ફેમિલી સાથે.યાદગાર મોમેન્ટ બની ગઇ.હવે બધાને કામો ખુલતા હતા.આપણે કાંઇ ખુલે એમ હતું.ફરી થી થોડી સેવાના કામમાં લાગ્યા.હવે અમુક જગ્યા કીટો વિતરણ કરી.આમ ને આમ ચાલ્યું. મજા પણ આવી.અને દુ:ખ પણ થતું હતું.


મિત્રો , આવા દિવસો હતા.લોકડાઉન અને અનલોક ના.તમારા કેવા હતા.તે તમે જાણો છો.વાંચીને અભિપ્રાય ચોકકસથી આપજો.
આભાર

અસ્તુ